Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛જૂઠ પણ બહુ વિચિત્ર હોય છે.
તમે પોતે બોલો તો સારું લાગે,
બીજા બોલે તો ગુસ્સો આવે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભીના થયેલાં ખુણાં ને સંતાડે પાંપણ,
યોગ્ય સમયે પ્રેમનું વાવેતર થાય નહીં
તો કહેવાઈ ડહાપણ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો?
જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો.

જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા,
પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ન રાખો!

જો શાંત થાય તો તો થઈ જાય પ્હાડ એનો,
મારામાં જે વ્યથાના રજકણ ઊડે છે લાખો.

ખારાશ આવી ગઈને આ આંખમાં તમારી,
પહેલા જ મેં કહ્યું‘તું મારી કથા ન ચાખો.

ઢાંકી રહ્યાં છે મારી નાલેશીને જે નળિયાં,
પ્રશ્નોના એની ઉપર પથરા તમે ન નાખો.❜❜
- અનિલ ચાવડા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારી સાથેની એક એક પળ મેં,
સોનાની જેમ સાચવીને રાખી છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આ ધારામાં વહેવું ઘણું આકરું છે,
કશું પણ ન કહેવું ઘણું આકરું છે.

બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર,
ખરેખર તો રહેવું ઘણું આકરું છે.

ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું,
અને એમાં તરવું ઘણું આકરું છે.

સમજમાં ન આવે એવી વાત પર પણ,
સમાધાન કરવું ઘણું આકરું છે.

બાંધીને પાટા બધા જેમ આંખે ,
ચાલ્યા જ કરવું ઘણું આકરું છે.

મળે નૈ મથામણ પછી તોડ એના,
વિચારોમાં રહેવું ઘણું આકરું છે.

માંગ્યુ મરણ ”સ્તબ્ધ” મળતું નથી જ્યાં,
જીવતું ય રહેવું ઘણું આકરું છે.❜❜
- કૌશલ શેઠ

@Gujarati
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગામડું અમારું પ્યારું હોય....
❝Güjârātí😋😜😎
❛❛હૈયામા તારી યાદનો ભાર લાગે છે,
જાણે સાત ભવ નું કોઈ ઉધાર માંગે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મોકો હોવા છતાં પ્રામાણિક રહેવું,
અધિકાર હોવા છતાં નમ્ર રહેવું,
સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદુ રહેવું,
ક્રોધ હોવા છતાં શાંત રહેવું,
આજ જીવન જીવવાની મહાનતા છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;

શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;

નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બંધન.❜❜
- હરીન્દ્ર દવે

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આપણે મળ્યાનું કારણ કોઇને કે'તા નહીં,
છેક ભીતરનું છે તારણ કોઇને કે'તા નહીં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તીર નજરોના હશે ધારદાર ખબર નો'તી,
દિલ છેદી નીકળશે આરપાર ખબર નો'તી.

અણિયાળી આંખડીના એક જ ઈશારે,
સીધા હૈયા પર થશે પ્રહાર ખબર નો'તી.

અધ્ધર પર રમતા એ સ્મિતના સાગરમાં,
સોદા સપનાના થશે બારોબાર ખબર નો'તી.

વેદનાઓ હપ્તે-હપ્તે હત્યા કરશે ને,
પેલું એકાંત કનડશે બેશુમાર ખબર નો'તી.

રોજ રોજ યાદો એની ડંખ્યા કરશે ને,
એને ઝંખ્યા કરીશું જોરદાર ખબર નો'તી.

અરમાનોની એક રોજ ચિતા સળગશે ને,
એની ચાહતમાં થશું તાર-તાર ખબર નો'તી.

પીડાઓ પંપાળી પછી જીવવું પડશે ને,
આ આંખડિયું રડશે ઝાર-ઝાર ખબર નો'તી.

મજાક નથી  'તૂફાન'  દિલની આ વાત છે,
હું પ્રિતમાં બનીશ આમ લાચાર ખબર નો'તી.❜❜
- તૂફાન પટેલ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જીદ આપણી કંઈક એવી હોય છે.
યુગ કળયુગનો ને રાહ કૃષ્ણની હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મેળવવાનો અને ગુમાવવાનો હિસાબ જ મૂકી દીધો છે વાલા,
હવે તો નક્કી કર્યું છે જે છે એને માણી લેવું છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બે જ પળ ની જિંદગી છે, તો યે જીવાતી નથી.
એક પળ ખોવાઈ ગઈ છે, બીજી સચવાતી નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક પુરુષ તમારી દરેક ગલતી માફ કરી શકે છે,
બસ એ ગલતી કોઈ બીજો પુરુષ ના હોય તો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પાંજરામાં પુરવાના છે પ્રબંધો આમ તો,
હા, કદાચિત પાંખ મારી કાપવાની વાત છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જીવી ગયા હાંસિયામાં જ,
આખું પાનું કોરું રહી ગયું.
મેઘધનુષ ને રંગ આપવા ,
ખુદ આકાશ કોરું રહી ગયું.❜❜

@Gujarati
2024/10/01 12:30:42
Back to Top
HTML Embed Code: