Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛લોકો પૂણ્ય પણ એ ઉંમર મા કરે છે,
જ્યારે તેઓ પાપ કરવાને લાયક નથી રહેતાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભૂલો પડું હું એવી રીતે તારા શહેરમાં,
સરનામું પૂછવા મને તારું જ ઘર મળે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અમે આવશું તમારા લગ્નમાં,
ખબર તો પડે નસીબવાળા લોકો કેવા હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અમે પણ વખત જેવા છીયે વાલા,
કદર ના કરનારને બીજી વખત નથી મળતા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છોકરીના બાપા કોઈ 25 વર્ષનાં છોકરામાં એ બધું ગોતે છે,
જે ખુદ ને મેળવવામાં 50 વર્ષ લાગી ગયાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.❜❜
- સંદીપ પૂજારા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તળિયા ઉપર આવીને છત બેસી ગઈ છે,
આખે આખા ઘરની હાલત બેસી ગઈ છે.

સન્નાટાની આદત વાળા દરવાજાની-
એક ટકોરો પડતાં હિંમત બેસી ગઈ છે.

મંદિરના સર્જનની થઈ છે વાતો ત્યાં તો,
છાના પગલે આવી મૂરત બેસી ગઈ છે.

મુસીબતોનું નામ પડે ને ફાળ પડી જાય,
મનની અંદર કેવી સવલત બેસી ગઈ છે?

વર્ષોથી ઊભો છે એને સંભાળી લો,
ઊભા ઊભા એની તબિયત બેસી ગઈ છે.

માટે ખુરશીમાં બેઠેલાની છે ચિંતા,
એ સહુમાં ખુરશીની આદત બેસી ગઈ છે.❜❜
- ભાવિન ગોપાણી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર,
સમજીને જીવો ઘડી એકતો તો સમજો બેડો પાર.

નાથ વગર ની નારી નકામી અને મકાન વિનાની બારી નકામી,
ખીચડી બઉ ખારી નકામી સાકર વિનાની ઘારી નકામી.

સમજણ વગર નું દેવું નકામુ નીતિ વગર નું લેવું નકામુ,
ન સમજે તેને કેવું નકામુ અને કોઈને ઘેરે જાજા પડ્યું રેવું નકામુ.

મકામ વગર નું જાવું નકામુ ભૂખ વગર નું ખાવું નકામુ,
નીર વગરનું નાવું નકામુ ધડા વગરનું ગાવું નકામુ.

પ્રાણ વગરની કાયા નકામી મર્યા પછી માયા નકામી,
પાણી વગરની સરિતા નકામી વિનય વગરની વનિતા નકામી.

એમ મહંતો વગરની મઢી નકામી હળદર વગરની કઢી નકામી,
વહુ સમજે નહિ તો સાસુ એને વઢી નકામી
ચટણીમાં કુચા રહી જાય તો એને લઢી નકામી.

અધિકારી બહુ નરમ નકામા ને ગુણવાન બહુ ગરમ નકામા,
ભક્તિમાં બવ ભરમ નકામા ને પ્રેમી પાસે બવ મરમ નકામા.

સતા સામે સાનપણ નકામુ અને પછી બહુ જાજુ પછી ડાપણ નકામુ,
કામ ના લાગે એવું ખાપણ નકામુ ડાયાબિટસ વાળાને ગળપણ નકામુ.

તો વાત વાત મા વળકા નકામા અને બઉ જાજા પછી કળકા નકામા,
સ્વાદ માં બઉ સળકા નકામા કુળ ડુબાળે એવા લડકા (દિકરા) નકામા.

માટે બઉ જાજા ઉછાળા નકામા ને ખેતર માં બઉ નાળા નકામા,
ખોરડાં બઉ ઉઘાડા નકામા ને ઘરમાં સાથે સાળા નકામા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું દરિયો છે, તો મારું નામ જાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહીં આવું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પારકા કઈ રીતે થવું,
એ પોતાના જ શીખવે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘણા એવા ગરીબ પણ જોયા છે મેં,
જેની પાસે રૂપિયા સિવાય બીજું કંઇ નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું કંઈ પણ નથી ને છતાં તું જ ખાસ છે,
કોઈ પણ દિશા વગરનો આ ક્યાં નો પ્રવાસ છે ?❜❜
- હિમલ પંડયા

@Gujarati
જાહેરાત......

પાસપોર્ટ અને પાન કાર્ડ કઢાવવા
માટે સંપર્ક કરો ➻ @MojMaRevu
❝Güjârātí😋😜😎
❛❛મટકા મારતી એની આંખો ને યાદ કરી આખી રાત જાગ્યો,
ઉઘાડા પગે એની પાછળ પડ્યો તોય કાંટો તો કાળજે જ વાગ્યો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારું મળવું મારા જીવનની એ
ખગોળીય ઘટના છે,
જેનો નક્ષત્રયોગ મારા જીવનમાં
ક્યાંય નહોતો લખાયેલો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રૂપિયાના ઢગલાં પર ઉંઘની હડતાલ છે,
માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઢળતી ઉંમરનો રંજ ના રખાય મનમાં,
સંધ્યાકાળ પછી જ ડાયરો જામતો હોય છે.❜❜

@Gujarati
2024/10/01 14:21:59
Back to Top
HTML Embed Code: