Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛એ તો બેખબર છે જેમનો પાલવ ઉડયો,
ઊંઘ તો એની હરામ છે છેડો જેમને અડયો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મળે એટલો માણી લો આ એકમેકનો સાથ,
ઝાકળ જેટલું જીવન આપણું ઝાકળ જેટલી રાત.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કદમ ઘાયલ, પવન સામો, સફર મારી પહાડી છે,
શિખર ને પાર કરવાની શરત મેં પણ લગાડી છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સદા અનુકૂળ એવો પવન મળે
એવું મજાનું સૌને જીવન મળે!

ગોથ ખાતા પતંગને ઓથ મળે,
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ મળે,

લડાવો પેચ તો’ય ના વેર મળે,
માંગો બસ ત્રણ અને તેર મળે,

કાપ્યાનો અનહદ  આનંદ મળે,
કપાયાનો ના કદી  રંજ મળે,

નભમાં હોવાનું, ના ગુમાન મળે,
ભાવ સૌને માટે સમાન મળે ,

ઊંચા આકાશ નું સંધાન મળે,
છતાં મૂળ સાથે અનુસંધાન મળે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભરેલાં છો જ નહિ એ જાણું છું પણ લાગવું’તું તો ખરું!
અમારા ભાગ્યનાં સૌ વાદળાંઓ, ગાજવું’તું તો ખરું!

બધા માફક તમે પણ માની લીધુંઃ સત્ય તો કડવું જ હોય,
ભલા માણસ જરા એકાદવેળા ચાખવું’તું તો ખરું!

વધારે સાચવી રાખો પછી દુર્ગંધ તો ફેલાય ને?
સમયસર સ્વપ્નનું શબ બાળવું કે દાટવું’તું તો ખરું!

અપેક્ષા જિંદગીભર સાથની ક્યારેય રાખી‘તી જ ક્યાં
ફક્ત બેચાર ડગલાં પૂરતું સાથે ચાલવું‘તું તો ખરું!

ઉતાવળ બહુ કરી તો આમ ફરફોલા પડ્યા ને છેવટે?
જરા ગરમાગરમ સુખને તમારે ઠારવું‘તું તો ખરું!

ઘણીયે હોંશથી અસ્તિત્વ મારું તમને મેં આપ્યું હતું,
તમારે ફેંકતા પ્હેલાં ઘડીભર વાંચવું’તું તો ખરું.❜❜
- અનિલ ચાવડા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારા મુત્યુના સમયે તુ જરા વહેલી આવજે કારણ કે,
મને સળગાવવા વાળા મારી જેમ તારી રાહ નહી જુવે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તેઓ શી ખોટ ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખેપડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભલું ઈ ભોળપણ, ભૂલતા નવ ભુલાય;
યૌવન ગીયું ભરખી, શૈશવ મારુ શામળા.❜❜
- રાજસિંહ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛થયું મોડું છતાંય કામ થયું,
સૌના મોઢામાં રામ રામ થયું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સાવ ખોટું હતું તોય લોકો સાચું સમજી બેઠા,
અમે તો એમજ મળ્યા'તાં, ત્યાં લોકો લફરુ સમજી બેઠા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અહીંતો સાવ પોલાણ જેવું છે,
પથ્થર લઈને પડશો નહી.
મૂળમાં અર્ક પડ્યો છે ઘણો,
ઉપર મહરમ રગડશો નહી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વફાદાર વ્યક્તિ જોઈએ છે બધાને,
પણ ખુદ વફાદાર બનવું નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આજકાલ પ્રેમ સફળ નથી થતો,
પણ સફળ લોકો સાથે પ્રેમ થાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું ને મારા મંદમંદ હાસ્યમાં મને મસ્ત રહેવું ગમે છે;
અડપલાં કરતી તારી યાદમાં વ્યસ્ત રહેવું ગમે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.
પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારી સાથે ફકત વાત બંધ કરી છે,
તને પ્રેમ, કાળજી અને યાદ તો દરેક ક્ષણ કરીશ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હસવું, હસાવવું અને હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે,
તમે જ દુઃખી છો અને બધા સુખી છે એ તમારો ભ્રમ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ચડ્યો છે હેત હૈયાને મોભારે ને ક્યાં ગયાં ?
વરસાદી લાગણીએ આંસુ થઈ ખરી ગયાં !❜❜

@Gujarati
2024/10/01 14:30:18
Back to Top
HTML Embed Code: