Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛એની ઉપર હતી જે પ્રથમ લાગણી ગઈ,
સારું થયું એ વાત ન એના સુધી ગઈ.

તારા મિલનમાં પૂરતું હતું મઝહબી વલણ,
તું ના મળી, દુઆઓ ગઈ, બંદગી ગઈ.

ત્યાંથી ફકત પસાર થવાનું રહી ગયું,
એ ઘર ગયું, એ રાહ ગયો, એ ગલી ગઈ.

બીજી તરફથી કંઇક હજી માંગવાનું છે,
તેથી તો દિલની વાત દુઆમાં નથી ગઈ.

કિસ્સો શરૂ થયો'તો ફક્ત તારા નામથી,
આગળ જતાં એ વાત અમારી બની ગઈ.

'હા' જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી,
પણ 'ના'ની વાત કેમ બધે વિસ્તરી ગઈ?

અમને હવે ન પૂછો હવે અમને યાદ ક્યાં?
ક્યાં ક્યાં અમારી લાગણી કેવી દુઃખી ગઈ!

વર્ષો વિતી ગયાં હો ભલે ઇન્તિઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું ઘડી બે ઘડી ગઈ.

થોડી શરૂમાં આશ જે તારી તરફ હતી,
આગળ જતાં તમામ તમન્ના બની ગઈ.

આશાનો એમાં વાંક નથી, માનજો 'મરીઝ',
એ કલ્પના હરી જે નિરાશા બની ગઈ.❜❜
- મરીઝ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આમ, તું ના હોય તો ગમતું નથી,
પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી.

હું શરમ છોડું , તું રહેવા દે વિવેક,
સ્વપ્ન છે, અહીં કોઈ ઓળખતું નથી.

નામ સંયમનું ધરી રોક્યું છે તેં,
આ રીતે મનને કોઈ છળતું નથી!

એવું તે શું કહીને છોડી આંગળી?
ટેરવું પણ સહેજે ટળવળતું નથી!

પ્રેમથી આપ્યું દરદ તેં ભેટમાં,
એ જ કારણ છે કે એ ઘટતું નથી.

કોણ જાણે કોની લાગી છે નજર!
આંખમાં કાજળ હવે ટકતું નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું નકામું થાકવાનું બંધ કર.,
ઘર બરફનું બાંધવાનું બંધ કર.

શું થયું, કેમ થશે ને ક્યારે થશે.?
આમ ઝીણું કાંતવાનું બંધ કર.

મોત ને હશે ગરજ તો આવશે.,
એ દિશામાં તાકવાનું બંધ કર.

હસ્તરેખા પણ પસીનાથી ચમકશે,
તું પ્રારબ્ધ ને કોસવાનું બંધ કર.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રાત છે સપનું છે તું શાને દૂર છે,
બેઉ માટે દ્રશ્યનો આ દસ્તૂર છે.

એક માણસ એમનામાં મશુગુલ છે,
ખ્યાલમા એના બીજો જણ ચકચૂર છે.

માપ મારી લાગણીનું ચોક્ક્સ હતું,
એક જણ દરરોજ પ્હેરી મશહૂર છે.

એક માણસને કશું સમજાતુ નથી,
એક માણસ શાયરીથી ભરપૂર છે.

એમને બસ વાત કરવાં મોકો જ જોઇ,
પ્રેમમા આગળ જવા જે મજબૂર છે.

કોઇની ઇચ્છા કુંવારી રખડે છે આજ,
કોઇની ઇચ્છા અહીંયા વિધૂર છે.

એ મને મળવા સમયનો લે આશરો,
એમની ઘડિયાળ પણ એવી ક્રુર છે.

ક્યાક ખારાપાટ જેવી છે લાગણી,
ક્યાક બે કાંઠે જતું ધોડાપૂર છે.

રોશની જેવી મહોતરમાં ચમકે છે,
પ્રેમનું ઝળહળતું એ સધળું નૂર છે.❜❜
- નરેશ કે.ડૉડીયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા.
સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે,
છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા.
સામનો કર હાલમાં સંજોગનો,
શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા.
તું નરોવા કુંજરોવા કર નહીં,
મારી સાથે, કાં પછી વિરુદ્ધ થા.
એ બહુ નુકસાન કરશે જાતને,
તું નજીવા કારણે ના ક્રુદ્ધ થા.
એ જ તો નાદાન અંતિમ ધ્યેય છે,
નામ લઈ ઈશ્વરનું તું સમૃદ્ધ થા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારી ભીતર સંત છે !
તું ખરો શ્રીમંત છે.

એ જ દુઃખ અત્યંત છે,
હરિ! તું મૂર્તિમંત છે.

એટલે જીવું છું હું,
'દુઃખ હજી જીવંત છે.'

ક્યાંય રોકાતું નથી,
સુખને કેવી ખંત છે ?

આ તરફ જોતાં નથી,
તેઓ શું ભગવંત છે ?

કોઈ પૂછે, તો કહું,
જીવન નર્યું તંત છે.

લો! ઉતારો આરતી,
આપણું દુઃખ મહંત છે.

તો કરોને પારખાં,
પીડા બહુ બળવંત છે.

શ્વાસ પણ લેવાય નહિ,
આ તે કેવો અંત છે !❜❜
- નીલેશ ગોહિલ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારા દિવસ ઉદાસીના તો યે ફર્યા નથી;
તૌબા કરી ગુનાની કદી જે કર્યા નથી.

ઘુંટાયું દર્દ મારા હદયમાં પળે પળે;
અશ્રુઓ મારા ગાલે કદાપિ સર્યા નથી.

સમજાયું ના ધરમનું મને આ સમીકરણ;
એ લોક છે સફળ જે ખુદાથી ડર્યા નથી.❜❜

@Gujarati
Gujarati Official pinned Deleted message
❝Güjârātí😋😜😎
❛❛તારી એક સવાર ને મારા ઘર નું સરનામું આપી દે,
દરવાજો ખોલું ને તમે બુકે લઈને ઉભા હોય એવું પણ બને..

કદી ના કહી શકી એ બધું આજે કહી જવા દે,
વગર કહ્યે તું બધું સમજી જાય એવું પણ બને..

પ્રેમ ના રંગો માં મને તારી સાથે રંગાય જવા દે,
મેઘધનુષ્ય ના બધા રંગો તારા માં મળી જાય એવું પણ બને..

દુનિયાની આ ભીડ માં મને મારુ કોઈ શોધવા દે,
અને મારી ભીતર જ તું મને મળી જાય એવું પણ બને..

‘તું ગમે છે મને’ આજે એવું મને કહી જવા દે,
સાથ ભવે ભવ નો મળી જાય એવું પણ બને..❜❜
- હીર ઠુંમર

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મેં પણ જોયા તા સપના કે,
તારી કમરે મારા ઘરની ચાવીઓ લટકે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.

ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

રંજ ન કરવો જ્ઞામાં ગુમાવતાં બહુ સત્ર,
બોચી દુખશે ઓઢતાં જ્ઞાન તણાં શિરછત્ર,
સ્નાતકને તક ને નહિ અત્ર-તત્ર-સર્વત્ર,
લઇને કરશો શું કહો અમથાં પ્રમાણપત્ર?

જીવતરમાં તમ હસ્તીથી આમ ન ઘોળો ઝેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

જ્ઞાનપિપાસુ – બોચિયા રાતરાતભર રોય,
થોથાં સતત ઉથામતાં પંડિત ભયા ન કોય,
રેખા સહ અમિતાભની ફિલ્મ પ્રણયમય જોય?
ઢાઇ અક્ષર પ્રેમ કો પઢે સો પંડિત હોય.

ફિલ્મ નિહાળો બ્લેકની ટિકિટ લઇ વટભેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;

બાપા બબડે એ સમે ગણવો દ્રષ્ટિ ફેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક નાટક જેમ જેનો અંત લાવી શકતો નથી,
જિંદગીનાં તખ્ત પર પરદો હું પાડી શકતો નથી.

એક તારણથી કદી તારામાં હું આગળ નાં વધ્યો,
એટલો થાકી ગયો છું કે હું હાંફી શકતો નથી.

આંખમાં તોફાન જેવું હોવું જોઇએ વાંચવાં,
આ ગઝલને શાંત પાણી જેમ વાળી શકતો નથી.

એક કીસ્સો જિંદગીનો એક સ્ત્રીનાં પાલવ સમો,
એમની પાછળ શું છે સૌને બતાડી શકતો નથી.

તું ભલે સુંદર હશે,તારા દિવાના લાખો હશે,
તે છતા તારા બધા નખરાંને સાંખી શકતો નથી.

આજ જેવી હોય એવી કાલ ક્યાં કોઈની પડૅ?
કાલની ચિતાંમાં માણસ આજ માણી શકતો નથી.

સાદગીનો ભાવ મારામાં ભર્યો છે ભીતર લગી,
તે છતાં હું સાધુ જેવો સૌને લાગી શકતો નથી.

એ “મહોતરમાની” લગની જ્યારથી લાગી ત્યારથી,
કોઇ સરહદ પ્રેમમા મારા હું બાંધી શકતો નથી.❜❜
- નરેશ કે.ડૉડીયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારી હથેળીમાં તારું નામ.
અડસઠ તીરથ, ચારે ધામ.❜❜
- રશ્મિ અગ્નિહોત્રી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગી બાકી નથી ફરિયાદ કોઈ,
ને નથી બાકી હવે સંવાદ કોઈ.

લાગણીથી તરબતર આબાદ કોઈ,
એષણાથી નિત થયા બરબાદ કોઈ.

મારી મરજીનું જીવન છે તો જીવું,
મારી મરજીની છે દિલમાં યાદ કોઈ.

થઈ ગયા છે, થઈ રહ્યાં છે થાશે પણ,
જિંદગી છે ત્યાં સુધી વિવાદ કોઈ.

ખાલિપાને હું ભગાડું સોટી લઈ,
આવી આપે મધથી મીઠો સાદ કોઈ.❜❜
- અશોક વાવડીયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કર શરૂઆત યાતો તારીથી,
યા શરૂઆત થાય મારીથી.

એટલું કર જવાબદારીથી,
જેમ લંગૂર નાચ મદારીથી.

સાત કોઠાનાં યુદ્ધનો મતલબ,
કોયડાનો ઉકેલ કારીથી.

દ્વાર પર રાહ જોઈ બેઠા’તા,
કોઈ જાતું રહ્યું છે બારીથી.

લાકડું કાપે છે સરળતાથી,
લાગણી શું કપાય આરીથી.?

પથ છે,તો છે સદાય પથદર્શક,
પથ સદા શોભે રાહદારીથી.❜❜
- અશોક વાવડીયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હવે કોઈ ઈચ્છા-મહેચ્છા નથી,
જીવન કે મરણનીય ચિંતા નથી.

નથી ઝૂકતું ક્યાંય માથું હવે,
ખરું એય છે ક્યાંય શંકા નથી.

કશું પણ ન છાનું કે છપનું રહ્યું,
હવે ક્યાંય પણ કોઈ પડદા નથી.

રખડવાની મળશે મજા એ પછી,
સ્વીકારી લે તારી આ દુનિયા નથી.

છતાં ઝંપલાવો તો મોતી મળે,
ભલે ભીતરે કોઈ દરિયા નથી.❜❜
- હર્ષ બ્રહ્મભટ્ટ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બધું તારું છતાં સઘળું નથી હોતું,
કફનને ખાનગી ગજવું નથી હોતું.

ગઝબનું તૂત છે હોવા પણું મારુ,
મને ખુદથી કદી મળવું નથી હોતું.

વિકલ્પો શ્વાસ પાસે કોઈ બચ્યા ના,
નહીં તો કોઈ ને મરવું નથી હોતું.

ઉઘાડા હોય ઝખ્મો તો સતાવો,પણ
ત્વચા તોડી નમક ભરવું નથી હોતું.

ખડિયો આંસુઓથી તર હશે નહીંતર,
કલમને દર્દ કૈં લખવું નથી હોતું.❜❜
- ડો.પરેશ સોલંકી.

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું તૃષાનો અંત છું,
હા, સ્વભાવે સંત છું!

જે છું એ સામે જ છું,
હું ક્યાં હસ્તીદંત છું ?

શબ્દરૂપે અલ્પ છું,
અર્થમાં અત્યંત છું!

જો મને કણ-કણ મહીં
સઘળે મૂર્તિમંત છું.

બાજુઓનું જોર છું
ભાગ્યથી બળવંત છું.

છું ફકીરી અંચળો
સર્વદા શ્રીમંત છું.

પ્રગટું છું ગઝલો થકી
કોઈ દૈવી ખંત છું !❜❜
- શબનમ ખોજા

@Gujarati
2024/10/02 16:23:49
Back to Top
HTML Embed Code: