Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛ચાંદ પણ ઊંઘ્યો નહિ,આપના ગયા પછી
રાત પણ વીતી નહીં,આપના ગયા પછી.

શબ્દો ની હતી જે રમત,પૂરી થઈ ગઈ,
દિલ હવે રહ્યું છે ક્યાં,આપના ગયા પછી.

ભૂલ હતી મારી કે તમારી, વાત એ છોડો હવે,
હવે તો ઝાંઝવા જ રહ્યા, આપના ગયા પછી.

આમ તો તમારા વિન,જિંદગી માં હતું જ શું?
જીરવી રહ્યો છું જિંદગી, આપના ગયા પછી.

એક જમાનો થયો છે ,એમના વિરહ ને,
મને આસ છે હઝી પણ આપના ગયા પછી!

શતરંજ જેવી છે જિંદગી,એક પ્યાદો છું હું પણ,
છે જિંદગી માં કેટલી બબાલ,આપના ગયા પછી.

તને જોઈએ કેટલું,એના મિલન થી વધુ,
હું ખુદ ને પણ કરું ફના,આપના ગયા પછી.❜❜
- તેજલ પ્રજાપતિ

@Gujarati
❝ѶɘɘRɐ😎😋😜
❛❛દંભનો પહેર્યો હતો એ એક ચહેરો બાજુ પર,
ત્રીજી ઓકટોબર થતાં સાથે જ ચરખો બાજુ પર.

જેટલા સુધરી શકે એને સુધાર્યા આખરે,
જે ન સુધરે એમ લાગ્યું એ સંબંધો બાજુ પર.

થઈ ગયા પંખીની સુંદરતામાં લોકો ઓતપ્રોત,
રહી ગયો એમાં જ એનો મીઠો ટહુકો બાજુ પર.

આપની સાથે જ બેઠો છું, જવું ગમતું નથી,
બાજુમાં રસ્તોય છે પણ હાલ રસ્તો બાજુ પર.

જેટલું જાહેરમાં કહેવાય એ કીધું અમે,
જો વધારે જાણવા ઈચ્છો તો આવો બાજુ પર.

તારા પ્રત્યે ક્રોધ છે ને લાખ ફરિયાદો છતાં,
તું મળે મુસ્કાન સાથે તો આ ગુસ્સો બાજુ પર.❜❜
- કિરણસિંહ ચૌહાણ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રહે તું આટલો નારાજ કાં ભગવાન મારાથી?
હલાવાયું છે તારી મરજી વિના પાન મારાથી?

થયો છું એમ વારંવાર હું હડધૂત જ્યાં-ત્યાંથી,
હવે લાગે છે ખુદ અપમાનને અપમાન મારાથી.

પડ્યો છું મૂળ સાચવવામાં ઓ ડાળી ક્ષમા કરજે,
નથી ફૂલો ઉપર આપી શકાતું ધ્યાન મારાથી!

ફૂંક્યું છે શ્વાસમાં દેવાળું, ધંધો તોય ચાલુ છે,
ખબર છે, બંધ થાય એવી નથી દુકાન મારાથી.

તમે પાવન નદી છો એક, ને હું તો... જવા દો વાત,
નસીબ એવા નથી કે થાય ગંગાસ્નાન મારાથી.

અરે મારા સુગંધિત મિત્ર આઘો કેમ ભાગે છે?
થવાયું છે તને મહેકાવતા વેરાન મારાથી!

સ્મરણ ઠલવાય છે દિનરાત હૈયાનાં ખળામાં ખૂબ,
નથી સ્હેજેય ઉપણાતું હવે આ ધાન મારાથી.❜❜
- અનિલ ચાવડા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નથી કીધી અમે હઠ બહુ વરસથી ચંદ્રમાની,
હવે આદત પડી ગૈ જોઈને રાજી થવાની.

નથી કરતો કદી નુકસાનનો અફસોસ ખોટો,
કરી છે ક્યાં કદી દરકાર પણ મેં ફાયદાની!

મળે છે તો જ હક તમને ગગનને ભાંડવાનો,
તમે જાણી ખરી પૂરી વ્યથા પ્યાસી ધરાની?

કરે છે એ જ મારી વાત આખા ગામમાં જૈ,
નથી સમજી શકાતું, શી હશે દાનત હવાની.

મને એ વાતનું સુખ છે, કહી દો દુશ્મનોને,
મને થાતી નથી બહુ આડઅસરો બદદુવાની.

દવા કરવી જ પડશે ચિત્તની વ્હેલી તકે કૈં,
નથી ઇચ્છા થતી મુદ્દલ મને સ્વર્ગે જવાની.

કરી વાતો પછી વાર્ધક્યની કઠણાઈની મેં,
મળી ગૈ માર્ગમાં આજે મને મારી યુવાની.❜❜
- કિશોર જિકાદરા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નથી સામે તો શું? છતાં ચાહવો છે!
સ્મરણમાં બસ એને જ વાગોળવો છે!

ચીલો આજ કોઈ જુદો પાડવો છે,
બની ફૂલ ભમરાને છંછેડવો છે.

કરે છે ગુનો, બીજું સઘળું ભૂલાવે!
છતાં યાદ ચહેરો તો એ રાખવો છે!

મિલન ક્યાં અમારું એ માણી શક્યો'તો,
એ અફસોસ વરસાદને આગવો છે.

હકીમે બતાવ્યો છે ઉપચાર અકસીર,
કલાકો સુધી એને બસ તાકવો છે.

પ્રણય થઈ જશે એને એ વાત નક્કી,
ફકત સાથે થોડો સમય ગાળવો છે.❜❜
- અંજના ભાવસાર 'અંજુ'

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.

સુખમાં છે અંધકાર ને દુઃખમાં સવાર છે,
તું જે રમી રહ્યો છે બધાં આ પ્રકાર છે.

આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

દર્શન થયા ઘડી બે ઘડી તોય સાર છે,
ઈશ્વર વિશે બધાંનો જ સારો વિચાર છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?

સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;
ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?

જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?

ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?

‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ;
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તું ય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ નમણો થાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે;
કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે!

ઉદાસીમાંય ખુશ દેખાડવાનો છે કસબ હાંસિલ,
હૃદય માટે આ ચહેરો એટલે ગુમાન રાખે છે.

ખબર એની નથી ગોદામમાં શું શું ભરેલું હોય?
છતાં એ હોઠ પર તો સ્મિતની દુકાન રાખે છે!

પછી ઉપચાર જખ્મોનો સરળતાથી નથી થાતો,
સ્મરણને એ જ કારણથી એ કાયમ મ્યાન રાખે છે.

દિલાસો આપશે, ઉમ્મીદ રાખી કહું બધીયે વાત,
ખબર છે ભીંત ઘરની એની ભીતર કાન રાખે છે.

સ્વભાવે શાંત છું - એ રીતની ઓળખ ભલે મારી;
ગમે છે ખૂબ! એની આંખ જે તોફાન રાખે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અરીસાની માફક ટૂટીને ચકનાચૂર થઈ ગયા,
કોઈને વાગી ના બેસીએ એટલે દૂર થઈ ગયા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,
શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં?

માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અને
એ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં.

‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો શો અર્થ છે?
પ્રેમ ત્યાં ને ત્યાં રહ્યો છે વાંસળીના વેશમાં.

યાદની એ કાંકરી તો આંખમાં ખૂંચ્યાં કરે
આંસુ પૂછે : કોણ છે રે કાંકરીના વેશમાં.

આવકાર્યા વિણ જુઓ ને, ઝાડ ઠંડક આપતું !
આપણે ત્યાં કોણ છે હેં ? ડાળખીના વેશમાં !

મૌનની ભાષા વિશે તો શું કહું હેં દોસ્ત હું
સ્પર્શના દરિયા બળે છે આંગળીના વેશમાં.❜❜
- યોસેફ મેકવાન

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આ જ રસ્તે એમનું ઘર આવશે,
શું મને જોઈને છત પર આવશે?

દર્દ ફૂલોનું હું સમજાવી શકું,
ખુશ્બુ લઈને ક્યારે અત્તર આવશે?

આપવાની એટલે આદત પડી,
માંગવા ક્યારેક ઈશ્વર આવશે,

લાશ સમજી ફેંકો દરિયામાં છતાં,
ડૂબશે નહિ એ તો ઉપ્પર આવશે,

નીચે ના મુકો તમારા પગ સનમ,
ફૂલો વચ્ચે ક્યાંક કંકર આવશે,

તું ભલે કિનારા કર બન્ને તરફ,
મળવા સરિતાને સમંદર આવશે,

એ ચહેરાને હું ભૂલી ના શક્યો,
નક્કી આજે સ્વપ્ન સુંદર આવશે,

આ રીતે ઉપકાર ના કર એ ખુદા,
પાછો મારા પગમાં પથ્થર આવશે,

ને કહો તો હું વલોવું આંખ, પણ
ઝેર પીવા પાછા શંકર આવશે ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારી ઈચ્છા શોધવાથી કોઈને મળતી નથી,
આંખમાં ડૂબી જશો ને તોય એ જડતી નથી.

જે ક્ષણે આપે મને ચૂમ્યો હતો મસ્તક ઉપર,
ત્યારથી મનમાં કશી ઈચ્છાઓ સળવળતી નથી.

સાત દરિયા પાર કરવાની ભલે તાકાત હો,
એક દિલથી બીજા દિલની દૂરતા ઘટતી નથી.

વાત થાતી હોય સઘળી ભરબજારે તે છતાં,
યાર કાનો કાન કોઈને ખબર પડતી નથી.

શીદ રાખો વટ તમે જાહોજલાલીનો,
મોતની વેળા કદી કોઈને ઓળખતી નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નરમ આંગળીને મજૂરી કરાવી,
ઉછેરી રહ્યો છું રમકડાં છુપાવી.

સતત ઓસરીની અપેક્ષા કરું છું,
સતત છે દલીલો અગાશી ન ફાવી.

બધી શક્યતા એ તિખારા ઉપર છે,
મેં તો માત્ર એને હકીકત જણાવી.

મને જાણ ન્હોતી અનાવૃષ્ટિ રહેશે,
મળ્યું ના કશું ખાસ અસ્તિત્વ વાવી.

નથી બાજુમાં તોય કેવો ભરોસો!
ફક્ત ફોટો જોઇને વીંટી ઘડાવી.

અસર છે ઘણા દર્દની એક સાથે,
ભલે ખૂબસૂરત તેં મહેંદી મુકાવી.

નવાં ફૂલ દેખી નજીવી જલન છે!
અમારી વચાળે નજાકત ન આવી.❜❜
- ચિરાગ ખોડિફાડ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જે ધારી'તી એવી અસર ના થઈ.
તરસથી અમારી કદર ના થઈ.

છે વર્ષોનો ભેગો આ અફસોસ કે,
ક્ષણોથી વધારે સબર ના થઈ.

હશે ઘેન અથવા હશે Guilt પણ
અમારાથી ઊંચી નજર ના થઈ.❜❜

@Gujarati
Kam Padega To - Hindi Shayari

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

https://youtube.com/shorts/PpLk4AaodwE
❝Güjârātí😋😜😎
❛❛સામસામે બેસવાની આ ઘડી છે,
વાદળીઓ આભ માથેથી પડી છે.

એમને તો ચાંદ દેખાશે સવારે,
મેઘલી આ રાતની ઝડપી હડી છે.

મોરલો છે આસમાની ઓઢણીમાં,
જો સવારી પ્રેમભીની આ ચડી છે.

ત્રાજવાના તોલમાં તો બેઈમાની,
મોંઘવારી ત્રાજવાનેયે નડી છે.

પાંપણોને ભાર લાગે આંસુઓનો,
આંખમાં તો રંગભીની વીજળી છે.

ખેલમાં પાસા હવે અવળાં પડે તો ?
હારનેયે બાંધવાની આ કડી છે.

એટલે તો વાંસળીને વીંધવી 'તી,
સાત સૂરો વાગશે આશા ફળી છે.❜❜
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.
જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.
મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!❜❜
– પુષ્પા વ્યાસ

@Gujarati
2024/10/02 18:19:21
Back to Top
HTML Embed Code: