Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛ફુરસદે યાદ કરે છે લો એટલો વહેવાર તો કરે છે,
નથી ભુલ્યા એ મને એક અહેસાન તો કરે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાયનો ત્રીજો અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે તેને સમજવાનો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ ની કેટલીય વ્યાખ્યા વાંચી પણ જાણ્યું એટલું જ કે હું તને કીધા વગર પણ તને પ્રેમ કરી શકું છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એ આલિંગન આપણું કેટલું સુંદર હશે,
જ્યાં તન પણ તને જોઈને શરમાતું હશે.
અડકિયો પણ નથી ત્યાં સહેજવાર માટે,
સ્પર્શ ને મહેસૂસ કરી મન હરખાતું હશે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કલમ જો ચીતરે કાગળ પર લિસોટા,
ઘાવ કાગળ પર ના કાંઈ ઓછા નથી હોતા,
ઉભરાઈ આવે ચીસો થી જખમ નાના મોટા,
રૂંધાઈ ગયેલા રૂદન માં અવાજ નથી હોતા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તમે સમજી શકો તો ઠીક છે.
બાકી બધું ખોટી લમણાઝીક છે.

લો, નારાજ થઈ ગયા તમે તો,
નહીં બોલો એની મોટી બીક છે.

હું બપોરના બાર જેવી સટ્ટોસટ,
એમ લાગે કે એકની નજીક છે.

અજાણ્યા છો આખરે આપ પણ,
જાણો તો ઓળખાણ કશીક છે!

ચાલી નીકળું છું ત્યારે આવજો કહીને,
દિલની લાગણીમાં તિરાડ જરીક છે.❜❜
- અંકિતા સોની

@Gujarati
Hey!

Found an amazing deal for you. Rs90 off & Free Delivery on your first order from Swiggy.

Tap the link to claim the offer: http://swig.gy/ref/Food1/28ACC24
❝Güjârātí😋😜😎
❛❛મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને,
મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય હે! રામ હવે આવો ને.

મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે આવો ને,
મારી ફરતે અજંપાની વાડ હે !રામ હવે આવો ને.

મારી છાતીમાં નોધારી ચીસ કે રામ તમે આવો ને,
મેં તો સાચવીને રાખી છે રીસ હે! રામ તમે આવો ને.

મારી આંખે ઉજાગરાનું જાળું કે રામ તમે આવોને,
હું તો આવ્યાના ભણકારા પાળું હે! રામ તમે આવોને.

છેડો આતમમાં મલ્હારી રાગ કે રામ તમે આવોને,
મારા ઇંધણમાં ચાંપો રે આગ હે! રામ હવે આવોને.

હવે જીવતર આ જૂના કથીર કે રામ તમે આવોને,
મારી અંદરથી ખોવાણા પીર હે! રામ હવે આવોને.❜❜
- મધુમતી મહેતા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.

ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.

કર્યા વિના બસ હા-જી બધામાં,
વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.

દશા અમારી સમજવા માટે,
ડુમા ને ડુસકાં ગળી બતાવો.

બહાદુરીની પરીક્ષા કરવા,
લ્યો, ખુદની સાથે લડી બતાવો.

મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,
પ્રભુ એ સપનું ફરી બતાવો.

સરળ છે જીવન કહો છો ઈશ્વર,
બની ને માણસ જીવી બતાવો.❜❜
- સાહિલ મહેતા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛થનગનતી નદી એક રણમાં ભળી ગઈ,
ને દરિયાની આશા પાણીમાં મળી ગઈ.❜❜
- ગ્રીવા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હંફાવી દે એવા કિસ્સાઓની સાથે સોબત છે,
મરવું મારું કિસ્મત છે પણ જીવવું મારી આદત છે.

તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઇજ્જત છે,
કાયમ એવું લાગે છે કે મારી પણ કંઈ મિલકત છે.

આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ,
આખી દુનિયા સાથે આપણને ક્યાં કોઈ નિસ્બત છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.

ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.

કર્યા વિના બસ હા-જી બધામાં,
વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.

દશા અમારી સમજવા માટે,
ડુમા ને ડુસકાં ગળી બતાવો.

બહાદુરીની પરીક્ષા કરવા,
લ્યો, ખુદની સાથે લડી બતાવો.

મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,
પ્રભુ એ સપનું ફરી બતાવો.

સરળ છે જીવન કહો છો ઈશ્વર,
બની ને માણસ જીવી બતાવો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રોજ સવાર આવી કઈ જાય છે,
તારું મારું અહીં જ રહી જાય છે.

સૂર્ય ની સવારી આવીને કહી જાય છે,
મારા આગમનથી અંધારું વહી જાય છે.

એક હરિશ્ચંદ્ર જે સપનાને સાકાર કરે,
આજે દીધેલા કોલ પણ ફરી જાય છે.

શબ્દોના તીર અમે વાગતા જોયા છે,
રક્તની ધારા વિના પણ મરી જાય છે.

આજે પણ પુનયશાળી એવા લોકો છે,
જેના હાથ માંથી પથ્થર તરી જાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈ ત્રીજી રીત તો ક્યાં જાણવાવાળાં મળે,
ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે.

નીકળે બે પગમાં લઈને કૈંકના પગની સફર,
પગલે પગલે માર્ગમાં જે થાકવાવાળાં મળે.

શોધનારાંની નજર શોધી જ લે છે એમને,
ક્યાંક તો પોતાની દુનિયા વેચવાવાળાં મળે.

કાળજીની શુદ્ધતા પહેલા પ્રમાણી જોઈએ,
આમ તો ભડકાને પણ પંપાળવાવાળાં મળે.

હાથ વળતો તું મૂકે તો એમને ના પણ ગમે,
હાથને તારા ખભે તો રાખવાવાળાં મળે.

આપનારા એ જ નજરે એકબીજાને જુએ,
અંદરોઅંદર જે રીતે માંગવાવાળાં મળે.

એટલે શેરોથી મારા દૂર રહેતો હોઉં છું,
એમને તો કોઈ આદર આપવાવાળાં મળે.❜❜
- ભાવેશ ભટ્ટ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગીની એક હકીકત બસ અમે જાણી લીધી છે,
દુ:ખમાં હોવ એકલા ને ખુશીઓમાં કાફલો હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શબ્દો ભલે હોય સાદા...
પણ રજૂઆત તો રંગીન હોવી જોઈએ...
અંજન ભલે હોય કાળું...
પણ આંખો તો મારકણી હોવી જોઈએ...
કૃતિ ભલે હોઈ કોઈ ની...
પણ ઈચ્છા તો પોતાની હોવી જોઈએ...❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વાચાળ તો ઘણો છું, પણ મનમાં.
મુક્તકો પણ ઘણા હતા,
પણ તે મુક્ત મને બોલવા ના દીધા.❜❜
- જતીન

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અજાણ્યા હોય તો ફરિયાદ કરી લઉં
હૈયે વસેલા હેરાન કરે પછી કોને કહું?

જખ્મો આપનારને સદા માફ કરી દઉં
ખુદ જખ્મો ખોતરતા રહે તો કોને કહું?

નફરત કરનારે સદા બેધ્યાન કરી દઉં
પ્રેમમાં ખંજર મારતા રહે તેનું કોને કહું?

બાગમાં કોઈ ફૂલો ચૂંટે માફ કરી દઉં
માલિક બગીચાને ઉજાડે તો કોને કહું?

દુશ્મન દુશ્મની કરે છતાં દોસ્ત બનાવું
દોસ્તો ખુદ દુશ્મની પર ઉતરે કોને કહું?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ટોમ એન્ડ જેરી જીવનમાં જીવતા રાખો,
ચિંતાઓ બધી કચરાની ટોપલીમાં નાખો.❜❜

@Gujarati
2024/10/02 18:21:29
Back to Top
HTML Embed Code: