Telegram Web Link
પ્રેમમાં પ્રેમ જ ન મળે તો !! - ગુજરાતી શાયરી

https://youtu.be/TyjjZ44AgBY

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much 🥰 For Support 😊
❝Güjârātí😋😜😎
❛❛વસ્ત્રો થઇ ગર્યા ટૂંકા, લાજ ક્યાં થીહોય?
અનાજ થઇ ગયું હાઇબ્રીડ, સ્વાદ કર્યાંથી હોય?
નેતા થયાં ખુરશીના, દેશદાઝ ક્યાંથી હોય?
ફુલો થયાં પ્લાસ્ટીના, સુગંધ ક્યાંથી હોય?
ચહેરા થયાં મેક-અપના, રૂપ ક્યાંથી હોય?
શિક્ષકો થયાં ટ્યુશનીયા, વિદ્યા ક્યાંથી હોય?
ભોજન થયાં ડાલ્ડાના, તાકાત ક્યાંથી હોય?
માણસ થઇ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય?
શરીર થયું સ્વાર્થી, આત્મા ક્યાંથી હોય?❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રસ્તા તો વિસ્તરી ગયાં પ્રવાસી ક્યાંક ખોવાયો છે,
મંઝિલ કંઈ એટલી દૂર નથી ઉમળકો ક્યાંક ખોવાયો છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગી ની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્ર મા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ બે પ્રસંગ છે જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત સરખી નથી હોતી.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈને આગ લાગું છું,કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું,

દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું.

હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું.

તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં,
અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું.

કસોટી પર તો ‘નાઝિર!’ છું ફકત એક કાચનો કટકો,
ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું.❜❜
- નાઝિર દેખૈયા

Join ➻ @Gujarati
જ્યાં શબ્દો જે વણવી ન શકાય - ગુજરાતી શાયરી

https://youtu.be/E--9JO9ah5k

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You ☺️ So Much 🥰 For Support.
❝Güjârātí😋😜😎
❛❛કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અંત તો છે, અનંત શોધું છું,
પાનખર મા વસંત શોધું છું..!!

આજ પાખંડ છે છવાયેલું,
સાવ સાચો મહંત શોધું છું..!!

આમ તો એ સદાય સુવે છે,
જાગતો એક ખંત શોધું છું..!!

જે કદી પણ નજર નહીં આવે,
ભીતરી એક સંત શોધું છું..!!

એ વચ્ચે તો જગ્યા નહીં આપે,
તો હૃદય મા દિગંત શોધું છું..!!❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ખુશી અનહદ આપી છતાંય એક હદ આપી.
જિંદગીમાં પૂનમની સાથે એક વદ આપી.

અશ્રુઓનાં ધોધને આંખોની સરહદ આપી.
પણ ઇશ્વરે લાગણીઓ હ્રદયસ્પર્શી અને બેહદ આપી.❜❜

Join ➻ @Gujarati
વહેંચી નાખી - ગુજરાતી શાયરી

Instagram Reel - Instagram Story - WhatsApp Status

https://youtu.be/Di4qIppnEsU

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For Support ☺️🥰
❝Güjârātí😋😜😎
❛❛સળગતા રહ્યા પણ બળાયું નહીં,
કદી જ્યોત સમ ઝળહળાયું નહીં.

રહ્યો માત્ર મનથી જ મતલબ સદા,
કદી દેહમાં ઓગળાયું નહીં.

મળ્યા’તા કદી કોઈ રસ્તે મગર,
પછી કોઈ રસ્તે મળાયું નહીં.

હતું રાહ જોતું ઊભું એક ઘર,
હતું મન છતાંયે વળાયું નહીં.

ન ઊગ્યો, ન મધ્યાહ્ન મારો તપ્યો,
છતાં સાંજ પડતાં ઢળાયું નહીં.❜❜
- હર્ષ બ્રહ્મભટ્ટ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જો, કેવા અવકાશની વચ્ચે તારી જગ્યા રાખી છે,
ઈશ અને ઈશવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે.

તેં જગ્યા રાખીતી મારી, બે સ્ટેશનની વચ્ચે, કિન્તુ,
મેં પૂરા પ્રવાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.

પાટપૂજામાં દેખાતો હું એક જ સૌની નજરે પણ,
જ્યોત અને અજવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે.

ત્યારે કડવા ઝેરકટોરા અમરત થાતા, શ્યામ સુંદર !
વિષ અને વિશ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.

બોલ ! તને કઈ જગ્યાએ રહેવું છે રાજીખુશીથી,
મેં મારા બે શ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.❜❜
- સ્નેહી પરમાર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું ઇશ્વર ઉપર કેમ શંકા કરે છે?
સૂરજ આથમી રોજ ઊગ્યા કરે છે.

હું મારામાં ભાળુ તો લાગ્યા કરે છે,
મને કોઇ અંદરથી જોયા કરે છે.

તું એના જ ઘરમાં ઉતારા કરે છે,
જીવનને ઉતારો જે માન્યા કરે છે.

આ માટીનાં પગ છે ને જળની સડક છે,
બધા જાણે છે તો ય દોડ્યા કરે છે.

હશે ભીતરે કૈંક તો જોવા જેવું,
હવા આવ–જા કેમ કીધા કરે છે?

પ્રથમ એ જ જળતત્વ દઇ મોકલે છે,
પછી આપણું પાણી માપ્યા કરે છે.❜❜
– ગૌરાંગ ઠાકર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘડિયાળ એટલે કે ઘટિકાયંત્ર. ઘડી એટલે 24 મિનિટ. 24 મિનિટ લગભગ.આવું લગભગ શું કામ? કારણકે દરેક ઋતુમાં 24 મિનિટ એક ઘડી એવો અર્થ થતો નથી. પરંતુ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે નો સમય અને તેના ચાર પ્રહર એક પ્રહરમાં બે ચોઘડિયા નો સમાવેશ થાય.

એક ચોઘડિયામાં ચાર ઘડી નો સમાવેશ થાય. તેથી સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના સમયને આધારે ઘડી 20 મિનિટની પણ હોઈ શકે અને 22 કે 23 મિનિટની પણ હોઈ શકે. આ ઘડી ઉપરથી જ ઘડિયાળ શબ્દ બન્યો છે.સંસ્કૃતમાં ઘટિકાયન્ત્ર કે કાલગણના યન્ત્ર.આવી 32 ઘડીનો દિવસ બને છે.

એક ઘડી = 24 મિનિટ
બે ઘડી = એક મૂહુર્ત
ચાર ઘડી = ચોઘડિયું
બે ચોઘડિયા = એક પ્રહર
ચાર પ્રહર = એક દિવસ
આઠ ઘડીનો એક પ્રહર
આમ 32 ઘડીનો એક દિવસ
રાત્રી પણ 32 ઘડીની એમ 64 ઘડીનો વાર-કે દિવસ બને.

હવે કોઈને કહેતા નહિ કે ઘડીક ઉભા રહો.

યોગશાસ્ત્રમાં એવું કહેવાય છે કે એક ઘડી જમણું નસકોરું ચાલે પછીની ઘડી ડાબું નસકોરું ચાલે પછીની ઘડી બંને ચાલે.

જમણા ને સૂર્ય કે પિંગલા ચાલે તેમ કહેવાય.

ડાબા નસકોરાંને ચન્દ્ર કે ઈડા ચાલે તેમ કહેવાય.

બંને નસકોરાં ચાલે ત્યારે સુષુમ્ણા ચાલે તેમ કહેવાય.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છંદ, રદિફ અને આ કાફિયા, હું ક્યાં કાંઇ જાણું છું?
લખું છું એ જે અનુભવીયા, હું ક્યાં કાંઇ જાણું છું?

ભૌતિક સુખ માટે માણસો છોડે છે ઘરબાર ને વતન,
છતાં એ ક્યાંય ના ફાવીયા, હું ક્યાં કાંઇ જાણું છું?

મૂખે મુસ્કાન લઈ ફરે છે જે હર મહેફિલ ને પ્રસંગોમાં,
જોયા એના ભીના તકિયા, હું ક્યાં કાંઇ જાણું છું?

જીવન પથની સફર નથી હોતી કંઇ આસાન "વ્યોમ"
ઘસાઇ જાય પગના તળિયા, હું ક્યાં કાંઇ જાણું છું?

હોય જેના ધડ ધીંગાણે ને માથા હોય જેના મસાણે,
"વ્યોમ" એના બને છે પાળીયા, હું ક્યાં કાંઇ જાણું છું?❜❜
- વિનોદ. મો. સોલંકી "વ્યોમ"

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તમને ગમતું હોય એને કોઈ બીજું
ગમતું હોય એવું પણ બને,

તમે રમો જેની સાથે એ તમારી સાથે
રમતું હોય એવું પણ બને,

છે વાંક તમારો છતાંય એ સામેથી
નમતું હોય એવું પણ બને,

તમારી રાહ જોઈને કોઈ રાતે ૧૦ વાગ્યે સાથે
જમતુ હોય એવું પણ બને,

સમજાય એ સમજી જાય છે બાકી
અમુક નું માથું ભમતું હોય એવું પણ બને,

છે શબ્દો સરળ મારા સાચું કવ છું
બાકી અમુક ફેક્તું હોય એવું પણ બને.❜❜
- અક્ષય શાહ "એદી"

Join ➻ @Gujarati
હું શમણાઓ ને ગાળું છું - ગુજરાતી શાયરી - Instagram Reels - WhatsApp Status

https://youtu.be/7jWevty4yhM

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For Support ☺️
2024/10/03 06:24:14
Back to Top
HTML Embed Code: