Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛સાચા નિર્ણયથી આત્મવિશ્વાસ બમણો થાય,
ખોટા નિર્ણયથી અનુભવ બમણો થાય.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જંગલોનાં સન્નાટા ક્યાં મને ગણાવે તું ?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સમજણનો સોયદોરો જો આરપાર થશે,
તો જ ફાટેલ જિંદગીની સારવાર થશે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.❜❜
- સૌમ્ય જોશી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સંઘર્ષ પિતાથી અને સંસ્કાર માતા પાસેથી શીખો,
કેમકે બાકી બધું જિંદગી આપણને શીખવાડી દેશે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ક્યારેક હકીકતો નથી બચાવતી,
પણ કોઈક વાર્તા જીવાડી દે છે.❜❜
- દીપક મેઘાણી ('પર્ણકિનારી')

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આજકાલ જિંદગી ચાલતી જાય છે,
સરકતા સમયમાં દોડતી ય જાય છે.❜❜
- 'વિષ' વિશાલ રાઠોડ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે,
દીવો બીજા માટે બળે છે બીજા ને જોઈ ને નહીં.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બંધ અમને સૌના દ્વાર મળે દરબદર મળે,
જે જે ગલીમાં જઇએ તમારું જ ઘર મળે.❜❜
- મરીઝ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પયગંબરી છે કેટલી મારામાં ઓ 'ફિઝા' !
એ જાણી શકાય કેમ ચાહત કર્યા વિના !❜❜
- કાજલ કાંજિયા 'ફિઝા'

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પદથી મળતી પ્રતિષ્ઠા મર્યાદિત છે,
વ્યકિતત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન છે.❜❜

Join ➻ @Gujarati
ગુજરાતી RJ ની પોસ્ટ તમને અહિયા મળી રહશે.
તમારા મિત્રો ને share કરો અને સહકાર આપો.

https://www.tg-me.com/RadioJockey_RJ
❝Güjârātí😋😜😎
❛❛જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!
મરણથી કેળવી નિસ્બત, મને મેં જીવતો રાખ્યો

ઉઠાવીને ઘણી દિક્કત, મને મેં જીવતો રાખ્યો
પરાઈ છે ભલે મિલકત, મને મેં જીવતો રાખ્યો

બળદની જેમ અટકું તો સમય ભોંકાય છે પીઠે
ખમી એવી પરોણા-ગત, મને મેં જીવતો રાખ્યો

ટકી રહેવાનાં સૃષ્ટિમાં નથી કારણ કોઈ ઝાઝાં
ગમી ગઈ એકબે બાબત, મને મેં જીવતો રાખ્યો

ઉપાડી લઈ મૂડી અસ્તિત્વની નીકળી શકાયું નહીં,
કે બાંધેલી હતી મુદ્દત, મને મેં જીવતો રાખ્યો

ઝુકાવ્યું શીશ જ્યાં-ત્યાં, પાઘડી આ ધૂળભેગી થઈ
પછી ર્‌હી નમ્ર, પણ ઉન્નત, મને મેં જીવતો રાખ્યો

‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ જ ચારેકોર
નિરંતર શોધવા ‘તત્સત’, મને મેં જીવતો રાખ્યો

જો ઉત્પાદન તૂટે તો શાખ ઉત્પાદકની બગડે છે,
ખુદાની હું ય એક સરજત, મને મેં જીવતો રાખ્યો

જણાવી લાભ શો, તો યે, પ્રભુ તમને જણાવું જત..
ભલે ને, ના મળી લિજ્જત, મને મેં જીવતો રાખ્યો.❜❜
- રઈશ મનીઆર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હવે બસ ઝડપથી મુસીબત ટળી જાય,
કશુંક એવું કર, તારી દુનિયા બચી જાય.

ખુશી સાંપડે કાં ઉદાસી ગમી જાય,
ગમે તે રીતે બસ આ જીવન ટકી જાય.

અહીં ગમતાં લોકો નથી આવી શકતાં,
તું કોયલને કહેને કે ટહુકો કરી જાય!

નથી કોઈ જીવાણુંને માટે છાતી,
ચહું, એને કાઢીને ત્યાં તું વસી જાય.

હવે લઈ લે તારું આ ઝીણું રમકડું,
એ પહેલાં કે સૌ ભેટવાનું ભૂલી જાય!❜❜
- કિરણસિંહ ચૌહાણ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કહી દીધું અમે તો સાવ, ખુલ્લે આમ કહી દીધું,
તમે અમને ગમો છો જાવ, ખુલ્લે આમ કહી દીધું.

નથી આવડતા કોઈ દાવ, ખુલ્લે આમ કહી દીધું,
નગરમાં દાંડિયુ પિટાવ, ખુલ્લે આમ કહી દીધું.

પછી મારા ગુલાબી શર્ટને ઇલ્ઝામ તું દેજે,
તું તારી આંખને સમજાવ, ખુલ્લે આમ કહી દીધું.

તમારી આંખનાં વમળોમાં ડૂબી છે ડૂબાડી છે,
અમે સપનાં ભરેલી નાવ, ખુલ્લે આમ કહી દીધું.

તમે મળવાની બાબતમાં બહુ કંજૂસ થઈ ગયાં છો,
અમે થાક્યા કરીને રાવ, ખુલ્લે આમ કહી દીધું.

અમે ખુદને જ ખુદમાંથી ઉઠાવી ચાલવા થાશું,
પછી પૂછશે નહીં કો’ ભાવ, ખુલ્લે આમ કહી દીધું.❜❜

Join ➻ @Gujarati
Join ➻ @Gujarati

Registration Link : https://bit.ly/3gFYulK

Source : Zee24Kalak
❝Güjârātí😋😜😎
❛❛પોતે પોતાને જ ચિટ કરે છે.
મેસેજ લખે છે ને ડિલીટ કરે છે.

દિમાગથી છો ને દર્શાવે નફરત,
દિલથી હજી ય મને પ્રીત કરે છે.

મને કર્યો બરફ ,એ કથ્થઈ પાણી,
ઈશ્વર જ જોને પેગને નિટ કરે છે.

વિકલ્પોમાં શોધતી સતત મને જ,
મને એટલી હદે એ મિસ કરે છે.

શ્વાસમાં શ્વસે છે ઊંડોઊંડો મને,
ઉચ્છવાસથી ફ્લાઈંગ કીસ કરે છે.

હર્ષ,હાસ્ય ને હસ્તી છે જે ઉભયે,
એ જ મારા થી સતત રિષ કરે છે.

નેચરલ એલાયન્સને મૂકી પડતું,
મડાગાંઠમાં પોતાને ફિટ કરે છે.❜❜

Join ➻ @Gujarati
2024/10/03 09:11:51
Back to Top
HTML Embed Code: