Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયા સાથે ઉડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.

તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિષે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.❜❜
- દિલેર બાબુ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે,
ચહેરા પર મંદ-મંદ સ્મિત આવી જાય છે.

પહેલી મૂલાકાત, પહેલો સ્પર્શ હતો,
છતાં લાગે છે આપણે કેટલીય જૂની ઓળખાણ છે.

તુજ વિના જીવવું હવે અઘરું લાગે છે,
તારા વગર ની એક એક ક્ષણ વર્ષોની માફક વહે છે.

થોડા સમય માં તો કેવો તે જાદુ કર્યો છે,
તારી યાદ વગર ની પળ પણ નકામી લાગે છે.

ક્યારેક તો થાય સપનું જોવ છું કે ભાસ થાય છે,
ખરેખર તમે આવ્યા પછી જિંદગી બદલાય ગઇ છે.

કવિતા લખવામાં ક્યાં શબ્દો ગોઠવવા પડે છે,
એ તો આપોઆપ લાગણી થઈ લખાય જાય છે.❜❜
- હીર ઠુંમર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.❜❜
- આદિલ મન્સૂરી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘોર અંધારું અને એકાંત જોવા આવ તું,
થઈ ગયો છું એક નિર્જનપ્રાંત, જોવા આવ તું.

આજુબાજુ ચાલનારા પણ બધા ચોંકી ઉઠે,
એમ આ હૈયું કરે કલ્પાંત, જોવા આવ તું !

કોઈ હલચલ , કોઈ કોલાહલથી વિચલિત થાઉં ના,
થઈ ગયો છું કેટલો હું શાંત ! જોવા આવ તું.

હું તને ચાહું તને ચાહું તને ચાહું તને….
જીભ પર મારા રમે વેદાંત ! જોવા આવ તું.

આજનો કે કાલનો કે ઈસ્વીસન પૂર્વેનો હું ?
હોય કેવું એક જણ ક્લાન્ત ! જોવા આવ તું.❜❜
- રિષભ મહેતા

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હ્રદય એમ ઓછું બળે એ ઘણું છે,
વસે આંસુ આંખો તળે; એ ઘણું છે.

સ્વજન શોધવાનાં પ્રયત્નો જ ખોટાં,
બધાં માત્ર ખુદને છળે એ ઘણું છે.

બને તો અકારણ દુઆ પણ ન માંગો,
મહેનત મુજબ જે મળે; એ ઘણું છે.

ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો,
ફકત જૂઠ અટકે ગળે; એ ઘણું છે.

તું,રસ્તા ફરે એમ શાને વિચારે?
જરૂરી સ્થળે; પગ વળે એ ઘણું છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.❜❜
- ખલીલ ધનતેજવી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.❜❜
– ખલીલ ધનતેજવી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!
પીડાને માટે એટલે હૃદયને પક્ષપાત છે

પ્રણયની શાળા એ ચકાસીને પ્રવેશ આપશે -
ખમી શકો છો દર્દને? બસ એ જ લાયકાત છે.

લઈને રૂપ સ્વપ્નનું ઉભી છું તારી પાંપણે
કહ્યું તેં ભર બપોરે જ્યાં કે, 'ચાલ મળીએ રાત છે!'

કરીને ખોટા વાયદા, તેં છોડી દીધી આંગળી,
ન જાણ્યું એટલું? મને તો ખાલીપાની ઘાત છે.

જીવનનો બાગ મઘમઘે છે જેની ખૂશ્બૂને લીધે,
જતનથી જે ઉછેરું છું, સ્મરણ એ પારિજાત છે.

મિલનની યાદને જ સોંપી દીધો કબ્જો એનો મેં,
જતાવે હક હૃદય ઉપર દુઃખોની શું વિસાત છે!?

તને વિચારીને લખ્યો એ ચર્ચાનો વિષય બન્યો,
નહીં તો આખીયે ગઝલમાં, શેર ટાંક્યા સાત છે.❜❜
- અંજના ભાવસાર 'અંજુ'

Join ➻ @Gujarati
2024/10/03 09:07:53
Back to Top
HTML Embed Code: