Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛મારી શકે છે મૌન થઈ લોકો ય એ,
મરતી નથી જેનાથી કોઈ દી' માખ પણ.

ખાલી થયેલી આંખ સ્હેજે નહિ ગમે,
બે ચાર સપના આંખમાં તું રાખ પણ.

તારી કમી ડંખી રહી છે રાત દી',
જોવા તને તરસી રહી છે આંખ પણ.

ઝંખી રહ્યા છે પ્હોંચવા સૌ આભમાં,
આવી શકયું છે કોણ લઈ ને પાંખ પણ!?

બસ એક તારી છે જરૂરત જિંદગી,
બીજા મળે સાથી ભલે ને લાખ પણ.❜❜
- ધર્મેન્દ્ર સોલંકી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લઈ ખુમારી જીવવાનું કેટલું અઘરું પડે,
રોજ નોખું મહોરું પહેરીને બધે ફરવું પડે.

એક પાપી પેટ ખાતર કેટલું કરવું પડે,
પાથરેલી જાળ ઉપર પંખીએ ચણવું પડે.

પૃથ્વી ઉપર ઘર કર્યું તો ભાડું પણ ભરવું પડે,
થોડું-થોડું રોજ ચારેકોરથી મરવું પડે.

ડગલે-પગલે આ જીવનમાં એવા દિવસો આવશે,
હોય આંસુ પાંપણો લગ તે છતાં હસવું પડે.

દોસ્ત રાખી મૂકજે તું એક-બે ગમતાં સ્મરણ,
હોય ના બહાનું મજાનું, જીવવું કપરું પડે.❜❜
- અશ્વિનસિંહ જાદવ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હાથ કોઈને મદદ કરવા લંબાય તો ઠીક.
માનવ છીએ એટલું જો સમજાય તો ઠીક.

અન્ન, વસ્ત્રને આવાસ તો સંતોષાવાના છે,
એથી ઉપર ઊઠી જીવન જીવાય તો ઠીક.

કેટલાય કટુ વચનો અંતરમાં સંઘરી રાખ્યાં,
કોઈના ઉપકારોને કદી યાદ કરાય તો ઠીક.

જેવા સાથે તેવા એ તો રહી દુનિયાદારીને,
અપકાર પર ઉપકાર જો કરી શકાય તો ઠીક.

દિલ દરિયા જેવું રાખીએ જેમાં હરિ સમાય,
દીનદુઃખીમાં હરિદર્શન સહજ.થાય તો ઠીક.❜❜
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે…

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે…

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે…

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે…

એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે…

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગોને જે મારું મુકદર થવા ન દે…

એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે…

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખ્યાલો થવા ન દે…

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માંગવા ન દે...❜❜
- અબ્બાસ વાસી ‘મરીઝ’

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ત્વચા પર ભેખડોના થર ચડે તો ખોતરી નાખો.
જિગરની વાત છે જો પરવડે તો ખોતરી નાંખો.

સૂની આંખોને ભરવાનું બીજું સામર્થ્ય કોનું છે?
પ્રસંગો એક બે જૂના જડે તો ખોતરી નાખો.

કોઈ પંખીની આશાએ હૃદયથી સાચવેલું હો:
છતાં એ ઝાડના મૂળિયાં સડે તો ખોતરી નાંખો.

પરિવર્તન નિયમ સંસારનો છે એ હકીકત છે;
કોઈ સિદ્ધાંત જો એમાં નડે તો ખોતરી નાખો.

રહસ્યો જિંદગીનાં શક્ય છે એમાં મળી આવે;
બે આંસુ આંખથી આગળ દડે તો ખોતરી નાંખો.

તિરાડો કોઈ સાંધી હો સંબંધો કે દીવાલોમાં;
ફરી એવી ને એવી જો પડે તો ખોતરી નાંખો.

ખુશી દેવી એ સિક્કાની 'અગન' જો એક બાજુ છે;
બીજી બાજુ છે:કોઈ આથડે તો ખોતરી નાંખો.❜❜
-'અગન' રાજયગુરુ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.

ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.

બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.

તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.

જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.❜❜
- કિરણસિંહ ચૌહાણ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એ ગઢ ચડવાની કોશિશમાં,
હું, ડગ ભરવાની કોશિશમાં.

એ જઈ બેઠા સૂરજ શાખે,
હું શગ, ઠરવાની કોશિશમાં.

એ પહોંચ્યા સામે કાંઠે,ને-
હું! હું ડુબવાની કોશિશમાં.

એ અજવાસ થઈ ફેલાયા,
હું ઓગળવાની કોશિશમાં.

એ ઈશ્વર થઈ બેઠાં મંદિર,
હું, સત ધરવાની કોશિશમાં.❜❜
- કાજલ કાંજિયા

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ!
આવું શું એકવાર તારાથી મને કહેવાય નૈ!

ક્યાં વધું ચાહું છું કહીદે હાથમાં લઈ હાથ, કે
જિંદગી! તારા વગર પણ જિંદગી જિવાય નૈ.

સંધ્યા થઈ આવીશ હું તારા મિલન કાજે હવે
આપણી બાજું પવન કોઈ ભલે ને વાય નૈ.

મારે કાયમ આટલું બસ રાખવાનું ધ્યાન, કે!
શબ્દ મોંઘી છે જણસ મારી જણસ ખોવાય નૈ.

માણસાઈ ફૂંક લઈને ગઈ ગજા ઊપરની પણ
એ ભૂલી ગઈ ફૂંકથી સૂરજ કદી ઓલ્વાય નૈ.

જોયો એને એ પછી એવું તરત માની લીધું
મારી આંખે દૃશ્ય બીજું કોઈ પણ જોવાય નૈ

મૌન તારું મારું બેઠું સામસામે એનો ડર
લાગણી મારી ફરી અંદર પડી કહોવાય નૈ.❜❜
- કાજલ કાંજિયા

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પુલકિત થઈ જશે પછી મારું પૂરું જહાન,
આભાર માને છે તો જરા તું હસીને માન!

કડવું મળે છતાં! એ નથી આપતા પરત,
ઉતારી વિષ ગળે, તું જો! શંકર થયા મહાન.

સરભર થયા નથી હજું ૠણાનુંબંધ કંઈ!
કરવાનો છે પ્રણય, હવે તારે, મને ય જાન!.

સમજાવે છે પ્રભુ ઘણીયે ચોકસાઈથી,
માણસનાં હાથમાં ધરી ગીતા અને કુરાન.

લાખો હશે ખબર છે તને ચાહનારા છતાં!
જો હોય કોઈ મારા સરીખું તો કર બયાન.

દીવાનગી નથી આ! આ વળગણ છે પ્રાણનું,
કહેવું નથી વધારે જા, હો' માનવું તો માન,

ઈશ્વર કરે બધું, જે ઉતારી ગયા ગળે!
એને શું પદ- પ્રતિષ્ઠા,શું અપમાન,કે શું માન.

લીધા વગર મને તું ક્યાં કંઈ આપે છે પ્રભુ !
લે આપ શબ્દ તું બળુકા, આપું હું જબાન."
- કાજલ કાંજિયા

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સંધ્યા ટાણે ગમતી પળમાં અમથું અમથું સરકી લીધું.
સ્પંદન ટાંકી શબ્દ ગગનને અમથું અમથું પકડી લીધું.

આવ્યો સંદેશો મધમીઠો શબ્દે શબ્દે સ્નેહ ટપકતો,
વાસ્તવમાં એ સ્વપ્ન હતું પણ અમથું અમથું હરખી લીધું.

નિરસ જીવન થાક ફરજનો ઉતરી ઉદાસી અંતરમાં,
આપી પ્રેમ જરી એ જનમાં અમથું અમથું ધબકી લીધું.

એકલતાને આશિષ માની દર્દ ખુશી ગઝલે આલેખ્યા,
શબ્દ બની એની કલમેથી અમથું અમથું ટપકી લીધું.

પાયલ એમ જ નામ ન મારું ઘૂઘરી રણકા રૂંવે રૂંવે,
ઢોલ નગારા નાદ થયો ત્યાં અમથું અમથું થરકી લીધું❜❜
- પાયલ ઉનડકટ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શ્વાસમાં વિશ્વાસમાં હર યાદમાં,
યાદ છે અકબંધ દિલનાં નાદમાં.

તૂટતાં આ ખ્વાબ મારાં રાતમાં,
રાત આખી કાઢતો ઉન્માદમાં

શબ્દ કેવા નીકળે ઘાયલ થઈ,
ચાલશે એની કલમ ફરિયાદમાં.

આ ગમે ખંજન મને એનાં બહુ,
એટલે છે ગાલ પણ વિખવાદમાં.

શોધતો ભીતર હ્રદયમાં નીલ તું,
પ્રેમને સમજી ગયો છું બાદમાં.❜❜
- ડો નિલેશ ચૌહાણ નીલ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ચલો છોડો જવાદોને, હવેથી ધ્યાન રાખીશું,
ન કરવો આંધળો વિશ્વાસ એનું ભાન રાખીશું.

ભલે કડવું જગત બોલે હું તો મક્કમ છું ભીતરથી,
શબદ પણ જાનલેવા હોય, તેથી મ્યાન રાખીશું.

નથી કાયરપણું કંઈ હોં, ખુમારી છે રગેરગમાં,
સમય આવ્યે કસમથી દેશ કાજે જાન રાખીશું.

અરે તું આવને મહેમાન થઈને આંગણે મારા,
જો બન્દો છે ખુદાનો, તો પછી રમજાન રાખીશું.

ઘરે ઘરડા રહે ભૂખ્યા ને વાતો હોય છે ઊંચી,
ગરીબને શાલ આપીશું ને અન્નનું દાન રાખીશું.

જ્યાં વાતો ભાઈચારાની જરાયે કોઈ કરતું હોય,
ધરીશું ધ્યાન, ત્યાં ખુલ્લા અમારા કાન રાખીશું.

સનમ શું થઈ ગયાં નારાજ ચહેરે સ્મિત લાવોને,
હવેથી શ્વાસ સૌ બસ આપમાં ગુલતાન રાખીશું.❜❜
- નિતેશ ટાંક.

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એમને પામવાની ક્યારે કોઇ હસરત નથી કરી;
અર્થ એનો એ નથી કે મેં મહોબ્બત નથી કરી;

મેં જો કર્યો પ્રેમ એમને તો એય પણ કરે મને,
એવી પરવરદિગારને કોઇ ઇબાદત નથી કરી;

હા, જોયો છે કાયમ પ્રેમ મેં એમની આંખોમાં,
છતાં એકરાર કરવાની મેં હિંમાયત નથી કરી;

લખું શાયરી, લખું ગઝલ કે લખું કોઇ કવિતા,
વાત અલગ છે એના નામની દસ્તખત નથી કરી;

તારા સુધી પહોંચી શકાય તોય બસ છે ઈશ્વર,
બાકી જગતથી "વ્યોમ"એ શિકાયત નથી કરી;❜❜
- વિનોદ.મો.સોલંકી 'વ્યોમ'

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારા માં કંઈક તો જાદુ છે જ,
આમ સતત મારા વિચારોમાં તારું સામેલ થવું,
કાઈ એમ જ તો નહી હોય!

તારા માં કઈંક તો નશો છે જ,
આમ તારી મને આદત પડી જવી ,
કાઈ એમ જ તો નહીં હોય!

તારા માં કંઈક તો ખાસિયત છે જ,
આમ તારા લીધે મારુ બદલાઈ જવું,
કાઈ એમ ન તો નહીં હોય!

તારા માં કંઈક તો આકર્ષીતબળ છે જ,
આમ તારી સાથે મને જકડી રાખવું,
કાઈ એમ ન તો નહીં હોય!

વિધાતા એ પણ કંઈક લેખ તો લખ્યા જ હશે,
આમ અચાનક આપણુ મળી જવું,
કાઈ એમ જ તો નહીં હોય!❜❜
- હીર ઠુંમર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !

વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !

રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !

હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !

એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !❜❜
– બાપુભાઈ ગઢવી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બનાવે છે દુઃખી આ એક બાબત જિંદગાનીને
સમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને.

પ્રયાસો લાખ હો કુરબાન એની વેદના ઉપર
કોઈ બેસી રહે જ્યારે મુકદ્દરમાં માનીને.

કોઈ મારી કથા પૂછે નહીં તેથી માની લઉં છું
ગમે ત્યારે, ગમે તેવી, ગમે તેની કહાનીને.

અહીં તો કોઈ પણ રીતે જીવન બરબાદ કરવું છે
અતિશય વેદના દે યા વધુ કર શાદમાનીને.

તને ભૂલી જઈશ એવી શંકા હોય છે એમાં
મને ન યાદ રૂપે દે કોઈ તારી નિશાનીને.

પ્રયત્નોનું ન પૂછો એ હજી પણ લાખ સૂઝે છે
પરંતુ હું તો બેઠો છું મુકદ્દરમાં જ માનીને.

'મરીઝ' ઉપર અસર પડતી નથી કોઈ અનુભવની
હજી એ માન્ય રાખે છે, ગમે તેની જુબાનીને.❜❜
- મરીઝ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું મારી છોડ જગત આખું હવામાં છે
વગર પીધે અહીંયા સૌ નશામાં છે.

ચમત્કારોની બસ આદત પડી ગઈ છે
ને ઈશ્વરથી વધુ શ્રધ્ધા ભૂવામાં છે.

સૂરજ ઊગતો નથી કોઇની સમજણમાં
જે જાગે છે તે પણ ઊંઘી જવામાં છે.

જગતને મેં, મને જગતે મારી ઠોકર
બેઉના હાલ બેઉની દશામાં છે.

ઝમીર મારું રહે કાયમ એ માગું છું
અને બે હાથ ઊઠેલા દુઆમાં છે.

હવે થાક્યો છું જનમોના હું ચક્કરથી
હજીયે બાકી શું મારી સજામાં છે.

હરીશ જે બોલે એનાં બોર છો વેચાય
ખરા નવગુણ ન બોલી વેચવામાં છે.❜❜
- હરીશ ધોબી

Join ➻ @Gujarati
2024/10/03 06:23:13
Back to Top
HTML Embed Code: