Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛થઈ જાય અંગેઅંગમાં ગુલાલ ભીતરે,
આવી કરી જાને એવું તું વ્હાલ ભીતરે.

તારી ક્ને મનપાંચમે મેળો ભરી બેસે,
વિરહે ચણે એકાંતની દીવાલ ભીતરે.

તારી કૃપાનો ઝળહળે છે ઝુંપડીમાં એ,
દીવો કરે છે અમને માલામાલ ભીતરે.

હું ચોસલું રણ કેરું ધગધગતું છું કંઠમાં,
ને કલબલે છે પ્યાસનું કંકાલ ભીતરે.

સળગે છે કાયમ હાથ મારો એટલે જ તો,
નરસિહ વગાડે છે હજી કરતાલ ભીતરે.

મીરાં તણી આંખોનું હું ચોમાસું તરબતર,
તું વાંસળી થઈને કરી જા ન્યાલ ભીતરે.❜❜
- શૈલેષ પંડ્યા નિશેષ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛માણસ પણ એક અલગ મસ્તી નો માલિક છે,
જે મરેલા માટે રોવે છે અને જીવતા ને રોવડાવે છે સાહેબ.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સમયનાં તાંતણા છે આપણી વચ્ચે,
દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે !

ફેલાઈ જવાના છે આ સૂરજના કિરણો,
ઉગતા હોય કે આથમતા, શું ફેર પડે છે !

શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નિરવતા, શું ફેર પડે છે !

પવનના સહવાસી છે પંખીના પર,
સ્થિર હોય કે ફરફરતા, શું ફેર પડે છે !

તારા જ તરફ વધવાના છે આ મારા કદમ,
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે !❜❜

Join ➻ @Gujarati
શીર્ષક : હ્રદયસ્પર્શી અનુભવ

લોકડાઉન સમયમાં, પાંજરાપોળ ના ફુટપાથ પર બનેલો મારી સાથેનો એક બનાવ યાદ આવ્યો...

તે પ્રસંગના શબ્દો અને ભાવનાને વ્યકત કરુ છું :
શિયાળાની કડકડતી ઠંડીમાં, મસ્ત પવનની ઠંડી લહેરો અમદાવાદના કિલ્લોલથી ધમધમતા રસ્તાને પોતાના સુસવાટાથી વધારેજ ધમધમાવતી હતી ત્યારે હું પણ મારા દોસ્તો સાથે એ આહ્લાદક લહેરોની સાથે ચા ની ચૂસકી લગાવવા નિકળી હતી,
સાહેબ આપણે તો મસ્ત લેધરનું જેકેટ, હાથમાં મોજા, પગમાં બુટ અને માથા પર સ્કાફ બાંધીને પ્રકૃતિને માણવા નિકળ્યા હતાં, ત્યાં અચાનક એક નાનુ બાળક જેને જોઈને આપણને લાગે છેલ્લા બે -ત્રણ દિવસથી એને અન્ન નહીં મળ્યુ હોય, શરીરને ઢાંકવા યોગ્ય વસ્ત્રો પણ ન હતાં, આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં તેની મુખરેખાઓ તો કાંઈક અલગ જ સ્મિતથી રેલાતી હતી,
તે બાળક એ મારી પાસે આવીને કહ્યું, દીદી થોડા પૈસા આપને બહુ ભુખ લાગી છે એટલે મેં તરત પૈસા આપવાના બદલે ચા વાળા કાકા ને કહ્યું કાકા આ બાળકને ચા અને મસ્કાબન આપો, તરત બાળક એ મસ્કાબન અમારી સામે ખાવાના બદલે પોતાના હાથમાં લઈને ચાલતો થયો એટલે મને લાગ્યું નક્કી આ ભૂખનો ઢોંગ કરતો હતો અને પૈસા લૂંટવાના કાવતરા રચતો હતો તેથી મેં મારી આ વિચારસરણી કેટલા અંશે સાચી છે એ નકકી કરવા એનો પીછો કર્યો..

એ ઠંડીમાં યોગ્ય રીતે શરીરને ગરમ વસ્ત્રોથી ઢાંકેલુ હોવા છતાં મારા પગ થરથર કાપતા હતા અને હથેળીઓ ઠરીને થીજી ગઈ હતી,એક એક ડગલું માંડ માંડ ઉપડતુ હતુ ત્યારે એ બાળક તો જાણે આજે એને જંગ જીતી લીધો હોય એમ હાથમાં મસ્કાબનને લઈ એવી ચાલે ચાલતો હતો કે આજ એ વિજયી બન્યો છે અને એના હ્દયની ખુશી, ઉત્સાહ અને લાગણીઓ સામે ઠંડી લહેરો પણ એની સમક્ષ નમેલી હતી,
ચાર -પાંચ મિનિટ પછી અચાનક એ બાળકના નાજુક પગલા અટક્યા અને મેં થોડી આજુબાજુ નજર ફેરવીતો એ વિસ્તારમાં એના જેવા અનેક બાળકો નિર્વસ્ત્ર અને ઠંડીમાં ઠુઠવાતા હતા, હવે હું એ જોવા ઉત્સુક હતી કે મસ્કાબન વાળુ બાળક શું કરશે?
અનેક વિચારો ચાલતા હતા, શું એ મસ્કાબન બીજા બાળકોને બતાવવા અહીં લાવ્યો છે?
શું તે લોકો એ મસ્કાબન ખાવા અંદરો અંદર ઝઘડશે?
અનેક મારા મનોમંથન પછી મારી દ્રષ્ટિએ જે નિહાળ્યું એ કાંઈક અદ્ભૂત અને હૃદયસ્પર્શી હતું, એ બાળક એ નાના એવા મસ્કાબનના અનેક ટુકડા કરી પોતાના દોસ્તો સાથે બાંટી ને પોતાની ભૂખને સંતુષ્ટિ...

ખરેખર એ જોઈ મેં અચરજ અને કૌતુકતા અનુભવી, આજે જયારે દુનિયા પ્રતિસ્પર્ધાના આ યુગમાં "મારુ - મારુ" કરે છે, પાસે ઘણુ બધુ છે છતાં બાંટતા જીવ ચાલતો નથી ત્યારે આ નાનુ એવુ બાળક કે જેની પાસે અંગ ઢાંકવા પુરતા વસ્ત્રો પણ નથી અને પોતે પણ ૨-૩ દિવસથી ભૂખ્યો છે છતાં તેને પોતાના પહેલા પોતાના "ચડ્ડી - બનિયન" દોસ્તોની યાદ આવે છે અને એક નાના ટુકડામાં જ પોતાની આંતરડીને સંતુષ્ટે છે ત્યારે ખરેખર મારી આંખો ભિંજાણી અને એક વસ્તુ સમજાઈ કે અન્નના ઓડકાર કરતા સંતુષ્ટિ અને પોતાનાપણા ના ઓડકાર મીઠા હોય છે.

પછી એની સાથે થોડી વાતચીત કર્યા પછી એ પણ જાણવા મળ્યું કે એ બાળક મારી પાસે માંગી શકે એમ ન હતો તેથી પૈસાની ઈચ્છા રાખતો હતો જેથી તે વધારે ખાવાનુ લઈ પોતાના દોસ્તોને પણ ખવડાવી શકે...

ત્યારે સમજાયું કે શંકા ની દ્રષ્ટિએ જોવાતા દ્રશ્યો કયારેક આપણી વિચારસરણી પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવતા હોય છે...

જય હિંદ 🇮🇳
- આરતીબા ઝાલા

Join ➻ @Gujarati
શીર્ષક : "પલ્લું"

        આજે પલ્લવીને જોઈને વિહાન બસ આભો બનીને જોઈ રહ્યો. આજે ત્રણ વર્ષ પછી તે તેને જોઈ રહ્યો હતો. પણ આ એ પલ્લું હતી જ નહિ જે K.G. થી લઇ કોલેજના ત્રીજા વર્ષ સુધી પળેપળ તેની સાથે રહી.આજે કોલેજ ફેરવેલ પાર્ટી બાદ પહેલી વખત રીયુનિયન પાર્ટીમાં એ તેને મળી રહ્યો હતો. કેટલી સુંદર લાગી રહી હતી એ! એ પણ વિધાઉટ સ્પેકટસ વાઊ! પણ એના કરતાં પણ વધુ ખીલી રહી હતી તેની પર્સનાલિટી સાદી કુર્તી પણ આજે  તેની પર્સનાલિટીને દાદ આપી રહી હતી.

             પણ આ શું, તેણે તો વિહાન તરફ એક નજર પણ ના નાખી  અને સીધી પ્રિયેશને મળવા પહોંચે ગઈ. હાં, એ જ ભોંદુ  પ્રિયેશ.... તેમાં  તો કંઇ બદલાવ નહોતો આવ્યો. પણ પલ્લું , સોરી પલ્લવી ઠાકર તો પૂરી બદલાઈ જ ગઇ હતી.

            પલ્લવી અને વિહાન કોલેજમાં બેસ્ટ બડીઝ ગણાતા. વિહાનની દરેક અસાઈનમેન્ટમા પલ્લવી તેની મદદ કરતી. તેેેેને રાત રાત ભર ફોન પર અને કોલેજમાં ભણાવતી રહેતી. પલ્લવી અને  વિહાનના ઘરમાં પણ પરિવારની જેમ ઘરોબો હતો. દરેક વાતમાં બંને સાથે જ હોય, પણ કોલેજની એક પાર્ટી પછી ખબર નહી કેમ, પલ્લવીએ તેની એની તરફ જોવાનું પણ બંધ કરીી દીધું. બસ પોતાના ભણતરમા મન પરોવી દીધું તેણે. કોલેજના છેલ્લા બે મહિનામાં તેણે વિહાન જોડે એક વખત સરખી રીતે વાત તક નહીં કરી. જે વિહાનની  સાથે  એક જ બેંચ પર બેસતી, તેણે પાર્ટ ની સાથે પાર્ટનર પણ ચેન્જ કરી દીધો હતો.વિહાન ને આ બહુ ખટક્યું,પણ તે શું  કામ સામેથી વાત કરે?? તેણે પણ રિયા ને પાર્ટનર બનાવી લીધી.

             છેલ્લા બે મહિના એ રીયા જોડે રહી પલ્લવી નું attention મેળવવા પ્રયત્ન કરતો રહ્યો તેને જેલેસ કરવા પ્રયત્ન કરી રહ્યો પણ....... પણ તેને પલ્લુ જેવી ચંચળતા તેમાં મળી જ નહિ  એકદમ ચંચળ, મસ્ત છોકરીમૌલા,બિન્દાસ છોકરી અચાનક સ્થિર અને ગંભીર બની  ગઈ હતી. તેને આ વાત ખટકતી તો હતી, પણ તેને સમજાતું નહોતું આ શામાટે હતું??

               આજે તો પલ્લવી ઠાકર એર ઇન્ડિયાની નામચીન પાઇલટ તરીકે જોડાઈ એને પણ એક વર્ષ થયું. તે બસ પલ્લવીના આ બદલાયેલા સ્વરૂપને આભો બની જોતો રહ્યો. ક્યારેક કોલેજનો રોકસ્ટાર ગણાતો વિહાન હંમેશા  લાઈમલાઈટમાં રહ્યો, પણ આજે બધાની નજર બસ પલ્લવી પર  જ રહી.

              મન અને મગજ વચ્ચેના દ્વંદ્વમાં આખરે દિમાગ હારી જ  ગયું. તે પલ્લવી ની નજીક ગયો અને હાથ લંબાવી કહ્યું, "હાય પલ્લુ,....આઇ...આઇ મીન ......પલ્લવી." તેને લાગ્યું કે આગળપડતો થઈને હાથતો લંબાવ્યો... પણ પલ્લવી કંઇક કહેશે તો? પણ સામેથી ધીમેથી હાથ લંબાયો અને તેણે કહ્યું  "હાઇ વિહાન, હાઉ આર યુ? વિહાને જવાબ આપ્યો. અને પલ્લવી છેલ્લે "nice to meet you" કહી રીયા તરફ ચાલવા  લાગી. તે બસ જોઈ રહ્યો. તેને લાગ્યું કે તે  પહેલી વખત કોઈને મળી રહ્યો હોય.  એકદમ નોર્મલ હતી એ.  ન કોઈ ગુસ્સો, ન કોઈ નારાજગી, ન કોઈ ભાવ. બસ..... કોલેજના એક સામાન્ય મિત્રની જેમ હાલચાલ હાલ પૂછી જતી રહી. કેટલી શાલીનતા, કેટલી પરિપક્વતા આવી ગઈ હતી તેમાં. જે પલ્લવી વિહાન.....નહીં પણ તેના વીરુ.... સાથે આખો દિવસ વાતો કરે તોપણ ખૂટે નહીં. જે લાગણીઓથી જીવંત હતી તે આજે...... આજે .... બે ઔપચારિક વાતો કરી,  સ્મિત સાથે, વિના કોઇ ભાવે છૂટી પડી.

                બધા મિત્રોએ ડીનરની જુદી જુદી  ટેબલો પર ધાબો બોલાવ્યો,પણ બધા કોલેજના  ગ્રુપ વાઇઝ બેઠા હતા......વિહાનને  લાગ્યું કે પલ્લવી જૂના ગ્રુપમાં  નહીં બેસે..... પણ તે આવીને  નોર્મલી  ડિનરટેબલ પર બેઠી. નિરાંતે ગ્રુપની યાદો  તાજા કરી. વિહાનને સમજાતું નહોતું , ન કોઈ ગુસ્સો ન કોઈ ફરિયાદ, કાંઈ પણ નહીં? કાંઈક તો હોવું જોઈએ? અને એવી રીતે વાત કરી રહી હતી કે, વિહાન એ તેના ગ્રુપનો બસ એક ભાગ જ છે તેના માટે, બસ.......એક સામાન્ય ભાગ. તે ગુસ્સા થી ધુઆંપુઆં થઈ ઉઠ્યો.

               ડિનર બાદ બધાએ ડાન્સ, બોર્નફાયરનો પ્રોગ્રામ બનાવેલો. અચાનક જ પલ્લવી ઊભી થઈ અને તેણે કહ્યું "સોરી ગાઈઝ, હું આ સન્ડે એ યુએસએ જઈ રહી છું એન્ડ ઘણા બધા કામ બાકી છે એટલે  હું આજે તમને વધુ  જોઈન નહિ કરી શકું". બધાએ તેને રોકવા નો પ્રયત્ન કર્યો, પણ ન માનતા છેવટે  બધાએ ગળે મળી તેને વિદાય આપી. તેણે વિહાન સાથે પણ હાથ મિલાવ્યા પણ....પણ એ પલ્લું વાળી ઉષ્માનો આજે સદંતર અભાવ હતો . પણ જ્યારે તે પ્રીયેશ ને ગળે મળી ત્યારે તેમાં પલ્લુની આછેરી ઝલક થોડા સમય માટે ય  જોવા મળી જ ગઈ. તેના મનમાં કેટલાયે સવાલો હતા..... ન કહ્યા હોવા છતાં પલ્લવી માટે લાગણી હતી ખાસ કરી ને તે  જ્યારથી દૂર થઈ હતી ત્યારથી. તેના પ્રોફાઈલને તે  સો વખત તે જોઇ ચૂક્યો હશે તે. 

            પણ આજે  તેને લાગ્યું કે ............આ છેલ્લી તક છે તેની પાસે પછી ........તો...... તે યુ.એસ.એ જતી રહેવાની....... બસ આજે પલ્લુ ને મળી લઉં બસ.

              તે પલ્લવી ની પાછળ જઇ તેને સાદ સાદ પાડે છે. "હા, બોલોને.....", " પ્લીઝ યાર, તું આ ઓફિશિયલ ટોનમાં વાત કરવાનું છોડી દે"...... "કેમ આવું બીહેવ કરે છે?......".... "જે પલ્લવી મને દિવસમાં
સો વખત બોલાવતા નહોતી થતી તે પોતાના વીરુને એક વખત વીરુ તક નહીં કહેતી......"વિહાન એ જૂની વાતો છે, છોડી દો એને. ચાલો મને મોડું થાય છે." "પલ્લુ તને મારા મમ્મીના સમ છે" વિહાનએ કહ્યું. ત્યાં પલ્લવી ના પગ થંભી ગયા. કવિતા આંટી......વિહાન ના મમ્મી....તે  પલ્લવીને તેની દીકરીની જેમ રાખતા, તે ત્રણ વર્ષથી તેમને પણ તો નહોતી મળી. પલ્લવીએ કહ્યું,"હંમેશાની જેમ, વિહાન તું નહી બદલાય ને ..... તારા બધા સવાલોના જવાબ તારી પાસે જ છે.  કોલેજની એ પાર્ટી અને તારા અને તારા  ફ્રેન્ડસની વાત મે સાંભળી લીધી હતી. વિહાન..... બસ આજ તારો જવાબ છે." અને પલ્લવી બસ વિહાનનો હાથ છોડી કારમાં બેસી સિધી ઘર માટે નીકળી ગઈ. 

               વિહાન બસ  ઊભો રહી ગયો..... થંભી ગયો પથ્થરની જેમ. તેની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી હતી. તે બસ કિંકર્તવ્યમૂઢ બની જોઈ રહ્યો, અને કંઇ યાદ આવતા અચાનક જમીન પર ફસડાઈ પડ્યો તેને સમજાયું નહોતું રહ્યું તેની બુદ્ધિ બહેર મારી ચૂકી હતી.

                 એ પાર્ટીમાં વિહાન પોતાના ફ્રેન્ડસ ને કહી રહ્યો હતો......."એ પલ્લવી....ઓ સોરી પલ્લું..... કેવી બેવકૂફ છે ને! છોકરીઓ હોય છે જ બેવકૂફ.... આટલા વર્ષોથી તે મારા બધા અસાઇમેન્ટસ, હોમવર્ક પુરુ કરતી આવી છે...... બસ. તમને ખબર છે તે મને લાઈક કરે છે. જોકે આ કોલેજની દરેક બીજી  છોકરી મને લાઈક કરે છે ને !આફ્ટર ઓલ..... આઇ  એમ ધ  સ્ટાર ઓફ ધ કોલેજ! પણ એનો મતલબ એમ નથી ને કે હું આ પલ્લુ સલ્લુંને લાઈફલોંગ પકડી રાખું!વિહાનને .....એ...કોલેજ પાર્ટીમાં પોતાના બોલાયેલા એ શબ્દો યાદ આવ્યા. તેણે વિચાર્યું કે તે પોતાની પલ્લુ ને રોકી લે પણ..... પણ  હવે તેને ખબર હતી કે
આ તેની પલ્લુ નથી...... તે તો પલ્લવી છે પલવી ઠાકર. તેની પલ્લુંને તો તેણે 3 વર્ષ પહેલાં ......મારી નાખી. અને તે ફરીથી જમીન પર ફસડાઇ પડ્યો.
- સંધ્યા માખીજા
❝Güjârātí😋😜😎
❛❛ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.

કહીયે દિલ ની વાતો એવા માણસો,
ચુપ થતા જાય છે, ગુમ થતા જાય છે.

શ્વાસ થી યે નિકટ જે હતા અબઘડી,
આંખ થી સાવ ઓઝલ થતા જાય છે.

ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,
એ ઘરો તૂટતા ખૂટતા જાય છે.

કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.

જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ બધા બંધ થતા જાય છે.

વડીલો કહે છે એ સાચું કે હવે,
સ્થાન હળવાશ ના કમ થતા જાય છે.❜❜

Join ➻ @Gujarati
2024/10/03 23:23:48
Back to Top
HTML Embed Code: