Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛નથી એ વાત કે પહેલા સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારુંં હિત નથી.

હવે કહો કે જીવન- દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ એ દુ:ખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

મળે ન લય તો ધમાલમાં જીંદગી વિતે,
કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતાં રહ્યા સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ મારો સંભવિત નથી.

જગતનાં દદઁ અને દુઃખને એ હસી કાઢે,
કરી દયો માફ હૃદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ધણી રીત છે જગતમાં "મરીઝ"
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.❜❜
- મરીઝ (પુનરાગમન માથી)

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કેટલી સુંદર સોનેરી સાંજ હતી,
જયારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પથ્થર છું પછી તરવું શું,
માણસ થઇ ને મરવું શું !

વરસવું તો પછી બારેમેઘ,
ઝરમર થઇ ને ઝરવું શું !

થવાનું બધું થયા જ કરે,
લાચાર આપણે કરવું શું !

આગળ વધી કેટલા વધવું,
આ છેલ્લે પાછા ફરવું શું !

ભડ ભડ સળગી જાવાનું,
હવે ઠાલું ઠાલું ઠરવું શું.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હવે કોઈ રડી લે તો 'મરીઝ' ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.❜❜
- મરીઝ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈએ પૂછ્યું યાદ આવે છે એમની,
થોડું હસીને બોલાઈ ગયું કે એટલે તો જીવું છું.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ચેનલ માં વખાણ કરવાના પૈસા નથી.
વાંચવાના પૈસા હું લેતો નથી.❜❜
- લી. ગુજરાતી

તમારું લાઈક જ મારું પ્રોત્સાહન છે.
અર્થ : ગરીબ માણસની શરમ નહિ રહે, મનમાં દયા કે અનુકંપા (મેર) નહિ રહે, ધન ખર્ચનારો ધર્મી કહેવાશે (ગરીબોને ચૂસીને દાન કરનારા ધર્મી !) અને મોટાઓ સાથે વેરઝેર કરશે.

Join ➻ @Gujarati
Gujarati Official pinned «❝Güjârātí😋😜😎❞ ❛❛ચેનલ માં વખાણ કરવાના પૈસા નથી. વાંચવાના પૈસા હું લેતો નથી.❜❜ - લી. ગુજરાતી તમારું લાઈક જ મારું પ્રોત્સાહન છે.»
Gujarati Official pinned «તમે કેવી પરિસ્થિતિમાં છોવ - ગુજરાતી શાયરી - GS - By Virajsinh Nakum Like, Share And Subscribe My YouTube Channel. https://youtu.be/BClYxtVdc4Q Thank You 😊 For Support.»
❝Güjârātí😋😜😎
❛❛કૈંકને મૂર્તિ મહીં પથ્થર મળ્યા’તા,
કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા,
રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા જે,
બેઉ જણના ખૂબ જ જન્માક્ષર મળ્યા’તા.❜❜

Join ➻ @Gujarati
2024/10/03 21:34:38
Back to Top
HTML Embed Code: