Telegram Web Link
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જીવન એક એવી ફિલ્મ જેવું છે, જેને એક જ વાર જોઈ શકાય. તમે તેને રીવાઇન્ડ ન કરી શકો.

પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક અનુભવ અનન્ય હોય છે. ન તો તે ફરીથી આવે છે, ન તો તેના જેવું ફરી આવે છે. જો બીત ગઈ સો બાત ગઈ.

આનો અર્થ એ થયો કે આપણે એ ક્ષણો અને અનુભવોમાં પૂરેપૂરા રહેવું. પછી એ તક નહીં મળે.

દરેક દિવસે, આપણી વાર્તામાં એક દ્રશ્ય, એક પ્રકરણ ઉમેરાય છે. આપણે તેને જો નિષ્ઠાથી ના નિભાવીએ તો, પછી તેને કાયમ માટે ગુમાવી દઈએ છીએ.

આનંદ બક્ષી સાહેબે "આપ કી કસમ"માં લખ્યું હતું:
આદમી ઠીક સે દેખ પાતા નહીં
ઔર પરદે પે મંઝર બદલ જાતા હૈ

આપણી "ફિલ્મ"ની અગાઉથી લખાયેલી સ્ક્રિપ્ટ નથી હોતી. તેની વાર્તા ક્ષણોમાં અને અનુભવોમાં આપણા વર્તન અને વિચારથી લખાય છે.

એટલા માટે સચ્ચાઈથી, પ્રામાણિકતાથી, નિખાલસતાથી જીવવું, જેથી આગળની વાર્તા જીવવા જેવી બને.

આપણે એક જ વાર જન્મીએ છીએ, એક જ વાર મરીએ છીએ. એમાં તમે જ કિરદાર છો, અને તમે જ દર્શક છો. એટલે જીવવું, અને જોવું, એવી રીતે કે મરવાનો આનંદ આવે.

*Happy Morning*
16👍6👌1
PAK-08-202526.pdf
1.5 MB
GPSC DySO PAK

#GPSC #PAK
1
વિધાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ ના ઉમેદવારો માટે અગત્યની સુચના..

#TET
8
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


*આલ્બર્ટ આઇન્સ્ટાઇને* એકવાર કહ્યું હતું કે,,,
*"લોકપ્રિયતા મળવાની સાથે હું વધુને વધુ સ્ટૂપિડ બનતો ગયો છું."*

૧૯૧૯માં, તેમની થિયરી ઓફ રિલેટિવિટીને વૈજ્ઞાનિક સમુદાયનું સમર્થન મળ્યું પછી, આઇન્સ્ટાઇ એક સેલિબ્રિટી બની ગયા હતા. અખબારોમાં તેમના સમાચાર છપાતા હતા, ફોટોગ્રાફરો તેમને ઘેરી વળતા હતા, તેમને જોવા ભીડ ભેગી થઈ જતી હતી, વિધાર્થીઓ તેમના ઓટોગ્રાફ લેતા હતા.

તેમની આ નવી નવી લોકપ્રિયતાથી રમૂજ અનુભવતા આઇન્સ્ટાઇને તેમના એક વૈજ્ઞાનિક મિત્રને એક પત્રમાં ઉપરની વાત લખી હતી.

આઇન્સ્ટાઇ એકાંતપ્રિય વ્યક્તિ હતા અને બ્રહ્માંડ અંગેની તેમની જિજ્ઞાસાને સંતોષવા સિવાય તેમને કોઈ ચીજમાં રસ નહોતો. તેમને લાગ્યું હતું કે આ વ્યાપક લોકપ્રિયતાથી ઊંડા અને બૌદ્ધિક વિચારો કરવાની તેમની ક્ષમતા ક્ષીણ થઈ ગઇ છે. પરંતુ તે એટલા ઉદાર હતા કે લોકોને નારાજ કરી શકતા નહોતા, અને છતાં પરેશાન પણ હતા કે તેમની એકાગ્રતા આવી લોકપ્રિયતામાં વિક્ષિપ્ત થઈ ગઈ રહી છે.

તેઓ પોતાને એક સાધારણ માણસ માનતા હતા, પરંતુ લોકપ્રિયતાએ તેમને લોકોની નજરમાં મહાન બનાવી દીધા હતા. તેઓ જેવા હતા અને લોકો જેવા માનતા હતા તેનાથી તેઓ ખુદને સ્ટૂપિડ જેવા મહેસૂસ કરતા હતા.

લોકપ્રિયતાનો નશો બહુ ખરાબ હોય છે. તે માણસને બેઇમાન બનાવી દે છે, જીવનની વાસ્તવિકતાથી દુર લઈ જાય છે અને નકલી આત્મગૌરવ આપે છે.
એક માણસનું કામ બીજા માણસ કરતાં મોટું હોઈ શકે, પણ એક માણસ બીજા માણસ કરતાં મોટો ન હોઈ શકે. હોય તો તે સ્ટૂપિડ કહેવાય.

*Happy Morning*
14👏4👌2
4
Dyso objection (3).pdf
10.4 MB
DYSO OBJECTIONS WITH PROOF

Credit : Adv 08 Objection Group
🔆 Organizations Before INC

📍 Bangabhasha Prakashika Sabha (1836)
Location: Bengal
Founder: Raja Ram Mohan Roy

📍 Zamindari Association (1837)
Location: Bengal
Founder: Dwarkanath Tagore

📍 British India Society (1839)
Location: London
Founder: William Adam

📍 The Bengal British India Society (1843)
Location: Bengal
Founders: Dwarkanath Tagore, Radhakant Deb

📍 British India Association (1851)
Location: Bengal
Founders: Dwarkanath Tagore, Radhakant Deb

📍 Madras Native Association (1852)
Location: Madras
Founder: Gazalu Chetty

📍 Bombay Association (1852)
Location: Bombay
Founder: Jagannath Shankar Seth

📍 East India Association (1866)
Location: London
Founder: Dadabhai Naoroji

📍 Poona Sarvajanik Sabha (1870)
Location: Bombay (Poona)
Founders: M. G. Ranade, Ganesh Vasudev Joshi, S. H. Chipalunkar

📍 National Indian Association (1870)
Location: London
Founder: Mary Carpenter

📍 Indian Society (1872)
Location: London
Founder: Anand Mohan Bose

📍 Indian League (1875)
Location: Bengal
Founder: Sisir Kumar Ghosh

📍 The Indian Association of Calcutta (1876)
Location: Bengal
Founders: S. N. Banerjea, Anand Mohan Bose

📍 The Madras Mahajan Sabha (1884)
Location: Madras
Founders: M. Veeraraghavachari, G. Subramania Aiyer, P. Anand Charlu

📍 Bombay Presidency Association (1885)
Location: Bombay
Founders: K. T. Telang, Badruddin Tyabji, Pherozshah Mehta
8
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

"અમુક લોકોએ જીવનમાં ખૂબ પૈસા કે સફળતા મેળવી હોય છતાં, તેમનામાં કંઈક ખૂટતું હોય એવું લાગે. જીવનમાં ગમે તેટલું મેળવી લઈએ, પણ જે ખૂટે છે એ નહીં જ મળે. એવું કેમ?"


જે "કંઈક" ખૂટે છે તે છે સુખ અથવા સંતોષનો ભાવ. માણસ માત્ર પૈસા પર જીવી ન શકે. તેને સાર્થક જીવન જીવ્યાનો અહેસાસ પણ થવો જોઈએ.

પૈસા અથવા સફળતામાં આ ગેરંટી નથી.

સુખ અને સંતોષ ગાડી-બંગલા જેવી નક્કર વસ્તુ માં નથી. તે ભાવ છે અને ભાવ આંતરિક અવસ્થા છે. તે તમે કેવી રીતે મહેસૂસ કરો છો તેના પર નિર્ભર હોય છે.

સુખનો સંબંધ બાહ્ય સ્થિતિ સાથે ઓછો અને માનસિક અવસ્થા સાથે વધુ હોય છે. એટલા માટે એક માણસને એરકંડિશન રૂમમાં ઊંઘ ન આવે અને ઝૂંપડીમાં રહેતો માણસ સુખેથી સૂઈ જાય.


પૈસા સુવિધા, સ્થિરતા અને અનુકૂળતા તો ખરીદી શકે છે, પણ ઊંડા સંબંધો, સાર્થકતા અને ઉદ્દેશ્યપૂર્ણ જીવનની માનવીય જરુરિયાત પૂરી કરી શકતા નથી.
એટલા માટે, ભૌતિક જરૂરિયાતો પૂરી થઈ ગયા પછી પૈસા તેનું મહત્વ ગુમાવી દે છે.

ધારો કે તમને એક લાખ રૂપિયાની કમાણીથી જેટલું સુખ મળતું હોય, તે સુખ બે લાખની કમાણીથી બેવડાઇ ન જાય.

પૈસાથી ભવ્ય મકાન ખરીદી શકાય, પણ તેમાં રહેવા માટે પૈસાથી પરિવાર, પ્રેમ અને શાંતિ ન ખરીદી શકાય.

બીજી રીતે કહેવું હોય તો, પૈસાથી સુખ જરૂર મળે છે, પણ બહુ પૈસાથી બહુ સુખ નથી મળતું.

*Happy Morning*
8👍2
2025/09/20 21:02:40
Back to Top
HTML Embed Code: