Telegram Web Link
Manish Sindhi
Photo
મોર્નિંગ મ્યુસિંગ્સ:
અમુક લોકોને, તેમની જાણ બહાર, કેવી રીતે ઓળખી લેવાય?
- જે લોકો પગ ક્રોસ કરીને વાત કરે, તો માનવું કે તેમનો સ્વભાવ આક્રમક અને ધોંસ જમાવાનો હશે.
- જે લોકો બોલતી વખતે આંખ ના મિલાવતા હોય, તેમને તમારામાં રસ નથી અથવા અસ્વસ્થ છે.
- જે લોકો બોલતી વખતે માથું એક તરફ નમાવે, તો માનવું કે તેઓ તમારામાં બહુ રસ લઈ રહ્યા છે.
- જે લોકો બોલતી વખતે વાંરવાર તેમની હડપચીને અડતા હોય, તે લોકો ફૂંકી ફૂંકીને વિચારતા કે વર્તતા હોય.
- જે લોકો બોલતી વખતે ચહેરા, મોંઢા કે ગળાને અડતા હોય, તો તેઓ જૂઠું બોલતા હોય તેવું શક્ય છે.
- જે લોકો અદબવાળીને વાત કરે તે જિદ્દી સ્વભાવના અથવા "પેક"હોય.
- જે વ્યક્તિ ત્રણ સેકન્ડથી વધુ વાર આશ્ચર્યચકિત રહે, તો માનવું કે તે નાટક કરે છે.
- કોઈ વ્યક્તિ સાવ ફાલતું વાત પર બહુ હસે તો તે અંદરથી એકલવાયી હોય
- જે વ્યક્તિ નજીક આવીને વાત કરતી હોય તે તમારાથી કમ્ફર્ટેબલ છે, અંતર રાખે તે અનકમ્ફર્ટેબલ છે.
- જે વ્યક્તિ બોલતી વખતે તમારા જેવા જ હાવભાવ કરવા લાગે, તો માનવું કે ઉત્તમ સંવાદ થઈ રહ્યો છે.

સુપ્રભાત.. 💐🌞💐
Manish Sindhi
Photo
મોર્નિંગ મ્યુસિંગ્સ:
"જ્યારે આપણે દુ:ખી હોઈએ, અને અચાનક આપણા પરિચિત કે મિત્ર આપણી કરતા વધુ દુ:ખી અવસ્થામાં હોય, તો આપણે કેમ તરત જ સારું ફીલ કરવા લાગીએ?"

વ્યક્તિને દુઃખી જોઈને દુઃખી થવું તેને સહાનુભૂતિ કહે છે, પરંતુ કોઈના દુઃખે (અંગત રીતે) સુખ મહેસૂસ કરવું પણ એટલું જ વ્યાપક છે. આવું લાગવું ખરાબ નથી.
બીજી વ્યક્તિના ભોગે ખુશ થવું આપણી ઇવોલ્યુશનરી પ્રક્રિયામાં નિહિત છે. એટલે આ પ્રશ્ન અસ્થાને નથી.
કોઈ વ્યક્તિ મારા કરતાં વધુ દુઃખી હોય, તો આપણને રાહતની લાગણી થાય છે કારણ કે આપણને આપણું દુઃખ નાનું અને સહ્ય લાગવા માંડે છે.
મનોવિજ્ઞાનમાં, તેના માટે એક શબ્દ છે: Schadenfreude. જર્મન શબ્દ છે, અને ઉચ્ચાર છે shaw-den-froy-da. અર્થ થાય છે, બીજાના દુર્ભાગ્યથી રાહત અનુભવવી. બીજી વ્યક્તિને તકલીફમાં જોઈને આપણું મન પોતાને તે વ્યક્તિની સ્થિતિમાં કલ્પે છે અને "હું તેવી તકલીફમાં નથી" તેવી સભાનતાથી રાહત અનુભવે છે.
તેને ગુરુતાનો ભાવ પણ કહે છે કારણ કે બીજાના દુર્ભાગ્યથી આપણે એવી ગુરુતાનો અહેસાસ કરીએ છીએ કે મારી સાથે આવું નથી થયું.
આનું સૌથી પ્રચલિત ઉદાહરણ કોઈ વ્યક્તિનું કેળાની છાલ પરથી લપસી પડવાનું છે. તેને જોનારાઓ સહજ રીતે હસી પડે છે, કારણ કે તેમનું મન એવી કલ્પના કરે છે હું આવી રીતે ના લપસી પડું.
ક્રિકેટમાં, હરીફ ટીમ હારી જાય તો બીજી ટીમના સમર્થકો તેમના દુઃખથી બહુ ખુશ થાય છે. (ભારત અને પાકિસ્તાન)
આશ્ચર્યજનક રીતે, બાળકોમાં આ વૃત્તિ બહુ સક્રિય હોય છે. તેમનામાં સહાનુભૂતિ વિકસી નથી હોતી, એટલે તેમના દોસ્તારને પડવા વાગવાનું દુઃખ થાય ત્યારે તેઓ તાળીઓ પાડવા લાગે છે.
.pending-1731687828-ViewFile.pdf
936.1 KB
📌 જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ

#Forest
ViewFile (13).pdf
631.4 KB
જા.ક્ર: FOREST/202223/1 અન્‍વયે શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોનું લેખિત પરીક્ષાના મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી બાબતે અગત્યની જાહેરાત
#Forest
ViewFile (2) (4).pdf
55.6 MB
CCE રિવાઈઝડ માર્કસ જાહેર

#GSSSB #CCE #List
FAQ.pdf
337.7 KB
💁‍♂વિદ્યાસહાયક ભરતી Frequently Asked Questions (વારંવાર પૂછાતા પ્રશ્નો)

#Tet
2024/11/16 06:22:30
Back to Top
HTML Embed Code: