Telegram Web Link
💁‍♂GPSC Various Post call letter download Update Notification
📌 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત.

#GPSC #Notice
💁‍♂સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક મિત્રો માટે તા. 01/11/2024ના રોજ પ્રાથમિક શાળાઓમાં
અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આવશે.

#TET
💁‍♂CCE MAINS Group A Exam dates

Exam Dates 25 - 27 /11/24

#GSSSB #CCE #Exam
Manish Sindhi
Photo
મોર્નિંગ મ્યુસિંગ્સ:
હવે "મોટા" થઈ ગયા એટલે દિવાળીનો અર્થ બદલાઇ ગયો, પરંતુ જ્યારે નાના હતા, ત્યારે દિવાળી નિર્દોષતાનો તહેવાર હતો.
દિવાળી, જન્મ પછી અનુભવેલો પહેલો શાનદાર તહેવાર હતો. પછી તો નાના-મોટા ઘણા તહેવારો ઉમેરાતા ગયા, પણ મોટા થવાની પ્રક્રિયામાં, દિવાળી કાયમ starting blocks રહી છે, જેના ખાંચામાં પગ ભરાવીને જિંદગીની મેરેથોન શરૂ કરી હતી. કેવી કેવી નિર્દોષતા હતી! થોડી સ્મૃતિઓ:
- દિવાળી, વર્ષમાં પહેલીવાર (અને એક જ વાર) નવાં કપડાં પહેરીને ખુશ થવાની નિર્દોષતા હતી. અને તે પણ એક જ તાકામાંથી કાપીને દરજીએ સિવેલાં! આજે રેડી-મેઇડ એનાથી પણ ઉત્તમ હોય છે, પણ એવી મજા નથી. તમને દરજીને ત્યાં આતુરતા સાથે મારેલાં ચક્કર યાદ છે?
- દિવાળી, વહેલા ઉઠીને, તૈયાર થઈને, "વગર બોલાવે" ગામમાં લોકોના ઘરે પહોંચી જવાની નિર્દોષતા હતી. આજે કોઇને ફોન કરવો હોય તો પણ બે વાર વિચાર કરવો પડે છે!
- દિવાળી, ઘરમાં દરેક ઓરડાની છત પર ટાંગેલા હૂકમાંથી, ધોવા માટે તાંબા-પિત્તળનાં વાસણોને ઉતારી આપવાની અને પછી એવું માનવાની નિર્દોષતા હતી કે દિવાળીમાં ઘર સજાવવા માટે જ વાસણોને લટકાવામાં આવે છે. હવે, હૂક વાળી છતો નથી બનતી!
- દિવાળી, મિત્રો સાથે સાઈકલ પર શહેરમાં જઈને, નવી "ચડેલી" ફિલ્મની ટિકિટ બ્લેકમાં લઈને જીવનની પહેલી "સિદ્ધિ" હાંસલ કર્યાના આનંદની નિર્દોષતા હતી. આજે, ટેલિવિઝન પણ બોરિંગ લાગે છે.


તમને તમારી દિવાળી કેવી રીતે યાદ છે?
CCE Update

#GSSSB #CCE
💁‍♂વિદ્યાસહાયક ભરતી

વિદ્યાસહાયકના ફોર્મ 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી ભરી શકાશે.

#TET
Manish Sindhi
Photo
મોર્નિંગ મ્યુસિંગ્સ:
અંગ્રેજીમાં એક માર્મિક કથન છે: feel the feeling but don't become the emotion.
આ વિધાનનો અર્થ એવો થાય છે કે આપણે જ્યારે એમ કહીએ કે હું ગુસ્સે છું અથવા હું ડિપ્રેસ છું અથવા હું વ્યથિત છું ત્યારે આપણે એ ઇમોશન્સને આત્મસાત કરીએ છીએ અને તેને આપણી આઇડેન્ટિટીનો હિસ્સો બનાવી દઈએ છીએ.
આ ખોટું છે. લાગણીઓ પાણીનાં મોજાં જેવાં હોય છે. એ નિયમિત કિનારે આવતી રહે અને આપણને પગમાં વીંટળાતી રહે છે.
આપણી પાસે બે વિકલ્પ હોય છે; કાં તો આપણે તેની સાથે ખેંચાઇ જઈએ અથવા પગને રેતીમાં જડી રાખીને ખોડાયેલા રહીએ. આવું કેવી રીતે થાય?
૧. અનિવાર્ય પરિસ્થિતિઓમાં અમુક પ્રકારની લાગણીઓને તાબે થઈને એમાંથી પસાર થવું અથવા એ પ્રમાણે રિએક્શન આપવાં સહજ છે, પરંતુ રોજબરોજની પરિસ્થિતિઓમાં લાગણીઓથી રિએક્ટ કરતાં પહેલાં થોડી મિનિટ્સનો સમય લઈને વિચારવું જોઈએ કે આમાં કશું કરવા જેવું છે કે પછી તેને પસાર થઈ દેવા જેવું છે.

૨. ઈમ્પલસિવ વર્તનને ઓળખવું જોઈએ. "મારાથી તો સહન જ ન થાય" અથવા "હું તો સામે આપી જ દઉં" જેવા વ્યવહાર પ્રત્યે જાગૃત થઈને ઠંડા મને વિચારવું જોઈએ કે એમાં બીજો શું રસ્તો છે. આપણી દરેકની અમુક ખાસ કમજોરીઓ હોય છે. તેને ઓળખીએ તો આપણે વધુ સજ્જ રીતે એવી પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ.

૩. લાગણીઓની જવાબદારી સ્વીકારવી. લાગણીઓ બીજી વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી નથી આવતાં, તે આપણી અંદરથી આવે છે. બીજી વ્યક્તિ જે કરે છે તે કેમ કરે છે તેનો વિચાર કરતાં જો આવડી જાય, તો ઘણાં ખરી લાગણીઓ નકામી બની જાય.

લાગણી સારી કે ખરાબ નથી હોતી, લાગણી સંબંધી આપણી પ્રતિક્રિયા સારી કે ખરાબ હોય છે. આ સમજવા જેવું છે.
સવારથી સાંજ સુધી અસંખ્ય લાગણીઓ સાથે આપણો પનારો પડતો હોય છે. આપણી આસપાસ પ્રતિ ક્ષણે કશુંક ઘટિત થતું રહે છે. તે ઘટનાઓ આપણા આંતરિક અને બાહ્ય જીવન માટે કેટલી જરૂરી કે બિનજરૂરી છે તે પ્રમાણે આપણે તેનાથી પ્રભાવિત થતા રહીએ છીએ અથવા નિસ્પૃહ રહીએ છીએ.
("નવનીત સમપર્ણ" દિવાળી અંકમાંથી)
SSC GD Notice : Window for Application Form Correction

#SSC
નવું વર્ષ
નવા વિચાર
નવી આશા,નવીન ઉત્સાહયુક્ત,નવા સંકલ્પની,જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો,નવ મન નવ તન નવ જીવનમાં
આવો નૂતન વર્ષ મનાવો
નવ પથ નવ ગતિ નવ ઈચ્છા સાથે
નવી આશાની ખુશી મનાવો...ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન!!
આવનારું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધી, સલામતી અને સદભાવના રૂપી અખંડ જ્યોતથી ઝળહળી ઊઠે એવી શુભકામનાઓ..!!
મોર્નિંગ મ્યુસિંગ્સ:
નવા વર્ષે, જીવનને સુખી બનાવવાની ચાર શુભેચ્છાઓ:

1. આ ત્રણ આદતો છૂટે:
જંક ફૂડ, આળસ, તુતુ-મૈં મૈં

2. આ ત્રણ લાગણીઓ છૂટે:
ઈર્ષ્યા, અહંકાર, ગુસ્સો

3. આ ત્રણ લોકો છૂટે:
અસલામત, અસંવેદનશીલ અને નાસમજ

4. આ ત્રણ ગુલામી છૂટે:
સોશ્યલ મીડિયા, વેલિડેશન, આત્મમુગ્ધતા

નૂતન વર્ષાભિનંદન... 💥🎆🎇💫
2024/11/16 08:45:23
Back to Top
HTML Embed Code: