Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
મોર્નિંગ મ્યુસિંગ્સ:
સંબંધોમાં સુખી રહેવું હોય, તો બીજાને બદલવા કરતાં ખુદ બદલાઈ જવું. બીજા લોકોને બદલવાનું અઘરું હોય છે, કારણ કે તેમણે બદલાવવું જોઈએ એવું તમને લાગે છે, તેમને નહીં. આપણે જેટલી સરળતાથી તેમની ત્રુટિઓ જોઈએ શકીએ છીએ, તેટલી સરળતાથી તે જોઈ શકતા નથી. તેમને તેમનામાં બધુ બરાબર લાગે છે. આ આપણાને પણ લાગુ પડે છે. આપણી ત્રુટિઓ પણ બીજાને જ દેખાતી હોય છે. એટલા માટે બીજાને બદલવા માટે સમય અને શક્તિ બગાડવા કરતાં ખુદને બદલવા પર ધ્યાન આપવું જોઈએ.
બદલાવ વ્યક્તિગત બાબત છે. મોટાભાગના લોકો બીજા માટે ક્યારેય બદલાતા નથી. એ ત્યારે જ બદલાય છે, જ્યારે તેમના જીવનમાં તેની અનિવાર્યતા ઊભી થાય. બહુ બહુ તો તમે તમારા વ્યવહારથી તેને પ્રેરિત કરી શકો, તમે દિશા બતાવી શકો અને સમર્થન આપી શકો, પણ તમે તેમને ફરજ પાડી ન શકો. એમાં સંબંધને હાનિ પહોંચે છે.
સ્વયંની ત્રુટિઓ પ્રત્યે જાગૃત હોય અને તેને સુધારવા માટે પ્રયત્નશીલ હોય તેવી વ્યક્તિ મળવી જીવનની ખુશનસીબી હોય છે. બે આત્મ જાગૃત વ્યક્તિઓ સૌથી સુંદર સંબંધનું નિર્માણ કરી શકે છે, કારણ કે તેમનું ફોકસ બીજાને નહીં, પોતાને બદલવા પર હોય છે. પોતાને પરફેક્ટ માનતા માણસો અંતે ટોક્સિક સાબિત થાય છે.

ViewFile (22).pdf
467.5 KB