Telegram Web Link
👨‍💻AMC Junior Clerk Call latter

⚡️https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx

Exam Date 24/11/24

#AMC #Call_letter
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સંબંધમાં કે માણસમાં સલામતીના એહસાસની એક લાક્ષણિકતા એ હોય છે કે તમે કોઈપણ પ્રકારના ભય, શરમ કે અપરાધબોધ વગર તમારી ફીલિંગ, ઇચ્છા કે વાતને અભિવ્યક્ત કરી શકો.

જ્યારે તમને એવી ખાતરી હોય કે બીજી વ્યક્તિ કોઈ જજમેન્ટ વગર તમને સાંભળશે, સમજશે અને કદર કરશે, ત્યારે તમને ખુલ્લા થવાનો, ત્રુટિઓ, ભૂલો અને કમજોરીઓ જાહેર કરવાનો ડર ના લાગે.
એટલા માટે, સંબંધમાં પ્રેમ કરતાં પણ વધુ જરૂરી વિશ્વાસ હોય છે (કદાચ, વિશ્વાસનું જ બીજુ નામ પ્રેમ છે).

વિશ્વાસનો અર્થ એ નથી કે બીજી વ્યક્તિ મારાથી કશું ખાનગી નહીં રાખે. તેનો અર્થ એ છે કે તેને કશું પણ કહેતી વખતે ડર નહીં લાગે. રાધર, અભિવ્યક્ત થવાનો આનંદ આવશે.

વિશ્વાસની એક વિશેષતા એ છે કે, એક વ્યક્તિ કેટલી ખુલે, બીજી વ્યક્તિમાં વિશ્વાસ કરવાનો ભાવ એટલો જ વધે. વ્યક્તિ જેટલી બંધ રહે, અવિશ્વાસ એટલો જ વધે.
સંબંધોની જરૂરીયાત જ વ્યક્ત થવાની છે.
અભિવ્યક્તિની આઝાદી માત્ર સામાજીક ભાવ નથી, તે આપણા હોવાનો બુનિયાદી ભાવ છે. તમારે માનસિક રીતે, ભાવનાત્મક રીતે, શારીરિક રીતે જો વ્યક્ત ના થવું હોય, તો બીજી વ્યક્તિની જરૂર જ શું હોય?

પણ સવાલ એ છે કે કોઈ વ્યક્તિ વ્યક્ત થયા વગર રહી શકે? કોઈ વ્યક્તિ પ્રેમ વગર રહી શકે? કોઈ વ્યક્તિ સંબંધ વગર રહી શકે? કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર રહી શકે?
💁‍♂CCE GROUP A ની મુખ્ય પરીક્ષાનાં કોલ લેટર બાબતે અગત્ય ની સૂચના

#GSSSB #CCE
2024/11/16 10:46:09
Back to Top
HTML Embed Code: