Telegram Web Link
💁‍♂️ *ક્યાં શહેર ની શેરી ઓ પાડા ના નામથી ઓળખાય છે*

*પાટણ*

💁‍♂️ *ક્યાં જિલ્લામાંથી સૌથી વધુ લંબાઈ ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે*

*કચ્છ*

💁‍♂️ *જીતલગઢ સિંચાઇ યોજના કઈ નદી પર છે*

*નર્મદા*

💁‍♂️ *ગોધતડ અને ગજણસર ડેમ ક્યાં જિલ્લામાં આવેલા છે*

*કચ્છ*

💁‍♂️ *દેલસર અને મુવાલીયા તળાવ ક્યાં જિલ્લામાં આવેલા છે*

*દાહોદ*

💁‍♂️ *કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલુ છે*

*વડોદરા*

💁‍♂️ *પીપાવાવ બંદર કઈ નદી ના કિનારે આવેલું છે*

*ઝોલપુરી*

💁‍♂️ *મોહન ક્લોક ટાવર ક્યાં આવેલો છે*

*રાજુલા*

💁‍♂️ *પશ્ચિમી બિંદુ સીરકરીક ક્યાં તાલુકા માં આવેલું છે*

*લખપત કચ્છ*

💁‍♂️ *માંકડી ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*

*સાબરકાંઠા*

💁‍♂️ *વેલિંગટન ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*

*જૂનાગઢ*

💁‍♂️ *દક્ષિણ નું માન્ચેસ્ટર*

*કોઈમ્બતુર*

💁‍♂️ *બેગમપેટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક*

*હૈદરાબાદ*

💁‍♂️ *ક્યુ સ્થળ છોટા તીબ્બેત તરીકે ઓળખાય છે*

*ધર્મશાળા હિમાચલ પ્રદેશ*

@gyaanganga
વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં - સ્મૃતિરૂપે કયુ નગર વસાવવામાં આવ્યું ?
Anonymous Quiz
15%
વડનગર
14%
વાંકાનેર
70%
ચાંપાનેર
1%
સોમનાથ
વસ્તુપાલ - તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલા છે ?
Anonymous Quiz
54%
રાણા વીરધવલ
22%
રાજા ભીમદેવ
20%
રાજમાતા મીનળદેવી
3%
રાજા જયશીખર
રુદ્રમહાલય ક્યાં આવેલો છે ?
Anonymous Quiz
30%
પાટણ
16%
વડનગર
9%
વિસનગર
45%
સિદ્ધપુર
ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
62%
વનરાજ ચાવડા
26%
પતાઈ રાવળ
11%
સરદાર કૃષ્ણાજી
1%
સિંધિયા
'જેસલ - તોરલ' ની કથામાં તોરલરાણી મૂળ કોના પત્ની હતા ?
Anonymous Quiz
10%
ઉદ્વવરાજ
25%
મેકરણદાદા
37%
માનસંગ ઠાકોર
28%
સાંસતિયાજી
પ્રોજેક્ટ પી-75 હેઠળ ભારતીય નૌકાદળને આપવામાં આવેલી છઠ્ઠી અને અંતિમ સબમરીન કઈ સ્કોર્પીન-ક્લાસ સબમરીન હતી?
Anonymous Quiz
17%
વજ્ર
30%
વેલા
36%
વાગીર
18%
વાગશીર
એઆઇસીટીઇ દ્વારા ઉદ્યોગોના માર્ગદર્શકો અને એઆઇ-સંચાલિત ટૂલ્સ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા માટે નીટ 4.0 હેઠળ શરૂ કરાયેલા પ્રોગ્રામનું નામ આપો.
Anonymous Quiz
31%
ડિજિટલ ઇન્ડિયા માર્ગદર્શક કાર્યક્રમ
30%
એક વિદ્યાર્થી એક માર્ગદર્શક
28%
MentorConnect
11%
નેશનલ એડટેક એલાયન્સ પ્રોગ્રામ
'ભાવ ગાયકવાડ' તરીકે ઓળખાતા કયા જાણીતા પાર્શ્વગાયકનું 80 વર્ષની વયે નિધન થયું હતું?
Anonymous Quiz
6%
યેસુદાસ
63%
એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમ
24%
હરિહરન
8%
પી જયચંદ્રન
રાષ્ટ્રીય ધોરીમાર્ગના નેટવર્કના કદની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ શું છે?
Anonymous Quiz
14%
પ્રથમ
40%
સેકન્ડ
39%
ત્રીજું
7%
ચોથું
Forwarded from Quality Button Creator - Banner Creator
📚📚 જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી.. આ કાવ્ય ના લેખક કોણ છે?
દેશમાં પ્રથમ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી 1950ના રોજ ઉજવવામાં આવ્યો અને આ દિવસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. 26 જાન્યુઆરી 1950ના રોજ, ભારત સરકારનો કાયદો (અધિનિયમ) (1935) પસાર કરીને ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું. આના છ મિનિટ પછી, 10.24 વાગ્યે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

આ દિવસે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બગ્ગીમાં બેસીને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા. આ દિવસે તેમણે પ્રથમ વખત ભારતીય સશસ્ત્ર દળોને સલામી આપી હતી.


તેમને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું
📌 કભી કભી

🗣ફાંસીના માંચડે હાથમાં ગીતા રાખી તેઓ બોલ્યા હતા : ‘વંદે માતરમ્’


ભારતને મળેલી આઝાદીની ભીતર અનેક વીર ક્રાંતિકારીઓના ત્યાગ, બલીદાન અને વીરતાની કહાણીઓ ભંડારાયેલી છે. હા, એમાંથી કેટલાયે વીર ક્રાંતિકારીઓના નામથી દેશની નવી પેઢી અજાણ છે અથવા બહુ ઓછું જાણે છે.  દેશની આઝાદી માટે જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું  એમાંથી એક હતા મદનલાલ ઢીંગરા. એમના માટે મેડમ કામાએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના દરેક ચૌરાહા પર મદનલાલની પ્રતિમાઓ લાગશે અને દેશ તેમને યાદ કરશે.

પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે મદનલાલ ઢીંગરાના નામથી દેશની પ્રજા અજાણ છે અને આજે કોઈ ભાગ્યે જ તેમને યાદ કરે છે. ખુદ તેમનું શહેર જ તેમને ભૂલી ગયું છે. શહીદ મદનલાલ ઢીંગરાનો જન્મ અમૃતસરના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. લાહોરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ એન્જિનિયરિંગનું ભણવા ઇંગ્લેન્ડ ગયા. લંડનમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા. લંડનમાં એક ભારત ભવન હતું. ભારત ભવનમાં તેઓ વીર સાવરકર અને બીજા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. અહીં એ બધાંએ ૧૮૫૭ની  ક્રાંતિની ૫૦મી વર્ષગાંઠ મનાવી.

એ વખતે લંડનમાં કર્ઝન વાઇલી નામનો  અધિકારી લંડનમાં ભણતા અને ભારતની આઝાદી માટે ગુપ્ત ચળવળ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર નજર રાખતો હતો. આ વાતની ખબર મદનલાલ ઢીંગરાને પડી ગઈ. મદનલાલે એ  પણ જોયું કે આ અંગ્રેજ અધિકારી વારંવાર ભારતીય વિદ્યાર્થીઓને અપમાનિત કરતો હતો. અંગ્રેજ અધિકારીનું આ વલણ દેશભક્ત ભારતીય વિદ્યાર્થીઓને પસંદ નહોતું.

આ સમયગાળા દરમિયાન જ મદનલાલ ઢીંગરા વીર સાવરકર અને શામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા હતા  અને લંડનના ભારત ભવનના સભ્ય બની ગયા હતા. એ જ વખતે  તેમણે મનોમન સંકલ્પ કર્યો કે ભારત માતા માટે જરૂર પડે હું મારા જીવનની આહુતિ આપી દઈશ.

વીર સાવરકરે યુવાન મદનલાલ ઢીંગરાને બધી બાજુએથી  પારખી લીધા. તેમને પૂરી ખાતરી થઈ કે  મદનલાલ ભારત માટે  પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે સમર્થ છે.

એક દિવસ મદનલાલ અચાનક વીર સાવરકરની સામે ઊભા રહી ગયા. એ વખતે તે બંને એકલા જ હતા. વીર સાવરકર સામે જોઈને મદનલાલે પૂછયું : ‘સાવરકરજી, તમે જ મને કહો કે શું મારે મારા પ્રાણ ન્યોછાવર કરવાનો સમય આવી ગયો છે ?’

સાવરકરજી બોલ્યા : ‘જ્યારે કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે તેના માટે વિશેષ સમય આવી ગયો છે તો એણે સમજી લેવું જોઈએ કે સમય આવી ગયો છે.’

મદનલાલે કહ્યું : ‘જી, હું તૈયાર છું.’

એ પછી તેઓ બંને કોઈ વાત કરતા રહ્યા એ દિવસ બાદ મદનલાલ ઢીંગરા કેટલોક સમય એકાંતમાં રહ્યા અને તેઓ તેમના જીવનની કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાની યોજના ઘડવા  લાગ્યા. મદનલાલ ઢીંગરાને અંગ્રેજ અધિકારી કર્ઝન વાઇલીનું લંડનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથેનું અપમાનજનક વર્તન ગમતું નહોતું. તેમણે આ અંગ્રેજ અધિકારી સાથે બદલો લેવાની યોજના ઘડી કાઢી.

તા. ૧ જુલાઈ ૧૯૦૯ની  વાત છે. આ દિવસે લંડનમાં એક જાહેર કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં કર્ઝન વાઇલી હાજર રહેવાનો હતો. મદનલાલ ઢીંગરા પહોંચી ગયા અને કોઈ કાંઈ સમજે તે પહેલાં મદનલાલે અંગ્રેજ અધિકારી કર્ઝન વાઇલીના શરીરમાં બે ગોળીઓ ધરબી દીધી. વાઇલીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું.

આ ઘટનાથી આખા ઇંગ્લેન્ડમાં સનસનાટી ફેલાઈ ગઈ. ભાગ્યની વિડંબના એ હતી કે મદનલાલ ઢીંગરાના પિતાએ અંગ્રેજો સાથેની વફાદારી નિભાવતા પોતાના જ પુત્રના આ કાર્યની ટીકા કરી. તેઓ એવું પણ બોલ્યા કે આવા પુત્રના પિતા  હોવા બદલ હું શરમ અનુભવું છું. એ જ રાતે મદનલાલનો મોટો ભાઈ પણ લંડનમાં ભણતો હતો તેણે પણ નાના ભાઈના આ કૃત્યની નિંદા કરી પરંતુ મોટાભાઈને જ્યારે  મદનલાલની ભારતમાતા પ્રત્યેની  કર્તવ્ય નિષ્ઠાની જાણ થઈ ત્યારે તેમણે પિતાથી  ખાનગીમાં મદનલાલનો કેસ લડવા માટે તેમના વકીલને ખાનગીમાં ફીના નાણાં આપ્યા. પરંતુ મદનલાલને વાતની ખબર પડી એટલે તેમણે સ્પષ્ટ કહી દીધું કે હું એ વકીલની મદદ નહીં લઉં ને જેમણે એટલે કે  મારા પિતાએ અંગ્રેજો પ્રત્યેની વફાદારી દર્શાવી છે અને વકીલને ફી ચૂકવી છે.

ઇંગ્લેન્ડની કોર્ટમાં કેસ ચાલ્યો. કેસની સ્ક્રિપ્ટ પહેલેથી જ નક્કી હતી. અંગ્રેજોની કોર્ટે મદનલાલ ઢીંગરાને ફાંસીની સજા ફરમાવી.

તા.૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ લંડનની પૈટન વિલે જેલમાં ક્રાંતિવીર મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી. તેમને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે  ગળામાં ફંદા વખતે જ તેમના એક હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હતા અને મોટા અવાજે  બોલ્યા હતા : ‘વંદે માતરમ્’.

મદનલાલ ઢીંગરા ભારત માતાની  સ્વતંત્રતા માટે લંડનની જેલમાં ફાંસીના માંચડે ઝૂલી પડયા.
મદનલાલ ઢીંગરાની એ ઇચ્છા હતી કે તેમનું અંતિમ વક્તવ્ય ફાંસી પહેલાં દુનિયા સુધી પહોંચી જાય. પરંતુ અંગ્રેજોની સખતાઈના કારણે શક્ય નહોતું. પરંતુ વીર સાવરકરે એ વકતવ્ય છપાય તેવી વ્યવસ્થા કરી અને આખી દુનિયાએ તે વાંચ્યું. બન્યું એવું જ મદનલાલ ઢીંગરાને ફાંસી અપાઈ તે પહેલાં જ તેમનું અંતિમ વક્તવ્ય છપાઈ જતાં અંગ્રેજ સરકાર ગભરાઈ ગઈ અને મદનલાલ ઢીંગરા ખુશીથી જેલમાં જ નાચવા લાગ્યા હતા. મદનલાલ ઢીંગરાનો અંતિમ સંદેશ આ પ્રમાણે હતો : ‘એક હિન્દુ હોવાની હૈસિયતથી હું સમજું છું કે અગર કોઈ અમારી માતૃભૂમિની વિરુદ્ધ કોઈ જુલ્મ કરે છે તો તે ઈશ્વરનું અપમાન કરે છે. અમારી માતૃભૂમિનું જે હિત છે તે શ્રીરામનું જ હિત છે. એની સેવા શ્રીકૃષ્ણની જ સેવા છે. મારા જેવા એક હતભાગી સંતાન માટે બીજું શું હોઈ શકે જે પોતાની માતાની વેદી પર પોતાનું રક્ત અર્પણ કરે. ભારતવાસીઓ અત્યારે એટલું જ કરતાં શીખે કે તેઓ મરતાં શીખે અને એને શીખવાનો એક માત્ર ઉપાય છે કે તે સ્વયં મરે. એટલા માટે હું મરીશ અને મને આ શહાદત પર ગર્વ છે. ઇશ્વરને મારી એટલી જ પ્રાર્થના છે કે હું એ જ માતાના ગર્ભમાંથી પેદા થાઉં અને ફરીથી એજ ઉદ્દેશ્ય માટે પોતાના પ્રાણ અર્પણ કરી શકું. !

આવા અદ્વિતીય સંદેશ પર દુનિયા વારી ગઈ. મદનલાલે અંગ્રેજ અધિકારીને ગોળીથી વીંધી નાખ્યો તેની આર્યલેન્ડે પણ પ્રશંસા કરી. આર્યલેન્ડના અખબારોએ ‘આર્યલેન્ડની પ્રજા મદનલાલ ઢીંગરાનું સન્માન કરે છે’ જેવા વિધાનો લખ્યાં અને તેવા પ્લેકાર્ડસ પૂરા દેશમાં ફેરવ્યા.

ઇંગ્લેન્ડના કેટલાક લેખકોએ પણ મદનલાલ ઢીંગરાની બહાદુરીની સરાહના કરી હતી.

તા. ૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ ‘વંદે માતરમ્’ના નારા સાથે લંડનની પૈટન વિલે જેલમાં ફાંસીને માંચડે લટકી ગયેલા વીર શહીદ મદનલાલ ઢીંગરાની શહાદત ભારતના સ્વતંત્રતા સંગ્રામનું એક ઓછું જાણીતું પરંતુ સુવર્ણપૃષ્ઠ છે. .

@gyaanganga
♦️પૃથ્વી વિશે જાણી અજાણી વાતો


👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે.

👉 પૃથ્વીનો 2 9% પૃથ્વી છે અને 71% પાણી પાણી છે.

👉 પૃથ્વી પર માપવામાં સૌથી નીચું તાપમાન - 89. 2 ડિગ્રી સેલ્સિયસ.

👉 સૂર્યમંડળમાં, પૃથ્વી કદના સૌથી મોટા ગ્રહોમાં પાંચમાં સ્થાને છે.

👉 જમીન સુધી પહોંચવા માટે સૂર્યનો પ્રકાશ 8 મિનિટથી 18 સેકન્ડ લાગે છે.

👉 પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના એક રાઉન્ડ પૂર્ણ કરે છે.

👉 પૃથ્વી સૂર્ય એક ક્રાંતિ પૂર્ણ કરવા માટે 365 દિવસ અને 6 કલાક લે છે. 6 કલાક ઉમેરીને જે એક દિવસ વધે છે. તે ફેબ્રુઆરીમાં દર ચોથા વર્ષે ઉમેરવામાં આવે છે. ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસ છે

👉 પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે કલાકની ઝડપે ફરે છે.

👉 1989 માં, રશિયામાં મનુષ્યો દ્વારા સૌથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ 12.262 કિલોમીટર હતી.

👉 પૃથ્વીના 11 ટકા હિસ્સાનું અનાજ ઉત્પાદન માટે વપરાય છે.

👉 પૃથ્વી પર દર વર્ષે 5 મિલીયન ભૂકંપ આવે છે. આમાંના એક મિલિયન ભૂકંપ માત્ર ત્યારે જ અનુભવાય છે જ્યારે 100 વિનાશક છે.

👉 દર વર્ષે આશરે 30,000 અવકાશી પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે મોટાભાગના લોકો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઘર્ષણને કારણે બર્નિંગ શરૂ કરે છે, જે ઘણા લોકો 'ભંગાણ' કહે છે

👉 માઉન્ટ એવરેસ્ટ પરંતુ દરિયાની સપાટીથી પૃથ્વીના કોર માંથી જગ્યા અંતર માટે આવે ઉપર 8850 મીટર ઊંચાઇ, અમે જાણવા મળે છે કે માઉન્ટ ચિમ્બોરાઝો એક્વાડોર માં સૌથી ઊંચો પર્વત છે. તેની ઉંચાઈ 6310 મીટર છે

👉 પૃથ્વીની એક ફોટો 3.7 અબજ માઈલથી લેવામાં આવી હતી. તેનું નામ 'Pale Blue dot' છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ અંતરથી લેવામાં આવેલી પૃથ્વીનું ચિત્ર છે.

👉 અવકાશમાં હાજર કચરોનો એક ભાગ દરરોજ પૃથ્વી પર પડે છે. આ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંદાજ છે

👉 પૃથ્વી પર, 1 સેકન્ડમાં 100 વખત અને દરરોજ 80.6 મિલિયન હવાઈ વીજળી પડે છે.

👉 પૃથ્વીની મધ્યમાં ખૂબ સોનું છે, પૃથ્વીની સમગ્ર સપાટી 1.5 ફીટની શીટ સાથે આવરી લેવામાં આવી શકે છે.

👉 પૃથ્વી કદ અને પોતની દ્રષ્ટિએ શુક્રની સમાન છે.

👉 પાણીની હાજરી અને અવકાશમાંથી વાદળી હોવાને કારણે તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે.

👉 પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ ચંદ્ર છે.

@gyaanganga
*આમુખ*

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર : જવાહરલાલ નહેરુ

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો : 13 ડિસેમ્બર,1946

બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર : 22 જાન્યુઆરી,1947

બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત : 22 જાન્યુઆરી,1950

આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર : સર બી.એન.રાવ

આમુખનો સ્ત્રોત : અમેરિકા

આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલિયા

આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવાય છે.


💥રણધીર ખાંટ💥

*આમુખનો વિવાદ*


1.આમુખને બંધારણનો ભાગ ન મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

આમુખ માત્ર બંધારણના હેતુઓ દર્શાવતું હોવાથી તે બંધરણનું અંગ નથી

કેસ

બેરુબાડી કેસ (1960)
સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય (1964)
ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય (1967)
ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસુર રાજ્ય (1970)



2.આમુખને બંધારણનો ભાગ મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

બંધારણનું વાંચન અને અર્થઘટન આમુખના આધારે જ થવું જોઈએ

કેસ

કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય (1973) [કેસ ચુકાદો 1973માં આવ્યો અને કેસ 1971 નો હતો]



@gyaanganga
🔴 હમીર સરોવર ક્યાં આવેલું છે

☑️ જવાબ :- ભુજ

🔴 મહેલોનું શહેર કોણે કહેવામાં આવે છે

☑️ જવાબ :- વડોદરા

🔴 મીર દાતારની દરગાહ ઉનાવા ક્ય જિલ્લા આવેલી છે

☑️ જવાબ :- મહેસાણા

🔴 ક્યાં જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર થાય છે

☑️ જવાબ :- ભાવનગર

🔴 સંતરામ મહારાજ સાથે કયું શહેર સંકળાયેલું છે

☑️ જવાબ :- નડિયાદ

Join : @gyaanganga
Forwarded from Quality Button Creator - Banner Creator
📚📚📚પુસ્તક છાપનાર પ્રથમ દેશ કયો છે?
🔰ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
👉ધારી

🔰કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
👉પાનધ્રો

🔰ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
👉માંડવી

🔰ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

🔰કયા પાક માટે સુરત જાણીતું છે
👉કેળા

📕GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
👉ભરૂચ

📕ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
👉ખંભાત

📕વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
👉કાળિયાર

📕ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
👉વઘઇ

📕ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
👉વડોદરા

📕મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
👉અણુઊર્જા વિધુતમથક

@gyaanganga
2025/02/06 17:19:49
Back to Top
HTML Embed Code: