Telegram Web Link
🎈 બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ (53)લેનાર બોલર બન્યો. જ્યારે બીજા ક્રમે યજુવેન્દ્ર ચહલ(52) અને રવીચંદ્ર અશ્વિન(52) છે.

🎈 ભારતીય ટીમે T20માં એક ટીમ વિરુદ્ધ સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડની બરાબરી કરી, શ્રી લંકા વિરુદ્ધ 13 મેચ જીતીને. આગાઉ પાકિસ્તાન શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને 13-13 વખત હરાવી ચૂક્યું છે.

🎈 કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઓછી ઇનિંગ્સમાં 11,000 રન કર્યા.(196 ઇનિંગ્સમાં)

🎈 ટીમ ઇન્ડિયા દ્વારા T-20 મેચમાં સૌથી વધારે જીતમાં બીજા (80) નંબરે પહોંચી. જ્યારે પ્રથમ સ્થાને પાકિસ્તાન છે જેમને 90 મેચો જીતી છે.

🎈 આગામી T-20 વર્લ્ડકોપનું આયોજન ઓસ્ટ્રેલિયા દ્વારા થશે.(2020)
👉 જ્યારે 2021માં થનારા T-20 વર્લ્ડકપનુ આયોજન ભારત કરશે.

➡️ 2023ના વન - ડે વર્લ્ડકપનું આયોજન ઓન ભારત દ્વારા કરવામાં આવશે.
👉 જ્યારે 2019માં યોજાયેલ વનડે વર્લ્ડકપનુ આયોજન ઈંલેન્ડ અને વેલ્સ દ્વારા કરવામા આવ્યું હતું અને તેમાં ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું.


🎈 ઓસ્ટ્રેલિયાની ટુરિઝમ એમ્બેસેડર :- પરિણીત ચોપડા.

➡️ અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે :- https://chat.whatsapp.com/Fy1bkXlFk9d1CuYQ4ggA3U & 📌 ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે :- www.tg-me.com/ONLY_NOTIFICATION
🎈 અમેરિકી વાયુસેનામાં ભારતીય મુળના કર્નલ રાજા જોન વુપુતુર ચારી નાસાના અંતરીક્ષ યાત્રીઓમાં સામેલ તેઓ iss, ચંદ્ર અને મંગળ પર જનારા અભિયાનનો હિસ્સો.

🎈 સરકાર ફરી RBI પાસેથી 45, હજાર કરોડ રૂપિયાનું ભંડોળ લેશે.

🎈 ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ હેઠળ ગુજરાતી અજિતકુમાર યાદવે 5 કિલોમીટર રેસમાં 14 મિનિટ 39.99 સેકન્ડમાં પુરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો.

🎈 તાઈવાન :- ચીનવિરોધી સાઈ ઇંગ વેન બીજીવાર પણ પ્રમુખ પદની ચૂંટણી જીત્યા.

🎈 ફર્સ્ટકલાસ ક્રિકેટમાં 50 સદી કરનારો પુજારા નવમો બેટ્સમેન બન્યો. પ્રથમ ગાવસ્કર અને સચિન (81-81), રાહુલ દ્રવિડ (68).

🎈 અમિત શાહ દ્વારા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ઉપર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.

🎈 ઈરાન દ્વારા સ્વીકારાયું કે યુક્રેનનું પેસેન્જર વિમાન ઈરાની મિસાઈલ દ્વારા તોડી પડાયું હતું જેમાં 176 લોકો હતા.

🎈 અમિત શાહ દ્વારા સાઇબર ક્રાઈમને નાથવા માટે 'આશ્વસ્ત' અને 'વિશ્વાસ'(વીડિયો ઇન્ટ્રીગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી)જેવા પ્રોજેકટ લોન્ચ કરિયા.

📌 અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે :- https://chat.whatsapp.com/H5e9kyDytcH8mmPeRU7zwR & 🖌 ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે :- www.tg-me.com/ONLY_NOTIFICATION
ICC अवॉर्ड 2019
● रोहित शर्मा - वनडे क्रिकेटर ऑफ द ईयर
● दीपक चाहर - टी20 परफॉर्मेंस ऑफ द ईयर
● विराट कोहली - स्प्रिट ऑफ द क्रिकेट
● बेन स्टोक्स - क्रिकेटर ऑफ द ईयर
● पैट कम्मिन्स - टेस्ट क्रिकेटर ऑफ द ईयर
● काइल कोएटजर - एसोसिएट क्रिकेटर ऑफ द ईयर
🎈 મલાલા યુસુફભાઈ પર બનેલી ફિલ્મ "ગુલ-મકાઈ" ભારતમાં 5 ભાષાઓમાં રિલીઝ થશે.

➡️ સૌથી નાની વયે નોબેલ જીતનાર વ્યક્તિ છે.

➡️ 14 વર્ષની વયે પાકિસ્તનમાં આવેલી સ્વાટ ખીણમાં તાલિબાનો સામે આવાજ ઊઠાવી છોકરીઓના શિક્ષણ માટે અવાજ ઉઠવ્યો હતો.

📌 અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે :- https://chat.whatsapp.com/H8LcXY59rJs68ZPOYoGStl & 🖌 ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે :- www.tg-me.com/ONLY_NOTIFICATION
🎈 ટેલિકોમ કંપનીઓ દેવાળું ફૂંકશે, 1.47 લાખ કરોડ ચૂકવવા જ પડશે.

➡️ ભારતી એરટેલ 21,682 કરોડ, વોડફોનને 19,823 કરોડ, રિલાયન્સ કોમ્યુનિકેશનને 16,456 કરોડ, આઈડિયાને 8485 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

➡️ આ નાણાં ટેલિકોમ કંપનીઓએ 6 જ દિવસમાં ચૂકવવાના રહેશે.

https://chat.whatsapp.com/H8LcXY59rJs68ZPOYoGStl
🎈 29 જાન્યુઆરીની સાંજે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહનું આયોજન કરવામાં આવે છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવનની સામે તેનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે.

➡️ ચાર દિવસીય પ્રજાસત્તાક દિનની ઉજવણી બીટિંગ રીટ્રીટ સાથે સમાપ્ત થાય છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની જેમ, બીટિંગ રીટ્રીટ પ્રોગ્રામ પણ જોવા જેવો હોય છે.

➡️ વિજય ચોક પરંપરાગત ધૂનમાં ત્રણેય સૈન્યની ધૂન વગાડી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેકન્યા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ માથુર આ સમારોહમાં હાજર હતા.

➡️ પીછેહઠની રીટ્રીટ સેરેમની ખૂબ જ જૂની પરંપરા છે. સૂર્ય ડૂબ્યા પછી તેની ઉજવણી કરાઈ છે. ભારતમાં બીટિંગ રીટ્રીટની શરૂઆત 1950 માં થઈ હતી.

➡️ 1950 પછી, બીટિંગ રીટ્રીટ પ્રોગ્રામને બે વાર રદ કરવો પડ્યો. 26 જાન્યુઆરી 2001 ના રોજ ગુજરાતમાં ભૂકંપને કારણે તે પ્રથમ વખત રદ કરવામાં આવ્યું હતું અને બીજું, લાંબી માંદગી પછી 27 જાન્યુઆરી, 2009 ના રોજ 8મા રાષ્ટ્રપતિ વેંકટારમણના મૃત્યુને કારણે.

➡️ આ સમારોહ ભારતીય સશસ્ત્ર દળની ત્રણ પાંખ દ્વારા કરવામાં આવે છે.

➡️ 'બીટિંગ ધ રીટ્રીટ સેરેમની' આર્મીની ત્રણેય પાંખ બેરેકમાં પાછી જશે એમ દર્શાવે છે. યુદ્ધ દરમિયાન, સૈનિકો સૂર્યાસ્ત સમયે શસ્ત્રો સાથે તેમના છાવણી પર જતા, પછી એક સંગીતવાદ્યો સમારોહ હતો, તેને બીટિંગ રીટ્રીટ કહેવામાં આવે છે.

➡️ વંદે માતરમની ધૂન પ્રથમ વખત બીટિંગ રીટ્રીટ ખાતે વગાડવામાં આવી હતી.

📌 અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે :- https://chat.whatsapp.com/E2srzXHJaSJ0te1AIm0BZn & 🖌 ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે :- www.tg-me.com/ONLY_NOTIFICATION
*ખાસ સૂચન* 👍

● હાલ મારા ધ્યાને આવ્યું છે કે અમુક લોકો આંદોલનના ગ્રુપ બનાવી આંદોલનમાં સહયોગ કરવાના બહાને રૂપિયાની માંગણી કરી રહ્યા છે..
● યાદ રાખો કોઈને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરશો નહિ.. અમુક તકસાધુ ધુતારાઓ તમારી સાથે છેતરપીંડી કરી રહ્યા છે.
● બીજા અમુક ફેક વેબસાઈટ મારફત ફેક ભરતી ની જાહેરાત આપીને છેતરપીંડી આચરી રહ્યા છે.. ધ્યાન રાખશો.

👉 જો બોવ રૂપિયા ખર્ચવાની ઈચ્છા થતી હોય અને વધી પડ્યા હોય ને તો, બે ચાર સારી પુસ્તકો વસાવી ને વાંચવા મંડજો.. બાકી આવા માંગણી કરતા તકસાધુઓને રૂપિયા બિલકુલ આપશો નહિ. કોઈપણ રીતે નહિ. 🚫

🌷 ચેતતા નર સદા સુખી 👈

મેસેજ તમારા મિત્રોને શેર કરીને જાગૃત કરો.

BHARAT SONAGARA
*🎈 કોરોના(કોવિડ -19) વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેના અમુક ઉદાહરણ.🥺*

*સૌથી પહેલા ચીનમાં* ફેલાયો હતો તો ત્યાંની જ વાત કરીએ.

ચીન *100 થી 1000 પોઝીટીવ* કેસ પહોંચવા માટે ફક્ત 6 દિવસ લાગ્યા હતા.
*1000 થી 5000 પોઝીટીવ કેસ* પહોંચવા માટે *ફક્ત 4 દિવસ* લાગ્યા હતા.
અને *5000 થી 10,000* પહોંચવા માટે *માત્ર 2 જ દિવસ* લાગ્યા.

ચીન બાદ જગતજમાદાર અમેરિકાની વાત કરીએ. *(તમે માનો છો કે અમેરિકા કરતા આપણી હોસ્પિટાલિટીની સગવડ વધારે સારી છે??)*

અમેરિકામાં *100 થી 1000 પોઝીટીવ* કેસ પહોંચવા માટે ફક્ત 7 દિવસ લાગ્યા હતા.
*1000 થી 5000 પોઝીટીવ કેસ* પહોંચવા માટે *ફક્ત 7 દિવસ* લાગ્યા હતા.
અને *5000 થી 10,000* પહોંચવા માટે *માત્ર 2 જ દિવસ(હા ફક્ત 2 જ દિવસ)* લાગ્યા.

હવે વાત કરીએ અત્યાર સુધીમાં આ વાયરસના લીધે મરનારા વ્યક્તિઓમાં સૌથી પહેલા છે તે દેશની *ઈટાલીની.* ત્યાં અત્યાર સુધી *63,927 કેસ નોંધાઇ ચુક્યા છે અને 6077* લોકો મૃત્યુ પામ્યા છે. *(આટલા વધારે કેસ માંથી રિકવર થઈ શક્યાં એમની સંખ્યા આ દેશમાં ખૂબ જ ઓછી છે ફક્ત 1045, જ્યારે ચીનમાં કેસની સંખ્યા 81,093 છે જ્યારે તેમની રિકવર સંખ્યા 61,644ની છે.)*

ઇટાલીમાં *100 થી 1000 પોઝીટીવ* કેસ પહોંચવા માટે ફક્ત 6 દિવસ લાગ્યા હતા.
*1000 થી 5000 પોઝીટીવ કેસ* પહોંચવા માટે *ફક્ત 7 દિવસ* લાગ્યા હતા.
અને *5000 થી 10,000* પહોંચવા માટે *માત્ર 3 જ દિવસ(હા ફક્ત 2 જ દિવસ)* લાગ્યા.


હવે વાત કરીએ *ફ્રાન્સની.*

ફ્રાન્સમાં *100 થી 1000 પોઝીટીવ* કેસ પહોંચવા માટે ફક્ત 8 દિવસ લાગ્યા હતા.
*1000 થી 5000 પોઝીટીવ કેસ* પહોંચવા માટે *ફક્ત 7 દિવસ* લાગ્યા હતા.
અને *5000 થી 10,000* પહોંચવા માટે *માત્ર 2 જ દિવસ(હા ફક્ત 2 જ દિવસ)* લાગ્યા.

હવે વાત કરીએ *ઈરાનની જ્યાં મરનારાઓની સંખ્યાની દ્રષ્ટિએ 4થા સ્થાન પર છે.*

ઈરાનમાં *100 થી 1000 પોઝીટીવ* કેસ પહોંચવા માટે ફક્ત 5 દિવસ લાગ્યા હતા.
*1000 થી 5000 પોઝીટીવ કેસ* પહોંચવા માટે *ફક્ત 5 દિવસ* લાગ્યા હતા.
અને *5000 થી 10,000* પહોંચવા માટે *માત્ર 4 જ દિવસ(હા ફક્ત 2 જ દિવસ)* લાગ્યા.

🖊 સોર્સ :- ઉપર મુજબના આંકડાઓ દિવ્યભાસ્કર ન્યૂઝપેપર અને કોરોના વાયરસના દર 2 મિનિટમાં વેબસાઇટ પર અપડેટ થતા આંકડાઓ ઉપરથી લેવામાં આવ્યા છે. (https://infographics.channelnewsasia.com/covid-19/map.html)
*🎈 કોરોના વાઈરસ અંગે ખોટી માન્યતાઓ.*

* ખોટી માન્યતા : માસ્ક ( સર્જિકલ અનેN95 ) રક્ષણ માટે ફરજિયાત છે.*

*હકીકતઃ* તંદુરસ્ત લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું તેવું ‘ WHO ' પણ સૂચવતું નથી, જે લોકોને શરદી કે ઉધરસ હોય તેમણે ચેપ ફેલાતો રોકવા માસ્ક પહેરવું જોઈએ. માસ્ક પહેરવાથી તમે ચહેરાને વારંવાર સ્પર્શતા અટકો છો, પરંતુ તંદુરસ્ત વ્યક્તિને માસ્કની કોઈ જરૂર નથી. માસ્ક ભીનું થાય કે ચોળાઈ જાય તો તે બદલવું જોઈએ, માસ્ક પહેરતા પહેલાં હાથ ધોવા અને યોગ્ય રીતે માસ્ક પહેરવું. જો હાથમાં ચેપ હો તો માર્ક ઉપયોગી નથી. માસ્કના ઉપયોગ પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ .

* ખોટી માન્યતા : કોરોના વાઇરસ હવાને લીધે ચેપ ફેલાવતો હોય છે?*

* હકીકતઃ* આ હવાથી ફેલાતો વાઇરસ નથી, ખાંસી કે છીંક ખાવાથી ઉડતાં છાંટા વાઇરસ ફેલાવે છે. કોઈ દર્દી છીંક કે ખાંસી ખાય તો વાઇરસ એક મીટર સુધી ફેલાઈ શકે છે. આ ઉપરાંત ઉધરસ કે છીંકના છાંટા સરફેસ પર પડે તો વાઇરસ ત્યાં પણ લાગે છે. જોકે અહીં તે થોડાક કલાકો જ રહી શકે છે.

* ખોટી માન્યતાઃ લોખંડ પર કોરોનાનો વાઇરસ કાયમ માટે રહેતો હોય છે.*

* હકીકતઃ* જો ઘર કે અન્ય સ્થળે સરફેસ લોખંડની હોય તો વાઇરસ 8થી 10 કલાક રહે છે . સામાન્ય રીતે વાઇરસ 3થી 4 કલાક જ રહે છે . કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે , તાપમાન વધવાથી વાઇરસનો ચેપ ઘટશે, પરંતુ આ બાબત પુરવાર કરી શકે તેવો કોઈ અભ્યાસ થયો નથી અને વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.

*ખોટી માન્યતા: સેનિટાઇઝર સાબુ જેટલું ઉપયોગી છે.*

* હકીકતઃ* જો તમે ટ્રાવેલિંગ કરતા હોવ અને સાબુ કે પાણી ન મળે તેમ હોય ત્યારે જ સેનિટાઇઝર ઉપયોગી છે. સાબુ - પાણીથી હાથ ધોવા સલાહભર્યું છે. સેનિટાઇઝર કેમિકલથી બનેલા હોય છે. તે વાઇરસને મારી નાખે છે, પરંતુ કેમિકલ તમારી હથેળીમાં ચોંટેલુ રહે છે. સેનિટાઈઝરનો ઉપયોગ કર્યો હોય તો પણ ઘરે આવ્યા પછી સાબુથી હાથ ધોવા.

* ખોટી માન્યતા : તડકો - ગરમ પાણી પીવાથી રક્ષણ મળે છે.*

* હકીકતઃ* બે - ત્રણ કલાક તડકામાં રહેવાથી વાઇરસ સામે રક્ષણ મળતું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. આ ઉપરાંત ગરમ પાણીના કોગળા કરવાથી પણ રક્ષણ મળતું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. કેટલાક લોકો એવું માને છે કે ઉકાળેલું પાણી ઠંડુ કરીને પીવાથી કોરોના વાઈરસ સામે રક્ષણ મળી શકે છે. આ બાબતને પણ કોઈ સમર્થન મળતું નથી.

* ખોટી માન્યતા: કોઈ પાર્સલને સ્પર્શથી કોરોના થાય છે.*

* હકીકતઃ* WHOના મતે આ વાત સાચી નથી. ચેપગ્રસ્ત વ્યક્તિ પાર્સલને અડી હોય અને આ પાર્સલથી વાઇરસ ટ્રાન્સમિટ થવાની શક્યતા ઓછી છે. વાઇરસનો ચેપ માણસમાંથી માણસમાં ફેલાઈતો હોય છે. કોઈ વ્યક્તિ પાર્સલને અડી હોય અને આપણે તે પાર્સલને અડીએ તો ચેપની વાતને વૈજ્ઞાનિક સમર્થન નથી.

* ખોટી માન્યતા: માંસ અને પોસ્ટ્રીપ્રોડકેરિયર છે.*

* હકીકતઃ* કોરોના વાઇરસનો ચેપ માનવીમાંથી માનવીમાં ફેલાય છે . પ્રાણી કે પક્ષીમાંથી તેનો ચેપ આવતો નથી. નોનવેજ કે ઈંડાં ખાવાનું ટાળીએ તો કોરોનાથી રક્ષણ મળશે તેવું માનવું ખોટું છે, કારણ કે નોનવેજ કે ઈંડાંમાંથી ચેપ ફેલાતો નથી . WHOના કહેવા મુજબ પ્રાણી, પક્ષી કે ઇંડા કોરોના વાઇરસના કેરિયર નથી.

*ખોટી માન્યતા : આલ્કોહોલનું સેવન કોરોના સામે રક્ષણમાં મદદરૂપ છે.*

* હકીકતઃ* આલ્કોહોલના સેવનથી વાઇરસ મરી જાય છે તેવી માન્યતા ખોટી છે તેવું WHOનું કહેવું છે.

* ખોટી માન્યતા : લસણ , મધ , લીબુ , લવિંગ જેવા ઘરગથ્થુ ઉપચાર મદદરૂપ છે.*

* હકીકતઃ* આ પ્રકારના ખાદ્ય પદાર્થો કે શાકભાજી કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી મળ્યા નથી.

* ખોટી માન્યતાઃ કૂતરાં - બિલાડી જેવા પાલતુ જાનવર કોરોનાના કેરિયર છે.*

* હકીકતઃ* આવી માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી . હાલ આ વાઇરસ માણસમાંથી માણસમાં ફેલાયો છે. માટે પ્રાણીમાંથી તેનો ચેપ આવવાની શક્યતા નથી.

* ખોટી માન્યતા : ગરમી વધવાની સાથે વાઇરસ પણ મરી જાય છે.*

* હકીકતઃ* ઉષ્ણકટીબંધના દેશોમાં પણ કોરોનાનો ચેપ જોવા મળ્યો છે માટે આ બાબત સત્ય નથી. તાપમાન વધવાથી વાઇરસ ફેલાતો પણ અટકશે એવું કહેવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.

* સોર્સ :- દિવ્યભાસ્કર.*
*🎈 કોરોના ગાઈડ. - એક વાર વાંચો અને સહકાર આપો. (તમારા પરિવાર માટે).*

*ત્રીજા સ્ટેજમાં* પહોંચી રહ્યું છે કોરોના, *વાર્તા વડે જાણો* કેવી રીતે ફેલાયછે વાઈરસ.

*સ્ટેપ 1 :-*
👉 વિદેશથી નવાંકુર આવ્યા, એરપોર્ટ પર તેને તાવ નહોતો . તેને ઘરે જવા દીધો પણ એરપોર્ટ પર સોગંદનામું ભરાવાયું કે તે 14 દિવસ સુધી પોતાના ઘરમાં કેદ રહેશે અને તાવ આવે તો હેલ્પલાઈન પર સંપર્ક કરશે , નવાંકુરે ઘરે જઈ સોગંદનામાની શરતનું પાલન કર્યું. તે ઘરમાં કેદ રહ્યો . એટલું જ નહીં તેને ઘરના સભ્યો સાથે પણ અંતર રાખ્યું. નવાંકુરની મમ્મીએ કહ્યું કે અરે તને કશું થયું નથી. અલગ ના રહે. આટલા દિવસ પછી ઘરનું ખાવાનું તને મળ્યું છે, કિચનમાં આવી જા, તને ગરમા ગરમ ખાવાનું પીરસું. પરંતુ નવાંકુરે ઇન્કાર કર્યો. બીજી સવારે મમ્મીએ ફરી આ વાત કરી. આ વખતે નવાંકુરે કડક શબ્દોમાં ઇન્કાર કરી દીધો અને સૌથી અલગ રહેવાનું ચાલુ રાખ્યું. 6 - 7માં દિવસે નવાંકુરમાં તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણ જોવા મળ્યા. નવાકુરે હેલ્પલાઈનમાં ફોન કર્યો, કોરોના ટેસ્ટ કરાવ્યો. તે પોઝિટિવ નીકળ્યો. ઘરવાળાના પણ ટેસ્ટ થયા પણ તમામ નેગેટિવ નીકળ્યા. પાડોશના 1 કિમીના વિસ્તારમાં સૌની પૂછપરછ થઈ. બધાએ કહ્યું કે નવાંકુરને કોઈએ ઘરની બહાર જતા જોયો નથી. કારણ કે તેણે પોતાને સારી રીતે આઈસોલેટ કર્યો હતો. આથી કોરોના ફેલાયો નહીં. નવાંકુર યુવાન હતો. તેનામાં કોરોનાના લક્ષણ બહું મામૂલી હતા. 7 દિવસની ટ્રીટમેન્ટ પછી તે બિલકુલ સ્વચ્છ થઈ હોસ્પિટલમાંથી રજા મળતાં ઘરે આવી ગયો. તેની મમ્મી જે અગાઉ ખોટું લગાડતી હતી તે આજે આભાર માનતી હતી કે કે ઘરમાં કોઈને કોરોના થયો નથી. આ પહેલું સ્ટેજ છે. જ્યાં માત્ર વિદેશથી આવેલી વ્યક્તિને કોરોના હતો પણ બીજા કોઈને ચેપ લાગ્યો નહીં.

* સ્ટેપ - ૨.*
👉 રાજુ કોરોના પોઝિટિવ નીકળ્યો. તેને અગાઉના દિવસની તમામ માહિતી પૂછવામાં આવી. ખબર પડી કે તે વિદેશ નહોતો ગયો પણ એક દુકાનદારને મળ્યો હતો, જે હાલમાં જ વિદેશથી પરત ફર્યો હતો. દુકાનદારને પણ એરપોર્ટ પર તાવ નહોતો. આ કારણે તેને ઘરે જવા દેવાયો. તેણે પણ નવાંકુરની જેમ સોગંદનામું ભર્યું પરંતુ દુકાનદારે આ સોગંદનામાની અવગણના કરી. તે ઘરમાં બધાને મળ્યો, સાંજે પસંદગીનું શાક ખાધું અને બીજા દિવસે પોતાની દુકાને જઈ બેયો. છઠ્ઠા દિવસે દુકાનદાર, તેની વૃદ્ધ માતા અને ઘરના તમામ લોકોને તાવ આવ્યો. તપાસ થઈ તો બધા પોઝિટિવ નીકળ્યા. એટલે કે વિદેશથી આવેલા દુકાનદારે પોતાના ઘરવાળાને પણ કોરોના પોઝિટિવ કરી દીધા. આ ઉપરાંત એ દુકાનમાં 450 લોકોના સંપર્કમાં આવ્યો, જેમ કે નોકર - ચાકર , ગ્રાહક વગેરે. તેમાંથી એક ગ્રાહક રાજુ હતો. તમામ 450 લોકોનું ચેકઅપ કરાવડાવ્યું. જો તેમાંથી કોઈને પણ પોઝિટિવ આવે તો સેકન્ડ સ્ટેજ છે. ડર એ છે કે આ 450માંથી ખબર નહીં ક્યાં ક્યાં ગયા હશે. એકંદરે સ્ટેજ - 2 એટલે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, તે વિદેશ નથી ગયો પરંતુ તે એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે કે જે હાલમાં વિદેશથી પરત ફર્યો હતો.

* સ્ટેપ :- 3.*
👉 રામસિંહને શર્દી - ખાંસી, તાવ આવતા દાખલ કરાયો. તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ તે તો ક્યારેય વિદેશ ગયો નહોતો કે વિદેશથી પરત આવેલા કોઈના સંપર્કમાં પણ આવ્યો નહોતો. આથી આપણને ખ્યાલ નથી કે રામસિંહને કોરોના ક્યાંથી મળ્યો?

👉 સ્ટેજ 1માં વ્યક્તિ ખુદ વિદેશથી આવેલો હતો.
👉 સ્ટેજ 2માં ખબર હતી કે સોર્સ દુકાનદાર છે . તેનો અને સંપર્કમાં આવેલી દરેક વ્યક્તિનો ટેસ્ટ કરાયો અને તમામને 14 દિવસ માટે અલગ કરી દેવાયા.
👉 સ્ટેજ 3માં આપણને સોર્સનો ખ્યાલ નથી. આથી આપણે કોરોના આપનાર સોર્સને આઈસોલેટ કરી શકતા નથી. આ સોર્સ ખબર નહીં ક્યા હશે અને અજાણતા જ કેટલાક બધા લોકોને ચેપ લગાડી ચૂક્યો હશે.

*📌 સ્ટેજ 3 કેવી રીતે આવે?*
👉 દુકાનદારના પોઝિટિવ હોવાના સમાચાર ફેલાતા જ તમામ ગ્રાહકો, નોકર - પાડોશી, દુકાનના પાડોશી, દૂધવાળા, વાસણવાળા, ચા વાળા વગેરે 450 લોકો હોસ્પિટલ તરફ દોડ્યા. કુલ 440 હતા, 10 લોકો હજુ મળ્યા નથી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તેમને શોધી રહી છે. આ 10માંથી કોઈ મંદિર કે ભીડવાળી જગ્યાએ પહોંચી ગયો હોય તો વાઈરસ ખૂબ ફેલાશે . આ સ્ટેજ 3 છે. જ્યાં તમને સોર્સનો ખ્યાલ નથી.

*📌 સ્ટેજ 3નો ઉપાય.*
👉 14 દિવસનો લોકડાઉન કર્યુ લગાવી દો. કોઈને બહાર જવા ન દો. આ તાળાબંધીથી શું થશે? દરેક વ્યક્તિ ઘરમાં બંધ છે. જે વ્યક્તિ કોઈ ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવે ત્યાં સુધી સુરક્ષિત છે. જે અજ્ઞાત સોર્સ છે તે પણ પોતાના ઘરમાં બંધ છે. તે જ્યારે બીમાર પડશે. હોસ્પિટલ પહોંચશે ત્યારે ખબર પડશે કે અજ્ઞાત સોર્સ આ જ હતો. બની શકે કે આ અજ્ઞાત સોર્સે પોતાના ઘરના ચાર લોકોને ચેપી કરી નાંખ્યા હશે પરંતુ બાકીનું શહેર બચી ગયું. જો લૉકડાઉન ન હોત તો તે સોર્સ ક્યારેય પકડમાં ના આવત અને હજારો લોકોમાં કોરોના ફેલાવી દેત.

*📌 સ્ટેજ 2 , સ્ટેજ 3માં ના બદલાય તે માટે શુ કરવું.*
👉 Early lockdown એટલે કે સ્ટેજ 3 આવતા પહેલાં જ તાળાબંધી કરો. આ 14 દિવસથી ઓછી હશે
. ઉદાહરણ તરીકે દુકાનદાર એરપોર્ટથી નીકળ્યો, તેણે નિયમો તોડ્યા. સમગ્ર પરિવારને કોરોના આપ્યો પછી સવારે ઉઠીને દુકાન ખોલવા ગયો પણ તાળાબંધી હતી તો પોલીસે તેને પાછો કાઢ્યો. હવે માર્કેટ બંધ છે તો 450 ગ્રાહક પણ આવશે નહીં. તમામ બચી ગયા. રાજુ પણ બચી ગયો. બસ દુકાનદારના પરિવારને કોરોના થયો.

*📌📌 ક્યારે દેખાવા માંડે છે લક્ષણ.*

*👉 છઠ્ઠા કે સાતમાં દિવસ સુધીમાં કોરોના લક્ષણ દેખાવા માંડશે. વિદેશથી પરત આવેલા લોકોમાં લક્ષણ દેખાય તો તેમને હોસ્પિટલ પહોંચાડી દો અને ન દેખાય તો તેનો મતલબ કે તેઓ કોરોના નેગેટિવ છે.*

* સોર્સ :- દિવ્યભાસ્કર.*
🎈 મહિલા જનધન ખાતામાં બીજો હતો ૪ મે દિનથી જમા કરાશે.

➡️ સરકારે બે સપ્તાહ માટે લોકડાઉનની અવધિ લંબાવ્યા બાદ હવે આ લોકડાઉન ૧૭મી મે સુધી અમલી રહેનાર છે .

👉 જો કે , આ દરમિયાન સમગ્ર દેશમાં તમામ છૂટછાટો આપવામાં આવી ચુકી છે . આ છૂટછાટોમાં લોકોને કેટલો ફાયદો થશે તે તો આગામી સમયમાં જ જાણવા મળશે.

👉 લોકડાઉન વચ્ચે સરકારે જનધન મહિલા ખાતામાં ૫૦૦ - ૫૦૦ રૂપિયાનો બીજો હપ્તો સોમવારે જમા કરવાની જાહેરાત કરી હતી.

👉 કોવિડ - ૧૯ સંકટ દરમિયાન ગરીબોની મદદ માટે નાણામંત્રી નિર્મલા સીતારામને ૨૬ માર્ચ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં એપ્રિલથી ત્રણ મહિના સુધી દરેક મહિનામાં ૫૦૦ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.

👉 નાણા સેવા સચિવ દેવાશીષ પાંડાએ શનિવારે ટ્વિટ મારફતે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે , પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાય) મહિલા ખાતાધારકોના બેંક ખાતામાં મે મહિના હતો જમા કરી દેવામાં આવ્યો છે.

📌 અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે :- https://chat.whatsapp.com/DSTXvdrrLgi3w4lEAzFuA9 & 🖌 ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે :- www.tg-me.com/ONLY_NOTIFICATION
સત્ય , પ્રેમ , કરુણા અને વિશ્વાસ હોય તો મારો મહાદેવવવ પણ આવે છે...
હર હર મહાદેવવવ...

કાલથી શરું થતા શ્રાવનમાસની આપ સૌને અને આપના પરિવાર જનોને ભગવાન ભોળનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આમ જ બની રહે એવી પ્રાર્થના.

🙏હર હર મહાદેવ 🙏
🎈એક વર્ષમાં મોદીની સંપત્તિમાં ૩૬ લાખનો વધારો.

👉 જ્યારે અમિત શાહની સંપત્તિમાં 3.7 કરોડનો ધટાડો.

👉 વડાપ્રધાન મોદીની સંપત્તિ એક વર્ષમાં 36 લાખ વધીને 2.85 કરોડ થઈ છે. જ્યારે અમિત શાહની સંપત્તિ ઘટીને 28.63 કરોડ થઈ છે.

➡️ બીજા ભાજપના મોટા નેતાઓની સંપત્તિ જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CGY3Mtksf5z/?igshid=nih181lwy3p6
🎈 ભારત માટે પ્રથમ ઓસ્કાર લાવનાર મહિલા કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનું અથૈયાનું નિધન.

👉 તમને ફિલ્મ ગાંધી માટે કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે આ એવોર્ડ મળેલ હતો.

➡️ તેમના પરિવારમાં આ ઓસ્કાર ટ્રોફી કોઈ સંભાળી શકે એમ ના હોવાથી એમને આ એવોર્ડ 2012માં અમેરિકા સ્થિત એકેડમીમાં પાછો મોકલી આપેલો.

📌 વધારે વિગત માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CGY3Npfsc4T/?igshid=1h88gtl5wubjz
🎈આઈ.ટી.ઈ. માં ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાનું પુન:- પસંદગી કાર્યવાહી રવિવાર સુધી થઈ શકશે.

➡️ અટકેલા ફોર્મ પણ ભરી શકાશે.

➡️ ફોર્મ ભરવા R. T. E ના પોર્ટલની લિંક :- https://rte.orpgujarat.com

📌 આ ન્યૂઝ વિગતવાર જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CGblvefMQvz/?igshid=1jy2qvbcfel0
🎈 લોકડાઉનમાં નોકરી ગુમાવનારને કેન્દ્ર સરકાર 50 ટકા બેરોજગારી ભથ્થું આપશે.

➡️ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ઈએસઆઈસી માં રજીસ્ટર્ડ કામદારોને સરકાર તેમના પગારના 50 ટકા રકમ ભથ્થા તરીકે આપશે.

➡️ આ ભથ્થું કામદારોને ફક્ત 3 મહિના સુધી આપશે. આ યોજનામાં 44,000 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે.

➡️ 24 માર્ચ થી વર્ષના 31 ડીસેમ્બર સુધી જે નોકરી ગુમાવશે એને આ યોજનાનો લાભ મળશે.

📌 વિગતવાર જાણવા માટે અહીં કિલક કરો :- https://www.instagram.com/p/CGblroKseN7/?igshid=tfjrih6poms1

📌 અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે :- https://chat.whatsapp.com/GaRKkseYXYI1VQ5zzMqZOp
🎈બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવામાં આવ્યું.

➡️ ચક્રવૃધ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેનો તફાવતની ચુકવણી કેન્દ્ર સરકાર કરશે.

📌 વધારે જાણવા માટે અહિં કિલક કરો :- https://www.instagram.com/p/CGwGNhascI6/?igshid=126laz702s71k
2024/11/16 10:45:14
Back to Top
HTML Embed Code: