Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛એ જાય છે તો એને હું રોકી નહીં શકું,
એ વાત છે જુદી કે એ જીવનનું અંગ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે,
કે મારા આ મળવાના વાયદા ?

તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે,
કે છત્રીના પાળવાના કાયદા ?

તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે,
કે મારી આ કોયલનું કૂ ?

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે,
કે તરસી આ આંખોનું ઝૂરવું ?

હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ,
તો, કોનામાં દિલ તારે મૂકવું ?

તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું ?

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં ?

તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં ?❜❜
- અજ્ઞાત

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મદહોશ મોસમમાં પલળવાની આશ છે,
હવે એવું લાગે છે કે ચોમાસું આસપાસ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ખુલાસો માત્ર એ વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને સમજણશક્તિ બંને મજબુત હોય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પથ્થરમાં ભગવાન છે વાલા,
પણ માણસમાં માણસ નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વાત મારા પ્રેમની હું ખુલ્લેઆમ કરું છું,
તું ખુબ ગમે છે ને તને જ હું પ્રેમ કરું છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમનું ગણિત જરા જુદું થાય છે.
અહીં હું અને તું બે નહી, એક જ થાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ડર નહીં હતો કોઈ અજાણી થી મુલાકાતનો,
ચિંતા હતી કે કોઈ સંબંધ ના બંધાય સમીસાંજનો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ગમે એટલા રોકી લ્યો ખુદને, પણ
જે ગમે છે ને એના વગર ક્યારેય નઈ ગમે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સાવ નાનકડી એ ચિઠ્ઠી મોકલે ,
એમાં ઊર્મિઓની આંધી મોકલે.
એવું અંજવાળું છે એના રૂપનું,
રાતને અડધેથી પાછી મોકલે.❜❜
- કિરણસિંહ ચૌધરી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શુ લેવા હું ખોટું બોલું કે તને ભૂલી ગયો છું,
તું યાદ આવે છે અને રોજ યાદ આવે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દુ:ખ આપવાની હોંશિયારી ભલેને બધામાં હોય,
પણ ખુશ રહેવાની તૈયારી ખુદમાં હોવી જોઈએ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ખેંચી લાવે છે વારંવાર એનો પ્રેમ મને,
નહીંતર મળ્યો તો ઘણીવાર છું હું એને છેલ્લી વાર.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું આવતીકાલને શોધતો રહ્યો દિવસભર,
અને સાંજ પડતા પડતા મેં આજ પણ ગુમાવી દીધી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આંખોએ આંખોમાં કર્યો સરવાળો શું રહ્યું બાકાત,
ગુણ્યાં, ભાગ્યા વિખેરાઈ ગયા કે લાગી પ્રેમ જકાત.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ કરવાની પદ્ધતિ સૌથી અલગ રાખી છે,
ઉલ્લેખ બધી જગ્યાએ તારો પણ નામ છુપાવીને રાખ્યું છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પાત્રો તો અનેક છે ચાહવા માટે,
પણ હવે હું રાજી નથી દિલ કોઈને આપવા માટે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛થોડું કહેવું છે, શબ્દો કામ લાગશે,
ઘણું કહેવું છે, આંખો કામ લાગશે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જેના કપડાં મેલા હોઈને સાહેબ એનો ભરોસો કરાય,
બાકી જેના પેટ મેલા હોય એનો ક્યારેય ભરોસો ના કરાય.❜❜

@Gujarati
2024/06/24 11:46:34
Back to Top
HTML Embed Code: