❝Güjârātí😋😜😎❞
❛❛અસ્ત થયો સૂરજ ને સંધ્યા ઢળી,
જાત પણ પાછી ઘર તરફ જ વળી.
અચાનક આવીને ઉભી આંગણે,
દિલના દ્વાર ખખડાવતી ખુશી મળી.
થાક ઉતારવા લીધો જામ હાથમાં,
ચુસ્કી લીધી તો લાગી મધથીયે ગળી.
જીવને ક્યાં હોય છે પાછો ચેન!
ખોલી મનની બારી તો યાદ સળવળી.
જાત પણ બની કેવી આતુર!
ચાંદ જોવા આંખ પણ ટળવળી.❜❜
- જાગૃતિ ડી. વ્યાસ
@Gujarati
❛❛અસ્ત થયો સૂરજ ને સંધ્યા ઢળી,
જાત પણ પાછી ઘર તરફ જ વળી.
અચાનક આવીને ઉભી આંગણે,
દિલના દ્વાર ખખડાવતી ખુશી મળી.
થાક ઉતારવા લીધો જામ હાથમાં,
ચુસ્કી લીધી તો લાગી મધથીયે ગળી.
જીવને ક્યાં હોય છે પાછો ચેન!
ખોલી મનની બારી તો યાદ સળવળી.
જાત પણ બની કેવી આતુર!
ચાંદ જોવા આંખ પણ ટળવળી.❜❜
- જાગૃતિ ડી. વ્યાસ
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛બ્રાહ્મણ કર્મકાંડી હોય ને ગોરાણી થોડીક ગાંડી હોય
આમ મનનો ભોળો હોય પણ દક્ષિણા ઉપર ડોળો હોય.
લોહાણો લહેરી લાલો હોય, ડુંગળીને બહુ વહાલો હોય
વેપારમાં કાયમ પાકો હોય, અડધા ગામનો કાકો હોય.
ક્ષત્રિય વ્યસનનો વેરી હોય, દુશ્મન માટે ઝેરી હોય
રૈયતના સુખે સુખી હોય, દરબાર ગામનો મુખી હોય.
શેઠિયો કાયમ સાજો હોય, ડિલે તાજોમાજો હોય
કડેધડે કાયમ થડે અને શેઠાણીના પગમાં પડે.
મેરઇ મનમાં મલકાતો હોય, તેલ ઉંજવામાં તાતો હોય
સોયનાં નકોર નાકાં હોય, ટેભા એના પાકા હોય.
ઘોડી તલવારનો સંગ હોય, આંખનો રાતો રંગ હોય
કાયમ દિલના રાજા હોય, ફોજમાં રજપૂત ઝાઝા હોય.
ખેડૂ ખૂબ ખંતીલો હોય, ઘરમાં ગમાણ ને ખીલો હોય
મહેનતમાં મોળું મૂકે નહીં, શિરામણ કોઈ દિ' ચૂકે નહીં.
માલધારી ખડતલ ખાસો હોય ને વગડે રાતવાસો હોય
પલાંઠી વાળીને બેસે નહીં અને દૂધ કુંવારું દેશે નહીં.
ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય
ઊજળો કાયમ વાને હોય, સાંજે કાયમ ખાને હોય.
મુસલમાન દિલનો નેક હોય, નમાજની ટેક હોય
પાન-અત્તરનો ચેલો હોય ને ઉર્ષ વખતે ઘેલો હોય.
સાધુ ગામમાં ખાસ હોય, રૂદે રામનો વાસ હોય
આરતી કોઈ દિ' ચૂકે નહીં, માધુકરી મૂકે નહીં.❜❜
- જગદીશ ત્રિવેદી