❝Güjârātí😋😜😎❞
❛❛તારા તરફથી એક ઇશારો જ જોઈએ,
એવું નથી કે કોઈ ઇજારો જ જોઈએ.
ખોટું કહે છે લાગણીઓની જરૂર પડે;
લખવું જ હોય માત્ર વિચારો જ જોઈએ.
તું વાત ના કરીશ બીજી કોઈપણ હવે;
આ દિલ તૂટી ગયું છે સહારો જ જોઈએ.
અડવા નથી દેતી અને પાછી મને કહે-
હાથોમાં મારા હાથ તમારો જ જોઈએ.❜❜
- ગુમનામ વઢિયારી
@Gujarati
❛❛તારા તરફથી એક ઇશારો જ જોઈએ,
એવું નથી કે કોઈ ઇજારો જ જોઈએ.
ખોટું કહે છે લાગણીઓની જરૂર પડે;
લખવું જ હોય માત્ર વિચારો જ જોઈએ.
તું વાત ના કરીશ બીજી કોઈપણ હવે;
આ દિલ તૂટી ગયું છે સહારો જ જોઈએ.
અડવા નથી દેતી અને પાછી મને કહે-
હાથોમાં મારા હાથ તમારો જ જોઈએ.❜❜
- ગુમનામ વઢિયારી
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛આખી રાત તારા ગણવાની વાત છે,
ઈંટો વગર દીવાલ ચણવાની વાત છે!!
પ્રેમ કહો છો એ કાંઈ ઓછી બલા નથી,
એના નામે જિંદગીને ગુણવાની વાત છે!!
આપના વગર જીવનમાં શેષ શું રહ્યું ?
ડાકલા ભૂવા વગર ધૂણવાની વાત છે!!
પ્રેમ પહેલાં બધાં જ વચનો એ બાંધી લો,
એ વાવ્યા પહેલાં જ લણવાની વાત છે!!
આમ મોતથી ડરીને જીવવાનું શું કહું ?
કસ્તૂરી ખાતર મૃગને હણવાની વાત છે!!❜❜
@Gujarati
❛❛આખી રાત તારા ગણવાની વાત છે,
ઈંટો વગર દીવાલ ચણવાની વાત છે!!
પ્રેમ કહો છો એ કાંઈ ઓછી બલા નથી,
એના નામે જિંદગીને ગુણવાની વાત છે!!
આપના વગર જીવનમાં શેષ શું રહ્યું ?
ડાકલા ભૂવા વગર ધૂણવાની વાત છે!!
પ્રેમ પહેલાં બધાં જ વચનો એ બાંધી લો,
એ વાવ્યા પહેલાં જ લણવાની વાત છે!!
આમ મોતથી ડરીને જીવવાનું શું કહું ?
કસ્તૂરી ખાતર મૃગને હણવાની વાત છે!!❜❜
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛જુએ ન કોઈ જોઈ જતા, કાળજી કરી,
સંયમ હતો જે આંખમાં, છે! ખાતરી કરી.
મારી રીતે તો જાતની મેં માપણી કરી!
"તું ખાસ છે" કહી તમે કિંમત ખરી કરી!
પાછા જવાની તમને ઉતાવળ હતી ઘણી,
આવીને સીધી વાત તમે આખરી કરી!
બસ આપવાને હાથ આ ઊંચો રહે સદા,
એથી વિશેષ ક્યાં મેં કશી માંગણી કરી?
છોડીને મારી આંગળી ના ગઈ કશે કદી,
મેં એ હદે ઉદાસીને પણ લાડકી કરી.
'અ'ને અભાવમાંથી હટાવી, મૂક્યો જો 'નિ',
મેં જિંદગી સરળ અને સોહામણી કરી.
આંસુ ઉપર ગઝલ મેં મુસલસલ લખી, તમે;
બે આંખ કોરી રાખીને કારીગરી કરી.❜❜
@Gujarati
❛❛જુએ ન કોઈ જોઈ જતા, કાળજી કરી,
સંયમ હતો જે આંખમાં, છે! ખાતરી કરી.
મારી રીતે તો જાતની મેં માપણી કરી!
"તું ખાસ છે" કહી તમે કિંમત ખરી કરી!
પાછા જવાની તમને ઉતાવળ હતી ઘણી,
આવીને સીધી વાત તમે આખરી કરી!
બસ આપવાને હાથ આ ઊંચો રહે સદા,
એથી વિશેષ ક્યાં મેં કશી માંગણી કરી?
છોડીને મારી આંગળી ના ગઈ કશે કદી,
મેં એ હદે ઉદાસીને પણ લાડકી કરી.
'અ'ને અભાવમાંથી હટાવી, મૂક્યો જો 'નિ',
મેં જિંદગી સરળ અને સોહામણી કરી.
આંસુ ઉપર ગઝલ મેં મુસલસલ લખી, તમે;
બે આંખ કોરી રાખીને કારીગરી કરી.❜❜
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛તારી સાથે જીતવામાં ના મજા છે.
આનંદ બસ હારવામાં જ મજા છે.
એક મુસ્કાન એ મુખ પર મજા છે.
મુસ્કાનને ચાહવાની પણ મજા છે.
તારા સ્વપ્નો સાકાર કરું મજા છે.
તારું મન સંતોષાય એમાં મજા છે.
હસીખુશીમાં વહે જિંદગી મજા છે.
એકમેકના સાથમાં જુઓ મજા છે.
પરસ્પર હીત સમજવામાં મજા છે.
પરસ્પર વિશ્વાસે રહેવામાં મજા છે.
વિતેલી ક્ષણ વાગોળો ના મજા છે.
આજનો લહાવો લુંટવામાં મજા છે.❜❜
@Gujarati
❛❛તારી સાથે જીતવામાં ના મજા છે.
આનંદ બસ હારવામાં જ મજા છે.
એક મુસ્કાન એ મુખ પર મજા છે.
મુસ્કાનને ચાહવાની પણ મજા છે.
તારા સ્વપ્નો સાકાર કરું મજા છે.
તારું મન સંતોષાય એમાં મજા છે.
હસીખુશીમાં વહે જિંદગી મજા છે.
એકમેકના સાથમાં જુઓ મજા છે.
પરસ્પર હીત સમજવામાં મજા છે.
પરસ્પર વિશ્વાસે રહેવામાં મજા છે.
વિતેલી ક્ષણ વાગોળો ના મજા છે.
આજનો લહાવો લુંટવામાં મજા છે.❜❜
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛મારે ક્યાં કશું કોઈ ને કહેવુ હતું,
બની નદી બસ વહેવું હતું.
ઘડે છે જીવન ને સદા કોયડા,
ઉકેલો માં ક્યાં કંઈ લહેવું હતું.
ભાગ્ય માં હશે તેજ થશે,
બંધ ગ્રંથોનું પણ આજ કહેવું હતું.
આતો જવાબદારી એ કર્યા મોટા,
મારે તો બાળક બનીને જ રહેવું હતું.❜❜
@Gujarati
❛❛મારે ક્યાં કશું કોઈ ને કહેવુ હતું,
બની નદી બસ વહેવું હતું.
ઘડે છે જીવન ને સદા કોયડા,
ઉકેલો માં ક્યાં કંઈ લહેવું હતું.
ભાગ્ય માં હશે તેજ થશે,
બંધ ગ્રંથોનું પણ આજ કહેવું હતું.
આતો જવાબદારી એ કર્યા મોટા,
મારે તો બાળક બનીને જ રહેવું હતું.❜❜
@Gujarati