❝Güjârātí😋😜😎❞
❛❛સદા અનુકૂળ એવો પવન મળે
એવું મજાનું સૌને જીવન મળે!
ગોથ ખાતા પતંગને ઓથ મળે,
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ મળે,
લડાવો પેચ તો’ય ના વેર મળે,
માંગો બસ ત્રણ અને તેર મળે,
કાપ્યાનો અનહદ આનંદ મળે,
કપાયાનો ના કદી રંજ મળે,
નભમાં હોવાનું, ના ગુમાન મળે,
ભાવ સૌને માટે સમાન મળે ,
ઊંચા આકાશ નું સંધાન મળે,
છતાં મૂળ સાથે અનુસંધાન મળે.❜❜
@Gujarati
❛❛સદા અનુકૂળ એવો પવન મળે
એવું મજાનું સૌને જીવન મળે!
ગોથ ખાતા પતંગને ઓથ મળે,
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ મળે,
લડાવો પેચ તો’ય ના વેર મળે,
માંગો બસ ત્રણ અને તેર મળે,
કાપ્યાનો અનહદ આનંદ મળે,
કપાયાનો ના કદી રંજ મળે,
નભમાં હોવાનું, ના ગુમાન મળે,
ભાવ સૌને માટે સમાન મળે ,
ઊંચા આકાશ નું સંધાન મળે,
છતાં મૂળ સાથે અનુસંધાન મળે.❜❜
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛ભરેલાં છો જ નહિ એ જાણું છું પણ લાગવું’તું તો ખરું!
અમારા ભાગ્યનાં સૌ વાદળાંઓ, ગાજવું’તું તો ખરું!
બધા માફક તમે પણ માની લીધુંઃ સત્ય તો કડવું જ હોય,
ભલા માણસ જરા એકાદવેળા ચાખવું’તું તો ખરું!
વધારે સાચવી રાખો પછી દુર્ગંધ તો ફેલાય ને?
સમયસર સ્વપ્નનું શબ બાળવું કે દાટવું’તું તો ખરું!
અપેક્ષા જિંદગીભર સાથની ક્યારેય રાખી‘તી જ ક્યાં
ફક્ત બેચાર ડગલાં પૂરતું સાથે ચાલવું‘તું તો ખરું!
ઉતાવળ બહુ કરી તો આમ ફરફોલા પડ્યા ને છેવટે?
જરા ગરમાગરમ સુખને તમારે ઠારવું‘તું તો ખરું!
ઘણીયે હોંશથી અસ્તિત્વ મારું તમને મેં આપ્યું હતું,
તમારે ફેંકતા પ્હેલાં ઘડીભર વાંચવું’તું તો ખરું.❜❜
- અનિલ ચાવડા

❛❛કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તેઓ શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખેપડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !❜❜