Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛પાંપણ પાથરીને તારો ઇંતેજાર કરવો,
એક ને એક ગુનો મારે કેટલી વાર કરવો ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ફરી ગયો હતો હું ગરબા ની એ રાતમાં,
શોધી હતી તને ઘોંઘાટ ભર્યા એકાંતમાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કેટલીક વાર થીંગડા મારી ને સાચવેલા
સંબંધ પણ ભારે કિંમતે વેચાય જાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ એટલે એવો રસ્તો જ્યાં શબ્દોનો સથવારો ન હોય,
હોય તો માત્ર લાગણીઓની મૌન મહેક.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આજકાલ પ્રેમ સફળ નથી થતો,
પણ સફળ લોકો સાથે પ્રેમ થાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એણે કીધું પલળી જઈએ,
સાથે થોડું બ્હેકી જઈએ. 

વરસાદે બંને ભીંજાયા,
કોરાકોરા સમજી જઈએ.

મોસમ મસ્તીની આવી, ચાલ, 
ચોમાસામાં સળગી જઈએ.

હૈયામાં જો વાદળ ફાટ્યું,
અંદર બંને વરસી જઈએ.

છો ને દુનિયા મળવા ના દે,
દૂર રહીને સ્પર્શી જઈએ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આંગળી છોડીને અળગો ના કર્યો,
મેં મને દુનિયામાં ભળતો ના કર્યો.

કેટલો ઘોંઘાટ પહેલાથી હતો,
એને ઉત્તર દઈને બમણો ના કર્યો.

ખોટું લાગે એ ડરે તું ચૂપ રહ્યો,
મારો જીર્ણોદ્ધાર સરખો ના કર્યો.

મોટા લોકોની દયા તો બાળતી,
કોડિયાએ ક્યાંય તડકો ના કર્યો.

હુંય તારા સ્પર્શનો આનંદ લેત,
તેં મને માળાનો મણકો ના કર્યો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બે ઈશારા કરીને ફરી જાય છે,
બે-ઘડીમાં સનમ છેતરી જાય છે.

આપ કોફી ગરમ ત્યાં પીઓ છો અને-
શું કહું ? ચા અમારી ઠરી જાય છે !

મારી હસ્તી મને ખરતી લાગે છે ત્યાં,
ચાંદલો તારો જયારે ખરી જાય છે.

આપણા જેમને માનીએ આપણે,
આપણું એ જ અંતે કરી જાય છે.

જાય છે દીકરી સાસરેથી પિયર:
એમ લાગે છે જાણે પરી જાય છે !

સ્હેજ ઊંચે જવા, સ્હેજ ઊંચું થવા,
માણસો કેટલાં ઊતરી જાય છે !

આ મહોબ્બતનો એવો નિયમ છે,
જે ડૂબી જાય છે, એ તરી જાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રતિબિંબ ને ય નમણો ચેહરો ગમી ગયો,
ઘૂંઘટ ખસી ગયો તો અરીસો ટૂટી ગયો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈ ડોકાશે નહીં, કોશિશ ન કર,
દર્દ સમજાશે નહીં, કોશિશ ન કર,

આંખમાં, દિલમાં, હથેળી પર લખ્યું,
કૈં જ વંચાશે નહીં, કોશિશ ન કર,

હાથમાં છે હાથ, વર્ષોથી છતાં,
નાડ પકડાશે નહીં, કોશિશ ન કર,

છે કણે કણમાં, ભલે ગ્રંથો કહે,
ક્યાંય દેખાશે નહીં, કોશિશ ન કર,

દોસ્ત! સઘળું અહીંયા વોટરપ્રૂફ છે,
કોઈ ભીંજાશે નહીં, કોશિશ ન કર,

હા, ભલે મતભેદ હમ્મેશા થતા,
મન અલગ થાશે નહીં, કોશિશ ન કર,

એમને માટે સબંધો વસ્ત્ર છે,
એ ત્વચા થાશે નહીં, કોશિશ ન કર,

છોડ તું બમણી ગતિની ઘેલછા,
બમણું જિવાશે નહીં, કોશિશ ન કર,

જાતમાં "મિસ્કીન" ડૂબી જા હવે,
પાર પહોંચાશે નહીં, કોશિશ ન કર.❜❜
- રાજેશ વ્યાસ "મિસ્કીન"

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સમય ને સમજવો સમજદારી છે,
પરંતુ સમય પર સમજી જવું એ જવાબદારી છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈને આપવા માટેની સૌથી સારી ગિફ્ટ,
એની લાગણીઓને સમજીને એની રીસ્પેક્ટ કરવી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛યાદો ગમે તેટલી જૂની થાય પણ,
જયારે યાદ કરો ત્યારે તાજી જ લાગે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની ઊંઘ ઉતારે છે,
પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મન ગમતા વ્યકિત જ ઉતારે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તેમણે પુછ્યું,
આટલે મોડે સુધી કેમ જાગો છો ?
મે કીધું,
કારણ બની ને જ પાછા કારણ માંગો છો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ગંગામાં નાઈને કોણ શુધ્ધ થયું છે...?
જંગલમાં જઈને કોણ બુધ્ધ થયું છે..?

સમય સમયનું કામ કરી ને જાય છે...
સામે પડીને કોણ અનિરુદ્ધ થયું છે...?

અવતાર આવીને ચાલ્યા જાય છે..
વિચારો લઈને કોણ વૃધ્ધ થયું છે...?

વિદ્યા.. વાણી ને વિચારનો વૈભવ છે...
વિત્તને પામી કોણ સમૃદ્ધ થયું છે...?

અસ્પૃશ્યતાની વાતો છે જગતમાં...
માનવના સ્પર્શે કોણ શુદ્ધ થયું છે...?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંય હું તને આવકારી ના શકું.

હૃદયમાં મારા ધબધબે તું પ્રત્યેક પળ,
ને છતાંય હું તને પુકારી ના શકું.

ક્યારેય હું તને ત્યાગી ના શકું,
ને ભગવાન પાસેય હું તને માગી ના શકું.

તારી નજીક હું વધારે આવી ના શકું,
દૂર પણ હું તારાથી ભાગી ના શકું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બેફામ મૃત્યુ બાદ જીવન જોઈતું નથી;
આ વિશ્વ બીજીવાર મને મારી નાખશે.❜❜
- બરકત વીરાણી "બેફામ"

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તળિયા ઉપર આવીને છત બેસી ગઈ છે,
આખે આખા ઘરની હાલત બેસી ગઈ છે.

સન્નાટાની આદત વાળા દરવાજાની-
એક ટકોરો પડતાં હિંમત બેસી ગઈ છે.

મંદિરના સર્જનની થઈ છે વાતો ત્યાંતો,
છાના પગલે આવી મૂરત બેસી ગઈ છે.

મુસીબતોનું નામ પડે ને ફાળ પડી જાય,
મનની અંદર કેવી સવલત બેસી ગઈ છે?

વર્ષોથી ઊભો છે એને સંભાળી લો,
ઊભા ઊભા એની તબિયત બેસી ગઈ છે.

માટે ખુરશીમાં બેઠેલાની છે ચિંતા,
એ સહુમાં ખુરશીની આદત બેસી ગઈ છે.❜❜
- ભાવિન ગોપાણી

@Gujarati
જાહેરાત......

પાસપોર્ટ અને પાન કાર્ડ કઢાવવા
માટે સંપર્ક કરો ➻ @MojMaRevu
2024/10/01 18:39:59
Back to Top
HTML Embed Code: