Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛મનના આ જળને માંડ મળે સ્થિર સપાટી,
ત્યાં સ્વપ્નનો સપાટો એ ન્હોતી હતી કરે.
જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર,
આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે.❜❜
- પ્રણવ પંડ્યા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નવજીવન બક્ષનાર ચોમાસાએ વૃક્ષો પાસે હવે વિદાય માંગી,
પર્ણો આખી રાત રડ્યાં ને સવારે આપણને એ ઝાકળ લાગી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નવરાત્ર શું આવ્યા સૌ એક જ‌ દામનમાં બેસી ગયા,
આ "મરીઝ" છોડી બધા ત્યાંના "મરીઝ" બની ગયા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ખંજર ના વાર થી હું બચી જાઉં છું પણ
તારી મીઠી મુસ્કાન પર હું મરી જાઉં છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક માણસ નો બીજા માણસ પર વિશ્વાસ કેટલો,
વન-વે ક્રોસ કરતી વખતે બન્ને બાજુ જોવું પડે છે એટલો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે,
લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે ,
પણ ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સપના જોવા તારા,
ઉંઘ પણ ઉધાર લીધી છે રાત પાસે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હશે પ્રેમ મા ભરતી અને ઓટ નું સામ્રાજ્ય,
બસ એજ જ્ઞાન હતું,
શાંત પાણીમા વમળ એ કદી ભરખી જાય,
એનું કયા ભાન હતું.❜❜
- વી. દેવકાવાલા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એકલતાના શૂન્યાવકાશમાં આંતરનાદ ખુદનો સાંભળી લઉ છું,
પળભર માટે મારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવી લઉ છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કળિયુગ નો માનવ દરરોજ સવારે મંદિરમાં ડંકો વગાડે છે,
આંખો પોતાની બંધ છે ને ભગવાન ને જગાડે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.
ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.❜❜
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પહેલી વાર મળ્યાં એ મુલાકાત યાદ છે,
મોડું થતું હતું તો પણ, તે પકડી રાખેલો હાથ યાદ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટના બંધન.❜❜
- હરીન્દ્ર દવે

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગી તારો ઘણો આભાર છે,
તું મળી છો ત્યારથી તહેવાર છે!

કોઈ એનું કંઈ બગાડી ના શકે,
મોત સામે માનવી લાચાર છે.

આપણે કંઈ એની જેવા ના થવાય,
ખાનદાની આપણા સંસ્કાર છે.

એટલે છે માન એના પર મને,
જે મળે તેનો સદા સ્વીકાર છે.

હા,અમારે છે સાવ ઘર જેવું ,
દર્દ સાથે વાટકી વહેવાર છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હૃદય પાસે એવા ઘણા કારણો હોય છે,
જેનો બુધ્ધિ પાસે કોઈ જવાબ નથી હોતો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એની યાદોનાં રંગે આજ થોડાક શબ્દો મેં રંગ્યા,
થયાં એવાં રંગીન કે યાદોનાં બધાં રંગ ઓળંગ્યા.❜❜
- અમૃતાબા ડી.જાડેજા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સાચું શું ખોટું શું? સમજાતું નથી,
દર્દ મનનું ક્યાંય સોંપાતું નથી.

રોજ ઊંડા ઘા મને માર્યા કરે,
શ્વાસનું વળગણ કાં,છોડાતું નથી?

એની માફક એય ચાહે છે મને,
આંખથી આઘું સ્મરણ જાતું નથી.

પ્રેમથી આપ્યું હતું એણે છતાં,
કેમ આંસુ આંખે સચવાતું નથી!

રોજ ભીંજવો તોય એને ફર્ક શું?
પથ્થરો પર પાણી સંઘરાતું નથી!

આગ પેટાવી હૃદયમાં એ ગણી,
જડ ત્વચાને કાંઈ પણ થાતું નથી!

છે મરીઝાઈ હવે ગઝલો મહીં,
શબ્દમાં સુકુન ટંકાતું નથી!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હાડ થીજવતી ઠંડી માં પણ,
રાહત નો શ્વાસ લઈ લઉ છું.
મેળવવા થોડી ગરમી હું,
મારીજ લાગણીઓનું તાપણું કરી લઉ છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભૂલ થી થયેલા પાપ જ ગંગા માતા ધોવે છે,
પ્લાનિંગ થી કરેલા પાપ તો યમરાજ ની લાકડીથી જ ધોવાશે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે,
આનંદ ત્યાં છે જ્યં મન મળે.❜❜

@Gujarati
2024/10/01 22:08:32
Back to Top
HTML Embed Code: