Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ કરી જોયો છે મેં, કાંઈ ખાસ મજા નથી,
વાયદા ઓ છે વફાદારી ના, બસ વફા નથી.
બે-ચાર જૂઠાણાં અને થોડીક બેવફાઈ,
આના સિવાય બીજી કોઈ જફા નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સારો છું કે ખરાબ એ છોડો પણ માણસ મજાનો છું,
વેદના અને પિડા વચ્ચે આનંદનો લખલુટ ખજાનો છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એકલતા એટલે...
એક એવા વ્યક્તિનો વિરહ,
જે આપણી અંદર સતત જીવતી હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છું,
મને પડકાર ના હું સજ્જ મારી જાત રાખું છું.

સહજ રીતે ઘટે છે સર્વ ઘટના ભીતરે મારી,
સતત જોયાં કરું હું ને મને બાકાત રાખું છું.

ગમે ત્યારે ઉજાગર થઈ શકે અંધાર વર્ષોનો,
ઉઘાડાં બારણાં ઘરના દિવસ ને રાત રાખું છું.

મળે છે ક્યાં કદી પણ અંત કે આદિ હયાતીનો,
જરૂરત જોઈને હું વ્યાપની ઔકાત રાખું છું.

ગઝલના ધોધરૂપે અવતરણ તારું અપેલું છું,
જટામાં હું નહીંતર લાખ ઝંઝાવાત રાખું છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કૃષ્ણ કલમ લઇ લખવા બેઠા રાધાજી નું નામ,
આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરખું ગામ.❜❜
- શૈલેષ પંડ્યા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભજી ભવાઈ ભૂલી ભાન,
રાખું છું આંખ આડા મારા કાન.❜❜
- ઝેનિથ સુરતી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હવે મુજ જીવનમાં વ્યથા જેવું કંઈ નથી,
સારી-ખરાબ અવસ્થા જેવું કંઈ નથી.

તમામને જીવવું એવું જીવન બેબાક બનીને,
કે હવે દુનિયામાં સુપ્રથા જેવું કંઈ નથી.

ચોઘડીયું જોઈને આવી શકે છે દુનિયામાં,
સમયે જવા ની વ્યવસ્થા જેવું કંઈ નથી.

સૌ જાણે છે નામ જ જુદાં છે ઈશ્ર્વર તારા,
ફક્ત ડર છે તારો, આસ્થા જેવું કંઈ નથી.

જીવનભર ખુશી ખુશી જીવી ગયો છે ચેતન,
તેના શબ્દકોષમાં અન્યથા જેવું કંઈ નથી.❜❜
- ચેતન મોદી

@Gujarati
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
લગ્ન શારીરિક સંબંધ નું લાઇસન્સ નથી.

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શબ્દ સળગે શબ્દ વળગે શબ્દ ભીંજવે પણ,
શબ્દ ઘાયલ હૃદયની સારવાર હોય છે.
છે શબ્દોની જ રમત બધી જોઇ લો,
જીતેલો જંગ કયારેક શબ્દોની હાર હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તમે કર્મના ઘેર મારો જો છાપો,
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો.
ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો.❜❜
- ડૉ. મનોજ જોશી ‘મન’

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.
સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.❜❜
- રિષભ મહેત

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએ છે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નજર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.❜❜
- મરીઝ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક હૈયું છે, ઘણાં અવસાદ છે.
ને મુસીબત કે હજી ઉન્માદ છે.

એમણે પૂછ્યું: તમારે કેમ છે?
મેં કહ્યું: હમણાં બહુ વરસાદ છે.

'તું નથી' એ વસવસાને છોડતા-
જિંદગી એની રીતે આબાદ છે.

સ્મિત સાથે શેર મારા સાંભળે,
એ નજરની દાદ પણ શું દાદ છે!

આ નયન,આ રાત ને એકાંતથી,
કેટલાં વર્ષો જૂનો વિખવાદ છે!

જો તમારી આંખ છે ભોળું હરણ,
તો અમારા ખ્વાબ પણ સૈયાદ છે.

હું કોઈ કિરદારમાં ન્હોતો 'અગન'
તે છતાં આખી કહાની યાદ છે!❜❜
- 'અગન' રાજ્યગુરુ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વિપતીઓ નો ભલે થાય વરસાદ તોય પલળવું નથી,
પત્થર જેમ પડ્યા રહેવું છે પાણીમાં ઓગળવું નથી.

સુનામી આવે કે ભલે ઉલ્કાપાત સર્જાય આકાશ થી
સમુંદર ની જેમ લહેરાવું છે નદી માફક ઉછળવું નથી.

તમારી રહેમ દ્રષ્ટિ તમારી કૃપા મુબારક તમને શું કહું,
કોઈની પણ મીઠી નજર જોઈને હવે પીગળવું નથી.

જખમ બતાવું તો નમક લઈ ને આવે છે અંગતો અહી,
કઠણ કરવું છે કલેજું, હવે કોઈની સામે કકળવું નથી.

કિસ્મતમાં હશે એટલું કિરતાર આપશે એમાં શંકા નથી,
હાથમાં ભિક્ષુ પાત્ર લઈ ને દર બદર હવે રઝળવું નથી.

પાપ અને પુણ્ય ના પોટલા ભરીભરીને થાક્યા અમે તો,
હવે તો સ્વર્ગ મળે કે નર્ક ખુદા આગળ ટલવળવું નથી.

જીંદગી આખી નીકળી ગઈ અવરની આળપંપાળ માં,
"મિત્ર" અહીં ભલે મળ્યા હવે ઉપર કોઈને મળવું નથી.❜❜
- વિનોદ સોલંકી "મિત્ર". લખતર.

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આંસુને ગંગાજળ કરી આપશે,
વિરહ! જ મિલન કરી આપશે.

જીવન થઈ જાય જો ઝેર કટોરો,
એને એ અમૃત દરિયો કરી આપશે.

પહેરી આવશે એ અનાહત ઝાંઝર,
જશે દ્વાર દ્વૈત, અદ્વૈત દ્વારિકા આપશે.

મૃણમયને પણ ચિન્મય કરી આપશે,
માટીને પણ એ ગોપીચંદન કરી આપશે.

રાધા, મીરાને ગોપીઓ સંગ કૃષ્ણ રાસ રમશે,
જગત આખું એ મહારાસ કરી આપશે.❜❜
- ભરતસિંહ જેઠવા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઉધારી શ્વાસ લઇ બેઠા.
ને ગમતો તાસ લઈ બેઠા.

કદી તો સાદ કરવાના,
જે અંતર વાસ લઈ બેઠા.

કરી ખેડાણ શબ્દોનું,
હૃદય પર ચાસ લઈ બેઠા.

ન મટકું મારશું એકે,
દરશની આશ લઈ બેઠા.

ટકોરે આગમન થાશે,
અમે આભાસ લઈ બેઠા.

ગુંથાયા છે રગેરગમાં,
સહજ સહવાસ લઈ બેઠા.

વચન આપ્યું છે મળવાનું,
શબદ એ ખાસ લઈ બેઠા.

મધુરી બંસરી નાદે,
અમે તો રાસ લઈ બેઠા.

વચન આપ્યું વહાલાએ,
અટલ વિશ્વાસ લઈ બેઠા.

કરીને જીદ મળવાની,
નિર્જળ ઉપવાસ લઈ બેઠા.

પ્રણયની વાત કહેવાને,
ગઝલમાં પ્રાસ લઈ બેઠા.❜❜
- પાયલ ઉનડકટ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક અવસર સાવ કોરી આંખને મળવા મથે.
સ્મિતની પાછળ રહેલા દર્દને કળવા મથે.

આયનાનાં આ નગરમાં ક્રોધને શમવા મથે.
કાચ જેવી લાગણીને પ્રેમથી રળવા મથે,

એકડો ઘૂંટી જરા એ પ્રેમનો પાક્કો થયો,
શૂન્યની કાચી દિવાલો શર્મથી પડવા મથે .

ને પ્રહારો યાદનાં વેધક બની જ્યાં વાગતા,
સાવ ધીમી ચાલમાં વળગી ગળે હસવા મથે .

શ્વાસ પણ થંભી શકે જ્યાં એ હૃદયની ચાલમાં,
પાથરી હૈયું પ્રણયનું જિંદગી બનવા મથે.

સાવ કોરા કાગળે એકાંતને હળવું કરી,
વેદનાની વાત સઘળી રાતભર લખવા મથે.

વાયરો ખેંચી ગયો ફોરમ જરા ફૂલોની ત્યાં,
બુંદ ઝાકળ જો ધરાના પાલવે રમવા મથે.❜❜
- ચેતના રાઠોડ ગોહેલ "ઝાકળ"

@Gujarati
Jay Chamunda Ras Mandal - Maniyaro Ras

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For Your Support ❤️

https://youtu.be/qD2-Y10PzL4?si=YTyvMUTMy3ba-Se8
Jay Chamunda Ras Mandal - Hudo Ras

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For Your Support ❤️

https://youtu.be/p7_iHDUECQA?si=eWmIqgrkBmW8SfnP
❝Güjârātí😋😜😎
❛❛એમના હોવાથી બસ એટલી જ કમી રહે છે,
હું લાખ મુસ્કુરાઉં પણ આંખોમાં નમી રહે છે.❜❜

@Gujarati
2024/10/02 00:23:34
Back to Top
HTML Embed Code: