Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛બધાનું સન્માન રાખવું એ સારી વાત છે પરંતુ આત્મસન્માનથી જીવવું એ સ્વ ઓળખ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘણી ભેટો મને દુનિયાએ આપી છે જીવન માટે,
નિઃસાસાઓ હ્રદય માટે ને આંસુઓ નયન માટે,
હજી પણ આટલું હું માગવાનો છું આ દુનિયાથી,
મરણ ટાણે મને મોહતાજ રાખે નહિ કફન માટે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જુઓ તો ખરા પાણી, વરસાદને ના રંગ હોય છે,
જુઓ બંને હોય તો મોસમ બહુજ રંગીન હોય છે.

જુઓ પાનખરે વૃક્ષો તો સાવ સુકા ભટ હોય છે,
જ્યાં આવી વસંત બહાર મોસમ રંગીન હોય છે.

જુઓ માણસોના સ્વભાવ તો ના સરખા હોય છે,
જુઓ દરેક માનવનો અંતિમ પડાવ એક હોય છે.

જુઓ કોઈ ધનવાનમાં કે કોઈ ગરીબીમાં હોય છે,
જુઓ રાતની નિંદર તો બન્નેની સમાન જ હોય છે.

ભલે રામ કહો, ભલે ઈશ્વર કહો ભેદ નહીં હોય છે,
ભલે ખુદા કહો, ભલે ઈશુ કહો ફરક નહીં હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છોડી દો ને બધું યાર, સફર બહુ ટુંકી છે,
ખાલી મોજ કરો યાર,સફર બહુ ટુંકી છે.

જીંદગી મળી છે તો જી ભરી જલસા કરો,
ખીચ્ચામાં દિવસ છે ચાર સફર બહુ ટુંકી છે.

થોડા ડૂસકા થોડા આંસુ, ને વ્યથા અપાર,
હળવો કરો હૈયાનો ભાર,સફર બહુ ટુંકી છે

લેણ દેણ જે હોય તે હિસાબ કરજો ચૂકતે,
બાકી એ રહી જશે ઉધાર,સફર બહુ ટુંકી છે.

ક્યાં સુધી સુખ વેચીને સંતાપ ખરીદશો તમે,
ફગાવી દયો આ બધો ભાર,સ્ફર બહુ ટુંકી છે

જો જો કોઈ દસ્તક દઈ ને ચાલ્યા જાય નહી,
દિલના ઉઘાડા રાખજો દ્વાર,સફર બહુ ટુંકી છે

આ બાજુ ઝુરે જીંદગી ને સામી બાજુ ઝુરે મૌત
"મિત્ર" ફસાયા છીએ મજધાર,સફર બહુ ટુંકી છે.❜❜
- વિનોદ સોલંકી "મિત્ર". લખતર

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ટટ્ટાર રાખી રાખી, નાહક દુખાડી ગરદન.
મોડી ખબર પડી, છે સ્પર્ધા ઝૂકી જવાની.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છાપી ને વેચાતા છાપાંઓ,
આજે વેચાઈ ને છપાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મને શોધવાની હવે કોશિશ ના કરતી ,
તે રસ્તો બદલ્યો ને મેં મંઝીલ બદલી દીધી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક તરફી પ્રેમ થી વધુ,
બન્ને તરફથી દોસ્તી હોય એ બેસ્ટ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અડધો પ્યાલો છે, અને અડધી તરસ છે.
છલોછલ ના ભરો કોઇ કહેશે ગરજ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ.

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ.

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ.❜❜
- મનોજ ખંડેરિયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પૂરી થશે આ જિંદગી વાંચ્યા વિના તારું હ્રદય,
એવું વિચારી બેસી ગઈ હું વાંચવા તારી ગઝલ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એમનું Online હોવું મનને શુકૂન આપે છે,
ને મેસેજ જોયા પછી ઉપેક્ષા દર્દ આપે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું ?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે.

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું,
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે,
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે.

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે,
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.❜❜
- ખલીલ ધનતેજવી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સંબંધો માપવાના જીવનમાં કોઈ ત્રાજવા નથી હોતા,
એ તો તમારું વર્તન જ કહી દે છે કોણ કેટલું કિંમતી છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રાત મારી પોતાની હોય છે,
પારિજાત બની હાજરી તારી હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સોશ્યલ મિડીયાની દુનિયા...

ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,
છતાં આ ફેસબુક કે વોટ્સએપ છે.

પોસ્ટ ઓફિસ અહીં હોતું નથી,
છતાં લોકો પોસ્ટ કરે છે.

રૂબરુ કોઈને અહીં મળતું નથી,
તોય સૌનું અહીં ગ્રુપ છે.

ભણવાની અહીં કોઈ નિશાળ નથી,
તોયે અહીં એડમીન છે.

કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,
તોય અહીં સૌની પોતાની વોલ છે.

કોઈ પશુ પંખી અહીં હોતાં નથી,
તોય સૌને પોતાની નેટ છે.

કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,
તોયે અહીં એકટીવીટી છે.

કોઈ પણ અહીં નોકરી તો કરતું નથી,
તોયે દરેકની પ્રોફાઈલ છે.

ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,
તોયે પણ અહીં ચેટ છે.

પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,
તોયે પણ ઈમોજી અનેક છે.

એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,
તોયે લાઈક ડીસલાઈક અનેક છે.

ઝેરોક્ષ ની અહીં કોઈ એવી દુકાન નથી,
તોયે કોપી પેસ્ટ અનેક છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નશો તારો હતો કે વાતોનો,
એની અસર હજી પણ બરકરાર છે.

શબ્દોમાં નથી કીધું કશું તને,
છતાં લાગણીઓમાં તો એકરાર છે.

તોફાની આંખોની મસ્તી થી કહું કે,
શબ્દોનો સ્પર્શ તું જાતે સમજીશ...!
ભલે દુર હોય, નજીક હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ હોય,
મને બધું સ્વીકાર છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘોડો જ્યાં સુધી રેસ જીતતો હોય,
ત્યાં સુધી માલિકને ચણા મોંઘા નથી લાગતા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક દિવસ તમારું કર્મ પાછુ
વળી ને તમને મળવા આવશે જ
અને એ વાત નો તમને ગર્વ હોવો
જોઈએ ડર નહિ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દુઃખ બધા ના એક જેવા હોય છે,
પણ હિંમત બધા ની અલગ હોય છે,
કોઈ હસી નાખે છે તો કોઈ રડી પડે છે.❜❜

@Gujarati
2024/10/02 02:27:29
Back to Top
HTML Embed Code: