Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛ઉઠી જ નહીં નજરો મારી બીજા કોઈ પર,
એક વ્યક્તિની ઝલક મને કંઈક એમ બાંધી ગઈ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારી પાસે કશુ નથી,
એક 'હું' છું અને મારામાં 'તું'.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું તો ફકત એક કોરો પત્ર છું,
હું કયાં કોઈ માણસ વિચિત્ર છું.

જોયા છે રંગ બદલતા માનવી,
હું અધૂરા રંગોનું પૂરેલુ ચિત્ર છું.

ગજુ નથી મારુ કે દુશ્મનો રાખવા,
દે છે ઘા મને ઊંડા એનોય પણ હું મિત્ર છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આ ધારામાં વહેવું ઘણું આકરું છે,
કશું પણ ન કહેવું ઘણું આકરું છે.

બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર,
ખરેખર તો રહેવું ઘણું આકરું છે.

ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું,
અને એમાં તરવું ઘણું આકરું છે.

સમજમાં ન આવે એવી વાત પર પણ,
સમાધાન કરવું ઘણું આકરું છે.

બાંધીને પાટા બધા જેમ આંખે ,
ચાલ્યા જ કરવું ઘણું આકરું છે.

મળે નૈ મથામણ પછી તોડ એના,
વિચારોમાં રહેવું ઘણું આકરું છે.

માંગ્યુ મરણ ”સ્તબ્ધ” મળતું નથી જ્યાં,
જીવતું ય રહેવું ઘણું આકરું છે.❜❜
- કૌશલ શેઠ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું સદા ધગઘગતો રહું છું- એને અફવા માનજે,
રંગ સાચો જોવો હો તો સાંજ થાતા આવજે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારી યાદોની મહેફિલ ત્યાં સુધી અધૂરી છે,
જ્યાં સુધી એક વિચાર તારો ન આવે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મોતનો આઘાત તો જીરવી જવાશે એક દિન,
જિન્દગીના ઘાવ જે ઝીલે તે શક્તિમાન છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે 'જલન' ?
જીવનની ઠેસની હજુ તો કળ વળી નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ચા માં જેમ દૂધ,ખાંડ ને આદું ભળે,
મોઢે માંડુ ત્યાં કેટકેટલીય જૂની યાદું મળે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સાવ અજાણ્યાં જેવા વ્યવહાર લાગે છે,
મારા જ ઘરના ઉંબરે હવે ઠોકર વાગે છે.❜❜
- નિશા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બોલ કેમ કરશું પ્રેમ ?

તારે સમજદારી સાથે સંબંધ રાખવો છે
અને મારે પાગલ બનીને પ્રેમ કરવો છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લાગણી રાખીયે તો વિશ્વાસ તોડી દે છે ને,
વિશ્વાસ કરીયે તો લાગણી જોડે રમે છે...

જૂઠું બોલી ને બધાંમાં મીઠાસ રેડે છે ને,
સાચું બોલી ને સૌને કડવો લાગે છે...

દિલ આપીએ તો રમત રમે છે ને,
રમત રમત માં દિલ તોડી દે છે...

પોતાના લોકો ને હરાવવા બેઠો છે ને,
પારકાઓ જોડે હારી બેસે છે...

આબરૂ વધારવા પૈસા કમાય છે ને,
પૈસા કમાવવા આબરૂ પણ વેચે છે...

સજ્જન સમાજ માં ખોટો ઠરે છે ને,
દુર્જન તો ડાહ્યી વાતો કરે છે...

કહેવાય છે કેટલાય જન્મો પછી
માણસ નો અવતાર મળે છે

તોયે હજારો માં કોઈ 'માણસ'
સાચા અર્થ માં "માણસ" બને છે...❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કાળી શાહીથી લખો કે લાલથી,
અમુક યાદો હંમેશા લીલી જ રહે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દરેકની આંખમાં એક દર્દ હોય છે,
કેટલું જાહેર કરવું ને કેટલું છુપાવવું
એ પાંપણના હાથમાં હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગીની રીત ગજબ છે,
વેદના, વિરહ ને લાગણી આપણી,
ને રસરુચિ બીજા લેતા હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રહે તું આટલો નારાજ કાં ભગવાન મારાથી ?
હલાવાયું છે તારી મરજી વિના પાન મારાથી ?

થયો છું એમ વારંવાર હું હડધૂત જ્યાં-ત્યાંથી,
હવે લાગે છે ખુદ અપમાનને અપમાન મારાથી.

પડ્યો છું મૂળ સાચવવામાં ઓ ડાળી ક્ષમા કરજે,
નથી ફૂલો ઉપર આપી શકાતું ધ્યાન મારાથી!

ફૂંક્યું છે શ્વાસમાં દેવાળું, ધંધો તોય ચાલુ છે,
ખબર છે, બંધ થાય એવી નથી દુકાન મારાથી.

તમે પાવન નદી છો એક, ને હું તો... જવા દો વાત,
નસીબ એવા નથી કે થાય ગંગાસ્નાન મારાથી.

સ્મરણ ઠલવાય છે દિનરાત હૈયાનાં ખળામાં ખૂબ
નથી સ્હેજેય ઉપણાતું હવે આ ધાન મારાથી.❜❜
- અનિલ ચાવડા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પળ માટે પણ શીતળતા દઇ ઊડી જાશું,
જીવન હોય ભલે ને ઝાકળ જેવું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારી ગઝલનું સર્વસ્વ ગણી લઉ તને,
લાવ ભરી મહેફિલમાં ચૂમી લઉ તને.
તકદીરમાં બીજી મુલાકાત લખાઈ નથી,
છેલ્લી વાર મન મૂકી જોઈ લઉ તને.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બે નયન મળ્યાં પહેલાં પછી મળવા સુધી
બેકરારી હોય છે અદ્ભુત,
સમય વીતતાં પછી સામાન્ય લાગે છે,
ને થાય બધું અંતર્ભુત.❜❜

@Gujarati
2024/10/02 04:32:46
Back to Top
HTML Embed Code: