Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહિ આવું,
અમારાનો મને અનુભવ છે, તમારા પણ દગો દેશે.
હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજધારે,
અગર જો હોત ખબર મુજને કિનારા પણ દગો દેશે.❜❜
- નાઝિર દેખૈયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક ઘાટ નું શાંત પત્થર છું હું,
મેં નદી નાં હજાર નખરાં જોયા છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અમસ્તા સ્પર્શવાની એ મનાઈ જ્યાં કરી બેઠા,
અમે તો ટેરવાઓમાં અધીરાઈ ભરી બેઠા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જે સાચું અને સારું કહી શકે,
એ ક્યારેય લોકપ્રિય ના થઇ શકે અહિયાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કૂંપળ ફૂટયું પત્થર માંથી એનાં દર્દ ની વ્યથા શું કહું,
કૂંપળ મહીં ઝાકળ જોઈ એની સંઘર્ષમય પ્રેમ કથા શું કહું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કારણ વિના જ દિવાલ પર ભાગલાનો આરોપ છે,
ઘણા લોકો તો એક રૂમમાં પણ અલગ રહે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રાહ જોવું નિશદિન ભીતરની બૈચેની કલરવ કરે,
પલ પલ ઉદાસીન હ્રદય જુવો ને કેવો સાદ કરે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લખવા માટે શબ્દ મળ્યા અને વલખવા મળ્યું મૌન,
નહીં કહ્યાનું મૂલ્ય ઘણું ને કહી દીધેલું બધું ગૌણ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રોજ થાય છે પ્રેમ મને તારી સાથે,
બસ આદત નથી રજુઆત કરવાની.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કેટલા અનમોલ હોય છે આ મોહબ્બતના સંબંધો પણ,
કોઈ યાદ ના કરે તો પણ રાહ જોવાતી હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભુલાઈ ગયેલા રસ્તે,
ફરી એક આંટો મારી આવીએ,
હાથ લઈ હાથમાં શ્વાસ લઈ આવીએ,
કિનારે ભૂંસાયેલાં આંગળાંનાં નિશાન,
ચાલને દોસ્ત ફરી શોધી આવીએ

ઉછળતાં, થોભતાં, પડઘાતાં,
ભટકતાં, અથડાતાં, વિસ્તરતા
ન બેસતાં ન ઉઠતાં ચેન આપતાં,
અધ્ધરતાલે રહેતાં ઉચ્છશ્વાસ,
ચાલને દોસ્ત હેઠાં બેસાડી આવીએ,

ઉચાળા ભર્યા હઠીલા નેણમાં,
સેવ્યાં છે સોણલાં સાથના અનેક,
ઉપસ્યા છે સૉળ જિંદગીનાં કૈક,
ઘડીક ભર તેને પંપાળી આવીએ,
ચાલ ને દોસ્ત પાછાં જીવી આવીએ.❜❜
- નિશા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દુખિયા દુઃખ ભોગવે, સુખિયાં સુખ માણે,
કાળજું કાઢી કોને બતાવે, વિત્યુ હોય તે જાણે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભલે ને તારી કથા માં અસીમ દર્દ હતું,
સવાલ એ છે કે મેહફીલ એનાથી રડી કે નહિ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લ્યો અમારા પ્રેમને પીંછું કહી દો,
એ ન ફાવે તો કશું બીજું કહી દો.

ફેરવો નહિ આમ અમને ગોળગોળ,
જે કહેવું હોય તે સીધું કહી દો.

પ્રેમ, નફરત, ધૂળ, ધાણી કે કશું પણ,
શું અમારી આંખમાં દીઠું ? કહી દો.

આપ બોલી ના શકો ઊંચા સ્વરે તો,
કાનમાં આવી ધીમું ધીમું કહી દો.❜❜
- અનિલ ચાવડા

@Gujarati
Untitled 8 - જિંદગી ની ડાયરીમાંથી - વીરા (MojMaaRevu) - Created By Virajsinh Nakum

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For ❤️ Your Support

https://youtu.be/n73B6M4_QVU
❝Güjârātí😋😜😎
❛❛રોજે કેટલાય લોકો ભટકાય છે.
આંખની સામેથી ચાલ્યા જાય છે.

પણ એમાંથી કોઈ એકની પર જ,
બસ મારી નજરો અટકી જાય છે.

ક્ષણમાં જ અનુભવેલ અહેસાસ
પહેલી નજરનો પ્રેમ કહેવાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ક્યાં છે ખબર ચમનથી મને લઈ જનારને,
હું સાથ સાથ ફરું છું લઈને બહારને.❜❜
- મરીઝ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે.

બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થઇ ગઇ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર–ડંખથી બેફિકર થઇ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઇ ગઇ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થઇ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઇ ગઇ છે.❜❜
- ‘ગની’ દહીંવાલા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હોય કોઈ નદીને ભળવાની ચાહત,
તો એ દરીયાને મળ્યા કરે.
બાકી દરીયો તો ગાંડો,
એ'તો એકલો એકલોય ઉછળ્યા કરે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રશ્ન ને બરાબર સમજવો એ પણ
અડધા ઉત્તર બરાબર જ છે.❜❜

@Gujarati
2024/10/02 08:15:56
Back to Top
HTML Embed Code: