Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛સંબંધ તો એજ ખરો,
જ્યાં વેદનાનાં વાદળો ઘેરાય એ પહેલા જ,
હેતના મેઘ વરસી જાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સ્ત્રી અને પુરુષ શું મિત્ર ના હોય શકે ?
મિત્રતામાં પવિત્ર સંબંધ ના હોય શકે ?

મિત્રો ને સખીઓ થી રંગ છે જીવનમાં;
એમના વિના પૂરું ચિત્ર ના હોય શકે ?

જીવનમાં મહેક હંમેશા મિત્રોથી ફેલાય;
મિત્ર નામે જ મહેકતું ઇત્ર ના હોય શકે ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારી ભીતર ઘણું તોફાન છે.
કિનારે પાછું એનું મકાન છે.❜❜
- કલ્પેશ સોલંકી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જુના પ્રેમ પત્રો મળવાની ઘટના બની,
ફરી એની વાતોમાં પડવાની ઘટના બની.

અક્ષરો છે હજુયે એના ગુલાબી ગુલાબી,
ફરી જુદાઇના દિવસો ગણવાની ઘટના બની.

અમે વર્ષો સુધી એજ રસ્તા પર ઉભા રહ્યા,
ફરી ખાલી હાથે પાછા ફરવાની ઘટના બની.

જો કલમ અને કાગળ ભીંજાઇ રહ્યા છે,
ફરી એની યાદોમાં રડવાની ઘટના બની.

હા વિચારે વિચારે તમારો વિચાર ક્લારૂપ,
ફરી મારા વિચાર મને નડવાની ઘટના બની.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું ડાબા પડખે સુવે, હું જમણા પડખે જાગું,
ખાલીપાની રજાઈ ઓઢી હું શમણાંઓને તાગું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જીવનમાં માણસ તો જોઈએ તેટલા મળે છે,
પરંતુ જોઈએ તેવા માણસ તો ભાગ્યે જ મળે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛‘મને ખોટું નથી લાગ્યું’ કહું છું, પણ લગાડું છું!
ઘણી વેળા હું પોતાને જ આ રીતે દઝાડું છું!

હું એકલતા આ મારી જોરથી એવી પછાડું છું!
મને જોનારને લાગે કે હું પોતે જ ધાડું છું!

અરે ભૈ હું જ છું સામાન મારો, હું જ ગાડું છું,
કહો ઉઘરાણીવાળાને કે હું પોતે જ ભાડું છું!

બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે
તમે સૌ મારી હિંમત તો જુઓ હું હાય પાડું છું!

ઘણી વેળા તો મારામાં પડેલા સૌ અભાવોને;
હું ‘ઊંઘી જાવ ઊંઘી જાવ‘ બોલીને ઊઠાડું છું!

મને લાગે છે કે મારી બધી મીઠાશ એળે ગઈ,
ગળા સુધી ધરાયેલાની થાળીનો હું લાડું છું!

સમય-સંજોગ-કિસ્મતના જ સૌ રંગો વખોડું ને!
કયા મોઢે કહું કે ચિત્ર હું જાતે બગાડું છું!

કયામતના જમાદારો તમે ડંડો પછાડો નહિ!
હું આત્માનાં બધાં પડ તો ઉખાડીને બતાડું છું!❜❜
- અનિલ ચાવડા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લખું છું ખાલી દિલ ને મનાવા માટે,
બાકી જેના પર આંસુ ઓ ની અસર નથી થતી,
એના પર આ શબ્દોની શું થવાની.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું બાળક નથી છતાં પણ મને એક સવાલ સતાવે છે,
લોકો હજુ પણ કેમ રમાડે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ટાઇપ કરતા કરતા અંગુઠો એનો પણ અટક્યો તો હશે,
મને કેહવા ધારેલો વિચાર એકવાર તો એને પણ ખટક્યો તો હશે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જ્યારે એક પુરુષ ની લાગણી નું મૌન બોલે ને,
ત્યારે એક સ્ત્રી ની આંખો ક્યાંય સુધી બસ એને સાંભળતી રહે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બીજું તો કંઈ નહીં બસ.
વિશ્વાસ અને ભરોસો શોધતી હોય છે આંખો,
અંધારી આલમ આ દુનિયામાં.
પ્રેમ આદર સન્માન ની લાગણી શોધતી હોય છે આંખો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લોકો સમય શોધે છે,
જે વિતી ગયો હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જુદા થયા પછી પાછા શું આવશે એ,
સાથે રહેવા છતાં પણ અમારા ના હતા જે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ગુમસુમ થઈ ગયા છે આજકાલ શબ્દો અમારા,
લાગે છે કોઈ ચાહવા વાળાએ વાંચવાનું છોડી દીધું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક વેલ જ્યારે ઝુકે છે,
બરછટ થડ પણ હરખાય છે.
વાત આ લાગણીની છે પણ
બધાંને ક્યાં સમજાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું,
ગઈકાલનો આ છોકરો શાયર બની ગયો.❜❜
- ‘આદિલ’ મન્સૂરી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધા યાદ,
દુઃખદર્દ છે એવા કે તમે પણ ન રહ્યા યાદ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ટહુકા ઉગ્યા, પણ વનમાં,
પડઘા પડ્યા, પણ વનમાં.

હિબકે ચડ્યું, કોઇ સપનું,
ફૂલો ખર્યા, પણ વનમાં.

સઘળાં કરમ, આ ભવના,
અમને નડ્યાં, પણ વનમાં.

તાપે બળ્યા, ઉમ્રભર ને,
છાંયા મળ્યા, પણ વનમાં.

આનંદ શું આવે એમાં,
એ સાંભર્યા, પણ વનમાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સતત ભીતરે રંગરોગાન ચાલે,
થતા સપ્તરંગી તિલક રોજ ભાલે.

કદી શ્વાસ તાજા લખી મોકલું તો,
સુગંધો વિખેરાય વળતી ટપાલે.

અધૂરપ પચાવીને બેઠા અમે લ્યો,
હવે ક્યાં કશાની કશી ખોટ સાલે!

તમારી ગલીના વળાંકે વળાંકે,
સતત એમ લાગે કોઈ હાથ ઝાલે.

લૂંટારાની માફક લૂંટું છું ક્ષણોને,
સમય આજ જેવો નહી હોય કાલે.

કદી કોઈ ચોમાસું ઘેરી વળે છે,
કદી મોર ટહુકે છે વિધવાના ગાલે.

વિસામો અલગ છે, અલગ થાક સૌના,
બધાં ચાલતા પોતપોતાની ચાલે.❜❜

@Gujarati
2024/10/02 10:30:47
Back to Top
HTML Embed Code: