Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામું પણ ખાસ લખી દો...

થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખું વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો...

એકલતાનું ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો...

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો...❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સગપણ હવે ફકત એક વ્યવહાર રહી ગયા,
ચા થી શરૂ ને મોબાઇલ પર પુરા થઇ ગયા.
ભૂલથી નંબર લાગી જાય તો વાત થાય છે,
નહીં તો જરૂરત પડે જ મુલાકાત થાય છે.❜❜
- દિનેશ ચૌહાણ

@Gujarati
Untitled 6 - જિંદગી ની ડાયરીમાંથી - વીરા (MojMaaRevu) - Created By Virajsinh Nakum

https://youtu.be/hIYfHHxczbs

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.
❝Güjârātí😋😜😎
❛❛અઘરી રચના પ્રેમની, ક્યાં કોઈને સમજાણી.
ઝેર પીએ મીરા, તોયે રાધા દિલની રાણી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એ અફીણ નો પણ એટલો ઊંડો નશો નઈ ચડતો હોય
જેટલો મને તારા ખુલ્લા વાળ ને જોઈ ને ચડે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રૂમાલનું અમસ્તું આમ મૂલ્ય તો વધે નહીં;
સ્મરણ જે આંખથી ખર્યા એ આંશુ એણે સાચવ્યા હતા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સન્નાટો તારા હૃદય નો મારુ એકાંત ચીરી જાય છે,
જરા શબ્દો વહાવ મુખ થી તારું મૌન કોરી ખાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હ્રદય વચ્ચે ધબકતી એક ધડક તું છે,
મારી મંજીલના કદમોએ સડક તું છે!

જરૂરતે થામી લઈશ એવી અડગ તું છે,
ઝીલવા મુશ્કેલીઓની થપાટને ખડક તું છે!

અન્યની સરખામણીએ ફરક તું છે,
મારી જિંદગીના રહેઠાણે સ્વર્ગ તું છે!

મળીશ ઈશ્વરની મહેરે જીગરની તરસ તું છે,
નિભાવવા નાતે કાયમ મારી ફરજ તું છે!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સ્ત્રીને એવા પુરુષ જોઈએ છે જેનું ભવિષ્ય સારું હોય,
અને પુરુષ ને એવી સ્ત્રીઓ જોઈએ છે જેનો ભૂતકાળ સારો હોય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.
ગણિત તમારું જો પાકું હોય,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?❜❜
- હિમાંશુ ભટ્ટ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વૃક્ષ નીચે છાંયડામાં બેસીએ,
ભીતરે ખાલી જગામાં બેસીએ!

ચાલ મારી સાથમાં મૃગજળ તરફ,
ને પછી ત્યાં નાવડામાં બેસીએ !

કયાં સુધી ભટકયા કરીશું આપણે?
બિંબ થઈને આયનામાં બેસીએ!

કર્ણની માફક કુંવારી કૂખમાં,
જન્મ લઈને પારણામાં બેસીએ!

એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛થયો હું પૂર્ણ જ્ઞાની - ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું -
નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું !

અધૂરો રહી ગયો હું, પૂર્ણ થાવાની ઉતાવળમાં,
મૂકેલું ધોધ નીચે પાત્ર જોતા, મુજને ધ્યાન આવ્યું .

હતાં, સંજોગ તો સરખા; ભલે કારણ હતાં જુદા -
મને આડું સ્વમાન આવ્યું, તને આડું ગુમાન આવ્યું ?

સફર થઈ ગઈ પૂરી જીવનની કેવળ બે મુકામોમાં;
પ્રથમ તારું મકાન આવ્યું, પછી સીધું મશાન આવ્યું.

ચરમ સીમા હતી 'કાયમ', એ મારી કમનસીબીની
જીવનના અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું !❜❜
- કાયમ હજારી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જો વાસણમાં ખીચડી રંધાય તો
બીમાર માણસ પણ સાજો થઈ જાય
અને
જો મગજમાં ખીચડી રંધાય તો
સાજો માણસ પણ બીમાર પડી જાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ક્યારેક માત્ર ટકી રહેવું,
એજ આપણી સૌથી મોટી ઉપલબ્ધિ હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કહી દેજો જઇ કોઈ એની યાદો ના પાનખર ને,
સપના ની એક કુંપળ પાછી ફુટી છે દિલ ના બાવળ ને.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શબ્દોને દોસ્તી થઇ ગઈ છે હવે એની સાથે,
કંઈક લખું એ પહેલાં એનું નામ વંચાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.
ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.❜❜
- કિરણસિંહ ચૌહાણ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક બે ટહુકા હ્રદયમાં સાચવીને બેઠા છીએ,
વેદના વચ્ચે ગીતોને ગણગણીને બેઠા છીએ,
શુન્યતાના થર ચડયા છે આંખમાં વરસોથી અહી
દ્રશ્યની ભરમાર વચ્ચે તરફડીને બેઠા છીએ.❜❜
- નરેશ કે.ડૉડીયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મિલન બની ગયું સપનું અમારુ ને
અમે બંધ ખોબા માં મળતા શીખી લીધું.
ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો,
અમે ટીંપેટીપે પલળતા શીખી લીધું.❜❜

@Gujarati
2024/10/02 12:38:05
Back to Top
HTML Embed Code: