Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛જગતને કઇ રીતે જોવું? જગત પોતે જ સમજાવે,
કરાવે કાચની બારી ને પછી પડદો પણ લટકાવે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ગામ ને રસ્તાની વચ્ચે આપણે મળતાં રહ્યાં,
ચોકમાં ચર્ચાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.

રોકવા જાલીમ જમાનામાં હતી તાકાત ક્યાં,
એકલાં, બધ્ધાંની વચ્ચે આપણે મળતાં રહ્યાં.

માર્ગ, નક્શો કે દિશાનું ભાન પણ કોને હતું?
હોઠ ને હૈયાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.

ડૂબવાની શક્યતા એ જોઈને ડૂબી મરી,
મોજથી દરિયાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.

હસ્તરેખાઓ નવી કંડારવાની લાહ્યમાં,
આગ ને તણખાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.

જાનના જોખમ છતાંયે પ્રેમ ના પાછો પડ્યો,
ડર અને શંકાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.

ઝંખના જેની હતી, એવું મિલન સંભવ ન’તું,
એટલે સપનાંની વચ્ચે આપણે મળતાં રહ્યાં.

મોંઘવારી સ્પર્શની ‘ચાતક’ સતત નડતી રહી,
શ્વાસના ખર્ચાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.❜❜
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛થોડાક આંસુઓ છે, કહો ક્યાં વહાવું હું ?
ગમના પ્રસંગ પર કે ખુશીના પ્રસંગ પર ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું બોલું પ્રથમ કે તું કરે પહેલ,
શું રાખ્યું છે આ ખોટી ખટપટમાં.
અહંકારનો રેઈનકોટ દુર કરી,
ચાલને ભીંજાઈ જઈએ પ્રેમની વાંછટમાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દરેક સવાલના જવાબ આપવાની જરૂર નથી,
હમેશાં બીજાના માપદંડ માપવાની જરૂર નથી.

ભૂલથી ભૂલ થઈ હોય એવું પણ બનીશકે,
બધાજ સમાચાર છાપવાની જરૂર નથી.

ક્યારેક કોઈક વળાંકે છોડિદેવું હિતાવહ હોય છે,
ફરીફરીને એનાએ સપના વાવવાની જરૂર નથી.

ચિંતા હોય અંગતની, એટલે કહેવાય જાય,
છતાં, ડગલેને પગલે ચેતવવાની જરૂર નથી.

ને, કરેલું કામ ભૂલી જવુજ યોગ્ય ગણાય,
ચોરે જઈ ગામ ગજવાવાની જરૂર નથી.❜❜
- જયકિશન દાણી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મૌન સમજ્યા હોય એ હાથ ઊંચો કરે,
શબ્દો ગળી ગયા હોય એ હાથ ઊંચો કરે.

શોધવા જશો જો ખામી'તો બધામાં દેખાશે,
ખામી અવગણ્યા હોય એ હાથ ઊંચો કરે.

સુખના સાથી બની મહેફિલ તો ઘણી માણી,
દુઃખમાં સાથે રડયાં હોય એ હાથ ઊંચો કરે.

ખબર નહીં કેમ પણ રડવાની ટેવ પડી છે દરેકને,
હસતાં હસતાં જીવ્યા હોય એ હાથ ઊંચો કરે.❜❜

@Gujarati
Join me on Groww to invest in Stocks and Direct Mutual Funds.
Create your free demat account by using this link here: https://app.groww.in/v3cO/9cexucw6
❝Güjârātí😋😜😎
❛❛રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હ્રદય વચ્ચે ધબકતી એક ધડક તું છે,
મારી મંજીલના કદમોએ સડક તું છે!

જરૂરતે થામી લઈશ એવી અડગ તું છે,
ઝીલવા મુશ્કેલીઓની થપાટને ખડક તું છે!

અન્યની સરખામણીએ ફરક તું છે,
મારી જિંદગીના રહેઠાણે સ્વર્ગ તું છે!

મળીશ ઈશ્વરની મહેરે જીગરની તરસ તું છે,
નિભાવવા નાતે કાયમ મારી ફરજ તું છે!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે,
હું શું લખું કે મારી કથા લોહિયાળ છે.

હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે.

આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
હે! આસમાન, બોલ તું કોનું કપાળ છે?

હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે.

છૂટ્યો છતાંય બહાર નથી નીકળી શક્યો,
આ દુનિયા જાળ છે અને સાલી વિશાળ છે.

મારા અસલ વિચાર તો કચડી ગયો સમય,
ગઝલોમાં જે બતાવું એ તો કાટમાળ છે.

બહુ બહુ તો ગર્વ લઈ શકો બીજું કશું ન થાય,
‘હું આપનો હતો…’ એ હવે ભૂતકાળ છે.❜❜
- વિકી ત્રિવેદી🌹

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જે ટૂંકમાં સમજી જાય,
એના અનુભવો બહુ વિશાળ હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મોડી રાત્રે Chatting કરતાં મારી આંખ ઘડીક મીંચાની, આટલી અમથી વાતમાં બે દિવસથી રીસાણી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું ફકત તારા હોઠો વિશે લખીશ
તો ગુલાબી ગાલને ખોટું લાગશે,
આ રેશમી વાળ વિશે લખીશ તો
અણિયારા નયન ને ખોટું લાગશે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પડે જો સૂર્યના કિરણ અવાજ સાંભળી શકો.
જો ધ્યાન દઈને સાંભળો સવાર સાંભળી શકો.

તમારી સાથ એટલે સફર વિતાવવી હતી,
હું જે કહી શકું નહી, કદાચ સાંભળી શકો.

જવું પડે જો કોઈની નજીક એટલા જજો,
પૂછી શકો સવાલ ને જવાબ સાંભળી શકો.

અમે અહીં નીચે અને તમે રહ્યાં ઉપર કશે,
ઘણું બધું કહ્યાં પછી જરાક સાંભળી શકો.

તમેય થઇ શકો કવિ, શરત છે આટલી જ બસ,
અવાજ જોઈ જો શકો, પ્રકાશ સાંભળી શકો.❜❜
- ભાવિન ગોપાણી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા,
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ટાઇપ કરતા કરતા અંગુઠો એનો પણ અટક્યો તો હશે,
મને કેહવા ધારેલો વિચાર એકવાર તો એને પણ ખટક્યો તો હશે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બધુ જ રાબેતા મુજબનું લાગશે મારા વગર પણ,
બે ઘડી ની ખોટ નક્કી સાલશે મારા વગર.

રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી પણ,
અર્થ એ ભીંનાશનો સમજાવશે મારા વગર.

એ જ યારો એ જ મે’ફિલ જામ સાકી ને સુરાહી પણ,
એ મદીરા પણ જવાબો માગશે મારા વગર.

ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને
તો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર.

દૂર દિલ થી ક્યાં કદી તમારાથી ગયો છું હું ?
હાજરી મારી તમોને લાગશે મારા વગર.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કહી દીધી મેં મનની વાત આજ સીધેસીધી,
ને વરસોના એ અંતર પળવારમાં ‌ઘટી ગયાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું તને ઝૂમખા, બંગડી અને ઘરેણાં વિના પણ સજાવી શકું છું,
હું શાયર છું, મારા શબ્દોથી તને દુલ્હન પણ બનાવી શકું છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ ને થતા હું થંભાવી ન શકું.
ચાહતને મારી છુપાવી ન શકું.

ખાલીપો કેમ સમજાવું તુજને ?
આ દિલને હવે મનાવી ન શકું.

સમય ધીરે ધીરે વહી રહ્યો છે,
ઈચ્છાઓ બધી જતાવી ન શકું.

સમજે છે તું છતા નાસમજ બને,
મનની હાલાત સમજાવી ન શકું.❜❜

@Gujarati
2024/10/02 14:22:15
Back to Top
HTML Embed Code: