Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે,
હતી માત્ર ઓળખ જે, યારી થઈ છે.

બધી લાલી હોઠોની આંખોમાં આવી,
જગા ફેરની શું બીમારી થઈ છે?

ચલો ભૂલવાની શરત રાખું મંજુર,
પુરાશે જગા એ? જે ખાલી થઈ છે!

હતો ખાસ પહેરીને રાખ્યાનો આનંદ;
પીડા વીંટી કાઢ્યાંની ખાસ્સી થઈ છે!

લખીને ભૂંસો છો ને પાછું લખો છો -
સપાટી હૃદયની, શું પાટી થઈ છે?

તમે જે સૂકી ડાળખી સામે મલક્યા,
ફૂટી પળમાં કૂંપળ, એ તાજી થઈ છે.

જરા ધ્યાનથી જુઓ સમજાઈ જાશે;
બે આંખો, હૃદયની ટપાલી થઈ છે!

તમે ખુદની જાણી મઠારી જો આપી,
હવે જિંદગી કંઈક સારી થઈ છે!❜❜
- અંજના ભાવસાર 'અંજુ'

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એકને ભણાવ્યું; ને બીજું ભણે છે,
મા હજુ એના શમણાં લણે છે.

જાત પૂરી દીધી ભીંતકોચલામાં,
માતા ઊંબરને લક્ષ્મણરેખા ગણે છે.

પીંડલે જિંદગીનો નિચોડ બાંધી ,
રોટલી સાથે હવે સ્મરણો વણે છે.

સંબંધો ગૂંથવામાં હોમી દીધેલું,
આખું શરીર પંડ- પીડા જણે છે.

અસ્તિત્વને માટે મથી ખૂબ લીધું,
હાર અંતે પામી એ ખૂદને હણે છે.❜❜
- મુકેશ દવે

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સદા એ હસતો ચહેરો છે પ્રકૃતિનો અહીં,
આપણા જ ભીતરી ભાવમાં મિલાવટ ઘણી.

નથી સ્વાર્થ કે નથી કોઈ જ વેપાર અહીં,
છતાં બગીચે ખિલતી રોજ કળીઓ ઘણી.

થયો હતો જન્મ હતા નિર્દોષ ઝરણાં જેવા,
પ્રેમ ના ઢાળે ઢળતી નિસ્વાર્થ નદીઓ ઘણી.

ગગનમાં ઉડતા પંખીના સ્વાર્થ હીન ચહેરા,
કોયલના ઈંડા સેવતી કાગડી ઓ છે ઘણી.

જંગલમાં વસે સસલા શિયાળને સિંહ વાઘ,
હિંસક માં પણ અહિંસા ની માત્રા છે ઘણી.

સુરજ ચંદ્ર ને તારા સૌ ખુદના બળે પ્રકાશે,
લેવા કરતાં દેવાની તેમાં સદ વૃતિ છે ઘણી.

સ્વાર્થના મુખોટા પહેરેલા ચહેરાનો માનવી,
મારું તારું ના નામે અહમની બેઈમાની ઘણી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પાંચીયું પાવલીની ટીકા કરે છે,
વાટકો અહીં તપેલીની ટીકા કરે છે.

કરવું છે જ ક્યાં કોઈને સ્વમુલ્યાંકન,
ઝુંપડી જુઓ હવેલીની ટીકા કરે છે.

દોસ્ત જ હોય છે બહુધા દુશ્મન,
સહેલી જ સહેલીની ટીકા કરે છે.

ભૂલીને પોતાનું સ્તર, સ્થાન, લાયકાત,
રાજા ભોજ ગંગુ તેલીની ટીકા કરે છે.

મોટાં મૂલ્યની નોટ તો રહેશે મૌન જ,
અવાજ તો બસ સિક્કા કરે છે.❜❜
- મિત્તલ ખેતાણી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક ભવનું ભાથું આપું છું તને.
સંતનું સરનામું આપું છું તને.

માણસો મર્યાની એમાં છે ખબર,
એક જુનું છાપું આપું છું તંને.

એક નાનો ઘાવ ને તેનો મલમ ,
એ ય ભેગા ભેગા આપું છું તંને.

સારા માણસની તને ક્યાં છે કદર,
એક લલ્લુ પંજુ આપું છું તંને.

જો બને તો એક તું ઉમેરજે,
નવ્સો ને નવ્વાણું આપું છું તને.

નાચવું જો હોય તારે તો પછી,
આંગણું યે સીધું આપું છું તંને.

કાનમાં કહી દઉં તને એક નામ,
જીવવાનું બહાનું આપું છું તંને.

લે ચલમ ને ચિપિયો ચુંગી ચિરાગ,
લે, અલખ અણ દીઠું આપું છું તંને.❜❜

@Gujarati
Untitled 3 - જિંદગી ની ડાયરીમાંથી

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For Support ❤️

https://youtu.be/TXR3wKGNlTs
❝Güjârātí😋😜😎
❛❛આ મસ્ત મજાની મૌસમમાં તને મળવું છે,
દૂધમાં સાકર ભળે એમ તારામાં ભળવું છે.

હું ચાતકની તરસ છું, તું વરસાદી વાદળી,
તું ધોધમાર મન મુકી વરસ મારે પલળવું છે.

પથ્થર જેવું દિલ અને તું, ભલે ના પીગળે,
હું હિમશીલા જેવો છું, મારે ઓગળવું છે.

હું સમર્પિત છું પ્રેમમાં, સઘળું કર્યું સમર્પણ,
છું ઈશ્કે પતંગા હું, શમાએ જઈ બળવું છે.

તને મળવું ને તારામાં ભળવું છે,
તારી ચાહતમાં ઝરણું બની ખળખળવું છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તાવીજ તસબી તૂંબડી માળા કે મંત્રો શું કરે?
બેઠા રહો આઠે પ્રહર તો હસ્તરેખા શું ધરે?

ખેડે ન ધરતી,વાવણી કરવાને ચોઘડિયા જુએ,
અવસર ચુકેલા એ કૃષકના વંશવેલા શું ચરે?

છે મૂલ્ય સમયે આગમનનું એ કહે ચોપાનિયું,
વીતી ગઈ જે તક મળી'તી એ વિચાર્યે શું સરે?

ઝગમગ ગગન તાક્યા કર્યુ,તારા ભરી એ રાતમાં,
માગ્યું સવારે જે ગમ્યું તારોડિયું પણ શું ખરે?

ખાલી જઠર ને ખોરડાં, ઉપરથી કિસ્મત ખોખલી,
આશિષ આપે માત્ર એ ઝોલી તમારી શું ભરે?❜❜
- પાયલ ઉનડકટ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કરું બંધ આંખો અને તાર લાગે,
મને મારા ખુદનો બહિષ્કાર લાગે !

કદી આર લાગે, કદી પાર લાગે,
કદી છેક આઘો તડીપાર લાગે.

નિરાકારમાં પણ તું આકાર લાગે,
તું આકારમાં પણ નિરાકાર લાગે !

તને મેં કદી પણ ન જોયો છતાંયે,
મને કેમ તારો અધિકાર લાગે ?

હું ચિક્કાર થઈનેય ખાલી ને ખાલી,
તું ખાલી ને ખાલીય ચિક્કાર લાગે !

આ બ્રહ્માંડ આખું તેં પહેરેલી માળા,
શું અંબાર.. અંબાર.. અંબાર.. લાગે !

ધૂળ ખાતી આ મારી હયાતી,
એ અડકે મને તો કંઇ સંચાર લાગે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛❜ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ અમથું અમથું ક્યાં ફરીથી
કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે???❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કરૂં હું બંધ આંખો તો પણ ધુંધળું કંઈક દેખાય છે,
ચહેરો પરિચિત ને સ્વજનનો હોય એમ જણાય છે!

રીત એની કશુંક આપવાની હોય એવી કળાય છે,
ને થોડુંક સમજાય ત્યાં જ આંખ ખુલી જાય છે!

ખુલ્લી આંખે જયાં વિચારૂં ચિત્તભ્રમ થઈ જાય છે,
જે નથી અહીં એની ઝંખના આમ સતાવી જાય છે!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઈશ્વરનું આજે સરનામું મળી ગયું.
હસતું બાળક એક સામે મળી ગયું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛યાદનું વાદળ બની વરસી પડું,
બસ તને જોવા ફરી લપસી પડું.
હા નથી વરસાદની મૌસમ છતાં,
તોય એવું થાય હું તરસી પડું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હજારો ફૂલની ચીસોનું એ પણ કેદખાનું છે,
તમોને બહારથી લાગે છે બસ શીશી જે અત્તરની.❜❜
- ચંદ્રેશ મકવાણા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તમે ગમે એટલી લાગણી વરસાવો,
રેઇનકોટ પહેરેલા લોકો નહિ ભીંજાય.❜❜

@Gujarati
Untitled 4 - જિંદગી ની ડાયરીમાંથી

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

Thank You So Much For Support ❤️

https://youtu.be/2D84MVW5VlM
❝Güjârātí😋😜😎
❛❛ટચલી આંગળી થી તણખલું પણ ભાંગે એમ નથી,
અને જિંદગી સાલી ગોવર્ધન પર્વત થઈને બેઠી છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મરણ બાજુ વળી આ કારણે બીમારની ઈચ્છા,
અહીં પુરી કરે છે માણસો, મરનારની ઈચ્છા.

મદદ પ્હોંચાડવાના ઢોલ એણે એ હદે પીટ્યા
નર્યા ઘોંઘાટથી ભાંગી પડી આભારની ઈચ્છા.

જરૂરી એટલે પણ છે સમયસર આંખ મીંચી લો
ઘણું જોયા પછી થઈ જાય છે અંધારની ઈચ્છા.

ગરીબી, ભૂખ, શોષણનો સમન્વય થઈ ગયો પહેલા,
પછી જન્મી હતી ત્યાં લોહીના વેપારની ઈચ્છા.

પછી મળવાનું રહેવા દો, સમય કાઢી મળો હમણાં,
અહીં લાંબો સમય ટકતી નથી તકરારની ઈચ્છા.


તમે પુરો કરો રસ્તો, અમે વચ્ચે મરી જઈએ
તમે વગદારની છો હઠ, અમે લાચારની ઈચ્છા.❜❜
- ભાવિન ગોપાણી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જશે જીવ હમણાં જ એવી તરસ છે!
નથી જાણ ખુદને, કે શેની તરસ છે!

ઉપરથી નીચે જોઈ લો કોઈને પણ,
શિખરથી લઈને તળેટી તરસ છે!

જરા અમથું આકાશ ઘેરાતું જોયું,
તરત બારીએ જઈને બેઠી તરસ છે!

બધી પદવીઓના ડૂચા વાળી દીધા,
જનાબ! એવી તો ગાંડીઘેલી તરસ છે!

મજાથી લૂંટે આબરૂ રોજ એની,
જે દરિયાની વચ્ચે ઉભેલી તરસ છે!

ચીસો, તરફડાટ, આંસુઓ ને નિરાશા
મળે એ મુજબ, જેવી જેની તરસ છે!

નથી લાગતું કોઈ એથી જ સુંદર,
ગજાથી વધુ સૌએ પહેરી તરસ છે!❜❜
- સંદીપ પૂજારા

@Gujarati
2024/10/02 20:40:59
Back to Top
HTML Embed Code: