Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛તારી ભીતર સંત છે !
તું ખરો શ્રીમંત છે.

એ જ દુઃખ અત્યંત છે,
હરિ! તું મૂર્તિમંત છે.

એટલે જીવું છું હું,
'દુઃખ હજી જીવંત છે.'

ક્યાંય રોકાતું નથી,
સુખને કેવી ખંત છે ?

આ તરફ જોતાં નથી,
તેઓ શું ભગવંત છે ?

કોઈ પૂછે, તો કહું,
જીવન નર્યું તંત છે.

લો! ઉતારો આરતી,
આપણું દુઃખ મહંત છે.

તો કરોને પારખાં,
પીડા બહુ બળવંત છે.

શ્વાસ પણ લેવાય નહિ,
આ તે કેવો અંત છે !❜❜
- નીલેશ ગોહિલ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શબ્દો ની શોહરત છે દિલ માં
કલ્પના ને હકીકત આપુ છુ

નથી કલમ મારી હીરાજડિત,
પણ શબ્દો હીરા ના આપું છુ

આપો છો પ્રેમ તે શાહી રૂપ
કલમ માં ભરી પરત આપુ છુ

નથી કર્યોં વાયદો જન્મોજનમ નો,
પણ દોસ્તી નિભાવી આપુ છુ

ના ગમે રચના માફ કરશો,દિલમાં
સદાય આપને જગ્યા આપું છું

મળશે નહી કરોડો દેતા લાગણીને
દુઆ ફોગટ માં માંગુ ને આપું છુ

ધન્ય થઈ મલ્યા મિત્રો તમ સમા
પ્રભુ પાસે કયા બીજું માંગુ છુ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એ કારણે મને કદી દુનિયા ગમી નથી,
સઘળું અહીં છે પણ કશુંયે કાયમી નથી.

મૃત્યુની બીક એટલે લાગે છે આપને,
આપે આ જિંદગીને બરાબર ખમી નથી.

આવા પ્રયોગ મારા ઉપર રોજ તો ન કર,
સાચુકલો આદમી છું પ્રભુ! કંઈ ડમી નથી.

મારું હ્ર્દય વિશાળ છે સાબિત થઈ ગયું,
વર્ષો જૂની અગન હજુ સુધી શમી નથી.

એમાંથી બસ ઉમંગ કશે નીકળી ગયો,
મારા જીવનમાં આમ બીજી કંઈ કમી નથી.

પણ તોય એની સાથે નથી ફાવતું હજુ
તકલીફ નહિ તો આમ બીજી - પાંચમી નથી.

પીડાના વાદળોથી એ ઢંકાઈ છે ફકત,
વાસ્તવમાં મારી હામ હજુ આથમી નથી.

મૃત્યુય એને મુજથી અલગ ના કરી શક્યું,
હું ભૂખ્યો છું તો સ્વર્ગમાં પણ મા જમી નથી.❜❜
- વિકી ત્રિવેદી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઈચ્છા નામે સુંદર એક ભિખારણ છે,
જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં એના કામણ છે.

પ્રેશર કુકર જેવો છે જન્મારો ને,
એમાં પાછા અરમાનોના આંધણ છે.

કોઈ પંખી ચણવા ક્યાંથી ઉતરશે ?
ફૂટપટ્ટીથી માપો એવાં આંગણ છે.

આદમ ઇવને છાનો છપનો મળતો'તો,
એ જગ્યા પર આજે તો અભયારણ છે.

ઘટવામાં પૂછો તો કહું કે જીવતર છે,
વધવામાં તો વણકીધી અકળામણ છે.

એ દેખાશે કાયમ મારી આંખોમાં,
એની આંખોમાં તો કેવળ આંજણ છે.

નામ "અગન" છે એથી કૈં મૂંઝાશો નહિ
માણસ સીધો સાદો ને સાધારણ છે.❜❜
- અગન રાજયગુરુ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કાળને પણ બે ઘડી હંફાવનારો જોઈએ;
દોસ્ત થોડી જિંદગી લંબાવનારો જોઈએ.

હોય ખિસ્સા સાવ ખાલી તો કશો વાંધો નહીં;
જિંદગીને મોજથી શણગારનારો જોઈએ.

ઉત્તરો શોધી અને લાવી ભલેને ના શકે;
પ્રશ્ન જેવા પ્રશ્નને પડકારનારો જોઈએ.

એ ભલે છોડે હલેસા મારવા મઝધારમાં;
રેતમાં પણ વહાણને હંકારનારો જોઈએ.

વાત વાતે એ ભલે જુદો પડે વિચારમાં;
દોસ્ત મારો દોસતીમાં માનનારો જોઈએ.

એક ક્ષણમાં એ ભલે ફાડી શકે છેડો છતાં;
એ જ પાછો પ્રેમથી સંધાવનારો જોઈએ.❜❜
- ડૉ. મુકેશ જોષી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહીં સાધના કરવી પડે.❜❜
- કિરણસિંહ ચવ્હાણ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કહી શકતું ભલે ના કોઈ આઝાદી અધૂરી છે,
તિરંગો બોલવાનો રોઈ આઝાદી અધૂરી છે.

અહીં હિન્દુ, તહીં મુસ્લિમ, પણે ઈસાઈ ઇત્યાદિ,
ગુલામી હર પ્રકારે જોઈ આઝાદી અધૂરી છે.

જે માનવતાને માટે પ્રાણ દીધા કૈંક વીરોએ,
એ માનવતા જ આજે ખોઈ આઝાદી અધૂરી છે.

રિવાજો, વર્ણ, અંગત માન્યતા ને ધર્મની બેડી,
હજી આઝાદ ક્યાં હરકોઈ? આઝાદી અધૂરી છે.

અહિંસા નામ રઝળે ધૂળ ખાતી કૈંક પસ્તીમાં,
અહિંસા લાલ રંગે ધોઈ આઝાદી અધૂરી છે.❜❜
- અશોક ચાવડા બેદિલ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સારૂ છે જો ઘડપણ આવે,
ઈચ્છાઓને સમજણ આવે.

ખુબ જ સારા કામ કરો છો?
તો તો નક્કી અડચણ આવે.

જીવતા લોભી શાતા પામે,
એવું પણ કોઈ તર્પણ આવે?

કાયમ સ્મિત રહે ચહેરા પર,
ફોટા જેવું દર્પણ આવે?

કોઈ સલા’સૂચન માંગે તો,
મૂરખને પણ ડહાપણ આવે.

ખુશીઓનું છે તારા જેવું,
આવું છું કહી ના પણ આવે.❜❜
- શૌનક જોષી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છેક સાંજે નહીં, સવારે માગવા જેવું હતું,
સ્હેજ કિસ્મતથી વધારે માગવા જેવું હતું.

તેં વગર ધીરજ ધર્યે મૂકી દીધી સૌ માગણી,
એ ક્હે કે "માગ" ત્યારે માગવા જેવું હતું.

બંધ દરવાજા કર્યા તેં જે રીતે આ થાય છે,
કોઇ બીજા યોગ્ય દ્વારે માગવા જેવું હતું.

હું અભિભૂત થઉં, નમું, આગળ ફરું, પાછળ ફરું,
એ બધું મારા વિચારે "માગવા જેવું" હતું.

એ રીતે "નીરવ " અનુકૂળ થઇ ગઈ આખી સફર,
એ ન સમજાયું કે ક્યારે માગવા જેવું હતું.❜❜
- નીરવ વ્યાસ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે,
દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે.

ના પવન, ના દિશાઓ બદલાણી,
મેં જ મારો પડાવ બદલ્યો છે.

નાવ છે એ જ, નાખુદા પણ એ જ,
પણ નદીએ બહાવ બદલ્યો છે.

જે હતું એ જ છે જગત આખું,
માણસોએ લગાવ બદલ્યો છે.

મોત સીધું, સરળ, રહ્યું કાયમ,
જિંદગીએ જ દાવ બદલ્યો છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અધૂરી વાત કરીને જશો નહીં,
હૈયાને તાપ આપી જશો નહીં.

રાહ બહુ જોઇ છે રોજ અમે,
ફરી આવીશ કહી જશો નહીં.

સફર એકલવાયી બહુ કાપી,
હવે રસ્તો બદલી જશો નહીં.

આવવું તમારું જીવન અમારું,
થોડીક વાર રોકાઈ જશો નહીં.

હકીકત બનીને આવ્યા છો તો,
ક્ષણ આભાસી દઈ જશો નહીં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આંખો જેવડું પાત્ર લઈને,
દરિયો આખો ભરતીતી.

પાંપણનો સહારો લઈને,
આંસુની ખારાશ વહેતીતી.

નિસાસાના મોજાં લઈને,
ફેર ફૂદેડીઓ ફરતીતી.

ઓચિંતું આગમન લઈને,
વરસાદ બની વરસતીતી.

નાનો એવો પથ્થર લઈને,
જાતને હું જોખતીતી.

ખુદની ખબર લઈને,
હાશકારો અનુભવતીતી.❜❜
- ભગવતી વીસાવાડિયા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛થયો હું પૂર્ણ જ્ઞાની ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું-
નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું.

મળી પાંખો તો આંખોમાં સકળ આ આસમાન આવ્યું,
તૂટી પાંખો તો ઘરતીને ખૂણે અલ્લાહનું ધ્યાન આવ્યું.

અધૂરો રહી ગયો હું, પૂર્ણ થાવાની ઉતાવળમાં,
મૂકેલું ધોધ નીચે પાત્ર જોતાં, મુજને ધ્યાન આવ્યું.

આ વૈભવની ગગનચુંબી ઈમારતોની અગાસી પર -
અચાનક, યાદ વર્ષોથી ભૂલાયેલું ઈમાન આવ્યું.

હતાં, સંજોગ તો સરખા; ભલે કારણ હતાં જુદા -
મને આડું સ્વમાન આવ્યું, તને આડું ગુમાન આવ્યું.

કિનારો નાવ ને નાવિક; ગયા અન્યોના હિસ્સામાં –
અમો નાદાનના ભાગે તો કેવળ આ તૂફાન આવ્યું.

સફર થઈ પૂરી જીવનની કેવળ બે મુકામોમાં;
પ્રથમ તારું મકાન આવ્યું, પછી સીધું સ્મશાન આવ્યું.

ચરમ સીમા હતી ‘કાયમ’, એ મારી કમનસીબીની
જીવનમાં અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું!❜❜
- કાયમ હઝારી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ કરવાની પરવાનગી ના હોય સાહેબ,
દિલ પર કબજો તો આંખથી થઇ જાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘણા એવા ગરીબ પણ જોયા છે મેં,
જેની પાસે રૂપિયા સિવાય બીજું કંઇ નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પોત જ હું ગમાર હતો, કોણ માનશે ?
એનો તો બહુ વિચાર હતો, કોણ માનશે ?

ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ,
ચંપલનો એ પ્રહાર હતો, કોણ માનશે ?

લિપસ્ટિક ને લાલીઓ મહીં વપરાઈ જે ગયો,
મારો પૂરો પગાર હતો, કોણ માનશે ?

જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો,
સળિયો એ ધારદાર હતો કોણ માનશે ?❜❜
- રઈશ મનીઆર

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારા શહેરમાં જોને બહુ છે ખાડા,
સડક પર આવે છે જનાવર આડા.

આડા અવળા લોકો હાંકે છે ગાડા,
મળે બધા માણસ ચામડીના જાડા.

રહેવું અહીં મોંઘું વધારે છે ભાડા,
શું કમાવું શુ ખાવું એ રોજના રાડા.

બહુ તકલીફમાં વીતે છે મારા દાડા,
કમાઇ લઉં મહેનત કરી પૈસા થોડા.

ધર્મ અને સંપ્રદાયમાં થયા છે વાડા,
બાખડે છે જાણે કે હોય કેમ પાડા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !❜❜

@Gujarati
2024/10/02 22:32:59
Back to Top
HTML Embed Code: