Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.❜❜
- બેફામ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચૂકતો નથી,
હોય દ્વારિકાધીશ કૃષ્ણ જેવો મિત્ર મારો તોય હું મર્યાદા મુકતો નથી.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.❜❜
- હેમેન શાહ

Join ➻ @Gujarati
❝ѶɘɘRɐ😎😋😜
❛❛શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?

ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?

બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?❜❜
- રમેશ પારેખ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર..!❜❜
- અદમ ટંકારવી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દુર્દશાને લાગ્યો આ આઘાત છે ,
મારો ના કોઈ જ પ્રત્યાઘાત છે .
દુર્દશામાં પણ શબદ વૈભવ મળ્યો
વાહ... સુંદર તારી હરએક ઘાત છે.❜❜
- કાજલ કાંજિયા 'ફિઝા'

Join ➻ @Gujarati
❝ѶɘɘRɐ😎😋😜
❛❛ઘટે છે કૈંક ઘટનાઓ તમે જે ચહી નથી હોતી,
અમસ્તી આંખમાં અશ્રુની ખાતાવહી નથી હોતી.

હું તમને પ્રેમ કરવાનો પુરાવો લઈને આવ્યો છું,
મને સમજાય છે વાતો તમે જે કહી નથી હોતી.

ઘણા વરસો પછી જોયા તો મનમાં પ્રશ્ન ઉદભવ્યો,
અમુક ચહેરા ઉપર શાને સમયની સહી નથી હોતી?

અને એ યાદ આવ્યું તો ચકાસ્યા મેંય હોઠોને,
સુખદ સ્પર્શોની કોઈપણ નિશાની રહી નથી હોતી.

હું હમણાં પ્રેમ કરવા પર પ્રવચન દઈને આવ્યો છું,
ઘણાં છે દર્દ જેમાં દોસ્ત, આંખો વહી નથી હોતી.

ગઝલ આવે જ છે મળવા સમય પર, પૂછ ‘ચાતક’ને,
સમયસર આપણે કેવળ કલમને ગ્રહી નથી હોતી.❜❜
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારા હરએક શ્વાસનો પર્યાય તું ,
જિંદગી તારા વગર જીવાય શું !

માંગું ઈશ્વર પાસે હું એકજ દુવા ,
કે દુવામાં ના કદી વિસરાય તું .

સ્નેહ-નફરતમાં તફાવત આટલો ,
પંખી એક ઊડ્યું ને એક મુંઝાય ગ્યું .

દર્દ મારે રાખવું 'તું ભીતરે !
વાતમાને વાતમાં ચર્ચાય ગ્યું .

ગઈ સદીઓની સદીઓ એ છતાં !
સૌની અંદર સૌનો ક્યાં ભૂંસાય હું !❜❜
- કાજલ કાંજિયા 'ફિઝા'

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અંતરના ઓરડે ખાલીપો રાખવા કરતાં,
તૂટેલા સબંધની સીડીના બે પગથીયા ચડી લેવા સારા.❜❜

Join ➻ @Gujarati
2024/10/03 11:14:44
Back to Top
HTML Embed Code: