Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛નથી મળ્યું તારા જેવું આજ સુધી મને,
એ વાત અલગ છે મળી તો તું પણ નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મને તો નીચે ઉતારી લેશે લોકો,
પ્રેમ લટકેલો રહેશે પંખા પર.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ કોઈ ગલી કે બગીચામાં ના મળે,
હૈયાની ડેલી ખુલી રાખી આંખોને દાવ પર લગાવી પડે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જીવનચાકડે ઘુમી ઘુમીને,
રોજ થોડું ઘડાતી આવી.

કાચી માટીનું કલેવર જુનું,
ટપ ટપ નીત ટિપાતી આવી.

ટક ટક ટક ટક પડે ટકોરાં,
નિભાડે તપતી તવાતી આવી.

પોત નવુંને ભાત પાડવાં,
રોજ જીણું કંતાતી આવી.

મોહ-માયાનાં જાળાં ગુંથ્યાં,
જાળ રોજ ગુંથાતી આવી.

પિંડદાનનાં પાનેતરને,
ચારેકોર વણાતી આવી.

માટી છું ને માટી થઈ જઈશ.
જીંદગી આખી વચ્ચે આવી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને !!
સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને !!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દોરડું ભલે દુ:ખનું રહ્યું,
હીંચકો તો કાયમ સુખનો જ ખાવાનો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આખા જગથી એ સાવ છાનું છે,
તારી યાદોનું મનમાં ખાનું છે.

એનું કંઈ પેચકસ કે પાનું છે?
મનનું ભંડકિયું ખોલવાનું છે.

નભનો ખૂણેખૂણો ફરી લો પછી,
એય પિંજર શુ લાગવાનું છે.

સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે.

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.

કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.❜❜
– હેમંત પૂણેકર

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તને ક્યાંથી ખબર તારા વિશે શાયરી એટલે શું,
મારા શબ્દની શોભા વધારવાનો નર્યો અખતરો છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એમણે કહ્યું કે, તમારી આંખો બહુંજ સુંદર છે,
અમે પણ કહ્યું કે, તમારાં સપનાં બહું જુએ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નયનોમાં તમે વસ્યા છો, બીજી કોણ સમાય,
ધાગો હોય તો તોડી દઉં, પ્રીત નાં તોડી જાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શું ખરેખર પથ્થરમાં દેવ છે?
બધે હાથ જોડવાની ટેવ છે?

મદિરા વગર પણ નશો ચડે,
તો શું એમાં કોઈ હેરફેર છે?

આયખું ગાળ્યું જેણે મંદિરે,
સાચે જ એ હરખભેર છે?

મણકા ઘસાયા માળા ફેરવી,
તોય તારા મારામાં કોઈ ફેર છે?

મિજાજ ભલે જુદો તારો મારો,
પણ મારે ને એને કોઈ વેર છે?❜❜
- ડૉ. રાહુલ પંડ્યા.

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જોવું છે, કેટલો છે તમારા હદયમાં પ્રેમ
મારા નહી, તો કોઈ બીજાના જરા બનો.❜❜
- મરીઝ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પાયાના પથ્થર હોય એને તો
હંમેશા દબાઈને જ રહેવું પડે,
તે બહાર નીકળવાનું કરે તો
આખી ઈમારત ભાંગી પડે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું આવે અષાઢી સાંજ બની તો
વાદળની જેમ અનરાધાર વરસવું છે.
તું આવે મારી અગાસીએ મળવા તો
આકાશ ભરી વરસવું છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પરાજિત છે, પણ એને ક્યાં વસવસો છે.
એ દુશ્મનની મર્યાદા જાણી ગયો છે.

દીવાએ, જે અંધારને બાળી મૂક્યો,
એ વંટોળિયો થઈને જન્મી ચૂક્યો છે.

હવે ક્યાંથી એને હરાવી શકાશે!
જે મનને હરાવીને બેઠો થયો છે.

પવન પાણીનાં પ્રેમમાં છે ગળાડૂબ
સમાચાર પરપોટો આપી ઉભો છે.

બધાં માને છે મારે એક જ છે ચહેરો
હું પણ ખુદને કહું છું અરીસો જૂઠો છે.

હવે કોઈ આવીને સરખુ કરી દો,
અહીં માણસાઈમાં ગોબો પડ્યો છે.

એ કહેતો હતો 'જે થશે જોઈ લઈશું'.
ખરેખર થયું, તો એ જોઈ રહ્યો છે.❜❜
- ગૌરાંગ ઠાકર.

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારી લાગણીઓ તારા માટે
ધ્રુવના તારા ની જેમ જ રહેશે,
તું તારી દિશા બદલીશ તો પણ
હું સીધી રેખામાં જ તારી સામે રહીશ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સંજોગોથી વિવશ છો એ સુંદર દલીલ છે,
ચાલો મને કબૂલ તમે બેવફા નથી.❜❜
- મરીઝ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છેક નીચે ધરા પરથી એને કોણ વઢ્યું હશે ?
કે આ આભ અષાઢે આટલું બધું રડયું હશે.❜❜

@Gujarati
2024/11/14 02:51:04
Back to Top
HTML Embed Code: