Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛માટી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું ગળપણ રાખવું!

ઉંમર થાય તો ભલે થાય,
મનથી આઘું ઘડપણ રાખવું!

જીવવાની આવશે તો મજા,
મનમાં એકાદ વળગણ રાખવું!

કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું!

લો મદદ કોઈની જિંદગીમાં કદી,
એનું સદાય ઋણ પણ રાખવું!

મળે સિદ્ધિ તે નિયતિનો ખેલ,
ગુમાન કદી ના સહેજ પણ રાખવું!❜❜

Join ➻ @Gujarati
નથી ગમતું - પૃથ્વીરાજસિંહ જાડેજા

Like, Share And Subscribe My YouTube Channel. Or turn On Bell 🔔 Icon For New Video Notification.

https://youtu.be/oJTF1F21w7k
❝Güjârātí😋😜😎
❛❛વરસાદ ઝરમર વરસે તો ગમે.
વાદળા ફરફર ગરજે તો ગમે.

ટહુકા સાવ મૌન બની ગયા,
એકાદ મોરલો ટહુકે તો ગમે.

સૂકી રેતીને કોણ પૂંછે હવે ?
ભીનાશ મહીં સરકે તો ગમે.

કોરા આપણે તો યે નીતરતા,
લાગણી જેવું છલકે તો ગમે.

વરસાદમાં પલળવું કોને ન ગમે,
મારી ભીતર ઝરમર ટપકે તો ગમે.❜❜
- ભૂષિત શુકલ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ કરવા ની સજા કડક મળી,
સજા માં જો લાંબી સડક મળી.

નાત નાં ખોખલા વેંચાણ માં,
અર્થહીન એક એવી અટક મળી.

સ્નેહ,લાગણીઓ ની શોધમાં,
સારા સંસાર માં ભટક મળી.

જીવન સંવેદના વિહીન કર્યું,
એક અજનબી ની ધડક મળી.

ગમ ને ભીતર દફન કર્યા તોય,
આંખમાં આંસુ ની ટપક મળી.❜❜

Join ➻@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કાનમાં ક્હેવાય એવું છે !

પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે ?
સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે.

તમે છો એટલે આશા હજી પડતી નથી મૂકી,
મને વિશ્વાસ છે પૂરો, હૃદય સંધાય એવું છે.

નથી નાખી દીધાં જેવું કલેવર હાલ તો મારું,
હજી તો થીગડાં પર થીગડું દેવાય એવું છે.

નથી મોહક રહ્યું પહેલા સમું એ વાત સાચી છે,
છતાં આ ખોળિયું થોડાં વરસ પ્હેરાય એવું છે.

કરી છે કરકસર મેં શ્વાસની, વાંધો નહીં આવે,
હજી બે-ત્રણ વરસ તો પ્રેમથી ખેંચાય એવું છે.

મુસીબત છે, કરે છે જીદ સાથે આવવાની સૌ,
અને આ સ્વપ્ન કેવળ એકલા જોવાય એવું છે.

નિયમ તો છે લખીને આપવાનો, હુંય જાણું છું.
ઘણું એવુંય છે જે કાનમાં ક્હેવાય એવું છે !
- કિશોર જિકાદરા

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સામે કદી જોયું નહીં, તો કેમ અંગત માનવું?
કોઈ કશું બોલ્યું નહીં, તો કેમ અંગત માનવું?

સંબંધમાં સન્માન જાળવવું અપેક્ષિત છે, છતાં,
નમતું કદી જોખ્યું નહીં, તો કેમ અંગત માનવું?

કહેતાં હતાં- 'ખખડાવજે તું દ્વાર અડધી રાત્રિએ',
પણ, બારણું ખોલ્યું નહીં, તો કેમ અંગત માનવું?

ક્યારેક સગપણમાં જતું કરવું પડે સઘળુંય, પણ,
કોઈએ કશું છોડ્યું નહીં, તો કેમ અંગત માનવું?

કાપ્યા પછી કૂંપળ ફૂટે, મૂળિયાં સલામત હોય તો,
પણ, પાંદડું કોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?

પાણી ન પાયું જીવતાં, તોપણ મળી માફી, છતાં,
જળ પીપળે ઢોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?

ભરચક સભામાં લાજ લૂંટાઈ, છતાં મૂંગા રહ્યાં,
વહારે કોઈ દોડ્યું નહીં, તો કેમ અંગત માનવું?

કારણ બધાં શોધ્યાં કર્યાં- 'શાને થયું છે હાર્ટ-ફેઈલ?'
દિલ જીવતાં ખોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?

'આંસુ મગરનાં' જોઈ, મૃત્યુ બાદ 'ધીરજ'ને થયું-
'કોઈ ખરું રોયું નહીં, તો કેમ અંગત માનવું?❜❜
- ડૉ. ધીરજ એસ. બલદાણિયા, અમદાવાદ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કાંડે બાંધો છતાંય અટકે છે?
એ સમય છે, સમય તો સરકે છે.

આપવા નીકળ્યો છે સંદેશો,
વાયરો દ્વારે દ્વારે ભટકે છે.

એમની પાસે શું અપેક્ષા હોય,
વારો આવ્યો નથી કે છટકે છે.

સાંભળી ગ્યા હશે પ્રણયની વાત,
સુક્કાં સરવર જો કેવાં છલકે છે.

આગ ચાંપી ગયું છે અંગત કોઈ,
પીઠ પાછળનું હાસ્ય ખટકે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હોઠના જામ જેવું બીજું કોઇ ગળપણ હોય તો કે..!
આ સંબંધ જેવું બીજું કોઇ સગપણ હોય તો કે..!!

જીવન આખું જીવ્યા ને હજુએ જીવવાના..
મોજમાંજ રહેવા જેવું બાળપણ હોય તો કે..!!

અદેખી ને મતલબી બની બેઠી છે આ દુનિયા..
છતાં પણ ગામડા જેવું ભોળપણ હોય તો કે..!!

બધુંજ તો તારું ને અમે પણ તારા જ છીએ..
છે ઇશ્વર સંગ જેવું શાણપણ હોય તો કે..!!

"જગત"ના રંગો કેટલા નીરાળા હોય છે..
ખૂબ ખુશ છું, કહેવા જેવું ઘડપણ હોય તો કે..!!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.❜❜
- સ્નેહી પરમાર

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી,
અધૂરા કાર્ય જો મૂકશો પડતા તો કંઈ વળવાનું નથી.

ચકલીની આંખ સિવાય પણ આડુંઅવળું દેખાશે ઘણું ,
મૂળ મુદ્દાથી ભટકી જશો તો, લક્ષ્ય કદી કળવાનું નથી.

પલાયનવાદ ના પેટે પ્રતિષ્ઠા કયારેય જન્મ લેતી નથી,
અડગ રહેજો આખર સુધી, કયાંય પણ ચળવાનું નથી.

મુસીબતો ને મુશ્કેલીઓ આવતી રહેશે એક પછી એક,
સામનો કરો, સંઘર્ષ કરો, રાંકાની જેમ રઝળવા નું નથી.

શક્તિહીન,પરાધીન નું કોણ સાંભળે છે આ સમાજમાં ?
પત્થર છે બધા પરમેશ્વરો, કોઈ અહી પિગળવાનું નથી.

અગનપિછોડી ઓઢી છે,તો આગ પણ ઓલાવવી પડશે,
સલાહ આપવા આવશે સહુ, સાથે કોઈ સળગવાનું નથી.

આત્મહત્યા એ અંતિમ પ્રયાય નથી,સમસ્યાના સુજાવનો,
"મિત્ર" જીવો ત્યાં સુધી ઝઝુમો,માથે પડેલું,એ ટળવાનું નથી.❜❜
- વિ કે સોલંકી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સામે કદી જોયું નહીં, તો કેમ અંગત માનવું?
કોઈ કશું બોલ્યું નહીં, તો કેમ અંગત માનવું?

સંબંધમાં સન્માન જાળવવું અપેક્ષિત છે, છતાં,
નમતું કદી જોખ્યું નહીં, તો કેમ અંગત માનવું?

કહેતાં હતાં- 'ખખડાવજે તું દ્વાર અડધી રાત્રિએ',
પણ, બારણું ખોલ્યું નહીં, તો કેમ અંગત માનવું?

ક્યારેક સગપણમાં જતું કરવું પડે સઘળુંય, પણ,
કોઈએ કશું છોડ્યું નહીં, તો કેમ અંગત માનવું?

કાપ્યા પછી કૂંપળ ફૂટે, મૂળિયાં સલામત હોય તો,
પણ, પાંદડું કોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?

પાણી ન પાયું જીવતાં, તોપણ મળી માફી, છતાં,
જળ પીપળે ઢોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?

ભરચક સભામાં લાજ લૂંટાઈ, છતાં મૂંગા રહ્યાં,
વહારે કોઈ દોડ્યું નહીં, તો કેમ અંગત માનવું?

કારણ બધાં શોધ્યાં કર્યાં- 'શાને થયું છે હાર્ટ-ફેઈલ?'
દિલ જીવતાં ખોળ્યું નહીં, તો કેમ અંગત માનવું?

'આંસુ મગરનાં' જોઈ, મૃત્યુ બાદ 'ધીરજ'ને થયું-
'કોઈ ખરું રોયું નહીં, તો કેમ અંગત માનવું?'❜❜
- ડૉ. ધીરજ એસ. બલદાણિયા, અમદાવાદ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈની નાની લીટી ભૂંસ્યા વગર મોટો થયો છું,
એકડો આજીજીનો ઘૂંટ્યા વગર મોટો થયો છું.

પ્હાડની છાતી ચીરીને મેં કર્યો છે માર્ગ મારો,
મંદિરોના પથ્થરો પૂજ્યા વગર મોટો થયો છું.

કોઈ તનથી કોઈ મનથી તોડવા મથતા રહ્યાં પણ,
સૌ પ્રહારો વેઠીને તૂટ્યા વગર મોટો થયો છું.

બાગ મારા ઘરની સામે જોઈ બહુ આનંદ થતો પણ,
ફૂલ કે તાજી કળી ચૂંટ્યા વગર મોટો થયો છું.

જેટલી ક્ષમતા હતી બસ એટલું મેં લીધું છે જ્ઞાન,
અડધી રાતે પેટમાં દુઃખ્યા વગર મોટો થયો છું.

આમ તો 'સાગર' કિનારે ઘર વસાવ્યું છે છતાંયે,
ચાંચિયાબાજીથી કંઈ લૂંટ્યા વગર મોટો થયો છું.❜❜
- રાકેશ સગર

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રસંગોમાં જીવું છું તોય ઘટના ખોઈ બેઠો છું,
હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું.

મને મંઝિલ મળી એનો હરખ છે, ના નહિ પાડું,
છે પીડા એજ કે હું ગમતાં રસ્તા ખોઈ બેઠો છું.

વિવાદોમાં હતો ત્યારે ઘરે ઘરમાં હું ચર્ચાયો,
જીવું છું સાફસૂથરું તો એ ચર્ચા ખોઈ બેઠો છું.

પ્રસિદ્ધિના શિખર પર એ ખબર પડતી નથી જલ્દી,
હું મારી જાતને મળવાના નકશા ખોઈ બેઠો છું.

હું પત્થર પૂજતો ત્યારે ન’તી મારી દશા આવી,
મળી કૈં સાધુ-સંતોને હું શ્રદ્ધા ખોઈ બેઠો છું.

તને બેચેન રાતોની કસક હું કેમ સમજાવું,
હું તારી નિંદ માટે મારા સપના ખોઈ બેઠો છું.

પુરાવો પ્રેમનો એથી વધારે શું તને આપું?
રટૂં છું નામ તારું ને હું ગણના ખોઈ બેઠો છું.

મળી ખોબો ભરીને હર ખુશી પરદેશમાં ‘ચાતક’
હું મારો દેશ, મારી માની મમતા ખોઈ બેઠો છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એણે કીધું પલળી જઈએ,
સાથે થોડું બ્હેકી જઈએ.

વરસાદે બંને ભીંજાયા,
કોરાકોરા સમજી જઈએ.

મોસમ મસ્તીની આવી, ચાલ,
ચોમાસામાં સળગી જઈએ.

હૈયામાં જો વાદળ ફાટ્યું,
અંદર બંને વરસી જઈએ.

છો ને દુનિયા મળવા ના દે,
દૂર રહીને સ્પર્શી જઈએ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,
સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું!

દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,
નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

પડે દીવાલ જો, આખી ચણી હું એક ચપટીમાં,
તિરાડો પૂરવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

અમે તો જન્મ દેનારા, સવાલો પર સવાલોને,
ઉકેલો લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

સુગંધો મોકલી ફૂલો ગજબની ચાલ ચાલ્યા છે,
હવા ને ચૂમવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

જુઓ મારી હથેળીમાં ઊગ્યું તે સર્વ મારું છે,
મળ્યું તે છોડવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !❜❜
- આબિદ ભટ્ટ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારા જ કત્લ માટે તલવાર માંગતો'તો,
સામેથી કોઈ પાસે હું પ્યાર માંગતો'તો!

હૈયું કઠણ કરીને મેં 'ના' જ પાડી એને,
પોચું છે કાળજું ને અખબાર માંગતો'તો!

સાધુ થવાની ઈચ્છા એ જોઈને મરી ગઈ,
એક સાધુ કરગરીને સંસાર માંગતો'તો!

કોઈ હૃદયનો કેવળ નાનકડો એક ખૂણો,
એથી વધારે ક્યાં હું વિસ્તાર માંગતો'તો!

ઘેલું ગઝલનું લાગ્યું તો લાગ્યું એ હદે કે,
હું દર્દ માંગતો'તો, ચિક્કાર માંગતો'તો!

માઠી દશા કોઈને આવે કદી ન આવી,
ખુદ જામ થઈ હું એને પીનાર માંગતો'તો!❜❜
- સંદીપ પૂજારા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.

પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.

નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દ્રષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?

મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.

નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.

રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

ભલે "ગાફિલ " કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.❜❜
- મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛નકામા તંત તોડીને શિવોહમ્ નાદ ગજવી દે,
બધાંયે સંત છોડીને શિવોહમ્ નાદ ગજવી દે.

નથી મુંડન કરાવ્યે કાંઈ પણ વળતું, ખરેખર તો-
અહંનું શિર બોડીને શિવોહમ્ નાદ ગજવી દે.

બધા તારા હઠાગ્રહને સમજ શ્રીફળ અને પ્યારા,
સમયસર એ જ ફોડીને શિવોહમ્ નાદ ગજવી દે.

અનુભૂતિ એ ના મંદિર ન કોઈ મસ્જિદે મળશે,
હૃદયમાં ડૂબ દોડીને શિવોહમ્ નાદ ગજવી દે.

જીવન એક નાવ જેવું છે તજી દે મોહનું લંગર,
તું છુટ્ટી મૂક હોડીને શિવોહમ્ નાદ ગજવી દે.❜❜
- નીરજ મહેતા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બહુ ગોબરો ભિખારી દિલને ગમી ગયો,
લીલું થયું જો સિગ્નલ, આઘો ખસી ગયો.

એનું શરીર ફૂલોનો ભાર નહિ ખમે,
જે જણ બિચારો ઝાકળ પડતાં મરી ગયો.

એ બાપ કેમ માને કે રાત થઈ ગઈ?
જેનો ભરી બજારે દહાડો પડી ગયો.

ઈશ્વર થવાની તક પર પાણી ફરી વળ્યું !
ભિક્ષુકનો હાથ જોઈ આગળ વધી ગયો.

જૂઠું કહી જગતને લોકો ઊભા થયા,
મંદિરનો પૂજારી પણ ઘર ભણી ગયો.❜❜
- મધુસૂદન પટેલ 'મધુ'

@Gujarati
પરીપક્વતા એ નથી કે, તમે મોટી મોટી વાતો કરો..

પરીપક્વતા એ છે કે,તમે નાનામાં નાની વાત સમજો..!

@Suvichar
2024/10/03 04:27:14
Back to Top
HTML Embed Code: