Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛વધતા દર્દોની કોઇ દવા ના રહી,
તારા ગયા પછી મહેફીલની કોઇ મજા ના રહી.

જાણે એકલો રહેતો ઇશ્વર મંદિરગર્ભ માંહી,
એનુ ઐશ્વર્ય વેરતી શિખર પર ધજા ના રહી.

ઠેસ લાગી છે ડગલે ને પગલે રીતરીવાજોથી,
તારા વિરહ જેવી બીજી કોઇ સજા ના રહી.

પુષ્પો તણી ખુશ્બુ લઇ આવ્યા’તા જીવનમાં,
કંટક સમી જીંદગીમાં એની હવા ના રહી.

રોજ કોસતો રહું છું આ દિલને,
જરાક અમથી બે દિલ વચ્ચે વફા ના રહી.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,
દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે!

ખુલ્લી જે બારી માંથી અપાતું હતું સ્મિત,
હવે, તે બારી સદાય બંધ જ દેખાય છે!

જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,
તે હોઠ બધા હવે માસ્ક તળે ઢંકાય છે!

બાજુ ની રેંકડી ની પેલી તરબતર ખુશ્બુ,
હવે ઘર માં જ સાંજે ખીચડી રંધાય છે!

કાઢી નાખતા હતા કુચા ઉથલાવીને બધા,
એ છાપા હવે મોબાઈલ માં વંચાય છે!

હતો જેનો ના આવ્યા નો ઉચાટ ઘણોય,
તે કામવાળા યાદ માં પણ ક્યાં વરતાય છે?

શીખી ગયા છે સૌ હાથ દેતા ઘરકામમાં,
ઝાડુ મારવામાં હવે સ્ટેટ્સ જણાય છે?

દીકરી ભણે લેપટોપ પર, દીકરો મોબાઈલમાં,
ભણવાની નવી રીતમાં વિસ્મય જણાય છે!

ટાઈ, બૂટ, શુટ, રૂમાલ, પાકીટ નથી જોયતા,
બેસી ઘરમાં, ચડ્ડી પહેરી બધું કામ થાય છે!

કેટલી વધારી હતી વ્યર્થ ની જરૂરતો સૌ,
નકામું હતું સઘળું હવે એ સમજાય છે!❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારો નશો પહોંચે અગર આજે જો છેલ્લા સ્તર સુધી,
તું છોડવા આવે મને શું છેક મારા ઘર સુધી?

ઝાંપા સુધી તો કોઇ પણ છોડી જશે, વિશ્વાસ છે
મારી સફર અઘરી હશે ઝાંપેથી બસ બિસ્તર સુધી.

આશા નથી કલિયુગમાં કે કોઈ મને સમજી શકે
મેં રાહ તારી, ઓ સનમ! જોઈ હતી દ્વાપર સુધી.

તું પણ અહીં જોઈ રહી છે રાહ, હું માની જઈશ
તારો ખરીને આવશે જો આપણાં અંબર સુધી.

પૃથ્વી ઉપર હું ક્યાંય પણ પહોંચી શકું? સંભવ નથી
મારા કદમ બહુ ચાલશે, તો ચાલશે સાગર સુધી.

વ્હેલી સવારે વાદળોએ આભને ઘેરી લીધું,
અજવાસ! તું રોકાઇ જા આજે ફરી ઝરમર સુધી.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘા ની વાત કરવી છે, ઘસરકા ની વાત કરવી છે,
નિરાંત લઈ મળજે દોસ્ત, મીઠાં સણકા ની વાત કરવી છે...

મનખાની વાત કરવી છે, અભરખાની વાત કરવી છે,
નિરાંત લઈ મળજે દોસ્ત, દિલના તણખા ની વાત કરવી છે

નથી કહેવું દુનિયાના વ્યવહાર વિશે, નથી કહેવું સંબંધોના ઉપકાર વિશે,
ટુકડે જીવાતી જિંદગીના ઇલમની પુરી વાત કરવી છે,
મલમ લઈ મળજે દોસ્ત, ઊંડા જખમની વાત કરવી છે...

નથી કહેવું ઘટનાના સંદર્ભ વિશે, નથી કહેવું ભુલાયેલા દર્દ વિશે,
કથાઓ એની પ્રચલિત, ઘૂંટેલા પ્રણયની વાત કરવી છે,
સમય લઈ મળજે દોસ્ત, ખૂટેલા સમયની વાત કરવી છે...

નથી કહેવું મારાથી છુપાવ્યું એના વિશે, નથી કહેવું શું ગુમાવ્યું એના વિશે,
રાતોની રાતો વહી છું, એ દુર્ઘટનાની વાત કરવી છે,
રૂમાલો લઈ મળજે દોસ્ત, દબાયેલાં ડુસકાં ની વાત કરવી છે...

નથી કહેવું પોતાનાનાં હુમલા વિશે, નથી કહેવું હાથોની કલા વિશે,
એક ઝીણી તિરાડ પછી, ઘર ધસી જવાની વાત કરવી છે,
ખભો મિલાવી મળજે દોસ્ત, જિંદગી ઝૂકી રહ્યાની વાત કરવી છે...❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જ્યારથી આ દેહના પોશાકમાં છું
એમ લાગે છે સતત કે રાખમાં છું.

સ્થીર ઊભેલો મળું તો માનજે કે,
ભીતરેથી ખૂબ ભાગાભાગમાં છું.

આપણા બંનેવનું છે વસ્ત્ર એક જ
તું સફેદીમાં અને હું ડાઘમાં છું.

એક ઘરનો હુંય હિસ્સો થઈ જવાનો,
છું તણખલું ને વિહંગની ચાંચમાં છું.

પ્રશ્ન છે અઠવાડિયાના સાત દી નો
આજમાં કાયમ નથી બીજા છમાં છું.

એમને જઈને જ મારો વ્યાપ પૂછો
એ કહે છે એમના અંદાજમાં છું.

એક દુશ્મનને કરી’તી મેં મદદ
એ દિવસથી દોસ્તોની દાઝમાં છું.

દુર્દશા મારી છે જગની સદનસીબી,
શસ્ત્ર પર લાગી ગયેલા કાટમાં છું.

ઊંઘવું છો ને પડ્યું રસ્તાના ખૂણે,
સ્વપ્નમાં તો બાદશાહી ઠાઠમાં છું.

છાંયડો ક્યાંથી તને આપી શકું હું
પર્ણ જેવું કંઈ નથી એ ઝાડમાં છું.

ક્યાંક એ ચાખી ગયા મારી ખુમારી
એટલે હું એમની પણ દાઢમાં છું.

માનવીમાંથી બનીને માલ સામાન
બહુ નજીવી કિંમતે વેચાણમાં છું.

સૂર્ય સામે ના મને ઊભો કરી દો
હું હજી પણ નહિ વિતેલી રાતમાં છું.

એટલે રૂંધાય છે આ શ્વાસ મારો
એક બે ખોટી ક્ષણોના હાથમાં છું.

જિંદગીનો હાલ પૂછે છે તો સાંભળ,
હું બીમારી લઈ ઉભો વરસાદમાં છું.

ના મને પામી શક્યું કોઈ સમયસર,
ન્યાય થઈને હું સ્વયં અપરાધમાં છું.

ખુશ થયો પ્હેલાં કે હું ઉડી રહ્યો છું,
ને પછીથી જાણ થઈ તોફાનમાં છું.

ખૂબ ચાલુ છું છતા પણ ત્યાં જ રહું છું
એક ચલણી સિક્કા પરની છાપમાં છું.

જો સમંદરથી ચઢ્યો આકાશમાં હું,
હું ને હું પાછો ફરીથી બાફમાં છું.

ખર્ચ કરજે તું મને આ જાણ રાખી,
કેટલો બાકી હવે હિસાબમાં છું ?

હું કશું આપી શકું કે કંઈક પામું,
બેઉ રીતે હું જ અહીંયા લાભમાં છું.

શું કરે છે? એમણે આવીને પૂછ્યું
જેમને ભૂલી જવાના કામમાં છું.

જો કદી સાચો પડું નહી તો જ સારું
શબ્દ રૂપે, નીકળેલી હાયમાં છું.

ફોનમાં એના મળ્યો'તો મારો નંબર
એ દિવસથી હું સતત ચકચારમાં છું.

લઈ છબીનો ભાર તારા ઓરડામાં
એક ખીલ્લી જેમ હું દીવાલમાં છું.

ક્યાં જશો મારી હયાતી અવગણીને?
છીદ્ર છું ને હું તમારી નાવમાં છું.

ખૂબ જલ્દી સાવ ખાલી થઈ જવાનો,
હું જ મારા પુણ્યના વપરાશમાં છું.

આમ તો આખી ગઝલ સારી જતી'તી
કાફિયો આ વાપરીને દોષમાં છું.

વસ્ત્ર માફક હું મને બદલી શકું નહી,
કોમ માફક રક્તમાં છું, શ્વાસમાં છું.

મૌનમાં હોતો નથી સાચો હું કાયમ
ક્યાંક ખોટો, નીકળેલી વાહમાં છું.

આંસુ જાણે પાંપણે અટકી ગયું કોઈ
એમ મારા ઘરની હું પરસાળમાં છું.

રાખ ધીરજ તો નશો મારોય ચઢશે
છું મદિરા પણ હજી તો દ્રાક્ષમાં છું.❜❜
- ભાવિન ગોપાણી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આવશે એક અસલિયત સામે.
જાતને મૂકી જો નિયત સામે.

હાથ લઈ જાઉં છું જગત સામે.
લોહી આવે છે દરવખત સામે.

આંખ એમાંય દોષ દેખાડે,
ફૂલ પણ જો રહે સતત સામે.

મર્મ પામ્યા નથી ખરો, નહિતર,
આંખ ઊંચી ના થાય ખત સામે.

રૂંગુ આવ્યે ખૂણો પકડીએ ,પણ
દુઃખડા ના ગાવા કોઈ છત સામે.❜❜
- જુગલ દરજી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શકય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને.

તારા વિના અહીં તો છે ફક્ત ધુમ્મસ બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને.

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
કયાં કયાં પડયાં છે તારા પગલાઓ લખ મને.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભેગા થવું એ શરૂઆત છે અને ભેગા રહેવું એ પ્રગતિ છે.
પરંતુ ભેગા મળી કામ કરવું એ જ સફળતા છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કદી હું તમારા તરફ જોઉં છું,
મને થાય છેકે બરફ જોઉં છું.

કદી હું તમારા પ્રતિ જોઉં છું,
વહેતી નદીની ગતિ જોઉં છું.

હૃદયથી તમારા ભણી જોઉં છું,
તો લાગેછે પારસમણિ જોઉં છું.

તમારો ચહેરો સરસ જોઉં છું,
કે વીતી ગયેલાં વરસ જોઉં છું.

તમારી તરફ હું સતત જોઉં છું,
કે મારા હૃદયની વિગત જોઉં છું.

તને એમ છે કે તને જોઉં છું,
હકીકતમાં હું તો મને જોઉં છું.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સપનું જરા તૂટી ગયું તો શું થયું ?
અંગત જરા છૂટી ગયું તો શું થયું.

ભર્યો જે ખજાનો ખુશીઓથી મેં,
થોડુંક જરા લૂંટી ગયું તો શું થયું ?

સગપણ ન્હોતું તેમ છતાં કોઈક તો,
દિલથી જરા ભેટી ગયું તો શું થયું ?

જરૂર નથી વેદના માટે અશ્રુ આંખે
ને પાણી જરા ખૂટી ગયું તો શું થયું ?

હિંમત રાખને તું થોડીક વધારે,
કે નશીબ જરા ફૂટી ગયું તો શું થયું ?❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !❜❜
- વિવેક મનહર ટેલર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વાંક વાદળોનો નથી કે એ વરસી રહ્યા છે,
હૈયું હળવું કરવાનો હક તો બધાને છે ને.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રોતા હોય ત્યારે ખભો ના આપનારા,
મરીએ ત્યારે કેમ ખભો આપવા દોડતા હશે !❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ના પૂછો મુજને કે શબ્દો ક્યાં થી મળે છે,
દીવાલ છે, એક તૂટેલ દિલ ની ત્યાં થી રોજ થોડું ઝરે છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એવી વ્યક્તિને પસંદ કરો જે તમને દરેક પરિસ્થિતિમાં પસંદ કરે,
એવા વ્યક્તિને નય જે એના મૂડ પ્રમાણે તમને પસંદ કરે.❜❜

Join ➻ @Gujarati
2024/10/03 19:20:24
Back to Top
HTML Embed Code: