Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛અખબારોની જેમ તો હું રોજ છપાતો નથી પણ
ગઈકાલ અને આવનારી કાલની બધી ખબર રાખું છું.
ઝાંખીને જે જે ગયા મને બહાર બહારથી "બેફામ"
જાણી લ્યો, હું અસલ જાતને તો મારી અંદર રાખું છું.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.
કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.❜❜

Join ➻ @Gujarati
❝ѶɘɘRɐ😎😋😜
❛❛કોણ કહે છે મારા લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા ?
જ્યારે પણ મે લખ્યું સહુ ને પોતાના યાદ આવી ગયા.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જોઈ તમારી વાટ મેં સોમવાર થી ઉભેલા શનિવાર ની જેમ,
આવી ને ચાલ્યા ગયા તમે રૂપાળા રમતિયાળ રવિવાર ની જેમ.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો,
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.

તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.

મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.

આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.❜❜
- બરકત વિરાણી ‘બેફામ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈ તોડી જાય વચન તો કરી શકો ના કશું,
વધુમાં વધુ તો તમે સારી શકો બે ચાર આંસુ.❜❜
- પરેશ ગોંડલિયા

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દશ્યો બધાય ત્યારે રસ-રાસ થઈ જવાના !
જ્યારે એ આપના પણ કૈં ખાસ થઈ જવાના !❜❜
-જિગર ફરાદીવાલા

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સાચા નાગ ની ફેણ કરતાં,
ખોટા માણસની તરફેણ વધુ ઝેરી હોય છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે,
એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું,
જે ગુણનો જાણકાર છે એના મૌનથી ડરવું.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,
ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો.

પ્રેમની મીઠાશ તો ક્યારની ય જતી રહી,
બસ નામ પૂરતાં માત્ર રહી ગયાં સંબંધો.

સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,
સમયના ધોધમાર વ્હેણમાં વહી ગયાં સંબંધો.

શું થયું, અચાનક કેમ જિંદગી મહેકી ઉઠી ?
વાતાવરણમાં ચોતરફ શું પ્રસરી ગયાં સંબંધો ?

આબાદ જેને રાખવા, બરબાદ હું થાતો રહ્યો,
એ આખરે મને બદનામ કરી ગયાં સંબંધો.

સ્નેહીનો સંગાથ છૂટતો ગયો ધીરે ધીરે,
એકલો હું થઈ ગયો, મને વિસરી ગયાં સંબંધો.

થયું થયું ને બે ઘડીનું આ મિલન ક્યાં થયું ?
શાંત જિંદગીમાં અજંપો ભરી ગયાં સંબંધો.

ચમન સાથે જે રીતે ફૂલોએ દગો કર્યો,
બસ એ જ રીતે મને છેતરી ગયાં સંબંધો.❜
- કંદર્પ ગાંધી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લખું છું કે કોઈક લખાવી જાય છે,
તે રહે છે, મને તે મિટાવી જાય છે.

લાગે જ કે હવે ભટકી જઈશ હું,
સાચો રસ્તો કોઈક બતાવી જાય છે.

દરેક બગડેલું કામ બની જાય તરત,
જાદુ કઈંક તે રીતે ચલાવી જાય છે.

નથી બચતી નફરત કશેય મુજમાં,
રોમ રોમમાં તે પ્રેમ સમાવી જાય છે.

શ્રદ્ધા તે 'અખ્તર'ને ડૂબવા નહીં દે,
મઝધારેથી કિનારે તરાવી જાય છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મૂંઝવણ ના રહે જ્યાં કોઈ ઉપાય ન હોય,
જીવન સરળ બને, જો કોઈ પર્યાય ન હોય.❜❜
- અખ્તર

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મૃગજળ ની માયા ને, સરિતા સમજી બેઠા.
ઊષ્મા કેરી વરાળ ને, ઝાકળ સમજી બેઠા.
એક કાલ્પનિક દ્રશ્ય ને, જીવંત સમજી બેઠા.
ન હતા જે અમારા, એનેય અમારા સમજી બેઠા.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક કુહાડી બની ગઈ ડાળી,
એક કઠિયારો થઈ ગયો માળી.

સૌ મને તાકી તાકી જોઈ રહ્યાં,
પાંપણો માત્ર એમણે ઢાળી;

એ જ વાતે રહસ્ય ઘુંટાયું :
વાત બીજાંની શી રીતે ટાળી;

રંગ તો સાંજ લગી જોયાં હતા,
તે છતાં રાત નીકળી કાળી;

વ્હેણ વચ્ચે જ એક વહાણ હતું,
તોય વહેવાની વાતને ખાળી;

એ તરફ જે વળી જતી અટકળ,
આ તરફ માંડ સાચમાં વાળી;

જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
એ જ પાડી શક્યાં નહીં તાળી.❜❜
- વિનોદ જોશી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ચાર ભીંતો લડે એ ખોટું છે,
બારણું તરફડે એ ખોટું છે.

માંડ જોવા મળે કોઈ ચહેરો,
ત્યાં જ ધુમ્મસ નડે એ ખોટું છે.

ઘરમાં આવી પતંગિયા કાયમ,
મીણબત્તી અડે એ ખોટું છે.

એ કદી પ્રેમથી જો બોલાવે,
ધ્રાસકો ના પડે એ ખોટું છે.

બદ ઇરાદાથી સ્પર્શવા કોઈ,
પીઠને થાબડે એ ખોટું છે.

થાક ખાવો પડે સફરમાં પણ,
બાંકડે બાંકડે એ ખોટું છે.

એને મળવામાં આ જ છે જોખમ,
એની આદત પડે એ ખોટું છે.

સાવ ઘૂંટણથી ઓછા પાણીમાં,
ડૂબતા આવડે એ ખોટું છે.

લાશનું ભાગ્ય છે દફનવિધિ,
ઓરડામાં સડે એ ખોટું છે.

એક માણસમાં રોપવા શ્રદ્ધા,
ઈશ્વરો બાખડે એ ખોટું છે.❜❜
- ભાવિન ગોપાણી

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મારા વિચાર તમને, ઊભા છે હાથ જોડી,
ઝરણાં જુઓ તરસને, ઊભા છે હાથ જોડી.

આદિ-અનાદિથી જે પજવી રહ્યા છે તમને,
એ સૌ સવાલ અમને, ઊભા છે હાથ જોડી.

આંખોના બદનસીબે કેવું વિચિત્ર દ્રશ્ય!!
તરસ્યા મેં જોયા, રણને ઊભા છે હાથ જોડી.

આ ટેરવાંમાં એવી શાહી ભરી છે એણે,
શબ્દો બધાં કલમને, ઊભા છે હાથ જોડી.

પ્હોંચી જવાની સઘળી મૂકી દીધી કવાયત,
નકશા બધા ચરણને, ઊભા છે હાથ જોડી

પગમાં ઉગાડી પાંખો, હાથે ઉગ્યા હલેસાં,
દરિયો ને આભ બંન્ને, ઊભા છે હાથ જોડી.❜❜
- વિશાલ પારેખ

Join ➻ @Gujarati
2024/10/03 17:28:31
Back to Top
HTML Embed Code: