ગુજરાતમાં રાજકોટ જીલ્લામાં 70, સાબરકાંઠામાં 17, ખેડામાં 15, આણંદમાં 13, પંચમહાલમાં 12, બનાસકાંઠામાં 9, કચ્છમાં 10, વલસાડમાં 17, વડોદરામાં 56, સુરતમાં 36, અમદાવાદ નગર અને જીલ્લામાં 126, જામનગરમાં 18, ભાવનગરમાં 29, જૂનાગઢમાં 36, મહેસાણામાં 44, અમરેલીમાં 6, ભરૂચમાં 4, ડાંગમાં 3, સુરેન્દ્રનગરમાં 13, મિસાવાસીઓની આ યાદી છે. હવે કહો, તમારા પડોશમાં આમાંના કોઈકનો પરિવાર રહેતો હોય તો... જેલવાસી પોતે ના હોય તો તેના કોઈ વારસદારોને મળજો, તેમની સ્મૃતિ ઉખેળજો.
મૂવી માર્વેલ:પંડિત રવિશંકર: સિતારના સુમધુર સૂરના મહાસાગર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/pandit-ravi-shankar-the-ocean-of-the-melodious-tunes-of-the-sitar-134776901.html
મીરાં ત્રિવેદી નારસ સ્થિત બંગાળી શ્યામાશંકર ચૌધરી પરિવારમાં ચાર ભાઈઓમાં સૌથી નાના રવીન્દ્રશંકર એટલે જગપ્રસિદ્ધ સિતારવાદક પંડિત રવિશંકર. તેમના મોટાભાઇ ઉદયશંકર ઉત્તમ નર્તક. પં. રવિજીના પિતા શ્યામાશંકર સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા અને તેમણે ઇંગ્લૅન્ડથી ‘બાર-ઍટ-લૉ’ અને જિનીવા વિશ્વવિદ્યાલયની રાજ્યશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી. તેઓ ઝાલાવાડ રિયાસતના દીવાન પણ રહ્યા હતા.
આવા વિદ્વત કુટુંબમાં જન્મેલા પં. રવિશંકરજીએ 1923-24માં નૃત્યમાં નિપુણ મોટાભાઇ ઉદયશંકરના ડાન્સ ટ્રૂપ સાથે જોડાઇને ‘ચિત્રસેના’ નામની નૃત્યનાટિકાનું નિર્માણ કર્યું. મહિયર ઘરાણાના પ્રખ્યાત સંગીતવાદક ઉસ્તાદ અલાઉદ્દીનખાં પણ ઉદયશંકરના ગ્રૂપ સાથે જોડાયેલા. આ દરમિયાન 1935માં પ્રથમવાર રવિજી ઉસ્તાદ અલાઉદ્દીનખાંથી પ્રભાવિત થયા અને ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે કારકિર્દી કંડારવાનું નક્કી કર્યું.
આ સાથે 18 વર્ષીય રવિજીએ નૃત્ય સાથેનો તેમનો નાતો છોડી દીધો. ઉ. અલાઉદ્દીનખાં પાસેથી પં. રવિની સિતારવાદનની તાલીમના શ્રીગણેશ થયા. તેમણે છ વર્ષ સુધી સિતારવાદનનું સઘન શિક્ષણ મેળવ્યું. તેમણે સંગીતવાદ્ય સિતાર ઉપરાંત રુદ્ર વીણા, રૂબાબ, સૂરબહારની તાલીમ પ્રાપ્ત કરી હતી. પછી રવિશંકર ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA) સાથે સંકળાયા. 1939માં પં. રવિશંકરે ડિસેમ્બરમાં જાહેરમાં પ્રથમવાર સિતારવાદન પ્રસ્તુત કર્યું. આ કાર્યક્રમમાં તેમણે સરોદવાદક ઉ. અલી અકબર ખાન સાથે જુગલબંદી કરી હતી.
1941માં પં. રવિએ પોતાના ગુરુજીનાં પુત્રી અને સૂરબહાર જેવા વાદ્યના સર્વોત્તમ કલાકાર રોશનારા ખાન (અન્નપૂર્ણા દેવી) સાથે લગ્ન કર્યાં. લગ્નનાં બીજાં વર્ષે તેમના પુત્ર શુભેન્દ્ર ‘શુભો’નો જન્મ થયો. આ લગ્નનો અંત 1962માં આવ્યો. 1981માં પુત્રી અનુષ્કા હેમાંગિની શંકરનો લંડનમાં જન્મ થયો ત્યારે પં. રવિની ઉંમર 61 વર્ષની હતી.
ત્યારબાદ પં. રવિએ 1989માં હૈદરાબાદના ચિલકુર મંદિરમાં સુકન્યા રાજન સાથે લગ્ન કર્યાં. રવિશંકરના પુત્ર, શુભેન્દ્ર સિતાર અને સૂરબહાર વગાડી શકતા હતા અને ઘણીવાર પ્રવાસોમાં પિતાજીની સાથે જતા પરંતુ તેમણે સંગીતના ક્ષેત્રે કારકિર્દી ન બનાવી. સિતારવાદિકા અનુષ્કા હેમાંગિની શંકર ઉપરાંત તેમની સાવકી બહેન નોરા (ગીતાલી નોરા શંકર) જોન્સ સફળ સંગીતકાર બન્યાં. 2003થી માંડીને 2025 સુધીમાં નોરાએ કુલ દસ ગ્રેમી એવોર્ડ મેળવ્યા.
ભારતની આઝાદીના બે વર્ષ પહેલાં પં. રવિએ ‘અમર ભારત’ નામના કથાનૃત્યમાં સંગીત પીરસ્યું. 1947માં ઇન્ડિયન નૅશનલ થિયેટરના નેજા હેઠળ ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ તથા ‘સામાન્ય ક્ષતિ’ જેવી નૃત્યનાટિકાઓના સંગીતનું નિર્દેશન કર્યું. 25 વર્ષીય રવિશંકરે ‘સારે જહાં સે અચ્છા…’નું નવેસરથી સ્વરાંકન કર્યું.
1956 પં. રવિએ ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રસાર કરતાં અમેરિકા અને યુરોપના પ્રવાસે ગયા. 1960ની સાલમાં વિખ્યાત વાયોલિનવાદક યેહુદી મેનુહિન અને જાણીતા બીટલ્સ ગ્રૂપના ગિટારવાદક જ્યોર્જ હેરિસન સાથે તેમણે ભારતીય-પાશ્ચાત્ય ફ્યુઝન સંગીત પીરસ્યું. હેરિસનના માનસપટલ પર પં. રવિની અમીટ છાપ પડી. અને આ રીતે પાશ્ચાત્ય સંગીતમાં ભારતીય વાદ્યોનો ઉપયોગની બોલબાલા વધી. પં. રવિશંકરે સિતાર અને ઓર્કેસ્ટ્રા માટે રચનાઓ સર્જીને પાશ્ચાત્ય સંગીત ક્ષેત્રે ગાઢ રીતે સંકળાયા.
1961ની સાલથી પંડિતજી યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો અને બિન-ભારતીય ફિલ્મો માટે સંગીત રચનારા પ્રથમ ભારતીય બન્યા. મુંબઈની અને લોસ એન્જલસની ‘કિન્નારા સ્કૂલ ઓફ મ્યુઝિક’ના સ્થાપક (તેમણે સંસ્થાકીય શિક્ષણથી નિરાશ થઈને બંને સ્કૂલો થોડાં વર્ષ પછી બંધ કરી દીધી હતી) પં. રવિએ 1970થી 1980ના દશકમાં સમગ્ર વિશ્વમાં ભ્રમણ કર્યું. 1986-92 દરમિયાન તેમણે ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના નામાંકિત સભ્ય તરીકે સેવા આપી. તેમણે અંતિમ શ્વાસ સુધી સિતારવાદનની સફર ખેડશે. સંગીતકલાના ઉચ્ચતમ શિખર પર બિરાજિત પં. રવિશંકરજીને 1999માં દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરાયા. જીવનના અંતિમ કાળ સુધી તેઓ અમેરિકાના કેલિફોર્નિયાના એન્સિનિટાસમાં સુકન્યા સાથે રહ્યા.
પં. રવિજી માતૃભાષા બંગાળી ઉપરાંત હિંદી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાના જાણકાર હતા. રવિજી બંગાળી બાબુ હોવા છતાં સંપૂર્ણપણે શાકાહારી હતા. પં. રવિજીએ 4 નવેમ્બર, 2012ના રોજ કેલિફોર્નિયાના લોંગ બીચ સ્થિત ટેરેસ થિયેટરમાં પુત્રી અનુષ્કા સાથે અંતિમ જાહેર કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. ત્યારબાદ 11 ડિસેમ્બર, 2012ના રોજ પં. રવિશંકરજીના જીવનની સિતારના સૂર વિરમી ગયા. 31 જેટલા નવા રાગની રચના કરનારા પં. રવિશંકર

1982માં દિલ્હી ખાતે આયોજિત ‘એશિયાડ’ રમતોત્સવમાં પ્રસ્તુત થયેલા સંગીતનું દિગ્દર્શન પં. રવિશંકરે કર્યું હતું. 1997માં તેમણે ભારતની આઝાદીની સુવર્ણજયંતી પ્રસંગે ‘સ્વર્ણજયંતી’ના નામે સંગીતની રચના કરી.
આ પ્રતિભાવંત કલાકારે મહાન ફિલ્મ મેકર સત્યજીત રેએ બનાવેલી ‘અપુ ટ્રાયોલોજી’માં અને ‘પાથેર પાંચાલી’માં અને બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’માં સંગીત આપ્યું. 1982માં રિલીઝ થયેલી રિચાર્ડ એટનબેરો દિગ્દર્શિત વિશ્વવિખ્યાત ફિલ્મ ‘ગાંધી’ ફિલ્મનો સ્કોર આપવા માટે પં. રવિને ઓસ્કર એવોર્ડ માટે નામાંકિત કરાયા હતા. વિશ્વસંગીતજગતમાં સર્વોચ્ચ ગણાતા ચાર ગ્રેમી એવોર્ડ્સ પંડિતજીના નામે બોલે છે. આ ઉપરાંત તેમણે હિંદી ફિલ્મ ‘અનુરાધા’, ‘ગોદાન’ ફિલ્મો તેમજ અંગ્રેજી ફિલ્મ ‘ધ ચૅરિટેબલ’ અને ‘ધ ફ્લૂટ ઍન્ડ ધી ઍરો’નું સંગીત પીરસ્યું.
સિતારવાદક પં. રવિશંકરજી ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયનની વિવિધ શૈલીઓ જેવી કે ધ્રુપદ, ધમર અને ખયાલ શીખ્યા હતા. તેમણે ‘જોગેશ્વરી’, ‘કામેશ્વરી’, ‘ગંગેશ્વરી’, ‘રંગેશ્વરી’, ‘પરમેશ્વરી’, ‘માંજ યમન’, ‘પટમંજરી’, ‘પલાસ કાફી’, ‘ભવાની ભૈરવ’, ‘સુરંજની’, ‘નંદ ધ્વનિ’, ‘નટચારુકા’, ‘તિલકશ્યામ’, ‘જનસંમોહિની’, ‘શૈલાંગી’, ‘બૈરાગી’, ‘રસિયા’, ‘નટ ભૈરવ’, ગાંધીજીની હત્યા સમયે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી વગાડેલા ‘મોહનકૌંસ’ અને આહીર લલિત સહિત 31 જેટલા નવા રાગની રચના કરી હતી.

મરક મરક:ઉંમરભર કોઈ ખાસ કામ કર્યાં ન હોય તો પણ ઉંમર, ઉંમરનું કામ કરે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/even-if-you-havent-done-any-special-work-throughout-your-life-age-is-the-work-of-your-age-134776908.html
ધ્રુવ બોરીસાગર તમે સાઠના થયા?’ રેડિયો પર એક જાહેરાતમાં બહેન જાણે આપણે સાઠ વરસ પૂરાં કરીને ગુનો કર્યો હોય એમ ધમકીના સૂરમાં પૂછે છે! સપૉર્ટ આપવાની ઉંમરે રિપૉર્ટ કઢાવવાનું કહે તો દુઃખ તો થાયને! (કોઈ પણનો રિપૉર્ટ એક એવી લૉટરી છે કે જેમાં કાંઈક ઇનામ તો નીકળે જ) સાઠ વર્ષ પૂરાં કરે હજુ માંડ છ મહિના થયા છે, એ દરમિયાન જીવનમાં આવેલા બદલાવની આજે વાત કરવી છે.
‘હવે તો સુધરો’, ‘ઉંમરની તો શરમ કરો’, ‘પડશો ને ક્યાંક હાડકાં ભાંગશે તો હવે આ ઉંમરે સંધાશે નહીં’ આવું કહી કહીને મારાં ‘એ’ ઉંમર વધ્યાનો અહેસાસ વારંવાર કરાવે છે, પણ એ પોતાની ઉંમર વધ્યાનો સ્વીકાર કરવા તૈયાર નથી. એ તો ઠીક પણ કપડાંની ખરીદી વખતે દુકાનદાર મને પસંદગીનાં ડિઝાઇન અને કલર પૂછે તો પળનો પણ વિલંબ કર્યા વિના એમના તરફથી સૂચના મળે ‘આ ઉંમરે જે શોભે એ બતાડો.’ દુકાનદાર મારી પસંદગીની ક્રૂર હત્યા કરનાર મારી જ પસંદગીને આશ્ચર્યથી અને પછી મારી સામે કરુણાથી જુએ છે.
ઉંમરભર મેં કોઈ ખાસ કામ કર્યાં નથી, પણ હવે મારી ઉંમર, ઉંમરનું કામ કરે છે. ચૅનલ પસંદગી પ્રમાણે પૅકેજ નક્કી કરવાનું હોવાથી મારા દીકરાએ ચૅનલોના લિસ્ટમાં મારે કારણે ભક્તિરસની ચૅનલોનો ઉમેરો કરાવ્યો. ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને!’
‘પપ્પા, તમે મમ્મીને તો કાંઈ કહેતા નથી’ (‘કહી શકતા નથી’ પણ એવું એ કહી શકતો નથી.) આવું કહેનાર દીકરાએ મારામાં શૂરવીરતાના ગુણ ક્યારે જોયા હશે?
જ્યારે જ્યારે મધુર વાનગી કે ફરસાણ મારી સામે આવ્યાં છે ત્યારે ત્યારે મોઢામાં પાણી આવતાં પહેલાં પાળ બંધાઈ જ ગઈ હોય... ‘હવે આ ઉંમરે આ બધું તમને નહીં પચે.’ ઉંમર ઉપરાંત વારસામાં મળેલા રોગ મને છપ્પનભોગથી છેટો રાખે છે. બીજું તો શું? પરેજી પાળીને રાજી રહેવાનું! સ્વાદ ચાખતી જીભ ક્યારેક બોલીને પણ સ્વાદ (માર) ચખાડે છે.
‘યોગેશભાઈ વસિયત લખ્યા વિના ગયા પછી મિલકતોના ભાગ પાડવામાં એમના વારસદારોને બહુ મુશ્કેલી પડી. શરીરનો કાંઈ ભરોસો ન કરાય એટલે તમે પણ વસિયત તૈયાર કરી નાખો.’ મારાથી વીસ વર્ષ મોટા મારા મામાજીએ મને સલાહ આપી. જાણે હું જ પહેલો જવાનો હોઉં એમ બધા ભેગા થઈને મારું જીવતાં જગતિયું ન કરાવે તો સારું!
નિવૃત્તિ પછી એવું હતું કે હવે હું મારી મનગમતી પ્રવૃત્તિઓ કરીશ ત્યાં જેના આવતાં પહેલાં ગ્રહશાંતિ કરાવી હતી એવા ગૃહમંત્રીએ બહાર પાડેલું હુકમનામું. ‘આજથી દૂધનું હવે તમે સંભાળો.’ તમને કદાચ એવું થતું હશે કે એમાં શું વળી? તો જાણો અમારે ત્યાં વહેતી દૂધની ગંગા વિશે... ભેંસનું દૂધ સવારે આઠ વાગ્યે આવે, ગીર ગાયનું દૂધ સવારે દસ વાગ્યે આવે એ લેવાનું, દૂધને ગરમ કરી, ઠારીને ફ્રિજમાં મૂકવાનું. બગડી ન જાય એટલે સાંજે ફરી પાછી આની આ જ પ્રક્રિયા. લોકોની જિંદગી પાણીમાં જતી હશે, પણ મારી બાકીની જિંદગી દૂધમાં જશે એવું લાગે છે.
ઘરમાં આજે મારી સાચી કદર થશે એવા ઇરાદે થેલો ભરીને શાકમાર્કેટમાંથી શાક લઈ પાર્કિંગ બાજુ જતો હતો ત્યાં પાછળથી બૂમ આવી ‘ગાય આવે છે, ગાય આવે છે’ પાછળનો તાગ મેળવ્યા વિના મેં નક્કી કર્યું કે ‘ભાગ મિલ્ખા ભાગ’ આ બધી અફડાતફડીમાં મારો થેલો સામેથી આવતાં બહેનની થેલી સાથે જોરથી અથડાયો.
થેલી એમનો હાથ છોડીને પડી મારા પગમાં, ટામેટાં વેરાયાં ચોકમાં! એક-બે તો બીજાના પગ નીચે ચકદાયાં પણ ખરાં. પાછળ ગાય અને સામે કાળજાળ બાઈ... ‘બાયું સામે બાયું ન ચડાવાય’ એવી સમજણ સાથે હજુ હું મારી જાતને સંભાળું એ પહેલાં તો બહેન તાડૂક્યાં, ‘આ ઉંમરે શાક માર્કેટમાં તમારી ઉંમરના કેમ શાક લેવા આવે છે એ અમને ખબર છે.’ થેલો-થેલી અથડાયાં અને એમાં બહેન એટલાં ભડક્યાં, તો ખરેખર ઘેલો ઘેલી સાથે અથડાયો હોત તો ખબર નહીં કે આ ઘેલાનું શું થાત?
‘કહું છું સાંભળો છો?’ આ પ્રશ્ન પહેલાં આજ્ઞાર્થભાવથી એક જ વ્યક્તિ મને પૂછતી હતી, હવે આખું ગામ આ જ પ્રશ્ન મને પ્રશ્નાર્થ ભાવથી પૂછે છે! ઉંમર વધી ગયાનું વળી કંઈક નવું સાંભળવું પડશે એવી બીકે જાહેર સ્થળોએ સિનિયર સિટિઝનને મળતાં લાભ લેવાનું મન થતું નથી.
આઇસ ક્યૂબ
બાલમંદિરની જેમ વૃદ્ધમંદિર પણ હોવું જોઈએ. ડોસો, ડોસી સચવાતાં હશે તો વૃદ્ધમંદિરની ફી બાલમંદિર કરતાં વધુ હશે તો પણ પુત્રવધૂઓ હોંશે હોંશે ભરશે. }

માનસ દર્શન:રામ પરમ સત્ય છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/ram-is-the-ultimate-truth-134776890.html
મચરિતમાનસ’માં ‘ઉત્તરકાંડ’માં કાગભુશુંડિજી ગરુડને પોતાની આત્મકથા, પોતાનો અનુભવ, પોતાની અનુભૂતિ બતાવે છે કે મેં પરમાત્માના ઉદરમાં અનંત બ્રહ્માંડોનાં દર્શન કર્યાં. એ બ્રહ્માંડોમાં મેં બધું ભિન્ન-ભિન્ન જોયું પરંતુ ‘રામરૂપ દૂસર નહીં દેખા.’ એ સમસ્ત બ્રહ્માંડોમાં હું ઘૂમ્યો પરંતુ ક્યાંય મેં રામનું બીજું રૂપ ન જોયું. રામ અદ્વિતીય છે. રામ પરમ સત્ય છે.
જેવી રીતે આકાશમાં ચાંદ, સૂરજ, ગ્રહ, નક્ષત્ર વગેરે બધાં પોતપોતાના પરિચય સાથે પોતપોતાની ધરી પર ઘૂમી રહ્યાં છે; કુદરતના નિયમ અનુસાર એ બધાં કર્મ કરી રહ્યાં છે, પરંતુ આકાશ એક છે. ભગવાન રામ નિખિલ બ્રહ્માંડના પરમ તત્ત્વ છે. આજે એમના પ્રાગટ્યનો દિવસ છે. તો જે પરમાત્માથી બધું પ્રગટ થયું છે અને જે પરમાત્મામાં જ બધું લીન થાય છે, એવા મારા રામ વિશ્વવાસ છે. મા કૌશલ્યા રામજન્મના અવસર પર કહે છે, ‘બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ બેદ કહૈ.’ આજે એ પરમાત્મા-પ્રભુ રામનો ત્રિભુવનીય દિવસ છે.
મહારાજ દશરથજી ધર્મધુરંધર હતા. અવધના ચક્રવર્તી સમ્રાટ હતા. કૌશલ્યાદિ પ્રિય રાણીઓ હતી. સૌનું પવિત્ર આચરણ; હરિપદ કમલમાં વિનીત ભક્તિ; એવો પરિવાર હતો પરંતુ મહારાજ દશરથજીને ત્યાં પુત્ર ન હતો. એ ગ્લાનિ એમને સતાવી રહી હતી કે મારો રઘુવંશ મારી સાથે જ સમાપ્ત થઈ જશે! એ ગ્લાનિ, એ પીડા, એ વેદના, એ દર્દ તેઓ પોતાના ગુરુ પાસે જઈને વ્યક્ત કરે છે અને ગુરુ એક યજ્ઞની વિધા બતાવે છે. યજ્ઞ થાય છે. સ્નેહ અને ભક્તિથી આહુતિઓ અપાય છે. આખરે પ્રસાદનો એક ચરુ નીકળે છે; રાણીઓમાં વહેંચવામાં આવે છે અને રાણીઓ સગર્ભા થાય છે.
આ કથાનકથી સૌ પરિચિત છે. એ ત્રેતાકાળમાં ઘટેલી ઘટના સાર્વભૌમ છે. ‘રામચરિતમાનસ’ને કારણે એ જન-જન સુધી, ઘટ-ઘટ સુધી પહોંચી છે. છતાં પણ પ્રત્યક્ષ રૂપમાં આપણી સામે રામ નથી, ‘રામચરિતમાનસ’ છે. અને આજે ‘રામચરિતમાનસ’નો પણ પ્રાગટ્ય દિન છે.
નૌમી ભૌમ બાર મધુમાસા,
અવધપુરીં યહ ચરિત પ્રકાસા.
તો મહારાજ દશરથજીને મનમાં ગ્લાનિ થઈ. અને મન ગ્લાનિગ્રસ્ત થયું ત્યારે દશરથજી ક્યાંય નથી ગયા. પોતાના જીવનરથને ચલાવતાં ગ્લાનિગ્રસ્ત મનને લઈને ‘ગુરુ ગૃહ ગયઉ તુરત મહિપાલા.’ ગુરુના ગૃહે ગયા. આજે રાજદ્વાર ગુરુદ્વાર પહોંચ્યું. ગુરુ જ ઉપાય છે. હું શીખ તો નથી આપી શકતો; ગુરુ પાસેથી જે શીખ્યો છું એ શેર કરી શકું છું; પ્રસાદના રૂપમાં વહેંચી શકું છું. મારા દાદાજી મને કહેતા હતા, બેટા, હાનિ લઈને ગોવિંદ પાસે જવું અને ગ્લાનિ લઈને ગુરુ પાસે જવું. પોતાની ગ્લાનિ ગોવિંદ પાસે ન ગાવી; હાનિ જરૂર બતાવવી. આપણે જીવ છીએ. પરંતુ ગ્લાનિ એટલી ગોપનીય વસ્તુ છે; એને આમતેમ ન કરવી. એ કેવળ ગુરુ પાસે જ પ્રસ્તુત કરી શકાય.
અવધપતિ ગ્લાનિગ્રસ્ત મન લઈને ગુરુદ્વાર પહોંચે છે. ગુરુએ કહ્યું, એક યજ્ઞ કરવો પડશે. ‘અવધ મેં આનંદ ભયો’ અને યજ્ઞ-વિધાથી જે ચરુ નીકળ્યો, એ શું છે? ત્રેતાયુગમાં ઘટેલી ઘટના આજે આપણા જીવનનું પણ એ સત્ય છે.
રામ ક્યારેય સાધનોથી નથી મળતા, કેવળ કૃપાથી મળે છે. એ એક રામનવમી આવી આપણા પરમ ભાગ્યમાં. મધ્યાહ્નનો સમય; મંદ, શીતલ, સુગંધી વાયુ વહી રહ્યો છે; જડ-ચેતન હર્ષમાં ડૂબેલાં છે. દેવતાઓએ અવધના નભને સંકુલ કર્યું છે; સ્તુતિ કરી રહ્યા છે; પૃથ્વીના બ્રાહ્મણ દેવતા, આકાશના સુર દેવતા, પાતાળના નાગદેવતા બધા પરમાત્માની ગર્ભસ્તુતિ કરે છે. બધા સ્તુતિ કરીને, પુકાર કરીને નિજધામમાં ચાલ્યા ગયા. અવધના પ્રાસાદમાં તો ત્રેતાયુગમાં પ્રભુ પ્રગટ થયા પરંતુ આજનું સત્ય શું છે? આપણે ભીતર જઈએ અને ભીતર રામનવમી થાય. અને ઘટના ઘટી તત્ક્ષણ.
ભયે પ્રગટ કૃપાલા દીનદયાલા કૌસલ્યા હિતકારી.
હરષિત મહતારી મુનિ મન હારી અદ્ભુત રૂપ બિચારી.
પરમતત્ત્વ ભક્તિવશ, પ્રેમવશ પ્રગટ થાય છે. મા કૌશલ્યા સાથે સંવાદ થાય છે અને મા કૌશલ્યા કહે છે, જે રૂપે આપ પ્રગટ થયા એનાથી સંસારની સમસ્યાનો નાશ નહીં થાય. આપ અમારા જેવું માનવીય રૂપ ધારણ કરો. અમારે ચતુર્ભુજ ન જોઈએ, અમારે દ્વિભુજ જોઈએ. માએ કહ્યું, આપ બાળલીલા કરો; બાળક બનીને આવો. અને ઘટના ઘટી. માનાં સુજાન વચનામૃત સાંભળીને પરમાત્મા શિશુરૂપ ધારણ કરે છે. માનવીય સંવેદનાને આત્મસાત્ કરીને એ રડવા લાગ્યા. ગોસ્વામીજી લખે છે-
બિપ્ર ધેનુ સુર સંત હિત લીન્હ મનુજ અવતાર.
નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુન ગો પાર.
પહેલાં તો જ્યારે પ્રગટ થયા તો ‘કૌસલ્યા હિતકારી.’ પરંતુ કૌશલ્યાના હિત માટે જ પરમનું આવવું એટલું સાર્થક નથી. આજે એક માનવીય રૂપમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે ગોસ્વામીજી કહે છે, એ બ્રાહ્મણ માટે આવ્યા, ગાયો માટે આવ્યા, દેવતાઓ માટે આવ્યા અને સાધુઓ માટે આવ્યા. ભગવાન રામ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે પ્રગટ થયા છે. પ્રભુ પધાર્યા. ત્રિભુવનમાં જયજયકાર થયો અને વધાઈઓ ગાવામાં આવી; ઉત્સવ મનાવાયો. આજના ત્રિભુવનીય

દિવસ પર, ભગવાન રામ અને ‘રામચરિતમાનસ’ના પ્રાગટ્ય અવસર પર સમગ્ર સંસારને ખૂબખૂબ વધાઈ આપું છું. સમગ્ર સંસારને મારા જય સિયારામ’ }(સંકલન: નીતિન વડગામા)
જીવનના હકારની કવિતા:ધીરજ અને ધ્યેયપ્રાપ્તિ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/patience-and-goal-achievement-134780526.html
બાઈ રે! જરીક જ જો વધુ વેઠે!
બાઈ રે! જરીક જ જો વધુ વેઠે!
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે:
જ્યાં તારી ધીરજ ખૂટી ને
ત્યાંથી જરીક જ છેટે...બાઈ રે!
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું:
અહીં તું મૂળગું ખોય
સોચ કે ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોયે જા
કાયા ઘસડતી પેટે...બાઈ રે!
એ ગમથી આવ્યા છે વાવડ:
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો:
બે ડગ આગળ આવી એ પણ
કેમ તમે નહીં ભેટે? … બાઈ રે!
- ઉશનસ્ ત્મવિશ્વાસના સંવાદનું આ કાવ્ય છે. થોડાક માટે ધીરજ ખૂટે એ પહેલાં પચાવવા જેવું આ કાવ્ય છે. આખો રસ્તો પસાર કર્યા પછી થોડાંક ડગલાં ભરવામાં કંટાળી ગયેલા માણસમાં જોમ પૂરતું આ કાવ્ય છે. જેટલું સહન કર્યું છે એનાથી થોડુંક જ વધારે સહન કરવાનું છે. ધ્યેય સુધી પહોંચવામાં વધારે અંતર નથી. બસ જેટલું આગળ વધ્યા એનાથી વધારે જોમની જરૂર નથી.
ધીરજ અડગ તો ધ્યેય એક જ ડગમાં મળશે. મંજિલ માત્ર ધીરજ ખૂટે છે એનાથી વેંત છેટે જ હોય છે. છેલ્લે સુધી અડગ રહેલા મંજિલ સુધી પહોંચતા ધીરજ ગુમાવી ન દે એના માટેનું આ કાવ્ય છે. આપણી ચાલ અડગ હોય ત્યારે આત્મવિશ્વાસ પણ અડગ રહેવો જોઈએ.
પગનું જોમ ખૂટે પણ હિંમત ન ખૂટવી જોઈએ. થોડુંક વધારે ચાલવામાં મબલખ મળવાનું છે. તન થાકી જાય તો મનને કહેવાનું કે તનને ઘસડીને મંજિલ સુધી લઈ આવે!
પ્રયત્નો પરિણામને સુખદ બનાવે છે. ક્યારેય પોતાના કામથી કંટાળવાનું નથી. જે કામ હાથમાં લીધું એને સતત આગળ વધારવાથી જે કામ નથી થયું એ કામ પણ સાર્થક થશે. થોડાક માટે કંટાળીને કામને ન છોડવું જોઈએ.થોડાક માટે અટકી ગયા એનો અફસોસ આખી જિંદગી રહેશે. પ્રયત્નો હંમેશાં પ્રાણવાન પુરવાર થાય છે.
શરીર હારે પણ શ્વાસ છેક સુધી મક્કમ રહેવા જોઈએ. સાચી જિજીવિષા કાર્યને અંતે શુભનો હાથ ઝાલે છે. પ્રયત્નોને હારી જવાની કે થાકી જવાની ટેવ ન પાડવી. પ્રયત્નો એના માટે જ હોય છે કે એ કામને સાર્થક કરે. એવું ચોક્કસ બને છે કે જેમ આપણે મંજિલ સુધી, ધ્યેય સુધી પહોંચવાની રાહ જોઈએ છીએ એમ મંજિલ અને ધ્યેય પણ આપણી રાહ જુએ છે. સફળતાને આપણી જોડે દોસ્તી કરવી ગમે જ છે. આપણે આપણા પ્રયત્નો જોડે પ્રામાણિક જીવતા નથી, બસ એટલું જ. તડકો લાગે એવો રસ્તો મંજિલ સુધી પહોંચતામાં છાંયો બની જાય છે. સફળતા દરેકને માટે છે એમ કોશિષ પણ સહુના નસીબમાં છે. મહેનત વગર પ્રારબ્ધ પણ લાંબો સમય ટકતું નથી!
છેલ્લા બે ડગ બાકી હોય ત્યારે હિંમત ન ખૂટવી જોઈએ, કારણ કે બે ડગ પછી સફળતા પણ આપણને ભેટવા ઉત્સુક અને તત્પર હોય છે. જીવનમાં નિષ્ફળ થયેલા દરેકને સફળતાએ ધીરજનો સ્વાદ ચખાડ્યો જ છે.
આપણી કાર્યદક્ષતા પર વિશ્વાસ અને કામ પ્રત્યેની પ્રામાણિકતા આપણને આપણા ધ્યેય સુધી અવશ્ય પહોંચાડે છે. ગમતું મેળવવા માટે ધીરજને ગુમાવ્યા વગર ચોક્સાઈ સાથે પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે. કવિ ઉશનસની આ આખી કવિતા ઓફિસના ટેબલ ઉપર આંખો સામે રાખવા જેવી છે. જેમાં પુરુષાર્થના અખંડ દીવાનું અજવાળું સફળતાની ટોચને ચમકાવે છે. પ્રયત્નો પરિસ્થિતિને બદલે છે. ચોક્સાઈ અને ધીરજ સાથે થયેલા પ્રયત્નો પરિસ્થિતિને પ્રેમથી સફળતાની ટોચ પર પહોંચાડે છે. }

સાપ્તાહિક ભવિષ્યફળ:શક ‘વિશ્વાવસુ’ સંવત 1947ના પ્રારંભે આ સપ્તાહમાં બુધ 6 એપ્રિલે માર્ગી થશે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/mercury-will-transit-this-week-on-april-6-at-the-beginning-of-the-vishvavasu-samvat-1947-134776895.html
શક ‘વિશ્વાવસુ’ સંવત 1947ના પ્રારંભે આ સપ્તાહમાં બુધ 6 એપ્રિલે માર્ગી થશે. રામનવમી-6 એપ્રિલ, મહાવીર જયંતી-10 એપ્રિલ તથા હનુમાન જયંતી-12 એપ્રિલના રોજ છે. મેષ (અ. લ. ઈ.)
આવકવૃદ્ધિ થાય. નવા રોકાણ કરવાથી બચવું. આંતરરાષ્ટ્રીય બદલાતી બજાર વ્યવસ્થા વિચારીને વ્યાપાર કરવો. નોકરિયાતોને સ્થિરતા અનુભવાય. સટ્ટાકીય વ્યવહારોથી દૂર રહ્યું. અણધાર્યા ખર્ચ આવે. હિતશત્રુથી સાવધ રહેવું. સંતાનના આરોગ્યની ચિંતા થાય. તા. 10-11-12 શત્રુવિજય. તા. 06 ચિંતાગ્રસ્ત રહેવાય.
સિંહ (મ. ટ.)
તનમનથી તાજગી અનુભવાય. ધંધાકીય ભાગીદારો સાથે સકારાત્મક ચર્ચા થાય. સ્થાવર સંપત્તિ સંબંધી અનુકૂળ નિર્ણય લઈ શકાય. યુવાનો માટે પ્રસન્નતાવાળું વાતાવરણ સર્જાશે. તમારા કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. પારિવારિક વાદવિવાદથી બચવા માટે વાણી ઉપર સંયમ રાખો. વિના કારણે ક્રોધ ઊપજે. તા. 08-09-10 સુખદાયક. તા. 11 હતોત્સાહ.
વૃષભ (બ. વ. ઉ.)
મહત્ત્વના નિર્ણય લઈ શકાશે. આર્થિક લાભ થવાના સંજોગો ઊજળા બને. માતાનાં સાંનિધ્યમાં સુખ પ્રાપ્ત થાય. ભ્રાતૃવર્ગનો સારો સહકાર મળી રહેશે. તમારા કાર્યની પ્રશંસા થાય. રોજિંદા કામમાં સંઘર્ષ કરવો પડે. ગરમીનાં દર્દ અને શરીરમાં નબળાઈ અનુભવાય. વધુ પડતી સંવેદનશીલતાથી બચવું. વિદેશ પ્રવાસ ટાળવો. તા. 06-07-08 લક્ષ્મીપ્રાપ્તિ. તા. 10 સંતાન ચિંતા.
કન્યા (પ. ઠ. ણ.)
માનસિક ભારણ રહેવા છતાં પ્રસન્નતા અનુભવાય. યાત્રા-પ્રવાસ થાય. કામકાજના સ્થળે ઉલ્લાસમય વાતાવરણ રહે. પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય. દાંપત્યજીવનમાં મતભેદયુક્ત વાતાવરણ બની શકે છે. સ્વભાવમાં વધારે પડતી સંવેદના અનુભવાય. વિ વધારાનું જોખમ ન લેવું. તા. 10-11-12 કાર્ય સફળતા. તા. 09 ખર્ચાળ.
મિથુન (ક. છ. ઘ.)
સારા માર્ગદર્શકની પ્રેરણાથી આગળ વધી શકાય. પોતાનાં મંતવ્યો બાજુ પર રાખી અન્યની સલાહ આપને વધુ ઉપયોગી સાબિત થશે. કાર્ય કરવાનો પૂરો ઉત્સાહ જળવાય અને મોકળાશ મળી રહે. પારિવારિક સુખ સારી રીતે ભોગવી શકશો. બિનજરૂરી વાદવિવાદથી બચવું. માનસિક થાક લાગે. તા. 08-09-10 પ્રવાસમાં આનંદ. તા. 07 સ્ટ્રેસ.
તુલા (ર. ત.)
ગજા બહારનું સાહસ ન ખેડવું. સર્જનાત્મક શક્તિ વધે. પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકશો. અંદર રહેલી વ્યવહારુ શક્તિ કામે લગાડવાથી બગાડતા સંબંધો સુધારી શકાશે. ડોક્ટરના વ્યવસાયમાં અને અભ્યાસમાં સારી સફળતા મળશે. બને ત્યાં સુધી લો-પ્રોફાઈલ રહેવું. તા. 07-08-09 ધનલાભ. તા. 12 કાળજી રાખવી.
કર્ક (ડ. હ.)
કાયદાકીય લડતમાં સફળતા મળશે. લેખનકાર્ય અને સર્જનાત્મક શક્તિ વધે. કુદરત પ્રત્યે પવિત્ર ભાવ જાગૃત થાય. પ્રકૃતિપ્રેમીઓ માટે ઉત્તમ સપ્તાહ છે. દાંપત્યજીવનમાં સુખશાંતિ અનુભવાય. મન શાંત અને પ્રફુલ્લિત રાખવા માટે ઈશ્વરનું નામ અને આધ્યાત્મિક ચિંતન કરવું. ક્રોધાવેશને વશમાં રાખવો. તા. 07-09-10 ઈચ્છાપૂર્તિ. તા. 08 અશાંતિ.
વૃશ્ચિક (ન. ય.)
થોડો સંઘર્ષ કરવો પડે, પરંતુ તેમાં સફળતા મળશે. સ્વતંત્ર વ્યવસાયમાં સારો ફાયદો થશે. પ્રેમ પ્રકરણમાં સમસ્યાનો સામનો કરવો પડે. નવા કાર્યનો આરંભ કરવા માટે થોડી રાહ જોવી. કોઈ ખોટો નિર્ણય લેવાઈ ન જાય તેની કાળજી રાખવી. ઓછું બોલીને વધુ કામ કરવાની ટેવ પાડવાથી સરળતા રહેશે. તા. 09-10-11 કાર્ય સફળતા. તા. 06 પરેશાની.
ધન (ભ. ધ. ફ. ઢ.)
અપેક્ષિત સહકાર મળી રહે. ઘરમાં પ્રસન્નતા રહે. સંતાનોની મદદ ઉપયોગી પુરવાર થશે. વિદ્યાર્થીઓ માટે સફળતા સૂચવે છે. સમસ્યાનું સમાધાન ઝડપી મેળવી શકાય. માનસિક વ્યગ્રતા અનુભવાય. સ્થાવર સંપત્તિની હેરફેર કે દસ્તાવેજ જેવા કામોમાં થોડો વિલંબ થાય. તા. 10-11-12 આવકવૃદ્ધિ. તા. 08 શારીરિક પીડા.
મકર (ખ. જ.)
વ્યાવસાયિક રીતે લાભ થઇ શકે. યાત્રા-મુસાફરીના સંજોગો સર્જાય. કોઈ નવી તક મળે તેનો લાભ લેવા પૂરતા પ્રયત્નશીલ રહેવું. પરિવારમાં સુખ શાંતિભર્યું વાતાવરણ રહેશે. બિનજરૂરી વાદવિવાદમાં ઊતરવું નહીં. સામાજિક અને ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ થાય. તા. 06-07-12 સ્ત્રીસુખ. તા. 09 બેચેની અનુભવાય.
કુંભ (ગ. શ. સ.)
જીદ છોડી વાસ્તવિકતા તરફ ધ્યાન આપવાથી સમય સુધરશે. માતા-પિતા તરફથી લાભ-મદદ મળશે. સાચી દિશામાં કાર્યરત થવાશે. પ્રવાસનો આનંદ મેળવી શકાશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહે. અસાધ્ય બીમારીવાળાએ સારવારમાં કાળજી રાખવી. આંખોની નબળાઈ વર્તાય. તા. 06-08-09 કુટુંબ મિલન. તા. 11 આળસ ઊપજે.
મીન (દ. ચ. ઝ. થ.)

મનોબળ મક્કમ રહે. આવકના નવા રસ્તા ખૂલશે. વ્યવસાયમાં વધારો થઇ શકશે. કોઈના માર્ગમાં અવરોધ ઊભો કરવાથી દૂર રહેવું. મહત્ત્વના નિર્ણયો લેવામાં સુગમતા રહેશે. ઘરેલુ વિવાદોની સમસ્યાનો સામનો કરવો પડે. મનમાં આવેશ અને આક્રોશ ઊપજે તેવું વાતાવરણ ઊભું થાય. તા. 09-10-11 વ્યાપાર વૃદ્ધિ. તા. 07 અજંપો.
રાગ બિન્દાસ:ખામોશ! રમૂજ ના કરીઓ કોઇ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/shut-up-dont-make-fun-of-anyone-134780529.html
ટાઈટલ્સ: સત્તા સામે ‘સેન્સ ઓફ હ્યુમર’ નકામી! (છેલવાણી)
તાનાશાહી રાજવાળા રશિયામાં એક જોક પ્રચલતિ હતો કે ત્રણ મિત્રો હોટલમાં ચિંતિત બેઠાં છે. એમાંના એકે કહ્યું,‘અરરરરરર...’
બીજો બબડયો:‘છી છી છી...’ અને ત્રીજો બોલ્યો,‘ઓહ નો...’
…એટલામાં તો પોલીસવાળો આવીને બરાડ્યો, ‘હેન્ડસઅપ! જાહેરમાં સરકારની ટીકા કરશો તો ફાંસી થશે!’ દુનિયાનો કોઇ સત્તાધારી ખુદ પર કે સત્તા પર હસવાનો હક નથી આપવા માગતો. આપણે ત્યાં તો બોલવા–લખવાની ઘણી આઝાદી છે પણ તોય કોઇ પણ સરકારની કે નેતાની ખિલાફ જોક મારનાર કલાકારના અવાજને દરેક સત્તા, અંદરખાને દબાવવા ચાહે જ છે.
હમણાં કોમેડિયન કુણાલ કામરાની અળવીતરી રાજકીય રમૂજથી હંગામા હો ગયા. કામરાએ છેક છ મહિના અગાઉ એક સ્ટેન્ડ–અપ શોમાં ફિલ્મી ગીત પરથી મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શિંદેજીને ‘ગદ્દાર’ કહેલું પેરોડી કે રમૂજી ગીત ગાયેલું.
હવે મહિનાઓ અગાઉ જ્યાં શો થયેલો એ સ્ટુડિયોમાં રાજકીય ગુંડાઓએ તોડફોડ કરીને કામરાને બહાર કાઢવા ધમાલ મચાવી! (એક્ચ્યુઅલી આ જ એક જોક છે કે કામરાની આઇટમ કંઇ લાઇવ ટેલિકાસ્ટ નહોતી! એ તો યૂ–ટ્યૂબ પર મુકાયેલી કિલપ હતી, જે ગુંડાઓને ના સમજાયું!) જોકે અમે કામરાના કે કોઇપણ સ્ટેન્ડઅપ કોમેડીયનની વ્યક્તિ પરની કે અશ્લીલ રમૂજની તરફેણમાં નથી… પણ વાત રાજકીય વ્યંગ, કલાકાર કે નાગરિકની બોલવા–લખવાની આઝાદીની કરવી છે.
આપણા હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેએ રમૂજી પુસ્તક લખેલું: ‘રસિયાના દેશમાં’ ને ત્યારની અંગ્રેજ સરકારને લાગ્યું કે ‘રશિયા’ દેશ વિશે ખતરનાક પુસ્તક છે એટલે દવેસાહેબ પર ઇન્ક્વાયરી બેઠેલી! અંગ્રેજ સલ્તનતથી લઇને આજની સિસ્ટમ સુધી કઇં બદલાયું છે?
એક સરકારી ઓફિસમાં ટેબલ પર પગ ચઢાવીને જુવાન છોકરો છાપું વાંચી રહ્યો છે જેમાં પહેલા પાને ‘સગાવાદ’ કે ‘નેપોટિઝમ ‘ વિશે સમાચાર છે… બાજુમાં મિનિસ્ટરજી બેઠા છે. પેલો જુવાનિયો, મિનિસ્ટરને પૂછે છે,‘કાકા કાકા, આ ‘સગાવાદ’ શું છે? આપણે ત્યાં આવું ચાલે?’ અને મિનિસ્ટરના ચહેરા પર અજીબ ભાવ છે! પાછળ દીવાલ પર ગાંધીજીનો ફોટો છે ને બારીમાંથી કોમનમેન જોઇ રહ્યો છે! આર. કે. લક્ષ્મણનાં આવા સચોટ કાર્ટૂનોને લીધે જ લોકશાહીની ખરી મજા છેને?
2022માં મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેએ ‘ફેસબુક’ પર એન. સી. પી. નેતા શરદ પવાર પર તીખી પોસ્ટ મૂકેલી ત્યારે કેતકીએ એક મહિનો જેલમાં સબડવું પડેલું. 2019માં પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રિયંકા શર્મા નામની છોકરીને જેલમાં પૂરેલી કારણકે એણે અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ફોટા સાથે છેડછાડ કરીને મમતાજીનો ચહેરો ચિપકાવેલો! જેલમાંથી છૂટવા સુપ્રીમ કોર્ટ પ્રિયંકાએ સુધી લડવું પડેલું ને સુપ્રીમ કોર્ટે માફી મગાવેલી!
ઇનશોર્ટ, સત્તાની ચાબુક વાપરવામાં સહુ પાવરફુલ સરખા પાવરધા છે.
ઇન્ટરવલ
લોહીમાં નવાણિયું અજવાળું તોડી
ફૂટી નીકળ્યો પરપોટાનો બેટ (મૌન બલોલી)
મે, 2020માં એક પત્રકારે સરકાર વિશે ટિપ્પણી કરેલી તો એના પર દેશદ્રોહનો આરોપ લગાડીને એરેસ્ટ કરવામાં આવેલો! એ જ રીતે અગાઉ પણ તામિલનાડુમાં, બંગાળમાં પોલિટિકલ કાર્ટૂન માટે સરકારે ધરપકડ કરાવેલી છે.
કાર્ટૂનિસ્ટનો ગુનો શું? તો એની કટાક્ષકળા! કાર્ટૂનિસ્ટની પીંછી તલવારથી વધુ ધારદાર હોય છે. એ સત્તાની જોહુકમી સામે પ્રજાના અવાજની સાઈલન્ટ બુલેટ છે. સચોટ કાર્ટૂનમાં સસ્તી હ્યુમરનાં ગલગલિયાં નહીં, પણ સેંકડો અશ્વોની હણહણાટી હોય.
દરેક પ્રજામાં ચાટુકાર લેખકો-પત્રકારો થોકના ભાવે મળે પણ વ્યંગ્યકાર ભાગ્યે જ હોય. માટે જ રશિયામાં તાનાશાહીમાં કાર્ટૂનિસ્ટોને મોટમોટાં તંત્રી કે પત્રકારો કરતાં વધારે પૈસા મળતા!
હિંદી વ્યંગ્યકાર હરીશંકર પરસાઈ કહે છે: ‘વ્યંગ્ય, આપણી ચેતના પર આધાત પાડે છે. વનમહોત્સવનું આયોજન કરવા માટે હજારો વૃક્ષ કાપવામાં આવે અને ત્યાં એક મંત્રી મહોદય ગુલાબની કલમ રોપે-એમાં એક વિચિત્રતા છે એટલે જ એમાં રમૂજ છે ને એ જરૂરી છે.’ કામરા કે કોઇ પણનાં વ્યંગ્ય, રમૂજ કે કાર્ટૂનથી નેતાઓ કે સમાજ સુધરી જશે એવો ભ્રમ કોઇ કલાકારને હોતો નથી, પણ સહેજ બદલાવ આવી શકે કે તાનાશાહની જાડી ચામડીમાં નાજુક કંપન આવે તોય ઘણું છે.
ઇતિહાસમાં જે જે શાસકે કલમ કે પીંછીને રોકવા ધારી છે એણે પોતાનાં હાથે પોતાનો મૃત્યુલેખ લખ્યો છે. હિટલરને ખબર નહોતી પણ નેહરુને ખબર હતી એટલે આર. કે. લક્ષ્મણ કે શંકર જેવા કાર્ટૂનિસ્ટોને પૂછતા,‘આજકાલ તમે મારાથી નારાજ છો? મારું કાર્ટૂન કેમ નથી બનાવતાં?’
1975ની ઇમરજન્સીમાં સમાચાર સામે પાબંદી હતી પણ લક્ષ્મણના કાર્ટૂન સામે સરકારી તંત્ર લાચાર હતું, કારણ કે દરેક કાર્ટૂનમાં કે વ્યંગ્યમાં કરુણતા અને સત્ય છુપાયેલાં હોય છે.

એક રશિયન લેખક, સ્ટેલિનની તાનશાહી અને સેન્સરશિપથી કંટાળીને દેશમાંથી ભાગી જાય છે. જતાં જતાં એના મિત્રને કહેતો જાય છે:‘મને પત્ર દ્વારા દેશ વિશે સાચેસાચું લખી મોકલાવજે. પણ પત્ર પોલીસ વડે સેન્સર થશે, માટે તું કાળી શાહીથી ‘અસત્ય’ લખજે ને લાલ શાહીથી ‘સત્ય’ લખજે. હું સમજી જઈશ.’
પછી રશિયામાં રહી ગયેલો મિત્ર, ભાગેલા લેખકને પત્ર લખ્યો:‘દેશમાં શાંતિ છે, ગરીબોનો વિકાસ થઈ રહ્યો છે, નેતા ખૂબ ઇમાનદાર છે, કોઈ દમન નથી.’ આ બધું એણે કાળી શાહીથી લખ્યું ને પછી લખ્યું.‘પ્રોબ્લેમ એક જ છે કે દેશમાં ક્યાંય લાલ શાહી મળતી જ નથી!’ અહીંયા સ્માર્ટલી કહેવાયું છે કે પત્રમાં દેશ વિશે સારું સારું સારું લખેલું બધું અસત્ય છે.. કારણ કે સત્ય બોલવા–લખવાની સગવડ જ નથી. સત્ય કહેનારી લાલ શાહી ના મળે, ત્યારે સમાજ પર કાળી શાહીનો કાળો અંધાર છવાવા માંડે.
એન્ડ ટાઇટલ્સ:
આદમ: તને કાર્ટૂન ગમે?
ઇવ: મારું ના હોય તો. }

વિકાસની વાટે:ચાલો, ગીરવે મૂકેલી જિંદગી પાછી મેળવીએ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/lets-reclaim-the-life-weve-pledged-134776897.html
હસમુખ પટેલ મણાં એક ડોક્ટરને મળવાનું થયું. મૂળ કલાકાર જીવ. બચપણથી જ ચિત્રકામમાં રસ. ભણવામાં ખૂબ હોશિયાર એટલે માતા-પિતા તથા શિક્ષકોની સલાહ મુજબ વિજ્ઞાનના વિષયો રાખી બારમા ધોરણમાં સારા ગુણ મેળવી એમ. બી. બી. એસ. થયા. ત્યાં પણ સારા ગુણ મેળવી બધાની જેમ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા. સારી પ્રેક્ટિસ કરે છે, પરંતુ ચિત્રકલા ભુલાતી નથી. પણ વ્યાવસાયિક, પારિવારિક અને સામાજિક જીવનની વ્યસ્તતાને કારણે ચિત્રકલા માટે સમય મળતો નથી.
આપણે ત્યાં લગભગ દરેક વ્યક્તિની આ સ્થિતિ હોય છે. બાળકને મનગમતા વિષયમાં ભણાવવાને બદલે જ્યાં સારી કમાણી થાય તેવા ક્ષેત્રમાં ભણાવવામાં આવે છે. ત્યાં માણસ કમાણીમાં એવો ગૂંથાઈ જાય છે કે મનગમતા વિષયમાં વ્યવસાય તો ઠીક તેને શોખના રૂપમાં પણ અપનાવી શકતા નથી. કેટલાકને મનમાં વસવસો હોય છે, પરંતુ આર્થિક, વ્યવસાયિક કે સામાજિક સફળતાની સલામતીમાંથી બહાર નીકળી મનગમતા વિષય તરફ પાછા વળી શકાતું નથી. બહુ જ ઓછા લોકો હોય છે કે સફળ વ્યવસાય છોડી મનગમતા કામ તરફ વળે છે.
આવું માત્ર શોખ કે વ્યવસાયના ક્ષેત્રમાં હોય છે તેવું નથી. જીવનના મોટા ભાગનાં ક્ષેત્રોમાં આપણે મનગમતું કરવાને બદલે સમાજમાં જે ચાલતું હોય છે, સમાજમાં જે સ્વીકૃત છે, સમાજ જેની પ્રશંસા કરે છે તેવા નિર્ણય લેતા હોઈએ છીએ, તેવું કરતા હોઈએ છીએ.
ભણતર અને નોકરીની તો વાત થઈ ગઈ પરંતુ આપણો ખોરાક, આપણો પોશાક, આપણું ઘર, ઘરનું સુશોભન, આપણી કાર અને બીજાં સાધનો સઘળું આપણે નહીં સમાજ નક્કી કરે છે. યુવાની વીતી ગયા પછી તો માણસ પોતાની રીતે કરવાની હિંમત ખોઈ બેસે છે પરંતુ કેટલા યુવાન-યુવતીઓની જીવનસાથીની પસંદગી પોતાની હોય છે? પહેલાંના સમયમાં તો જીવનસાથીની પસંદગી માતા-પિતા અને વડીલો કરતાં. આજે યુવક-યુવતીઓ એકબીજાને મળીને, મળીને નહીં જોઈને પસંદગી કરે છે. પરંતુ પસંદગીનાં ધોરણો પોતાના હોય છે કે સમાજના? કહેવાતાં પ્રેમલગ્નોમાં પણ પોતાની ખરી પસંદગી હોય તો સારું.
લગ્ન ઊજવવાની આપણી રીત પણ ક્યાં પોતાની હોય છે ? લગ્નનું સુશોભન, વાનગીઓ તથા સંગીત કોણ નક્કી કરે છે? યુવક-યુવતી, તેમના માતા-પિતા કે તેની સેવાઓ પૂરી પાડતી એજન્સીઓ? મોટા ભાગના લગ્ન મેળાવડાઓમાં ખાસ કરીને જેની પાસે પૈસા હોય તેઓ બહુ સારા કલાકારોની સંગીતમંડળી બોલાવતા હોય છે. સંગીત સરસ હોય પણ અવાજ એટલો મોટો હોય કે કોઈની સાથે વાત પણ ન થાય. લગ્ન મેળાવડામાં લોકો મળવા આવે છે કે સંગીત સાંભળવા? મારાથી અન્યોનો મત જુદો હોઈ શકે. દરેકના મત જુદા જુદા હોઈ શકે, પરંતુ જુદાં જુદાં મત મુજબ દરેક જુદું જુદું કરે છે ખરું ?
આપણે જરા થોભીને વિચારીને જીવવા તૈયાર છીએ ખરા? પેલા ડોક્ટર કે એમના જેવા બીજા વ્યાવસાયિકોએ અભ્યાસનું ક્ષેત્ર પસંદ કર્યું ત્યારે તેમની પાસે પસંદગી નહોતી. એકવાર અભ્યાસમાં નાણાં અને સમય રોક્યા પછી કમાણીનું બીજું ક્ષેત્ર પસંદ કરવાનો અવકાશ પણ તેમની પાસે હોતો નથી તેમ પણ માનવું પડે, પરંતુ પછી કમાણીના ક્ષેત્રમાં એટલું ગળાડૂબ થવું જરૂરી છે જેથી શોખ માટે પણ સમય ન મળે ?
જિંદગી શાના માટે છે ? જિંદગી વારંવાર મળે છે ખરી ? આપણી પાસે એક જ જીવન છે. આ જીવન પોતાનું છે કે પરાયું? તેને પોતાની રીતે જીવવું ઘટે કે પરાઈ રીતે? ક્યાં સુધી આપણે ઉછીની જિંદગી જીવીશું? એક જ જિંદગીમાં ભણવા અને વ્યવસાયનો સમય ગણીએ તો આપણી પાસે બહુ સમય રહેતો નથી.
જો આપણે થોડો વિચાર કરીએ, દેખાદેખીથી દૂર રહીએ, સમાજના ચીલાથી હટીને થોડીક પણ છૂટ લઈએ, અમુક અમુક બાબતો આપણને ગમે તેવી, આપણે રીતે કરીએ અને તેની મજા માણીએ તો જ આપણે માણસ હોવાનો અહેસાસ કરી શકીએ નહીં તો ચાવીવાળું રમકડું બની જઇશું, જેની ચાવી સમાજ અને તેની રૂઢિઓ અને રીતિઓના હાથમાં રહેશે. ચાલો, ગીરવે મૂકેલી જિંદગી પાછી મેળવીએ અને તેમાં આપણી પોતાની જીવનખેતી કરીએ. }

ફૂલડાંની ફોરમ:સ્વર્ગથી પણ સુંદર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/more-beautiful-than-heaven-134780532.html
વસીમ વહાલા નરલ રૂમની બહાર આવીને નાનાભાઇએ કહ્યું, ‘મમ્મી હવે…’ અને મામાએ કહ્યું, ‘હે ભગવાન! તેં આ શું કર્યું? ધાર્યું ધણીનું થાય! જે થવાનું હતું તે થયું, પણ બેટા તારી અમ્મીને તો સ્વર્ગ મળશે.’
હજુ બે દિવસ પહેલાં જ આઇ. સી. યુ વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. ડો. શાહે કહ્યું હતું, ‘પરિસ્થિતિ નોર્મલ છે. બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી ડિસ્ચાર્જ આપી દઈશું.’ ત્યાં ગઈકાલ સાંજથી ફરી તબિયત બગડતી ગઈ.
મેં કેશ કાઉન્ટર ઉપર જઈને કેશિયરને કહ્યું, ‘દેહદાનની શું પ્રોસિજર છે?’ ને જનરલ વોર્ડ બહાર જાણે યુદ્ધ છેડાઇ ગયું! મમ્મીના અવસાનની વાતથી જ બહેનો-સગાંઓએ બહાર રોક્કળ કરી મૂકી. એમાં મારી વાત જાણીને બધા ઘેરી વળ્યા.
‘આપણે પી. એમ. કે દેહદાન વિશે કશું જ અત્યારે વિચારવું નથી અને દેહદાન તો નથી જ નહીં કરાવવાનું.’ કાકાએ કહ્યું.
મામાએ સમજાવવા પ્રયત્ન કર્યો, ‘બેટા, દેહદાનમાં અંગો કાઢી લે, પછી સ્વર્ગમાં તારાં મમ્મી અંગો વગર સ્વર્ગની મજા કેમ લઈ શકશે?’
હું મારા નિર્ણય ઉપર મક્કમ રહ્યો. કેટલાંક સંગાઓ તો ભારે અકળાઇ ગયાં, પણ પરિસ્થિતિ પારખી સમસમી રહ્યાં.
‘તારાં મમ્મી પછી પહેલા મારી બહેન થાય. તારું ધાર્યું નહીં થવા દઉં.’ કહીને મામા ત્યાંથી નીકળી ગયા. અમારા બધાની અંદરોઅંદરની દલીલ-પ્રતિદલીલ ડો. શાહ, હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓનાં સગાઓ સાંભળી રહ્યા. કેટલાક હસી રહ્યા હતા તો કેટલાક સંમતિ આપી રહ્યા હતા. અંતે મેં મારું ધાર્યું જ કર્યું.
બે દિવસ પછી ડો. શાહનો ફોન મારા ઉપર આવ્યો, ‘ જય માતાજી! માફ કરજો, ભાઇ. મેડિકલ એથિક્સના લીધે આપને વધુ ડીટેલ્સ તો નહીં આપી શકું પરંતુ તમારાં મમ્મીના દેહદાનના લીધે ચાર લોકોની જિંદગી સ્વર્ગથી પણ સુંદર બની ગઈ છે. આભાર!’ }

સમયાંતર:જગતને બદલનારું છ અક્ષરનું નામ!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-six-letter-name-that-will-change-the-world-134776905.html
લલિત ખંભાયતા માઈક્રોસોફ્ટ ‘માઈક્રોસોફ્ટ’ જગતની સર્વોચ્ચ કંપનીઓમાં ત્રીજા ક્રમે છે. અમેરિકામાં તો બેશક બિગ-ફાઈવ કહેવાતી કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
ફેબ્રુઆરી, 2025ના આંકડા મુજબ તેની માર્કેટ કેપ 3.5 લાખ કરોડ ડૉલર કરતાં વધારે છે (આખા ભારતના જીડીપીથી જેટલી!).
દુનિયાભરમાં તેના સવા બે લાખથી વધારે કર્મચારીઓ છે. ભારત સહિતના દેશોમાં પેટા કંપનીઓ છે. નાની-મોટી સવા બસ્સો કંપનીઓને ‘માઈક્રોસોફ્ટ’એ સમયે સમયે ખરીદી લીધી છે, જેમાં ‘લિન્ક્ડઈન’ પણ છે અને ‘સ્કાઈપ’ પણ છે.
2024ના બાર મહિને કંપનીએ 88.1 અબજ ડૉલરનો નફો તિજોરીમાં ભર્યો હતો.
આ બધા મહિમાગાન પછી સવાલ એ છે કે ‘માઈક્રોસોફ્ટ’ બનાવે છે શું? બીજો સવાલ એ પણ છે કે આપણા જીવનમાં ‘માઈક્રોસોફ્ટ’ની શું જરૂર છે? ત્રીજો સવાલ એ પણ છે કે ‘માઈક્રોસોફ્ટ’ ન હોય તો આપણને ચાલે?
ત્રણેયનો એક જ વાક્યમાં જવાબ : ‘માઈક્રોસોફ્ટ’ કોઈ ભૌતિક કહી શકાય એવી વસ્તુ બનાવતી નથી, છતાંય આપણને એના વગર એક દિવસ ચાલે નહીં.
***
જગતમાં આજની તારીખે 3 અબજ કોમ્પ્યૂટર-લેપટોપ ચાલુ હાલતમાં છે. એ બધાં જ કોઈ ને કોઈ ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) પર ચાલે છે. એ ‘કોઈ ને કોઈ’માં મોટે ભાગે તો ‘માઈક્રોસોફ્ટ’ જ આવે કેમ કે 70 ટકાથી વધારે કોમ્પ્યૂટરને ચાલુ રાખવાનું કામ ‘માઈક્રોસોફ્ટ’ કરે છે.
બાકીના કોમ્પ્યૂટરો ‘એપલ’ની ‘OS X’ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ, ક્રોમ.. વગેરે પર ચાલે છે. એટલે ‘માઈક્રોસોફ્ટ’ અને તેના નજીકના હરીફ વચ્ચે ખાસ્સું અંતર છે. ઓપરેટિંગ સિસ્ટમની દુનિયામાં ‘માઈક્રોસોફ્ટ’ને કોઈ પડકાર આપી શકે એમ નથી, અડધી સદીથી તો આપ્યો નથી.
ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આખા જગતના કોમ્પ્યૂટરો ચાલુ રાખીને ‘માઈક્રોસોફ્ટ’એ જગતને બદલી નાખ્યું છે. એ પણ આપણને જાણય ન થાય એવી રીતે.
આપણે કોમ્પ્યૂટર-લેપટોપ ચાલુ કરીએ એટલે સૌથી પહેલા જ સામે ‘માઈક્રોસોફ્ટ’ વિન્ડો આવે સેફ્રોન/કેસરી, પેરોટ ગ્રીન, સ્કાય બ્લ્યૂ (આસમાની), ટર્મરિક યલો કલરના બનેલા લોગોને આપણે બરાબર ઓળખીએ છીએ. એ સાથે ‘માઈક્રોસોફ્ટ’એ આપેલા સોફ્ટવેર વિશ્વમાં આપણો પ્રવેશ થાય છે. ‘માઈક્રોસોફ્ટ’ની પ્રોડક્ટ-સુવિધા સંખ્યા બહુ ઝાઝી છે, પણ આપણે એવી સુવિધાઓ વિશે જાણીએ જે સૌથી વધારે પ્રભાવશાળી છે. જેના વગર ચાલ્યું નથી, ચાલતું નથી.
‘વિન્ડોઝ-95’
અત્યારે આપણે ‘વિન્ડોઝ-95’ નથી વાપરતા, ‘વિન્ડોઝ-11’ વાપરીએ છીએ. પણ જગત માટે ‘95’ એ મહત્ત્વની ઓપરેટિંગ સિસ્ટમ છે કેમ કે કોમ્પ્યૂટર જગતને પરિવર્તનનો પથ ત્યાંથી મળ્યો. એ પહેલી એવી ઓપરેટિંગ સિસ્ટમ હતી, જેમાં ઈન્ટરનેટ કનેક્ટ કરવાની સુવિધા હતી. ત્યાં સુધીમાં ઈ-મેલની શરૂઆત થઈ ચૂકી હતી.
આજે તો ઈન્ટરનેટ કનેક્ટ વગર આપણો દિવસ ઊગતો નથી, પણ આજથી 30 વર્ષ પહેલાં 1995માં એ સુવિધા ક્રાંતિકારી લાગતી હતી. એ ઓપરેટિંગ સિસ્ટમ લૉન્ચ થઈ ત્યારે જગતના 80 ટકા કોમ્પ્યૂટરોમાં ‘માઈક્રોસોફ્ટ’નો વપરાશ થતો હતો. ઘણાંખરાં પીસી (પર્સનલ કોમ્પ્યૂટર) એ ઓપરેટિંગ સિસ્ટમ સાથે મેચ થતાં ન હતાં એટલે એ બધાં પીસી અપગ્રેડ કરવાં પડ્યાં હતાં. આજે સાવ સામાન્ય લાગે એ ‘સ્ટાર્ટમેનુ’, ‘ટાસ્કબાર’, ‘મેક્સિમાઈઝ-મિનિમાઈઝ, ‘ક્લોઝ બટન’ વગેરે પહેલીવાર એ ઓપરેટિંગ સિસ્ટમમાં આવ્યાં હતાં.
સાહિત્ય હોય કે ટેક્નોલોજી કે પછી ફિલ્મ.. સફળતા-નિષ્ફળતા અંગે ભવિષ્ય ભાખવામાં ઘણીવાર ધડમાથાં વગરનું નિદાન રજૂ થતું હોય છે. ‘માઈક્રોસોફ્ટ વિન્ડોઝ’ના કિસ્સામાં પણ એવું થયું હતું. એરિક સેન્ડબર્ગ નામના કોમ્પ્યૂટર નિષ્ણાતે અમેરિકી અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’માં ‘વિન્ડોઝ’નો રિવ્યૂ લખ્યો: ‘515 કેબીના પીસીને ‘વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ’ વડે ચલાવવુ એ આર્કટિકના બરફને શેરડીના રસ વડે મીઠો કરવા જેવું અઘરું કામ છે (એટલે કે લગભગ અશક્ય છે).'
આજની પેઢીને પહેલી નવાઈ તો એ લાગશે કે ત્યારે સમગ્ર કોમ્પ્યૂટર જ અડધો જીબી (512 મેગાબાઈટ)માં સમાઈ જતું હતું. બીજી નવાઈ તો સ્પષ્ટ છે કે વિન્ડોઝ અંગેની આગાહી ખોટી પડી છે. એ જમાનાનાં કોમ્પ્યૂટરો ચાલ્યાં, આજનાંય ચાલે છે.
શરૂઆતમાં ‘એમએએસ ડોઝ’ અને પછી ‘વિન્ડોઝ’ના એક પછી એક વર્ઝન દ્વારા ‘માઈક્રોસોફ્ટ’એ કોમ્પ્યૂટર સોફ્ટવેર જગતમાં સર્વત્ર વાવટા ખોડી દીધા છે. આજે ટચ સ્ક્રીન મોબાઈલની નવાઈ નથી. 2007માં લૉન્ચ થયેલી ‘ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-7’માં પહેલીવાર ટચ સ્ક્રીનની સુવિધા દાખલ થઈ હતી. એ રીતે સમયે સમયે સુવિધાઓ આવતી રહી.
‘માઈક્રોસોફ્ટ ઑફિસ’
ઑફિસમાં કામ કરવામાં કામ લાગે એવી સુવિધા એટલે ‘માઈક્રોસોફ્ટ ઓફિસ’. 1990માં આગમન થયું ત્યારે તેમાં ત્રણ જ સુવિધા હતી: ‘વર્ડ’, ‘એક્સેલ’ અને ‘પાવર પોઈન્ટ’. સાડા ત્રણ દાયકા પછીય એ ત્રણેય પ્રોડક્ટ અનિવાર્ય છે. દરેક ઑફિસમાં ‘માઈક્રોસોફ્ટ’ની આ ઑફિસ સુવિધા તો હોય, હોય અને હોય જ.

સમય પસાર થયો, ઑફિસની જરૂરિયાતો વધતી ગઈ, બદલાતી ગઈ એમ માઈક્રોસોફ્ટે પણ સુવિધાઓ ઉમેરી. જેમ કે હવે ઇ-મેલ કરવા માટે ‘આઉટલુક’ છે, ડેટા સાચવવા ‘વન ડ્રાઈવ’ છે, ચેટ માટે ‘ટીમ’ છે.. ને એવું તો ઘણું છે. સમય સાથે કેટલુંક બાદ થયું, કેટલુંક ઉમેરાયું. આજે ‘ઑફિસ’ના નામ હેઠળ 55થી વધારે સોફ્ટવેર કે સુવિધા ઉપલબ્ધ છે. દુનિયાની 102 ભાષામાં તેનો ઉપયોગ થતો રહે છે. તેને કારણે ‘ઑફિસ’ ચાર દીવાલમાં મર્યાદિત નથી રહી, આપણું કોમ્પ્યૂટર જ આપણી ઑફિસ બની ગઈ છે.
‘ઇન્ટરનેટ એક્સપ્લોરર’
18 વર્ષ સુધી જગતના પ્રથમક્રમના સંપત્તિવાન રહેલા બિલ ગેટ્સે 1995માં ‘વિન્ડોઝ-95’ના લૉન્ચિંગ વખતે કહ્યું હતું: ‘કોમ્પ્યૂટર યુગના સૌથી મહત્ત્વના તબક્કામાં પ્રવેશવા આપણે જઈ રહ્યા છીએ.’ એ તબક્કો એટલે ઇન્ટરનેટ યુગ. એ વખતે જ તેમણે ‘ઈન્ટરનેટ એક્સપ્લોરર’ લૉન્ચ કર્યું હતું.
આજે ઈન્ટરનેટ માટે આપણે ‘ગૂગલ’ કે ‘ક્રોમ’ બ્રાઉઝરનો (ટુ બ્રાઉઝ એટલે ઊંડા ઊતર્યા વગર પાનાં ફેરવવાં) ઉપયોગ કરીએ છીએ. ‘એપલ’ હોય તો વળી ‘સફારી’ જેવું બ્રાઉઝર પણ વપરાય. ‘મોઝિલા ફાયરફોક્સ’ પણ ખરું. પરંતુ એ બધાના પાયામાં કોઈ હોય તો એ ‘ઇન્ટરનેટ એક્સપ્લોરર’ હતું. આસમાની કલરનો બીજી એબીસીડીમાં લખાયેલો ‘ઇ’ અને એના ઉપર વળી નર્મદની પાઘડી જેવી પીળા કલરની ત્રાંસી રિંગ..
કોમ્પ્યૂટર સાથે ઇન્ટરનેટ કનેક્ટ કરવું હોય તો ‘આઈ’ તરીકે ઓળખાતું એ ‘બ્રાઉઝર’ ખોલવું ફરજિયાત હતું. એક સમય હતો જ્યારે ‘માઈક્રોસોફ્ટ’ આ ‘બ્રાઉઝર’ને બરાબર ચલાવવા વર્ષે દસ કરોડ ડૉલર ખર્ચી નાખતી હતી. 2003ની સાલમાં ‘બ્રાઉઝર’ વાપરનારા પૈકી 95 ટકા ‘એક્સપ્લોરર’ વાપરતા હતા. સમય બદલાયો અને વધુ ‘બ્રાઉઝર’ માર્કેટમાં આવ્યા એટલે કંપનીએ 2016માં તેના પરથી ધ્યાન ખસેડી લીધું.
‘માઈક્રોસોફ્ટ સોલિટેર’
મોબાઇલમાં ગેમ રમવાનું મન થાય ત્યારે આપણે ‘પ્લે સ્ટોર’માં જઈને મનપસંદ ગેમ ડાઉનલોડ કરી લઈએ છીએ, કેમ કે ત્યાં અઢી લાખથી વધારે ગેમ્સ ઉપલબ્ધ છે. ગેમ્સની જરૂર દરેકને પડશે જ એ ‘માઈક્રોસોફ્ટ’ને બહુ પહેલેથી ખબર હતી. એટલે તેણે વિન્ડોઝ સાથે પત્તાંની ‘સોલિટેર’ નામની ગેમ આપી દીધી. નામ પ્રમાણે એ એકલા વ્યક્તિએ રમવાની ગેમ હતી (સોલ એટલે એકલું).
ફાયદો એ થયો કે કોમ્પ્યૂટર પર કામ કરતાં કરતાં કંટાળો આવે ત્યારે લોકો સોલિટેર ખોલીને બેસે અને પત્તાંને આમથી તેમ ખસેડ્યા કરે. એટલે માઈક્રોસોફ્ટે સાફ-સૂફીના નામે જૂની ઘણી સુવિધાઓ ખસેડી લીધી પણ પત્તાં ખસેડવાની આ ગેમ ખસેડી નથી. ઊલટાની એ ગેમને મોબાઈલમાં પણ ઉપલબ્ધ કરાવી દેવાઈ છે. મોબાઈલમાં પણ એક કરોડથી વધારે વપરાશકર્તાઓ ડાઉનલોડ કરીને વાપરે છે.
‘અઝુરે’
‘માઈક્રોસોફ્ટ અઝુરે’ નામ બધાને જાણીતું નહીં લાગે. એ ‘ક્લાઉડ કોમ્પ્યૂટિંગ’ની સુવિધા છે. ‘ક્લાઉડ કોમ્પ્યૂટિંગ’ પણ બધા માટે જાણીતી સુવિધા નથી. આપણું બધું કામ ઓનલાઈન સેવ થાય, ગમે ત્યાંથી એ જોઈ શકાય, ગમે ત્યાંથી કામ કરી શકાય એવી સુવિધા એટલે ‘ક્લાઉડ કોમ્પ્યૂટિંગ’. આકાશી વાદળની માફક ગમે ત્યાં વરસી પડે એવી સુવિધાને ‘ક્લાઉડ’ નામ અપાયું.
સામાન્ય લોકો આ સુવિધાનો બહુ વપરાશ કરતા નથી, મુખ્યત્વે ઓફિસ-બિઝનેસ માટે કામની સગવડ છે. પરંતુ આવતીકાલ આ સુવિધાની જ છે. માટે સત્ય નાદેલા ‘માઈક્રોસોફ્ટ’ના સીઈઓ બન્યા પછી કંપનીએ સંપૂર્ણ ધ્યાન ‘ક્લાઉડ’ પર જ આપવાનું શરૂ કર્યુ છે. 2010માં શરૂ થયેલી આ સુવિધાએ નામના મેળવી લીધી છે. ‘ફોર્ચ્યુન-500’ એટલે કે જગતની અગ્રણી 500 કંપનીઓના લિસ્ટમાં રહેલી 95 ટકા કંપનીઓને ‘અઝુરે’ પર ભરોસો છે.
‘Xbox 360’
વિડીયો ગેમ રમવાનો શોખ હોય એમને ગેમિંગ કન્સોલ (કન્ટ્રોલ બોર્ડ)ની જરૂર પડે. ‘માઈક્રોસોફ્ટ એક્સબોક્સ-360’ ગેમિંગ કન્સોલ છે. વિડીયો ગેમ કન્સોલનું વૈશ્વિક માર્કેટ 40 અબજ ડૉલર જેવું જંગી છે. એ માર્કેટમાં પહેલા ક્રમે ‘સોની’ છે, બીજા ક્રમે ‘એક્સબોક્સ’. ટૂંકમાં, ગેમિંગ માર્કેટમાં પણ ‘માઈક્રોસોફ્ટ’ કહી શકે એમ છે, ‘જલવા હૈ હમારા.’
***
આ બધી અને બીજી ઘણીય એવી સુવિધાઓ છે, જેના દ્વારા ‘માઈક્રોસોફ્ટ’એ આખું જગત બદલી નાખ્યું છે. માત્ર કોમ્પ્યૂટર જગત બદલ્યું એવું નથી, આખું જગત બદલ્યું છે, કેમ કે જગત કોમ્પ્યૂટર વગર આજે જગત કહી શકાય એવી સ્થિતિમાં નથી. એ કોમ્પ્યૂટરો વળી ‘માઈક્રોસોફ્ટ’ વગર કોમ્પ્યૂટર કહી શકાય એવી સ્થિતિમાં નથી. માટે ‘માઈક્રોસોફ્ટ’એ જગત બદલ્યું છે. }

શરૂઆતમાં ‘ચેટજીપીટી’ ના પેઇડ વર્ઝનમાં જ ‘ગીબલી’ સ્ટાઇલ ઇમેજ બનતી હતી. લોકો આ ટ્રેન્ડ પાછળ એટલા ગાંડા બન્યા કે માત્ર ‘ગીબલી’ સ્ટાઇલ ફોટો માટે પૈસા ખર્ચીને પ્રિમિયમ મેમ્બર બન્યા. ત્યારબાદ લોકો ‘ગ્રોક’ પાસે ગયા. ત્યા પણ લિમિટ આવી એટલે અન્ય વેબસાઇટ અને એપ પર ફોટો અપલોડ કરીને તેને ‘ગીબલી’ સ્ટાઇલમાં કન્વર્ટ કર્યા. તમે પણ ટ્રાય તો કરી જ હશેને?
હવે જો આ ટ્રેન્ડનો નશો થોડો ઊતર્યો હોય તો એક મહત્ત્વની વાત તરફ ધ્યાન આપવાની જરૂર છે. આ બધાં એ. આઇ. ટૂલ્સને આપણા પર્સનલ અને પ્રાઇવેટ ફોટો આપવા કેટલા સુરક્ષિત છે? ઘણા લોકો વિચાર્યા વગર કોઈ પણ અજાણી વેબસાઇટ અથવા એપ પર પોતાના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે, જે સાઇબર સુરક્ષાની દૃષ્ટિએ જોખમી બની શકે છે.
એ. આઇ. ફોટોને
‘ગીબલી’ સ્ટાઇલમાં
કેવી રીતે કન્વર્ટ કરે છે?
‘ચેટજીપીટી’, ‘ગ્રોક’ કે કોઇ અન્ય એ. આઇ. ટૂલ્સ પર તમારો રિયલ ફોટો અપલોડ કરો, ‘ગીબલી’ સ્ટાઇલમાં કન્વર્ટ કરવાનો આદેશ આપો અને જાદુ જુઓ. તમને જે જાદુ જેવું લાગે છે તે હકીકતમાં તો એ. આઇ. માટે તે માત્ર ગણતરી અને ડેટાનો ખેલ છે. એ. આઇ.ને સૌપ્રથમ હજારો ‘ગીબલી’ સ્ટાઇલ ઇમેજ અને પેઇન્ટિંગ બતાવીને ટ્રેનિંગ આપવામાં આવે છે. જેનાથી એ. આઇ.ને રંગો, ટેક્સચર, લાઇટિંગ અને ડિઝાઇન કેવા છે તે સમજવામાં મદદ મળે છે.
હવે જ્યારે આપણે એ. આઇ.ને કોઇ ફોટો આપીએ છીએ, ત્યારે એ. આઇ. તેમાં રહેલાં મુખ્ય બિંદુઓને ઓળખે છે, જેમ કે ચહેરો, વાળ, કપડાં, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અને પડછાયો. ત્યારબાદ તેને ‘ગીબલી’ સ્ટાઇલમાં કન્વર્ટ કરવા માટે ફિલ્ટર્સ અને પેઇન્ટિંગ ઇફેક્ટ્સ ઉમેરે છે.
આ પ્રક્રિયા જનરેટિવ એ. આઇ. અને ડીપ લર્નિંગ દ્વારા થાય છે. જેમાં મુખ્ય બે ટેક્નિકનો ઉપયોગ થાય છે:
Generative Adversarial Networks (GANs) GAN બે ન્યુરલ નેટવર્કથી બનેલા હોય છે - Generator અને Discriminator. Generator તમારા ફોટોને એનિમેટેડ સ્ટાઇલમાં ફેરવે છે, જ્યારે Discriminator ચેક કરે છે કે ફોટો ઓરિજનલ ‘ગીબલી’ આર્ટ જેવો લાગે છે કે નહીં. જ્યાં સુધી Discriminator સંતુષ્ટ ના થાય ત્યાં સુધી Generator ફરી ફરીને ઇમેજ બનાવતું રહે છે.
સ્ટેબલ ડિફ્યુઝન અને ડ્રીમબુથ સ્ટેબલ ડિફ્યુઝન અને ડ્રીમબુથ એવા એ. આઇ. મોડેલ્સ છે, જે એકવખત તમારા કોઇ ફોટોને શીખી લે ત્યારબાદ તેને ‘ગીબલી’ સ્ટાઇલ કે પછી કોઇ પણ ફોર્મમાં બનાવી શકે છે. આ એ. આઇ. મોડેલ તમારા ચહેરાની પેટર્ન, હાવભાવ અને સ્ટાઇલને ઓળખશે અને તેને આધારે તમારા નવા ફોટો બનાવશે.
શું એ. આઇ. ખરેખર ફ્રીમાં ફોટો બનાવી આપે છે?
જો તમને લાગતું હોય કે તમે ‘ચેટજીપીટી’, ‘ગ્રોક’ કે પછી બીજા એ. આઇ. ટૂલ્સ પાસેથી ફ્રીમાં ‘ગીબલી’ સ્ટાઇલ ફોટો બનાવી રહ્યા છો તે એ તમારી ભૂલ છે. જો કોઈ સર્વિસ મફત હોય, તો તમે પોતે જ પ્રોડક્ટ છો! તમારા ફોટા અને ડેટાનો ઉપયોગ એ. આઇ. કંપનીઓ તેમના મોડેલોને ટ્રેનિંગ આપવા માટે કરશે. એટલે કે તમે તમારી ઓળખ અને પર્સનલ ફોટોની કિંમતે આ ‘ગીબલી’ સ્ટાઇલ ફોટો બનાવી રહ્યા છો.
અત્યાર સુધી કોઇ પણ એ. આઇ. મોડેલને ટ્રેનિંગ આપવા માટે હજારો ફોટોની જરૂર પડતી હતી. જોકે, હવે ટ્રેનિંગ આપવા માટે 10-12 ફોટો જ પૂરતા છે. એટલે કે જો તમે તમારા કેટલાક ફોટો કોઇ એ. આઇ. મોડેલ પર અપલોડ કરી દીધા, તો તે મોડેલ તમારું ડિજિટલ ક્લોન બનાવી શકે અથવા તો ભવિષ્યમાં તમારા નવા ફોટો જનરેટ કરી શકે તે શક્યતા નકારી ના શકાય.
‘ગીબલી’ સ્ટાઇલ ટ્રેન્ડ વચ્ચે દુનિયાના ઘણા પ્રાઇવસી અને સાઇબર સિક્યુરિટી એક્સપર્ટે ચેતવણી આપી છે કે Openએ. આઇ. આ ટ્રેન્ડનો ઉપયોગ હજારો લોકોના ફોટા એકઠા કરવા માટે કરી રહ્યું છે, જેથી તેનો ઉપયોગ એ. આઇ. મોડેલન ટ્રેનિંગ માટે થઈ શકે. લોકો અજાણતાં ફ્રેશ ફેસ ડેટા એ. આઇ. ને સોંપી રહ્યા છે, જે ગંભીર છે. તમારા ફોટાનો દુરુપયોગ થઈ શકે છે. ત્યાં સુધી કે વેચાઇ પણ શકે છે.
તમારા ફોટોનો દુરુપયોગ થઈ શકે જ્યારે તમે કોઈ અજાણ્યા એ. આઇ. ટૂલ પર તમારા ફોટા અપલોડ કરો છો, ત્યારે તમને ખબર નથી હોતી કે તે કંપની તમારો ફોટો ક્યાં અને કેવી રીતે સ્ટોર કરી રહી છે. તમારા ફોટો અને ડેટા એ એ. આઇ. કંપનીઓ માટે કોઇ ખજાના કરતાં ઓછા નથી. ઘણી કંપનીઓ દાવો કરે છે કે તેઓ યુઝર ડેટા સાચવતી નથી, પરંતુ તમારા ડેટાનો ઉપયોગ એ. આઇ. મોડેલ્સને ટ્રેનિંગ આપવા અને સુધારવા માટે થાય છે. આનો અર્થ એ છે કે, તમારા ફોટોનો ઉપયોગ તમારી પરવાનગી વિના અન્ય હેતુઓ માટે થઈ શકે છે.
એ. આઇ. ઇમેજ મેનિપ્યુલેશન અને ડીપફેકનો ખતરો એ. આઇ. તમારા ચહેરાનો ઉપયોગ રીને એવા ફોટો પણ બનાવી શકે છે જે અસ્તિત્વમાં નથી. આનાથી ડીપફેક અને ખોટી માહિતી ફેલાવાનું જોખમ વધે છે. જો કોઈ તમારો ફોટો લઇને તેની સાથે ચેડા કરે છે અથવા તેને ખોટા સંદર્ભમાં રજૂ કરે છે, તો તે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે.

અજાણી એપ્સથી ડેટા લીક થવાનું જોખમ ‘ગીબલી’ સ્ટાઇલ ફોટો બનાવવા માટે લોકો કોઇ પણ જાતનો લાંબો વિચાર કર્યા વગર અજાણી વેબસાઇટ અને એપ્લિકેશન પર તેમના ફોટો અપલોડ કરી રહ્યા છે. આ તો બરાબર એવી જ વાત થઇ કે રસ્તા પર જતા કોઇ અજાણ્યા માણસને તમારા લગ્નનો ફોટો આપી દેવો. આવી વેબસાઇટ કે એપ પર તમારો ડેટા બિલકુલ સેફ નથી. તેનો 100 ટકા દુરુપયોગ થઇ શકે છે. આ સિવાય અજાણી એપ ડાઉનલોડ કરવાથી ફોન હેક થવાનું અને ડેટા ચોર થવાનું જોખમ તો છે જ.
એ. આઇ. કંપનીઓની પ્રાઇવસી પોલીસી અસ્પષ્ટ છે ઘણા એ. આઇ. પ્લેટફોર્મ તેમની પ્રાઇવસી પોલીસીમાં સ્પષ્ટપણે જણાવતા નથી કે તેઓ યુઝર્સના ડેટાનું શું કરે છે. તેઓ તમને એ પણ જણાવતા નથી કે તમે અપલોડ કરેલા ફોટો કેટલા સમય સુધી સેવ રહેશે અને કયા હેતુ માટે તેનો ઉપયોગ થશે.
મજા કરો પણ આંખો ખુલ્લી રાખીને! ‘ગીબલી’ સ્ટાઇલ ટ્રેન્ડ બેશક મજેદાર છે, પણ પ્રાઇવસી કોઇ મજાક નથી. તમારા ફોટોને તમારા ફોટાને ‘એનિમ’માં ફેરવાતા જોવું એ એક અલગ પ્રકારનો રોમાંચ છે. પરંતુ આ મજા તમારી પ્રાઇવસીના ભોગે ન આવવી જોઈએ. બાળક રમકડાંની પાછળ દોડે છે તેમ દરેક ટ્રેન્ડ પાછળ ન દોડો. ‘ચેટજીપીટી’ અને ‘ગ્રોક’ જેવાં ટૂલ્સ ઠીક છે, પણ અજાણી વેબસાઇટ્સ કે એપના ઉપયોગથી બચવું જોઇએ. ટેક્નોલોજીનો ઉપયોગ કરો, પણ સ્માર્ટ અને સલામત રીતે! મજા કરો પણ આંખો ખુલ્લી રાખીને! } મેં ‘ચેટજીપીટી’ પર એક ‘ગીબલી’ સ્ટાઇલ ઇમેજ બનાવી. તે ઇમેજને બીજા ‘ચેટજીપીટી’ અકાઉન્ટ પર અપલોડ કરી અને કમાન્ડ આપ્યો કે આના પરથી રિયલ ઇમેજ બનાવી આપ. ‘ચેટજીપીટી’ એ તરત એક ઇમેજ બનાવી આપી. તે ઇમેજ અને જે ઓરીજનલ ઇમેજ હતી તે બંનેને એક ફેસ કમ્પેરિઝન વેબસાઇટ પર અપલોડ કરી. જેનું પરિણામ આવ્યું 70 ટકા મેચ! પહેલી જ ટ્રાયમાં 70 ટકા બોલો! તમે પણ ટ્રાય કરી શકો છો. તમને ખ્યાલ આવશે કે પ્રાઇવસી વિશે ખરેખર ચિંતા કરવા જેવું છે!

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-nature-play-town-was-found-under-the-ice-in-antarctica-134780540.html
દરાબાદ શહેર જેટલું કદ ધરાવતી A-84 હિમશિલા, એન્ટાર્કટિક દ્વીપકલ્પની બરફની ચાદર સાથે જોડાયેલા વિશાળ તરતા ગ્લેશિયર જ્યોર્જ સિક્સ આઇસ શેલ્ફથી અલગ થાય છે, આ સાથે જ એક એવા રહસ્ય પરથી પડદો ઊઠે છે, જે આજ દિવસ સુધી કોઈ જાણતું ન હતું.
સંશોધકોની ટીમ નવા ખૂલેલા દરિયાઈ તળ પર પહોંચી અને એવા પ્રદેશનું પરીક્ષણ કરનાર પ્રથમ ટીમ પણ બની જાય છે, જ્યાં પહેલાં માનવમાત્ર માટે પહોંચવું પણ દુર્ગમ અને લગભગ અશક્ય હતું. દક્ષિણ મહાસાગરના બેલિંગશૌસેન સમુદ્રમાં ‘શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટ’ના ‘આર. વી ફાલ્કર ટુ’ પર સવાર થઈને આંતરરાષ્ટ્રીય ટીમે તાજેતરમાં બરફથી ઢંકાયેલા વિસ્તારનું સંશોધન કરવા યોજના અમલી કરી. જેમાં અદભુત પરિણામો મળ્યાં, ગ્લેશિયર નીચે જીવંત સમુદ્રીજીવોની વસાહત મળી અને આનંદનો જાણે કોઈ જ પાર ન રહ્યો!
આ દુર્લભ તકમાં સફળતા મળતા જ વૈજ્ઞાનિકોને આ નવા ખુલ્લા પ્રદેશના ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિક સમુદ્રશાસ્ત્ર અને જીવવિજ્ઞાનમાં પ્રથમ વિગતવાર, આંતરશાખાકીય સંશોધન કરવાની મંજૂરી મળી. રિમોટ ઓપરેટેડ વાહન સુબાસ્ટિયનનો ઉપયોગ કરીને, ટીમે 1,300 મીટર સુધીની ઊંડાઈએ શોધખોળ કરી, જેમાં અનન્ય સમુદ્રી જીવો જોવા મળ્યા. જે ઈકો સિસ્ટમ સામાન્ય રીતે હિમશીલા નીચે અને આટલે ઊંડે હોય તે વિચારવું પણ જાણે અઘરું લાગે!
સંશોધકોની ટીમને મોટા કોરલ એટલે પરવાળા અને સ્પંજ દ્વારા પ્રભુત્વ ધરાવતી સમૃદ્ધ ઇકો સિસ્ટમ્સ મળી આવી હતી. જેમાં ખાસ કરીને આઈસ ફિશ, વિશાળ દરિયાઈ કરોળિયા અને ઓક્ટોપસ સહિત વિવિધ પ્રકારના દરિયાઈ જીવને ટેકો આપે છે. આ જીવો, જે દાયકાઓ કે સદીઓથી અસ્તિત્વમાં હોય તેવું લાગે છે.
મહત્ત્વની બાબત છે કે, આત્યંતિક વાતાવરણમાં, ખાસ કરીને સેંકડો વર્ષોથી સપાટીનાં પોષક તત્ત્વોથી વિખૂટા થયેલા વિસ્તારોમાં જીવન કેવી રીતે ટકી શકે? આવી વૈજ્ઞાનિક અને સંશોધકોની પરંપરાગત સમજને પણ આ શોધે પડકાર આપ્યો હતો. જે ભવિષ્યમાં જ આવાં શોધકાર્યો માટે નવું પ્રેરકબળ પણ બનશે.
આ સાહસમાં જૈવિક શોધો ઉપરાંત, આ અભિયાને એન્ટાર્કટિક બરફની ચાદરના વર્તનમાં થતા બદલાવ મુદ્દે મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પ્રદાન કરી, જે ક્લાઈમેટ ચેન્જના કારણે સંકોચાઈ રહી છે. એન્ટાર્કટિક, આમ તો ક્લાઈમેટ ચેન્જનો પોસ્ટર પ્રદેશ છે. પેંગ્વિન, વ્હેલ, સીલ અને ક્રિલ સહિતના મહત્ત્વના વન્યજીવો ત્યાં ક્લાઈમેટ ચેન્જ સામે ઝઝૂમી રહ્યા છે. કારણ કે, ગ્લોબલ વોર્મિંગ વધતા અહીંનો બરફ પીઘળી રહ્યો છે, જે વૈશ્વિક સમુદ્ર સપાટીના વધારામાં ફાળો આપી રહ્યું છે. બરફના ઘટાડાનો દર એ હદે વધ્યો છે કે, વૈશ્વિક સમુદ્ર સપાટી દર વર્ષે લગભગ 3.6 મિ.મિ.ના દરે વધી રહી છે. વર્ષ 2012થી એન્ટાર્કટિક માં બરફનું નુકસાન ત્રણ ગણું વધી ગયું છે.
આ સંશોધન દરમિયાન નવા ખુલ્લા દરિયાઈ તળનું વિશ્લેષણ કરીને, વૈજ્ઞાનિકોએ બરફની ચાદરની ઐતિહાસિક ગતિશીલતા અને વૈશ્વિક સમુદ્ર સપાટીના વધારામાં તેના યોગદાનને વધુ સારી રીતે સમજવા માટે ડેટા એકત્રિત કર્યો હતો.
ભવિષ્યમાં બરફના નુકસાનના અંદાજોને સુધારવા અને ક્લાઈમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા માટેની નીતિઓની માહિતી આપવા માટે મહત્ત્વનો સાબિત થશે. આ અભિયાન ચેલેન્જર 150 પહેલનો એક ભાગ હતો, જે યુનેસ્કોના આંતર-સરકારી સમુદ્રી સંશોધન કમિશન દ્વારા સમર્થન આપવામાં આવેલ વૈશ્વિક સહયોગી પ્રયાસ છે, જે ઊંડા સમુદ્ર સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને દર્શાવે છે.
જર્મન કાલ્પનિક નવલકથાના નામે જહાજ,
દરિયામાં સંશોધનનો પહાડ
જર્મન કાલ્પનિક નવલકથા, ધ નેવરએન્ડિંગ સ્ટોરી, જેણે ‘શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટ’ના પ્રથમ સંશોધન જહાજ માટે પ્રેરણા આપી હતી. હાલના સંશોધન જહાજનું નામ‘ ફાલ્કર (ટુ)’ રાખવામાં આવ્યું છે. રિસર્ચ વેસલ ફાલ્કર ટુ, 363 ફીટ લંબાઈ, 66 ફીટ પહોળાઈ ધરાવે છે. જેમાં ખાસ કરીને, આઠ પ્રયોગશાળાઓ છે, 105 ચો.મીટરની મુખ્ય પ્રયોગશાળા, ભીની, વિજ્ઞાન, દરિયાઈ પાણીની, કોમ્પ્યૂટર ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ અને જૈવિકકાર્ય માટે એક કોલ્ડ પ્રયોગશાળાનો સમાવેશ થાય છે. સાદી ભાષામાં દરિયામાં તરતી જાણે એક નાનકડી યુનિવર્સિટી છે, જ્યાં સેમ્પલિંગથી લઈને રિઝલ્ટ સુધી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
15 એકોસ્ટિક સેન્સર, પાંચ કિ. મી. વિજ્ઞાન દરિયાઈ પાણીની પાઇપિંગ અને માઇક્રોપ્લાસ્ટિક પાણીના મૂલ્યાંકન માટે ખાસ સિસ્ટમ, વિજ્ઞાન સાધનો માટે સાત ઓવર-ધ-સાઇડ લોન્ચ અને રિકવરી હેન્ડલિંગ સિસ્ટમ્સ, સંશોધન જહાજ પર સૌથી મોટી ક્રેનમાંથી એક ક્રેન છે. દુનિયાના કોઈ પણ છેડે, આ જહાજ સી-બેન્ડ પર સીટેલ 97 શ્રેણી મરીન સ્ટેબિલાઇઝ્ડ એન્ટેના સિસ્ટમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ કનેક્શન જાળવી રાખે છે. જહાજનો ડેક 10,333 ચો. ફૂટ છે, જે સંશોધકોને વિશિષ્ટ પ્રયોગશાળાઓ અને વિજ્ઞાન સાધનો માટે વિશાળ જગ્યા પૂરી પાડે છે.

એક દાયકો, સાત ખંડનું ભ્રમણ
2030માં ગુજરાત અને દક્ષિણ ભારતમાં સંશોધન
એક દરિયો, સાત ખંડ અને સાત ટોપિક થીમ સાથે આ અભિયાનનો નકશો જાહેર કરાયો છે, જે અનુસાર ‘ફાલ્કર ટુ’ વર્ષ 2030માં ગુજરાતના દરિયાકાંઠે અને દક્ષિણ ભારતના દરિયાકાંઠે આવી પહોંચશે અને નવું સંશોધન કરશે. અત્યાર સુધી 1000 વૈજ્ઞાનિકો આ સંશોધન જહાજમાં રિસર્ચ કરી ચૂક્યા છે. પહેલાં આ જહાજ ‘પોલાર ક્વીન’ના નામે જાણીતું હતું.
ROV : આધુનિક મરજીવો,
જે હિમશિલાના ભૂતળમાં શોધ કરી લાવ્યો
પાણીની અંદર રોબોટિક સંશોધનમાં રિમોટલી ઓપરેટેડ વ્હીકલ, ROV સુબાસ્ટિયન ઉપયોગમાં લેવાઈ છે. જે 4,500 મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. આ ટેક્નોલોજી વડે વૈજ્ઞાનિકો, સમુદ્રમાં સાધનો મૂકવા અથવા લેવા, નમૂના સંગ્રહ, સમુદ્રતળનું મેપિંગ, કેમિકલ અને થર્મલ ડેટા સંગ્રહ સહિત દરિયાઈ પાણીની લાક્ષણિકતા, વિડિઓ સંપાદન માટે અલ્ટ્રા-હાઇ ડેફિનેશન અને પેન-ઝૂમ-ટિલ્ટ કેમેરા સાથે વિઝ્યુઅલી ઇમર્સિવ રિમોટ કામગીરી કરી શકે છે. કલાકના 5.56 કિમીની ઝડપે તે ટ્રાવેલ કરી શકે છે. 200 કિલોગ્રામ વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. }

સફર:ગોકર્ણ: ‘દક્ષિણનુંકાશી’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/gokarna-kashi-of-the-south-134780535.html
નિતુલ ગજ્જર ર્ણાટકમાં આમ તો જોવાલાયક સ્થળોની કોઈ કમી નથી, પંરતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં પાછલાં અમુક વર્ષોથી કર્ણાટકનું એક નાનકડું શહેર ગોકર્ણ ખૂબ જાણીતું બન્યું છે. આમ તો ગોકર્ણ એટલે હિંદુ ધર્મના સાત સૌથી મહત્ત્વનાં તીર્થસ્થળોમાંનું એક જે અઘનાશિની નદીના મુખ પાસે સ્થિત છે. આ શહેર પહેલા તેના અતિશય શાંત બીચ અને ત્યાંના પ્રસિદ્ધ શંકર મંદિર માટે જાણીતું હતું. પણ 1990ના દશકથી કેટલાક વિદેશી પ્રવાસીઓએ અહીં આવવાનું શરૂ કર્યું અને આ જગ્યાને દુનિયા સમક્ષ ઉજાગર કરી. જેના પરિણામે ગોકર્ણ આજે માત્ર તીર્થસ્થાન નથી રહ્યું, પણ મોટા ભાગે યુવાવર્ગ દ્વારા પસંદ કરવામાં આવતું પર્યટન સ્થળ બની ગયું છે.
ગોકર્ણમાં ઘણાં જોવાલાયક સ્થળ આવેલાં છે. જેમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી જગ્યા એટલે ગોકર્ણ બીચ. જે ત્યાંના સફેદ રેતીના લાંબા પટ અને શાંત પાણી માટે જાણીતું છે. સાથે જ આ જગ્યાએ વિવિધ વૉટર સ્પોર્ટ્સની પણ સુવિધા ઉપલબ્ધ છે, જે લોકોને અહીં પિકનિક મનાવવા માટેનો મોકો આપે છે. તેમાં પણ ગોકર્ણ બીચ પર સાંજના સમયે લટાર મારતા, અરબ સાગરમાં ઓજલ થઈ રહેલા સૂર્યને જોવાનો મોકો જતો કરવા જેવો નથી. મજેદાર બાબત તો એ કે આ બીચ સવારે સાતથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લો રહે છે, જે તમને તમારા મૂડ મુજબ દરિયાલાલની અનુભૂતિ કરવાનો મોકો આપે છે.
કાશીમાં જેમ ભગવાન ભોળાનાથ જ સર્વોપરી છે, તેમ ગોકર્ણનો પ્રવાસ પણ મહાબળેશ્વર મહાદેવના આશીર્વાદ વગર અધૂરો છે. ભવ્ય ગોપુરમ ધરાવતું ચોથી સદીનું દ્રવિડિયન શૈલીનું ભગવાન ભોળાનાથનું મંદિર ગોકર્ણની આધ્યાત્મિક ઓળખ છે. આ મંદિર કરતાં પણ તેમાં પૂજાતું શિવલિંગ વધુ પ્રખ્યાત છે, કારણ કે તે આત્મલિંગ તરીકે ઓળખાય છે અને પાછલાં 1500 વર્ષોથી અહીં તેની પૂજા થાય છે. આ શિવલિંગના મહત્ત્વને કારણે જ ઘણા સ્થાનિકો ગોકર્ણને ‘દક્ષિણના કાશી’ તરીકે પણ ઓળખે છે. ગોકર્ણનું આ મહાદેવ મંદિર સવારે છથી બપોરે સાડા બાર સુધી અને સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી દર્શનાર્થી માટે ખુલ્લું રહે છે.
ઉત્તરમાં અઘનાશિની નદીના મુખ પાસેથી શરૂ થઈને દક્ષિણમાં લંબાતો ગોકર્ણનો વિસ્તાર એક કરતા વધુ બીચ આવરી લે છે. તેમાંથી ગોકર્ણનો હાફ મૂન બીચ અહીંનો સૌથી વધુ પસંદ કરવામાં આવતા દરિયાકિનારો છે. આ દરિયાકાંઠો અર્ધ ચંદ્ર આકારમાં હોવાથી તેને આ નામ મળ્યું છે .હાફ મૂન બીચ વિદેશી મુલાકાતીઓ અને બેકપેકર્સમાં પણ આરામ કરવા માટે એક સરસ સ્થળ તરીકે જાણીતું છે.
આ બીચ પર આરામ કરવા ઉપરાંત વિવિધ મનોરંજક પ્રવૃત્તિ અને સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ પણ પૂરો પાડે છે. અહીં સુધી પહોંચવા તમારે હાઈકિંગ કરી આવવું પડે છે, કારણ કે આ બીચ એક તરફ અરબ સાગર અને બીજી બાજુ નાની ટેકરીઓ વચ્ચે સ્થિત છે. જોકે ગોકર્ણના મુખ્ય બીચની જેમ અહીં રાતે મોડે સુધી રોકાણ કરવાની મનાઈ છે. મુલાકાતીઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બીચ પર રહી શકે છે.
ગોકર્ણમાં એક આવો જ અન્ય બીચ આવેલું છે, જેને ઓમ બીચ તરીકે ઓળખવામાં આવે છે. અસલમાં આ બીચનો આકાર ૐ જેવો હોવાથી તેને આ નામ મળ્યું છે. પણ તેનાથી પણ રસપ્રદ અને સુંદર આ બીચની ભૌગલિક રચના છે. નાના મોટી ટેકરીઓ પર ચડી તમે જ્યારે આ બીચનો નજરો પહેલી વાર જોશો ત્યારે જ તમારું મન ખુશ થઈ જશે અને એટલે જ અહીં કર્ણાટક ટૂરિઝમ દ્વારા સારો એવો વિકાસ પણ કરવામાં આવ્યો છે.
ગોકર્ણ નજીક બે વિશાળ શિખરોમાં પૌરાણિક ગુફાઓ પણ આવેલી છે. ભૈરવેશ્વર અને મોહિની એવા નામે જાણીતાં આ બંને શિખર વધુ ઊંચાં નથી પણ તેનો વિસ્તાર સારો એવો છે. આ શિખરમાં આવેલી છે યાના ગુફાઓ. અહીં ભૈરવેશ્વર શિખરમાં આવેલી ગુફાઓમાં ભગવાન શંકરનું એક મંદિર પણ આવેલું છે, જે ધાર્મિક યાત્રાળુઓને આકર્ષે છે. આ ગુફાઓ ઊંડી હોવાની સાથે અમુક હદે અટપટી પણ છે, જેથી સાહસશોખીનો તેની રચનાને ઊંડાણપૂર્વક સમજવામાં સારો એવો સમય વિતાવી શકે છે.
માનવસર્જિત સરોવર કોટિતીર્થ
મહાબળેશ્વર મહાદેવના મંદિર પાસે જ કોટિતીર્થ નામનું એક માનવસર્જિત સરોવર આવેલું છે. પૌરાણિક મંદિરોથી ઘેરાયેલું આ સરોવર વિવિધ અવસરે સ્નાન કરાવા અને મૂર્તિઓનું વિસર્જન કરવા માટે વાપરવામાં આવે છે. ગોકર્ણની એક લોકપ્રિય પૌરાણિક કથા અનુસાર, કોટિતીર્થ 1,000 ઝરણાંઓનો સ્ત્રોત છે. મહાદેવના મંદિર નજીક આવેલું આ સરોવર ઘણા યાત્રાળુઓને આકર્ષે છે જેઓ આ સરોવરનો ઉપયોગ ધાર્મિક વિધિઓ કરવા અને તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરે છે. મોટાભાગે ધાર્મિક વિધિ પતાવ્યા પછી લોકો અહીં સ્નાન કરવાનું પસંદ કરે છે. અહીં મોટા ભાગના લોકો મધરાતથી બપોર સુધીમાં સ્નાન કરવાનું પસંદ કરે છે.
જતા પહેલાં જાણી લેજો