Telegram Web Link
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જે લોકો વધુ પડતા સારા હોય, તો તરત તેમના પર શંકા પડવા લાગે. કેમ? કારણ કે આપણે પ્રામાણિકતામાં વિશ્વાસ રાખીએ છીએ, પર્ફેક્શનમાં નહીં. અને કોઈ વ્યક્તિ અસાધારણ રીતે પરફેક્ટ હોય, તો તે આપણને સાચી નજર નથી આવતી. અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગ છે: *Too good to be True*. કોઈ વ્યક્તિ એટલી બધી સારી હોય કે તમને તેની સચ્ચાઈ અંગે શંકા પડવા લાગે.
આ ખાલી માન્યતાની વાત નથી. તેની પાછળ ન્યૂરોસાયન્સ પણ છે. કોઈ વ્યક્તિ જેટલી નિખાલસ હોય, તેનો વ્યવહાર આપણી અંદર ઓક્સીટોસિન નામનું હોર્મોન પેદા કરે છે. ઓક્સીટોસિન વિશ્વાસનું કેમિકલ છે. ઘનિષ્ઠ લોકો વચ્ચે પ્રેમની લાગણી સૌથી મજબુત હોય છે તેનું કારણ આ હોર્મોન છે. ઘનિષ્ઠ લોકો પ્રામાણિક હોય છે. પ્રાણીઓમાં પણ તેની ભૂમિકા હોય છે. ઓક્સીટોસિન એક બીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની ભાવના જગાવે છે. ટ્રેનમાં આપણે તદ્દન અજાણ્યા માણસ પર પણ વિશ્વાસ મૂકી દઈએ છીએ કારણ કે તેની વાતોમાં નિખાલસતા હોય છે, પણ કોઈક ઓવર સ્માર્ટ મુસાફર વધુ પડતો સારો વ્યવહાર કરે તો આપણે તેને શંકાની નજરે જોઈએ છીએ. "પરફેક્ટ" લોકો પર આપણને વિશ્વાસ નથી આવતો કારણ કે તેમાં ઓક્સીટોસિન નિષ્ક્રીય રહે છે. આપણને પરફેક્ટ માણસની જરૂર નથી હોતી, પરફેક્ટ લાગણીની જરૂર હોય છે. આપણે નિખાલસતાને પ્રેમ કરીએ છીએ, પર્ફેક્શનને નહીં.
*Happy Morning*
22
5
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

તમે જો જીવનમાં ભાવનાત્મક દ્વંદ્વનો સામનો કરી રહ્યા હોવ, ખાસ કરીને સંબંધોને લઈને, તો તેમાંથી મુક્ત થવાની પહેલી શરત એ છે કે તમારી આજુબાજુમાં એવા લોકો ના હોવા જોઈએ, જે ખુદ એવી પીડામાં હોય.
બે સમદુ:ખિયા ભેગા થાય ત્યારે તેઓ સહાનુભૂતિના નામે એકબીજાના દુઃખ કે નારાજગીને ઉચિત ઠેરવવા પ્રયાસ કરે છે અને પોતાની પણ કોઈક ભૂલ હોઈ શકે છે તે સમજવાની સંભાવનાને સમાપ્ત કરી દે છે. પરિણામે સંબંધિત લોકો સાથેનો તમારો દ્વંદ્વ ઓર વકરે છે.

મુશ્કેલીના સમયે સહાનુભૂતિ તત્કાળ તો રાહત આપે છે, પરંતુ તે મુશ્કેલીના સમાધાનની ગરજ સારી ન શકે.
દ્વંદ્વમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે આસપાસમાં એવી વ્યક્તિ જોઈએ જે તમારી જેમ લાગણીથી પ્રેરિત ન હોય અને જે તટસ્થ ભાવે પરિસ્થિતિને સમજીને અભિપ્રાય આપી શકે. ઘણીવાર, પીડિત વ્યક્તિ તેની પીડાને વેલિડેશન મળે તેવી ઇચ્છા સેવતી હોય છે. તેમાં તેને સારું તો લાગે છે, પરંતુ તેમાંથી મુક્ત થવાનો રસ્તો બંધ થઈ જાય છે.
*Happy Morning*
13
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
ગુજરાતની ભૂગોળ

🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠

https://youtu.be/aFYFh__jThs?si=GI0VFcxkT425VXwJ

ભારતની ભૂગોળ

https://youtu.be/htR0QTtOxgg?si=dnftnwbHKYOxl8rG

ભૌતિક ભૂગોળ

https://youtu.be/3unW50ww7r4?si=Bt-t5WP5Vbm_I0Pl

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
8
LECM-240-202425.pdf
402.4 KB
👨‍💻List of Eligible Candidates for appearing in the Main Examination of Advt No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2

#GPSC #list
5
FAK-240-202425.pdf
185.7 KB
📌Final Answer Key Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2

#GPSC #FAK
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
હિરોશિમા અને નાગાસાકીની દુર્ઘટના, એક એવો પાઠ જે આજે પણ આપણને શાંતિનું મહત્વ શીખવે છે.


@abhijeetsinhzalageo
📌 પરીક્ષા તો ઉમેદવાર આપે છે, પણ જવાબદારી કોણ આપશે?

GPSC દ્વારા 20 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલી Advt. No. 240/2024-25 અંતર્ગત યોજાયેલી પ્રિલિમ્સ પરીક્ષાની Final Answer Key (Declared on 05-07-2025) મુજબ, કુલ 200 પ્રશ્નોમાંથી:

🔸 19 પ્રશ્નોના જવાબ બદલાયા છે

🔸 14 પ્રશ્નો રદ (Cancelled) કરાયા છે

🔸 4 પ્રશ્નોમાં બે જવાબ માન્ય રાખવામાં આવ્યા છે

👉 કુલ મળીને 37 પ્રશ્નો (200 માંથી) સ્પષ્ટ રીતે ત્રુટિગ્રસ્ત હતાં —
અંદાજે 18.5% પ્રશ્નપત્ર અયોગ્ય છે.

📉 આવા તથ્યો માત્ર “પ્રશ્નપત્રના ગુણવત્તા સંબંધી પ્રશ્ન” નથી —
એ તો એક આખી ભરતી પ્રક્રિયા પર ઘંટી વાગે એવી ગંભીર બાબત છે.

🎯 GPSC જેવી પ્રતિષ્ઠિત આયોજક સંસ્થા પાસે શું આવી કોઇ નીતિ નથી
કે જો નિશ્ચિત સંખ્યાથી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, તો:

– જવાબદારી નક્કી થાય?

– પરીક્ષા રદ્દ કરવામાં આવે?

– પરીક્ષાર્થીઓને વળતર મળે?

💬 આ વખતે તો ઉમેદવારોએ ફી આપી, હેતુપૂર્વક પડતર કર્યો,
પણ એમના આશાઓના પાંખ "આયોગની અદ્રશ્ય ભૂલો" માં કાપી નાખવામાં આવ્યા.

📣 આ માટે હવે સ્પષ્ટ નીતિ હોવી જ જોઈએ —
જે કહે કે:

"જો 15% થી વધુ પ્રશ્ન બદલાય કે રદ થાય, તો ભરતી પ્રક્રિયા તરત પાંખે મૂકો અને જવાબદારો સામે કાર્યવાહી કરો."

❗️ કારણ કે જ્યારે 15% થી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, ત્યારે તે માત્ર ભૂલ નથી રહેતી —
તે હજારો ઉમેદવારોના ભવિષ્યને બિનમૂલ્યે બુંજય નાંખે છે.

🤔 શું આયોગ જાણતા હોય છતાં આવા સવાલ છોડી આપે છે?
શું હવે પ્રિલિમ્સમાં પણ મનમાની અને ગોઠવણી શરૂ થઈ છે?
ઇન્ટરવ્યુમાં તો મનમાં જે આવે તે કરે છે,
તો હવે પ્રિલિમ્સમાં પણ નવી રમત શરુ કરી છે શું?
43💯11
👍4
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જીવન સમસ્યાઓનો એક અંતહીન સિલસિલો છે. અંગત હોય, પારિવારિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, સંબંધોની હોય, શરીરની હોય, મનની હોય, કામની હોય...આપણે એક પછી એક સમસ્યાનાં સમાધાનો ખોજતા જઈએ છીએ તેને જ જીવન કહે છે. અને આપણે એક સમાધાન શોધીએ ત્યારે તે એક નવી સમસ્યાને પણ જન્મ આપે છે.

સમસ્યા વિનાનું જીવન સંભવ નથી. દુનિયાના સૌથી અમીર માણસને અને સૌથી ગરીબ માણસને, સૌથી સફળ માણસને અને સૌથી નિષ્ફળ માણસને પોતપોતાની સમસ્યાઓ હોય છે. ફરક એટલો જ હોય છે કે અમુક લોકોની સમસ્યાઓ ઉત્તમ હોય છે અને અમુક લોકોની ખરાબ. એ ફરક જાણવો એ જ સમજદારીનું કામ અસલી છે.
આપણે વ્યર્થ સમસ્યાઓથી મુક્ત થવાનું છે જેથી ઉત્તમ સમસ્યાઓ નજર આવે.
એક સુખી, સંતોષી અને સફળ માણસની વિશેષતા એ હોય છે કે તેણે તેના જીવનને વ્યર્થ સમસ્યાઓમાં ઉલઝાવી દીધું નથી. તેમની સમસ્યાઓ પ્રગતિલક્ષી હોય છે.
જે સમસ્યાઓ તમને આગળ વધવામાં મદદ કરે, સશક્ત બનાવવાની તક પૂરી પાડે, તમારી સમજદારીમાં ઉમેરો કરે તે ઉત્તમ સમસ્યાઓ કહેવાય.
જે તમને રોકી રાખે, જે તમને પાછળ અથવા નીચેની તરફ લઈ જાય, જે તમારા જીવનને મુશ્કેલ બનાવે તે વ્યર્થ સમસ્યાઓ કહેવાય. સમસ્યાઓ બહેતર બનવા માટેના અવસર પુરા પાડે તેવી હોવી જોઈએ.
*Happy Morning*
12
👍74
નૈતિકતાના પેપર માટે રામાયણમાંથી બોધપાઠ :


ન્યાયનો માર્ગ પસંદ કરવો: વિભીષણે ભગવાન રામને મદદ કરવાનું પસંદ કર્યું, કારણ કે તે જાણતો હતો કે તેના ભાઈ રાવણે 'માતા સીતા'નું અપહરણ કરીને ગુનો કર્યો છે. આ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે પસંદગી કરવાની હોય, ત્યારે ન્યાયનો પક્ષ લેવો જોઈએ, ભલે તે પોતાના નજીકના સંબંધો વિરુદ્ધ હોય.

સમાનતાનો વ્યવહાર: ભગવાન રામે શબરી દ્વારા અપાયેલા બોર (ફળો) કોઈ પણ ખચકાટ વિના ખાધા. આ ઘટના દર્શાવે છે કે ભગવાન રામ કોઈ પણ વ્યક્તિ સાથે તેની જાતિ, સ્થિતિ કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાનતાનો વ્યવહાર કરતા હતા.

નિઃસ્વાર્થતા: ભરતે રાજા બનવાનો ઇનકાર કર્યો, જે તેની અત્યંત નિઃસ્વાર્થતા દર્શાવે છે. તેણે પોતાના ભાઈના અધિકારનો આદર કર્યો અને સત્તાનો મોહ રાખ્યો નહીં, જે દર્શાવે છે કે સાચી નેતૃત્વ ભાવના સેવા અને ત્યાગમાં રહેલી છે.

રામ-રાજ્ય: 'રામ-રાજ્ય' એક આદર્શ શાસનનું પ્રતીક છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ છે:

કલ્યાણકારી રાજ્ય: જ્યાં પ્રજાનું કલ્યાણ સર્વોપરી હોય.

પારદર્શિતા: શાસનમાં સ્પષ્ટતા અને ખુલ્લાપણું.

જવાબદેહી: શાસકો તેમની ક્રિયાઓ અને નિર્ણયો માટે જવાબદાર હોય.

ક્ષમાભાવ: ભગવાન રામે પાછા ફર્યા પછી કૈકેયી પ્રત્યે આદરપૂર્વક વ્યવહાર કર્યો. આ દર્શાવે છે કે ક્રોધ અને વેરભાવ રાખવાને બદલે ક્ષમા આપવી અને સંબંધોમાં સન્માન જાળવવું એ ઉચ્ચ નૈતિક મૂલ્ય છે.
👍76
For GPSC aspirants.
35
2025/07/08 21:58:14
Back to Top
HTML Embed Code: