Telegram Web Link
MCQથી Merit

#AMC
લોકરક્ષક અને GPSSB ની અપડેટ
મોર્નિંગ મ્યુસિંગ્સ: 
બુદ્ધિનો અર્થ યાદ રાખવું અને તેને દોહરાવ્યા કરવું થતો નથી. સ્કૂલોમાં આપણાને ગોખવાની તાલીમ આપવામાં આવે છે, અને જેને વધુ યાદ રહે તેને આપણે બુદ્ધિશાળી ગણીએ છીએ, કારણ કે તે પરીક્ષામાં અવ્વલ આવે છે. એટલા માંટે આપણે બુદ્ધિનું માપ (IQ) પણ કાઢ્યું છે.
બુદ્ધિ અનેક પ્રકારની હોય છે, અને શૈક્ષણિક હોંશિયારી તેમાંથી એક છે. આપણે શૈક્ષણિક બુદ્ધિને સર્વસામાન્ય બુદ્ધિ તરીકે ગણી લઈએ છીએ, પરંતુ બુદ્ધિની અસલી ઓળખ તે સુખી અને સંતોષી જીવન જીવવા માટે કામ આવે છે કે નહિ તેના પરથી થાય છે.
અસલમાં, બુદ્ધિ એટલે જીવનના અનુભવોમાંથી શીખવાની, અવરોધો પાર કરવાની, જે જોઇએ છે તે પ્રાપ્ત કરવાની, સમસ્યાઓનાં સમાધાન શોધવાની અને નવી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા. બુદ્ધિ જ્ઞાનનો સંચય નથી, તે જ્ઞાનનો વ્યવહારિક અમલ છે.
આપણે જીવનમાં જે પણ જાણીએ, સમજીએ, શીખીએ, અનુભવ કરીએ તે અંતત: આપણને સફળતાના, સુખના અને સંતોષના અહેસાસ તરફ દોરી જવું જોઈએ. તેનું નામ બુદ્ધિ.
મોર્નિંગ મ્યુસિંગ્સ:
સંતાનો, તે મોટાં થતાં હોય ત્યારે, પાણી માંગે તો દૂધ આપી દેવાની માનસિકતાથી માતા-પિતાએ બચવું જોઈએ. મોટાં થઇને તેમનામાં એવી અધિકાર ભાવના વિકસે છે કે તેમને જે જોઈતું હોય તે વિના શર્તે મળી જવું જોઈએ, જેવી રીતે નાનપણમાં મળતું હતું. ઘણીવાર અછત અને અભાવ સંતાનોને વધુ મહેનતી બનાવે છે.
ભૌતિક ચીજો હોય કે લાગણીઓની બાબતો, તેમને માત્ર "હા" સાંભળવાની ટેવ પડી ગઈ હોય છે, "ના" સાંભળવાની નહીં. દુનિયા એવી સેવાભાવિ નથી હોતી. ત્યાં ડગલે ને પગલે "ના" સાંભળવી પડે છે. ત્યાં લાયક બનો ત્યારે જ "મા" પીરસે છે. આસાનીથી મ્હોં માગ્યું ભોગવીને મોટાં થયેલાં સંતાનો એવી દુનિયામાં વ્યવસાયિક અને અંગત સંબંધોમાં ક્લેશ ઊભો કરે છે.
સંતાનોને નાનાં હોય ત્યારે જ "ના" સાંભળવાની ટેવ પાડવી જોઈએ. જેથી તેઓ મોટાં થઇને જે જોઈતું હોય તે મેળવવા માટે લાયક બનવા મહેનત કરતાં થશે. માતા પિતા જો સાચે જ સંતાનોનું ઉત્તમ ભવિષ્ય ઇચ્છતાં હોય, તો તેમનામાં અધિકારની નહીં, લાયક બનવાની ભાવના વિકસાવવી જોઈએ. બધું થાળીમાં પીરસી દેવાને બદલે તેમને ધીરજનાં અને મહેનતનાં ફળ મીઠાં છે તેના પાઠ ભણાવવા જોઈએ.
👉 કડવી વાસ્તવિકતા !

📌ઉદાહરણ આપણી સામે જ છે.
- ફોરેસ્ટમાં છેલ્લે 800-900 જ લેવાના છે.
- એવી જ રીતે CCE માં ગમે એટલા લોકો Mains આપે છેલ્લે 5554 ને જ નોકરી મળવાની છે.
- પોલીસમાં ભલે 15 લાખ ફોર્મ ભરાય પણ છેલ્લે 12 કે 13 હજાર ઉમેદવારોને જ નોકરી મળવાની છે.

એટલે તૈયારી કરનાર ઉમેદવારો આ વાસ્તવિકતા જાણીને જ તૈયારી કરજો કે,
દરેકને સરકારી નોકરી મળવી શક્ય નથી.
ACF interview call letter

#GPSC #Call_letter
ViewFile (6).pdf
2.6 MB
📌 મંડળની જા.ક્ર. ૨૧૫/ર૦૨૩૨૪- પ્લાનીંગ આસીસ્ટન્ટ ( શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ

#GSSSB #Result
મોર્નિંગ મ્યુસિંગ્સ:
અસુરક્ષિત વ્યક્તિ સતત બીજાની મજાક ઉડાવે. સુરક્ષિત વ્યક્તિ ખુદની મજાક ઉડાવે. અસુરક્ષિત વ્યક્તિને એવો ડર હોય છે કે તેનું કોઈ મહત્વ નથી અને લોકો તેને ગંભીરતાથી લેતા નથી. એ ડરમાં તે પોતાને ઊંચી સાબિત કરવા માટે બીજાને નીચે પાડવા પ્રયાસ કરે. તેનાથી વિપરિત, આત્મ વિશ્વાસથી ભરપૂર વ્યક્તિને એટલી ખબર હોય છે કે મહત્વ તેના કામનું છે, પોતાનું નહીં. એટલે તે કામ પૂરી ગંભીરતાથી કરે છે પણ જાતને હળવાશથી લે. એટલા માટે સુરક્ષિત વ્યક્તિ પોતાની પર હસી શકે છે કારણ કે તેને ખબર છે કે તેનું મહત્વ તેના કામથી સાબિત થવાનું છે, જ્યારે અસુરક્ષિત વ્યક્તિ બીજા પર હસે છે કારણ કે તેને તેની ક્ષમતામાં વિશ્વાસ નથી હોતો. અસુરક્ષિત વ્યક્તિનું સંપુર્ણ ફોકસ પોતાના પર હોય. સુરક્ષિત વ્યક્તિનું સંપુર્ણ ફોકસ કામ પર હોય.
2024/11/16 08:21:01
Back to Top
HTML Embed Code: