Telegram Web Link
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


મનની શાંતિ, શરીરની ચુસ્તી અને પ્રેમાળ સંબંધો, આ ત્રણ સુખ છે, બાકી બધું સુવિધા છે. અને આ સુખ નસીબથી નથી મળતું, તે સક્રિય પ્રયાસોનું પરિણામ હોય છે.

રોજેરોજ નાના- નાના પ્રયાસો આપણને તે દિશામાં લઈ જાય છે. એ પ્રયાસો વ્યક્તિત્વનો હિસ્સો બની જવો જોઈએ.

*શાંતિ અનુભવવા માટે શાંત થવું પડે*

ચુસ્તી માટે સ્વસ્થ થવું પડે. અને પ્રેમ મેળવવા માટે પ્રેમ બનવું પડે

મનની શાંતિ સકારાત્મકતા અને ધૈર્યની સાબિતી છે. તે લાગણીઓના નિયંત્રણ, વિચારો અને વર્તન પ્રત્યે જાગૃતિ અને યોગ્ય જીવનશૈલીથી આવે છે.

ચુસ્ત શરીર શારીરિક તંદુરસ્તીની સાબિતી છે. તે સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામ અને યોગ થી આવે છે.
પ્રેમાળ સંબંધો માનસિક સુખ અને સ્વસ્થતાની સાબિતી છે. તે આપસી સામંજસ્ય, બાંધછોડ અને સન્માનની ભાવનાથી આવે છે.

આપણી પાસે ગમે તેટલા પૈસા હોય, આ ત્રણ ચીજ ખરીદી નથી શકાતી.
ચાહે કોઈ અબજોપતિ હોય કે વડાપ્રધાન, તેણે શાંતિનો અનુભવ કરવા માટે, સ્વસ્થ રહેવા માટે અને સંબંધો મધુર રાખવા માટે રોજ મહેનત કરવી પડે. તેનો પૈસો, પદ કે પ્રતિષ્ઠા એમાં કામ નથી આવતી. અને જેની પાસે આ ત્રણ ચીજ હોય, તે સૌથી સુખી છે.

*Happy Morning*
👍82
1
ઉત્તર ગુજરાતમાં નવો અધ્યાય: ૨ ઑક્ટોબરથી વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં 
ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આવતીકાલે, ૨ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં
આ સાથે, ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં
6👍4
2025/10/03 12:32:17
Back to Top
HTML Embed Code: