Telegram Web Link
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):*
સો વાતની એક વાત-
જાત સાથે જૂઠું ન બોલવું. જે માણસ પોતાની સાથે જૂઠું બોલે છે અને પોતાના જૂઠને સાંભળે છે, તે અંતત: પોતાની ભીતર કે પોતાની આસપાસના સત્યને ઓળખી શકતો નથી, અને પોતાના માટે અને બીજાઓ માટે સન્માન ગુમાવી દે છે. સન્માનના અભાવમાં તે પ્રેમ કરવાનું પણ ગુમાવે છે, અને પ્રેમના અભાવની પીડાથી બચવા માટે તે જાનવરની જેમ ઇન્દ્રિયોના સુખમાં જાતને ડૂબાડી દે છે. એ રીતે તે પોતાની સાથે અને બીજાઓ સાથે તેના જૂઠને બરકરાર રાખે છે.
"જે માણસ પોતાની સાથે જૂઠ બોલે છે તે બીજાઓ કરતાં આસાનીથી અપમાનિત મહેસૂસ કરતો હોય છે. ઘણીવાર, નારાજ થવાની પણ મજા આવતી હોય છે, નહીં? માણસને કદાચ ખ્યાલ હોય છે કે કોઈએ તેને નારાજ નથી કર્યો, તેમ છતાં તે ખુદ પોતાના માટે નારાજગી પેદા કરી લે છે. તે જૂઠું બોલીને અને અતિશયોક્તિ કરીને તેને નારાજગીને આકર્ષક બનાવે છે, તે સાધારણ શબ્દ પકડીને રાયનો પહાડ બનાવે છે. તેને આ બધું ખબર હોય છે, છતાં તે સૌથી પહેલાં નારાજ થઈ જાય છે અને તેમાં મજા આવે ત્યાં સુધી મગ્ન રહે છે. પરિણામે તેનામાં સાચે જ બદલાની ભાવના આવી જાય છે. પરંતુ આ બધુંય છળ કપટ છે. "જૂઠને ટાળો, દરેક પ્રકારનાં જૂઠને, ખાસ કરીને જાત સાથે બોલાતાં હોય તેને. ખુદના છળને જોતા રહો, દર કલાકે, દર મિનિટે જુવો. ખુદને અને બીજાની ઘૃણા કરવાનું ટાળો. તમારી ભીતર જે ખરાબ છે તે તમારા નિરીક્ષણથી શુદ્ધ થતું જશે. ડરને પણ ટાળો, જો કે ડર પણ દરેક પ્રકારનાં જૂઠનું જ પરિણામ છે."
*(~દોસ્તોયેવસ્કી, 'ધ બ્રધર્સ કારામાઝોવ'માં)*

*Happy Sunday Morning*
12
3
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
live avi jav
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
બુદ્ધિની અસલી કસોટી એ નથી કે આપણને દુનિયાની કેટલી સમજ છે. તેની અસલી કસોટી એ છે આપણને આપણી કેટલી સમજ છે. આપણે જો જાતને ઓળખતા ન હોઈએ, અને આપણી અંગત સમસ્યાઓને ઉકેલી શકતા ન હોઈએ, તો તે બુદ્ધિ સેલ્ફ-પ્લેઝરથી વિશેષ નથી. તેના માટે અંગ્રેજીમાં braingasm શબ્દ પણ છે: બૌદ્ધિક ગલગલિયાં. અમુક લોકોને તેમનામાં કેટલી બુદ્ધિ છે તેનું પ્રદર્શન કરવાની બહુ મજા આવતી હોય છે. આપણે જેમ રૂપાળા દેખાવા ફેશનેબલ વસ્ત્રો પહેરીએ છીએ, તેવી રીતે અમુક લોકો બીજાની સામે છાકો પાડી દેવા માટે તેમની બુદ્ધિની પ્રદર્શન કરતા રહે છે. તેમની પાસે બીજા લોકોની મુસીબતોના બધા જવાબો હોય, પણ ખુદની સમસ્યાઓ હલ કરી ન શકે. પોતાના વિશેની સમજણ જ અસલી બુદ્ધિની બુનિયાદ છે કારણ કે માણસ તેની અંગત અને જાહેર જિંદગીમાં કેટલી બહેતર રીતે વર્તે છે તેનો આધાર તેની પોતાના વિશેની સમજણમાંથી આવે છે.
*Happy Morning*
4👌1
2025/07/14 08:32:29
Back to Top
HTML Embed Code: