Telegram Web Link
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

સફળતાના ઘણા આયામ છે. તમે એક ચીજમાં સફળ અને બીજીમાં નિષ્ફળ હોઈ શકો. સફળતાની વ્યાખ્યા પણ વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે.
હું જેને સફળતા માનું છું, તે તમારી દ્રષ્ટિએ નિષ્ફળતા હોઈ શકે. પરંતુ એ બધામાં એક વાત સૌથી ઉપર અને અફર છે; શાંતિ.
તમને જો માનસિક શાંતિ ન હોય, તો ગમે તેટલી અને ગમે તેવી સફળતા પણ નિષ્ફળતાના દાયરામાં આવી જાય છે. અને સમાજની નજરોમાં નિષ્ફળતા હોવા છતાં, તમે જો શાંતિ મહેસૂસ કરતા હોવ, તો તે સફળતા કરતાં પણ બેશકિમતી હોય છે.
શાંતિનો અર્થ નિષ્ક્રીયતા નથી. તેનો અર્થ તમે તમારી આંતરિક અને બાહ્ય બાબતો પ્રત્યે વધુ સભાન, વધુ જીવંત અને વધુ સુખી છો.
શાંતિ હકારાત્મક સક્રિયતા છે. અર્થાત, તમે ભૌતિક સફળતા માટે સક્રિય તો છો, પણ તે તમને સ્ટ્રેસ, હતાશા કે વ્યથાથી મહેફૂઝ રાખે છે.
તમે ગમે તેવા સંકટ કે પડકારનો સામનો કરી રહ્યા હોવ, તમે શાંત મને તેનો સામનો કરવાની સક્રિયતા દાખવો તે સૌથી ઈચ્છનીય સફળતા છે.
તેનાથી વિપરીત, તમને કોઈ સંકટ ન હોય, તમારી પાસે સર્વે સંસાધનો હોય, તમામ ભૌતિક સુવિધા હોય અને છતાં તમને બેચેની રહેતી હોય, તો તે નિષ્ફળતા છે.

સફળતાનો અસલી મકસદ સુવિધાની સાથે શાંતિ હાંસલ કરવાનો છે.
*Happy Morning*
👍10🔥7
👍61
📌ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ સંવર્ગની OMR-ડાઉનલોડ કરવા બાબત.

#GMC #OMR
👍9
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

અમુક માણસો મળતાં વેંત આકર્ષણ પેદા કરે, અમુક અપાકર્ષણ પેદા કરે. તેનું કારણ તેમનાં વાઈબ્રેશન્સ છે.

માણસોની નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓની ગતિવિધિમાંથી વાઈબ્રેશન્સ પેદા થાય છે. વ્યક્તિ હોય કે વસ્તુ, બ્રહ્માંડમાં દરેક ચીજ વાઈબ્રેશનથી બનેલી છે. વાઈબ્રેશન એટલે ઊર્જા. તે સકારાત્મક હોઈ શકે અને નકારાત્મક પણ. ઓછી હોઈ શકે અને વધુ પણ.. માણસની એક ઓળખાણ તેનું વાઈબ્રેશન પણ છે. કોઈનું વાઈબ્રેશન આપણને સરસ મહેસૂસ કરાવે, કોઈનું ખરાબ મહેસૂસ કરાવે. જે લોકો માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત છે તેમની હાજરી હકારાત્મક વાઈબ્રેશન છોડે, જે બિન- તંદુરસ્ત છે તે નકારાત્મક વાઈબ્રેશન છોડે.

વાઈબ્રેશન માણસના આંતરિક વ્યક્તિત્વનું પ્રતિક હોય છે. અમુક લોકોનાં વાઈબ્રેશન ઉચ્ચ પ્રકારનાં હોય. તેઓ આનંદિત અને શાંત હોય. તેમનું વ્યક્તિત્વ ચુંબકીય હોય.
એવા લોકોની પાંચ લાક્ષણિકતાઓ હોય છે:
૧. લોકો તેમની પરથી નજર હટાવી ન શકે
૨. બાળકોને તેમની હાજરી બહુ ગમે
૩. પ્રાણીઓ તેમની ઉપસ્થિતિમાં સુરક્ષિત મહેસૂસ કરે
૪. અજાણ્યા લોકો તેમને અંગત વાતો કહેવા માંડે
૫. તેમની હાજરીથી લોકોને શાંતિ મહેસૂસ થાય
*Happy Morning*
👍12
2
2025/07/12 19:12:26
Back to Top
HTML Embed Code: