Telegram Web Link
સાયબર સિક્યુરિટી:SMS સ્પૂફિંગ: એક લિંક, એક ક્લિક અને એકાઉન્ટ ખાલી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/sms-spoofing-one-link-one-click-and-account-empty-134802131.html

કેવલ ઉમરેટિયા હા લમાં જ દિલ્હીમાં ‘ભણેલી-ગણેલી’ અને બિઝનેસ કરતી એક મહિલા સાથે સાયબર ફ્રોડ થયું. ‘ભણેલી-ગણેલી’ શબ્દ ખાસ એટલા માટે લખ્યો છે કે અભણ કે ઓછું ભણેલા લોકો જ સાયબર ઠગોની જાળમાં ફસાઇને પૈસા ગુમાવે છે એવું બિલકુલ નથી. ભણેલા ગણેલા અને હોશિયાર લોકો પણ ભૂલ કરી રહ્યા છે.
દિલ્હીની આ મહિલાને બેંક એકાઉન્ટના KYC માટે ફોન આવે છે. ફોન કરનાર વ્યક્તિ તેને ડિજિટલ KYC માટે એક લિંક મોકલે છે. મહિલા તે લિંક પર ક્લિક કરીને તેમાં વિગતો ભરે છે. બસ 10 મિનિટની અંદર બેંક ખાતામાંથી 1,10,000 કપાયાના મેસેજ આવે છે.
વાત આટલેથી ના અટકતા મહિલાને Phonepe, Paytm, Gpay વગેરે તમામ એપના ધડાધડ મેસેજ શરૂ થઇ જાય છે. મૂળ વાત એમ હતી કે આ મહિલા સાથે ‘SMS Spoofing’ નામથી ઓળખાતું સાયબર ફ્રોડ થયું હતું. જેમાં મહિલાના ફોન પર આવતા તમામ OTP સીધા ગઠિયા પાસે જતા હતા. SMS સ્પૂફિંગ શું છે?
SMS સ્પૂફિંગ એ એક એવી ટેકનિક છે જેમાં સાયબર ગઠિયાઓ કોઇ બેંક, સરકારી સંસ્થા કે અન્ય વિશ્વસનીય સોર્સના નામે તમને મેસેજ મોકલે છે. વળી, આ મેસેજ એકદમ અસલી લાગે છે. તેમાં જે સેન્ડર ID વાપર્યું હોય છે તે પણ અસલી જેવું જ હોય છે. દા.ત. ‘AXISBANK’ અથવા ‘SBI Alert.’ આવા મેસેજની અંદર KYC, કોઇ સ્કીમ કે તેના જેવાં કોઇ બહાનાં સાથે લિંક આપેલી હોય છે. એટલે તમે સરળતાથી ભોળવાઈ જાઓ.
લિંક પર ક્લિક કર્યું એટલે ખેલ ખલાસ!
જો તમે સાયબર ગઠિયાઓની વાતોમાં આવીને આવી કોઇ અજાણી લિંક પર ક્લિક કર્યું એટલે ખેલ ખલાસ. લિંક પર ક્લિક કરશો એટલે જે વેબસાઇટ ખુલશે તે પણ અસલી જેવી જ દેખાતી હશે, જોકે હશે નકલી. તમે લિંક પર ક્લિક કરી ડિટેઇલ ભરતાં હશો ત્યાં સુધીમાં તો તમારા ફોનમાં ઓટોમેટિક એક ‘અદ્રશ્ય એપ’ ડાઉનલોડ થઇ જશે અને ઇન્સ્ટોલ પણ થઇ જશે. અદ્રશ્ય એટલા માટે કે તે તમને દેખાશે નહીં. ‘અદ્રશ્ય એપ્લિકેશ’ શું કરશે?
અદ્રશ્ય એપ કે જેને ‘ક્લોન્ડ’ અથવા ‘મૈલેશિયસ’ એપ્સ પણ કહેવામાં આવે છે. આ એપ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. આ એપ ખાસ કરીને SMS ફોરવર્ડિંગનું કામ કરે છે. એટલે કે જ્યારે પણ બેંકમાંથી OTP આવે છે, ત્યારે તે સીધો સાયબર ગઠિયાઓને જતો રહે છે. કેટલાક કિસ્સાઓમાં, આ એપ્લિકેશન સ્ક્રીન રેકોર્ડિંગ અથવા કીલોગિંગ પણ કરી શકે છે, જે વપરાશકર્તાના ટાઇપ કરેલા પાસવર્ડ્સ પણ ચોરી શકે છે. આવું ના થાય તે માટે શું કરવું?
અજાણી લિંક પર ક્લિક ના કરો : સાયબર સિક્યુરિટીની વાત આવે ત્યારે અચૂક આ વાત કહેવામાં આવે છે કે અજાણી લિંક પર ક્લિક ના કરો ને છતાં લોકો ભૂલી જાય છે.
ફોનના સેટિંગ ચેક કરો : ધારો કે ભૂલમાં તમે કોઇ અજાણી લિંક ખોલી છે અથવા તો તમને એવું લાગે છે કે તમારા ફોનમાં કંઇક ગડબડ જેવું લાગે છે. તો તરત Settings > Appsમાં જાઓ અને ચેક કરો. જો કોઇ અદ્રશ્ય એપ હશે તો અહીં તે જરૂર દેખાશે.
પ્લેસ્ટોર/એપસ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો : માત્ર સત્તાવાર સોર્સ, જેવા કે એપસ્ટોર અને ગૂગલ પ્લેસ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરો. અજાણ્યા સોર્સ પર એપ ડાઉનલોડ કરવી જોખમી છે.
પરમિશન સમજીને આપો : કોઇ પણ એપ્લિકેશનને પરમિશન આપવાની વાત આવે ત્યારે મોટેભાગે આપણે લાંબું વિચાર્યા વિના Allowનું બટન દબાવી દઇએ છીએ. આવું ના કરવું જોઇએ. SMS, કોલ વગેરે પરમિશન આપતી વખતે ધ્યાન રાખવું જોઇએ. કેલેન્ડર કે કેલક્યુલેટરની એપને SMS કે કોન્ટેકની પરમિશનની શું જરૂર હોય? અત્યારે જ ફોનના સેટિંગમાં જાઓ અને વિવિધ એપ્લિકેશનને આપેલી પરમિશનનો રિવ્યૂ કરો.
જાણ બહાર OTP આવે તો સતર્ક થઇ જાઓ : જો તમારી જાણ બહાર બેંકિંગ કે અન્ય કોઇ મહત્ત્વની સર્વિસનો OTP આવે તો સતર્ક થઇ જાઓ. એટલે કે તમે રિક્વેસ્ટ નથી કરી છતાં OTP આવ્યો હોય તો તરત બેંકનો સંપર્ક કરો.
સાયબર ગુનેગારો સતત નવી તકનીકોનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યાં છે. SMS સ્પૂફિંગ અને ક્લોન્ડ એપ જેવી તકનીકો દ્વારા તેઓ પર્સનલ અને નાણાકીય ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરે છે. આ બધાથી બચવાનો એક જ ઉપાય છે, સાવધાની. માટે ડિજિટલ દુનિયામાં દરેક પગલે સતર્ક અને સાવધાન રહો.
આઠમી અજાયબી:‘રખડપટ્ટીથી ઉપર કોઈ ધર્મ નથી’મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/there-is-no-religion-above-the-slums-mahapandit-rahul-sankrityayan-134802165.html

માયા ભદૌરિયા ‘કો ઈ પણ વ્યક્તિ માટે ભટકવાથી મોટો કોઈ ધર્મ નથી. જ્ઞાતિનું ભવિષ્ય પણ આ રખડુઓ પર જ નિર્ભર કરે છે. હું તો કહીશ કે દરેક યુવક-યુવતીઓએ રખડપટ્ટીનું જ વ્રત લેવું જોઈએ, એનાથી વિરુદ્ધ આપેલા તમામ પુરાવા, પ્રમાણો ખોટા અને વ્યર્થ ગણવા જોઈએ.’
આ કથન છે એક અલગારી જીવ અને પ્રખર પંડિત રાહુલ સાંકૃત્યાયનનું. હિંદી પ્રવાસ સાહિત્યના પિતામહ ગણાતા રાહુલ સંકૃત્યાયન માનતા કે જે રખડે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. વીસમી સદીના પૂર્વાર્ધમાં પ્રવાસ વર્ણન, પ્રવાસ સાહિત્ય અને વિશ્વ ફિલોસોફી ક્ષેત્રે સાહિત્યિક તો ખરું જ પણ અવિસ્મરણીય યોગદાન હતું આ વિદ્વાન વ્યક્તિનું.
મૂળ નામ તો કેદાર પાંડેય, પણ દુનિયા તેમને મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન નામથી ઓળખે છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના પન્દહા ગામે થયો. બાળપણમાં જ માતા કુલવંતીદેવી અને પિતા ગોવર્ધન પાંડેયનું અકાળે મૃત્યુ થવાથી તેમનો ઉછેર નાના-નાનીને ત્યાં થયો. તેમના લગ્ન બાળપણમાં કરી દેવામાં આવ્યા, પણ રાહુલ સાંકૃત્યાયને કિશોર વયે ઘર છોડ્યું અને મઠમાં જઈ સાધુ બની ગયા. જોકે, ઘુમ્મકડિયા સ્વભાવને કારણે સાધુજીવન પણ માફક ન આવ્યું. અભ્યાસી જીવ ઉપડ્યો વિશ્વપ્રવાસે
પ્રાથમિક અભ્યાસ ઉર્દૂમાં કર્યો. એ પછી કાશી જઈને સંસ્કૃત અને દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. એટલેથી સંતોષ ન લેતાં તેઓ વેદાંતના અભ્યાસ માટે અયોધ્યા પહોંચ્યા. વળી, અરબીનું ભણવા આગ્રા ગયા અને ત્યાંથી ફારસીના અભ્યાસ માટે લાહોરની યાત્રા ખેડી. અભ્યાસ અને જ્ઞાનની ભૂખે તેઓ સંશોધક અને પ્રવાસી બન્યા. કાશીના બૌદ્ધિક વર્ગે તેમને મહાપંડિતની ઉપમા આપી હતી. તેમણે વિશ્વના અનેક દેશોનું ખેડાણ કર્યું, ખૂબ વાંચ્યું, ખૂબ લખ્યું, ખૂબ જોયું ને જાણ્યું.
તેમની આ જ્ઞાનપિપાસાએ જ તેમને ઉર્દૂ, સંસ્કૃત, તમિલ, કન્નડ, પાલી, અંગ્રેજી, જાપાની, રશિયન, તિબેટિયન તેમજ ફ્રાંસીસી ભાષાના જાણકાર બનાવ્યા. એ રીતે વિશ્વની લગભગ 36 ભાષાના જાણકાર હતા. અને વિદ્વાન પંડિતને પોતાની માતૃભાષા પ્રત્યે પણ અનન્ય પ્રેમ તો ખરો જ. આર્ય સમાજ, માર્ક્સવાદ તેમજ બૌદ્ધ ધર્મથી તેઓ અંજાયા અને 1917માં રશિયન ક્રાંતિ દરમ્યાન રશિયા પહોંચી ગયા. અહીં રશિયન ક્રાંતિનાં કારણોનો ઊંડો અભ્યાસ કરીને પુસ્તક લખ્યું. કેદાર પાંડેયમાંથી રાહુલ સાંકૃત્યાયનની સફર
બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસ માટે તેમણે ચીન, જાપાન, શ્રીલંકા અને તિબેટની વાટ પકડી. આ તમામ દેશોના અઘરા પ્રવાસમાં લાંબા સમય સુધી તેમણે છેવાડાના વિસ્તારોનું ખેડાણ કર્યું. આ દરેક દેશ ફરતાં ફરતાં પ્રાચીન પુસ્તકો અને હસ્તપ્રતો મેળવતા ગયા. વિચારો કે એ સમયે તિબેટથી ભારત પાછાં ફરતાં પોતાની સાથે 20થી વધારે ખચ્ચર પ્રાણી ઉપર તમામ વિશાળ ગ્રંથો લાવ્યા. એમાંથી મોટાભાગના ગ્રંથોનું તેમણે હિંદીમાં ભાષાંતર કર્યું.
આ સંશોધન દરમ્યાન જ તેઓ બૌદ્ધ ધર્મની ઊંડી અસર તળે આવ્યા. એ તો બરાબર પણ બૌદ્ધ ધર્મ અપનાવીને પોતાનું નામ પણ રાહુલ સાંકૃત્યાયન રાખ્યું. મ્યાનમારમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી એ સમય દરમિયાન પાલી ભાષાનો અભ્યાસ કર્યો અને ‘ત્રિપિટકાચાર્ય’નું પદ મેળવ્યું. પોતાનાં પ્રવચનો, લેખો અને પુસ્તકોના માધ્યમથી આખા વિશ્વને ભારત બહાર ફેલાયેલા બૌદ્ધ સાહિત્યનો પરિચય કરાવ્યો.
1931માં એક બૌદ્ધ મિશન દરમ્યાન તેઓ યુરોપના પ્રવાસે ગયા. રશિયન સંશોધન બાદ 1937માં મોસ્કોમાં પ્રાચીન સાહિત્યના અભ્યાસ માટે તેમને બોલાવવામાં આવ્યા. 1959માં દર્શનશાસ્ત્રના મહાચાર્ય તરીકે તેઓ ફરીથી શ્રીલંકા ગયા, પણ 1961માં તેમને સ્મૃતિભ્રંશ થયો. છેવટે 14 એપ્રિલ, 1963ના રોજ તેમનું મૃત્યુ થયું.
આપણી કમનસીબી કહેવાય કે મહાન જ્ઞાતા કેદાર પાંડેયને દેશમાં જોઈએ એવાં માન-પાન મળ્યાં નહીં, જેના તેઓ હકદાર હતા. સાહિત્યનો સથવારો
‘વોલ્ગા સે ગંગા’ પ્રાગૈતિહાસિક અને ઐતિહાસિક લલિત કથા સંગ્રહની અનોખી કૃતિ છે, જેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. હિંદી ભાષા અને સાહિત્યમાં ‘દખ્ખિણી હિંદી સાહિત્ય’, ‘આદિ હિંદી કહાનિયાં’, ‘અપભ્રંશ કાવ્યસાહિત્ય’, ‘હિંદી કાવ્યધારા’ નામની કૃતિઓ નોંધપાત્ર છે.
પ્રસિદ્ધ પુસ્તક ‘મધ્ય એશિયા કા ઈતિહાસ’ માટે 1958ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. સામાજિક નવલકથાઓમાં ‘જીવન કે લિયે’, ‘વીસમી સદી’ મુખ્ય કૃતિ ગણાય, જ્યારે ‘કનૈલા કી કથા’, ‘સતમી કે બચ્ચે’ જેવા વાર્તાસંગ્રહો અને ‘પુરાતત્ત્વ નિબંધાવલિ’, ‘સાહિત્ય તેમજ યાત્રા નિબંધાવલિ’, ‘ઘુમક્કડ સ્વામી’ આત્મકથા ઉપરાંતની યાદી લાંબી છે.
પોતાના જીવનકાળમાં 50 હજારથી પણ વધુ પાનાં તેમણે લખ્યા. એમની બહુમુખી પ્રતિભાને ભારત સરકારે ‘પદ્મભૂષણ’નો ખિતાબ આપી સન્માની હતી. જર્મનીના પ્રખ્યાત વિદ્વાન અર્નસ્ટ સ્ટેનકેલરે રાહુલ સાંકૃત્યાયનની અસર હેઠળ પાલી, સંસ્કૃત અને તિબેટિયન ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે તિબેટિયન હસ્તપ્રતોનો ઊંડો અભ્યાસ કર્યો, જેને નેધરલેરન્ડ રૉયલ એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સે 2004માં પ્રસિદ્ધ કરી. તેમણે કહેલું કે ભારત બહારની સંશોધન સંસ્થાઓમાં રાહુલ સાંકૃત્યાયનનું જે પદ છે તે કોઈપણ રાજકારણી માટેય શક્ય નથી.
અઢીઅખરું કચ્છ:કચ્છની કસબનો ડંકો વિશ્વમાં વાગે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/may-the-sound-of-kutchs-crafts-resonate-throughout-the-world-134802139.html

નવીન જોષી ક ચ્છને આજે ભૂકંપ, ઉદ્યોગો અને પ્રવાસનની આગવી ઓળખ મળી છે પણ એક સમયે કચ્છ એટલે ટેરવાંના સ્પર્શથી સર્જાતો કસબ એવું કહેવાતું. કચ્છની હસ્તકળા-કારીગરીનો ડંકો વૈશ્વિત સ્તરે વાગે એ માટે અને કારીગરો દિન-રાત એ કળાના સર્જનમાં જ એટલી હદે રચ્યા-પચ્યા રહેતા કે કહેવાતું ‘આંખોમાં નફૂ પડી આવે ત્યારે એક ઉત્કૃષ્ટ નમૂનો તૈયાર થાય.’
આવા અનેક નમૂનાઓએ રાષ્ટ્રીય સ્તરે કચ્છનું નામ એટલી હદે રોશન કર્યું કે દર વર્ષે રાષ્ટ્રપતિ એવોર્ડ, શિલ્પગુરૂ એવોર્ડ, કલાગુરૂ એવોર્ડ કે નેશનલ મેરિટ સર્ટિફિકેટમાં કચ્છ હોય હોય અને હોય. ભુજોડી, નિરોણા, અજરખપુર, ધમડકા ગામોનાં ગામોએ આ હસ્તકળા ક્ષેત્રે નામના મેળવી છે અને એક વિશ્વાસ હાંસલ કર્યો છે. પરિણામે હવે કચ્છની અનેક બધી કળાઓની બોલબાલા માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે.
આજે એ કચ્છની જ ઓળખ સમી અમુક કળાઓ પર ચર્ચા કરીએ કારણ કે આજે સાચો કારીગર મશીન-કોમ્પ્યુટર સામે હારતો હોય એવું ભાસે છે. માનવશક્તિ અને ટેરવાંની કળા મોંઘી પણ પડતી હોવાથી એનો ખરીદદાર વર્ગ પણ ‘ચોક્કસ’ જ છે તેથી કદાચ ઘસાતા જતા કલાકારો વચ્ચે પણ કચ્છની કળાઓ આજેય બજાર પર રાજ કરે છે, તેનું કારણ કારીગરોની આગવી સૂઝ છે.
વારંવારના દુકાળ થકી કચ્છમાં રોજીરોટી-કમાણીનું સાધન ન્હોતું ત્યારથી આ હસ્તકળાએ કચ્છીઓનાં પેટ ભર્યાં છે, દેશની હસ્તકળા કારીગરોની શ્રેષ્ઠ કામગીરીની કદરરૂપે ભારત સરકારે 1961થી એવોર્ડ આપવાની શરૂઆત કરી અને 1967માં ભુજના હંસરાજ ભરતવાળાને રાષ્ટ્રીય મેરિટ સર્ટિફિકેટ મળ્યું અને એ સિલસિલો શરૂ થયો, 1971માં ડગાળાના દાઉદ અબ્દુલ્લા ખત્રી અને ભુજોડીમાં પુના રામજીએ નેશનલ મેરિટ સર્ટિફિકેટ પર નામ લખાવ્યાં. આજે આવા નેશનલ એવોર્ડનો આંક અને મેરિટ સર્ટિફિકેટની સંખ્યા ક્યાંયે પહોંચી ગઇ છે.
દેશ આઝાદ થયો ત્યારબાદ 1951થી અનેકવિધ વિકાસ યોજનાઓ શરૂ થઇ, 1952માં ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ બોર્ડની સ્થાપના થઇ અને કારીગરોને ન માત્ર બજાર મળી પણ ઓજારો, પ્રશિક્ષણ અને ઉચ્ચ સ્તરનું માર્ગદર્શન પણ મળતું થયું પરિણામે શિક્ષણનો અભાવ દબાયો અને હુન્નરને પાંખો ફૂટી તે દરમિયાન 1960માં જિલ્લા ઔદ્યોગિક સહકારી સંઘ આવ્યું. 1976માં હેન્ડીક્રાફ્ટ કચેરીનો આરંભ થયો, 1978માં હસ્તકળા નિગમ, ઉન વિકાસ નિગમની કચેરીઓના દરવાજા ભુજમાં ખુલ્યા અને કારીગરોના વિકાસ આડેનું ગ્રહણ હટ્યું.
બહુ ઓછાને યાદ હશે કે, ઠેઠ 1956માં ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં ખાદી કમિશને સાત દિવસીય ગ્રામોદ્યોગ પ્રદર્શનનું આયોજન કર્યું અને આ સાત દિવસીય ખાદી મેળો વણકરો માટે સોનાના સૂરજ જેવો સાબિત થયો, તે વખતે ગાંધીવાદી વણકરો શિવાભાઇ ભારમલ, ખેતાભાઇ ભીમા, વેલાભાઇ બુધા અને થાવરભાઇ જુમાએ મળીને હાથવણાટ સંઘની સ્થાપના કરી.
1954માં ભુજ મહિલા મંડળનો જન્મ થયો અને સેવાભાવી સન્નારી પ્રભાબેન શાહે લોકોને ગમે-આકર્ષણ થાય તેવી ચીજ-વસ્તુઓ કારીગરો પાસેથી બનાવડાવી એટલું જ નહીં મુંબઇ અને દિલ્હી જેવાં શહેરોમાં 1968માં કચ્છની કળાઓનાં પ્રદર્શન પણ યોજ્યાં. દિલ્હીમાં 1972નાં દેશનો સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ‘એશિયા 72’ યોજાયો ત્યારે તેમાં કચ્છની હસ્તકળાએ ભારતે વાહવાહી મેળવી, વારંવારના દુકાળોને ધ્યાનમાં રાખીને હસ્તકળા નિગમના સમજદારીભર્યા પ્રયાસોને પગલે 1986માં હસ્તકળા ઉદ્યોગને અછત-રાહતનાં કામો તરીકે માન્યતા ગુજરાત સરકારે આપી.
ધરતીકંપ બાદની અસરો હસ્તકળા ઉદ્યોગને પણ પહોંચી છે જેમ કે, 1956ના અંજાર ભૂકંપમાં થયેલી નુકસાની જોઇ રામકૃષ્ણ મિશને ધમડકા ગામ ઊભું કર્યું તો 2001ના ભૂકંપમાં ફરી એ ધમડકાના કારીગરો ભૂકંપગ્રસ્ત થયા અને ખૂબ સમજદારીપૂર્વક એ ગામના અમુક પરિવારોએ ભુજ-દુધઇ માર્ગે લાખોંદ-પદ્ધર વચ્ચે અજરખપુર ગામનું નિર્માણ કર્યું અને આજે અજરખપુરના કસબીઓ યુક્રેન-બ્રાઝીલ-રશિયાની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે અજરખને અને વેજીટેબલ રંગોને ચમકાવી રહ્યા છે.
કચ્છની હસ્તકળા એટલે ડ્રેસ, સૂટ, ઓઢણી, ડ્રેસ મટીરિયલ કે બાંધણી તો હોય સાથે અજરખની સમાંતર બાટીક કામ, રોગાન પ્રિન્ટ, ચર્મ કળા, કાસ્ઠ કળા, ભરત કામ, ખરકીય ખરા. ભુજના બુઢાકાકા કુંભાર અને હાંસબાઇ કુંભારીકળા અને લિંપણકામમાં ઠેઠ અમેરિકા પહોંચ્યાં હતાં. અનેક ગામ, નામ, કળાઓ કચ્છમાં એકમેકમાં ઓતપ્રોત છે.
ભુજોડીના વણકર પ્રેમજી વેલજીએ 2005માં ‘શિલ્પગુરૂ’ એવોર્ડ મેળવ્યો તો જાણીતા ઉદ્યોગ ગૃહ ‘એગ્રોસેલ’ના સ્થાપક એવા કાંતિસેનભાઇ શ્રોફ અને તેમના સહધર્મચારિણી ચંદાબેન શ્રોફનું કળાક્ષેત્રે પ્રદાન પણ અનેરૂં છે. ‘રોલેક્ષ’ કંપનીએ એટલે જ તો ચંદાબેનની પસંદગી કરી અને આજે એલ.એલ.ડી.સી.એ પ્રયાસો કેટલા સાર્થક છે એ સગૌરવ બતાવે છે.
ધમડકાના ખત્રી હાજી ઇસ્માઇલ મહમદને બ્રિટનની લેસ્ટર યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ આર્ટની પદવી એનાયત કરી છે. અજરખ પ્રિન્ટમાં પણ નેશનલ એવોર્ડ અને મેરિટ સર્ટિફિકેટમાં કચ્છ ગાજતું રહે છે. ‘કસબ’, ‘શ્રુજન’, ‘કલારક્ષા’ ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન’ જેવી સંસ્થાઓ કળાક્ષેત્રમાં કચ્છીની ઉન્નતિ માટે યશભાગી છે.
આંતરમનના આટાપાટા:કહાં ગયે વો લોગ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/where-did-that-log-go-134802251.html

ડૉ. જય નારાયણ વ્યાસ સ ત્યઘટના પર આધારિત પ્રસંગ આજે યાદ કરવો છે. 26 સપ્ટેમ્બર, 1965, સવારના 9.00 કલાકનો કૂમળો તડકો પૃથ્વી પર રેલાઈ રહ્યો હતો. વિદાય લેતા ચોમાસાની ઘેટાં-બકરાંની ટોળીમાં જેમ પાછળ રહી જાય એવી છૂટીછવાઇ બેચાર વાદળીઓ આકાશમાં દૃષ્ટિગોચર થતી હતી. મોટાભાગે આકાશ સ્વચ્છ હતું. ચોમાસું પૂરું થવા તરફ જઈ રહ્યું હતું એટલે વરસાદે ધોયું આકાશ, જરા સ્વચ્છ અને ભૂરું લાગતું હતું.
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં એક વિકટ પરિસ્થિતિ એ સવારે વાસ્તવિકતા બનીને વાતાવરણને ધણધણાવી રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને જમીન પર આર્ટિલરી અને ઑટોમેટિક રાઇફલ, મશીનગન તેમજ તોપો ધણધણી રહી હતી. બંને દેશોનાં લશ્કરો રણહાક કરતા એકબીજાની સામે ટકરાવા, પોતાનો પ્રદેશ જાળવી રાખવા અને દુશ્મન દેશની ચોકીઓ તેમજ બંકરનો ખુડદો બોલાવવા એકબીજા ઉપર ત્રાટકી રહ્યા હતા. બરાબર તેવા જ સમયે ભારતના 100 ફાઇટર જેટ ધડધડાટી કરતા દુશ્મન દેશ ઉપર હુમલો કરવા માટે હવામાં તરતાં થયાં હતાં. ચુનંદા પાઇલટ અને અદ્યતન શસ્ત્ર-સં૨જામ તેમજ દારૂગોળાથી એ સજ્જ હતાં.
આગળ જતાં સહેજ ફંટાઈને સરગોજા તેમજ પેશાવર પર હુમલો કરવાનું આયોજન હતું. આ જાંબાઝ ફાઇટર પાઇલટને ખ્યાલ હતો કે એમની આજની ઉડાન નિર્ણાયક બનવાની હતી. દુશ્મન પાસે અદ્યતન અમેરિકન ફાઇટર જેટનો કાફલો હતો એવું એમને બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું. રસ્તામાં એમનો સામનો હેવી એન્ટી એરક્રાફ્ટ ગનના જમીની ઇન્સ્ટોલેશન અને આકાશમાં ફાઇટર જેટ સાથે થવાનો હતો. ભારતનાં ફાઇટર પ્લેન ભારે હુમલાનો સામનો કરી રહ્યાં હતાં. સામે પક્ષે દુશ્મનની તૈયારી એટલી જ જોરદાર હતી.
જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું હતું. કેટલાંક પ્લેન ખૂબ ખરાબ રીતે આ હુમલામાં નુકસાન પામ્યાં હતાં. છેક કોકપીટ સુધી આગ પહોંચી જાય એ રીતે ફ્યુઅલ ટેન્ક અને અન્ય જ્વલનશીલ પદાર્થ ઉપર દુશ્મનનાં હથિયારો વાર કરી રહ્યાં હતાં. આગને કારણે ઘણા બધા કિસ્સામાં ફાઇટર જેટના કન્ટ્રોલ જામ થઈ ગયા હતા. આવા જ એક પ્લેનમાં જીવન અને મરણ વચ્ચેનો ફાસલો ઘટતો જતો હતો. કોઈ જ ઉપાય કારગત ન લાગતા ભયંકર રીતે આગમાં સપડાયેલા પાઇલટે હિંમતભર્યું અંતિમ પગલું લઈ પોતાની જાતને પ્લેનમાંથી ઇજેક્ટ કરી દીધી.
ઝડપથી એ જમીન તરફ જઈ રહ્યો હતો. પેરાશૂટ ખૂલવાની તૈયારી હતી. એની નજર સામે એનું પ્લેન અગનગોળો બનીને એક પર્વતની ટોચ સાથે અથડાઈ જ્વાળાઓમાં પલટાઈ ગયું. પાઇલટના મનમાં હજુ પણ ઝનૂન હતું. એણે ગુસ્સામાં દાંત કચકચાવ્યા. પોતાનું મિશન ચૂકી જવાયું એનો રોષ અને દુઃખ બંનેને કારણે એના મગજની નસો ફાટફાટ થઈ રહી હતી. થોડીવારમાં પાઇલટ જમીન પર ઉતર્યો અને એ સાથે જ ત્યાં ધસી આવેલી ફોજની એક ટુકડીએ એને ઘેરી લીધો. એ જગ્યા એને ખબર નહોતી પણ પેલી લશ્કરી ટુકડી તો પાકિસ્તાની હતી. એ પાકિસ્તાનના કબજાના ખેમકરણ વિસ્તારમાં ઉતર્યો હતો અને દુશ્મન સૈનિકોના હાથે પકડાયો હતો.
આ ફાઇટર પાઇલટે એનું નામ કહ્યું. એક સૈનિકના કાને એક શબ્દ અથડાયો અને એના દિમાગમાં બત્તીઓ ઝળહળી ઊઠી. એ શબ્દ હતો, ‘કરીઅપ્પા.’ પેલા સૈનિકે આ ટુકડીને યાદ કરાવ્યું કે, આ નામવાળા વ્યક્તિ ફિલ્ડમાર્શલ કરીઅપ્પા ભારતીય સેનાના વડા હતા અને અત્યારે પાકિસ્તાનના ટોચના અધિકારી ફિલ્ડમાર્શલ અયુબખાન એક જમાનામાં બ્રિટિશરાજ દરમિયાન જનરલ કરીઅપ્પાના કમાન હેઠળની ટુકડીમાં હતા. તાબડતોબ જનરલ અયુબખાનને જાણ કરવામાં આવી કે, ફિલ્ડમાર્શલ કરીઅપ્પાનો દીકરો કે. કરીઅપ્પા યુદ્ધકેદી તરીકે પકડાયો છે.
જનરલ અયુબખાને ફિલ્ડમાર્શલ કરીઅપ્પાના ઘરનો નંબર મેળવ્યો. ભારતીય સેનામાંથી તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. અયુબખાને જાતે જ ફોનનાં ચકરડાં ઘુમાવ્યાં. સામે છેડેથી બોલનાર વ્યક્તિ ફિલ્ડમાર્શલ કરીઅપ્પા છે, તેની ખાતરી થતાં અયુબખાને કહ્યું, સ્કોર્ડન લીડર કે. કરીઅપ્પા યુદ્ધકેદી તરીકે પકડાયા છે અને પોતે એને કોઈ શરત વગર છોડી મૂકવા તૈયાર છે.
ફિલ્ડમાર્શલ કરીઅપ્પાનો જવાબ હતો, ‘ધન્યવાદ! અયુબખાન. અત્યારે એ મારો દીકરો નથી. એના દેશ માટે લડતો એક બહાદુર સૈનિક છે. પોતાના વતન માટે એ મોતને મુઠ્ઠીમાં લઈને લડી રહ્યો છે. એ મારો પુત્ર છે એટલે એને છોડી મૂકવાનું હું નહીં કહું. જો એની સાથે પકડાયેલ બધાને બિનશરતી છોડી મૂકવાના હો તો તમે વિચારી શકો છો!’ સામે છેડેથી ફોન મૂકાઈ ગયો. ફિલ્ડમાર્શલ કરીઅપ્પા ભારતીય સેનાના ઇતિહાસના નભોકાશમાં ઝળહળતા કેટલાક સિતારાઓ જેવા કે, જનરલ થીમૈયા, ફિલ્ડમાર્શલ સામ માણેકશા, જનરલ જગજિતસિંગ અરોડા જેવા કેટલાક અત્યંત પ્રતિભાવંત અને દેશભક્તિની ખુમારી તેમજ એક સક્ષમ સૈનિકની પ્રબળ ઇચ્છાશક્તિ અને લોખંડી મનોબળ ધરાવતા જવાંમર્દોમાંના એક હતા.
જનરલ કરીઅપ્પા 1969માં મુંબઈથી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. ત્યારે હું આઈઆઈટી, મુંબઈમાં અભ્યાસ કરતો હતો અને એમની વિક્રોલી તેમજ ઘાટકોપરની સભાઓ સાંભળવાનો મોકો મળેલો. મારે માટે એ ઘટના ચિરસ્મરણીય બની ગઈ. આજે આ પ્રસંગ લખું છું ત્યારે મનમાં વળી વળીને પ્રશ્ન થાય છે, ‘કહાં ગયે વો લોગ?’
બ્લેક એન્ડ વ્હાઈટ:સાહિત્યમાં રાજકારણ કંઈ આજકાલની વાત નથી!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/politics-in-literature-is-not-a-modern-thing-134802241.html

આશુ પટેલ ગુ જરાતમાં હમણાં ‘સાહિત્યકારોની માલિકીની’ સાહિત્ય પરિષદ અને ‘સરકારની માલિકીની’ સાહિત્ય અકાદમી વચ્ચેની ‘દુશ્મની’ સપાટી પર આવી છે.
સાહિત્ય અકાદમી પાસેથી કાવ્ય સંગ્રહનું પારિતોષિક લેવાના ‘અપરાધ’ માટે સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ દર્શક આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા અને સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં જઈને ગ્રંથાલય માટે અનુદાનનો ચેક લેવાના ‘આરોપ’ હેઠળ સાહિત્ય પરિષદના ગ્રંથાલય મંત્રી પરીક્ષિત જોશીને સસ્પેન્ડ કરી દેવાયા.
આચાર્ય અને જોશીના સસ્પેન્શન માટે સાહિત્ય પરિષદનાં બંધારણની દુહાઈ દેવાય છે એ ટેક્નિકલી યોગ્ય પણ છે, કારણ કે કોઈ વ્યક્તિ જે સંસ્થા સાથે જોડાયેલ હોય એના બંધારણ પ્રત્યે તેણે વફાદારી દાખવવી પડે, પણ વાત જ્યારે સાહિત્યિક સંસ્થાની હોય ત્યારે એનું બંધારણ પૂર્વગ્રહ ન ધરાવતું હોય એવી અપેક્ષા અસ્થાને નથી. બાકી તો ‘ખાપ’ પંચાયત પણ પોતાના નિયમો બનાવતી હોય છે અને એ નિયમનો અમલ કરીને કોઈનો બહિષ્કાર કરવાની કે નાત બહાર મૂકવાનાં પગલાં ભરતી હોય છે, પણ સાહિત્યિક સંસ્થાઓને આવી કટ્ટરતા ન છાજે.
હજી થોડા સમય અગાઉ જ સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં સરસ્વતી માતાની પૂજાને મુદ્દે વિવાદ થયો હતો! તેમને તો સરકાર કે સરકારની સાહિત્ય અકાદમી સાથે કશી લેવાદેવા નહોતી!
સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એ મુદ્દે સાહિત્યકારો સાચા છે અને એ વિષે ક્યારેક અલગ લેખમાં વાત કરીશું, પણ સાહિત્યકારો પાસેથી એવી અપેક્ષા રહે છે કે તેઓ સાહિત્યિક પ્રવૃત્તિઓથી વધુ ધ્યાન અકાદમી સામેની લડાઈ પર વધુ કેન્દ્રીત ન કરે.
સાહિત્યક્ષેત્રમાં ખેંચતાણ થાય, લડાઈઓ થાય એ વાત કંઈ નવી નથી. સાહિત્યિક સંસ્થાઓમાં કે સાહિત્યિક સંસ્થાઓ વચ્ચે રાજકારણ રમાય એ વાત પણ નવી નથી. સાહિત્યકારો પણ છેવટે તો હાડ-ચામ-માંસ ધરાવતા માણસો જ છે, પણ ‘સામેવાળા’ને બતાવી દઈશું અને ‘અમારાવાળા’ જો ‘સામેવાળા’ ભેગા દેખાશે તો ‘પાડી દઈશું’ એવી તામસી માનસિકતા સાહિત્યકારોમાં હોય એ યોગ્ય નથી.
ઘણા સાહિત્યકારો સજ્જન હોય છે, પણ સામે એય હકીકત છે કે કેટલાય સાહિત્યકારો રાત-દિવસ ટાંટિયાખેંચમાં વ્યસ્ત રહેતા હોય છે.
થોડાં વર્ષો અગાઉ એક નામાંકિત નવલકથાકાર એક લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે એક શહેરથી બીજા શહેરમાં પહોંચી ગયા હતા, પરંતુ એ લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી ન આપવા માટે તેમના પર ભયંકર દબાણ કરાયું હતું અને નાછૂટકે તેમણે લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવાને બદલે પાછા જતાં રહેવું પડ્યું હતું (એ વિશે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા એક ખાસ અહેવાલ પણ પ્રકાશિત કરાયો હતો).
આગળ કહ્યું છે એમ સાહિત્યકારો પણ છેવટે તો હાડ-ચામ-માંસ ધરાવતા માણસો જ છે. એટલે એમનામાં પણ પૂર્વગ્રહ હોય એ સહજ છે.
આજે પણ જેમનાં પુસ્તકો સતત છપાતાં રહે છે, વેચાતાં રહે છે, વંચાતાં રહે છે એવા સ્વર્ગસ્થ લેખક ચંદ્રકાંત બક્ષી 185 પુસ્તકો લખી ચૂક્યા હતા અને તેમણે અનેક નોંધપાત્ર કૃતિઓનું સર્જન કર્યું હોવા છતાં ચંદ્રકાંત બક્ષીના સમકાલીન એવા મોટાભાગના સાહિત્યકારો બક્ષીબાબુને સાહિત્યકાર ગણવા તૈયાર નહોતા!
એવું નથી કે માત્ર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જ ખટપટ અને રાજકારણ ચાલતું રહે છે. સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ ગણાતા નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં પણ ખટપટ થતી હોય અથવા પૂર્વગ્રહો રખાયા હોય એવું કેટલીય વાર બન્યું છે.
દુનિયાના એવા અનેક નામાંકિત લેખકો છે કે જેમને નોબલ પ્રાઈઝ ન મળ્યું હોય. એમાં સૌ પ્રથમ નામ લેવ તોલ્સ્તોયનું યાદ આવે છે (આપણે ત્યાં તેમનો ઉલ્લેખ લિયો ટોલ્સ્ટોય તરીકે જ થતો આવ્યો છે).
1828માં જન્મેલા અને 1910માં મૃત્યુ પામેલા તોલ્સ્તોયની કેટલીય કૃતિઓ અમર બની ગઈ છે. એમાંય તેમની નવલકથા ‘વોર એન્ડ પીસ’ની ગણના જગતના નોંધપાત્ર સર્જનોમાં કરવી જ પડે, પરંતુ આટલું વિપુલ અને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જન કરવા છતાં તોલ્સ્તોયને 82 વર્ષની ઉંમરમાં ક્યારેય ‘નોબલ પ્રાઈઝ’ અપાયું નહીં!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાહિત્યિક કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ગયા હતા ત્યારે તેમણે ગુજરાતી સાહિત્ય જગતમાં ચાલતાં રાજકારણ અને ખટપટ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ‘કેટલાક સાહિત્યકારમિત્રોએ મને કહ્યું કે ‘તમે સાહિત્ય ક્ષેત્રમાં થોડો રસ લો’ એ વખતે મેં નમ્રતાપૂર્વક જવાબ આપ્યો હતો કે ‘ભાઈ, હું તો લિમિટેડ પોલિટિક્સનો માણસ છું, સાહિત્યજગતમાં હું નાનો પડું!’
સાહિત્યમાં રાજકારણ કંઈ આજકાલની વાત નથી. આ રાજકારણ લાંબા સમયથી ખેલાતું આવે છે અને સાહિત્યના રાજકારણનો અનુભવ ખુદ આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીને પણ ગઈ સદીમાં થઈ ચૂક્યો હતો. 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વખતે કેટલાક સાહિત્યકારોએ ગાંધીજીને વિનંતી કરી હતી કે ‘તમારે સાહિત્ય પરિષદના અધ્યક્ષ બનવું જોઈએ.’
તેમના કહેવાથી ગાંધીજી ચૂંટણી લડવા માટે તૈયાર થયા, પરંતુ પછી સાહિત્યકારોએ રાજકારણ રમીને ગાંધીજીને હરાવ્યા હતા! ગાંધીજી જીવનમાં એ એક માત્ર ચૂંટણી લડ્યા હતા! ગાંધીજી ગુજરાતી ભાષાની સેવા કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની ચૂંટણીમાં હરગોવિંદદાસ કાંટાવાલા સામે ચૂંટણી લડ્યા.
એ વખતે એ સમયના મોટા ગજાના સાહિત્યકાર રમણભાઈ નીલકંઠે ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે ચૂંટણી લડે એ વાતનો જાહેરમાં વિરોધ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે ‘આ માણસને ગુજરાતી લખતાં જ આવડતું નથી. તેમનું એક અનુવાદિત પુસ્તક મેં જોયું છે. એ જોઈને મને લાગ્યું કે તેમના કરતા તો પ્રાથમિક શાળામાં ભણતો વિદ્યાર્થી વધુ સારું ગુજરાતી લખી શકે!’
એ ચૂંટણીમાં ગાંધીજી હરગોવિંદદાસ કાંટાવાલા સામે હારી ગયા હતા! એ પરાજયથી ગાંધીજી દુખી પણ થયા હતા. જોકે 1936માં ગાંધીજી રાષ્ટ્રના સર્વોચ્ચ નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયા એ પછી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનવાની તક તેમને અપાઈ હતી. 1936માં અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન તેમના પ્રમુખપદે યોજાયું હતું.
અરે ઓ નદી!:અ રે ઓ નદી! તું કેમ બહાનાં શોધે છે મને મળવા માટે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/oh-river-why-are-you-looking-for-excuses-to-meet-me-134802229.html

પંકજ ત્રિવેદી અ રે ઓ નદી! તું કેમ બહાનાં શોધે છે મને મળવા માટે! આટલા બધા પત્થર, કાંકરાઓ સાથે ખુદને ઘસડતી રહેતી! ઉછળતી, કૂદતી, આ બહાને દુનિયાનાં લોકોની આંખોથી બચતી જાણે! નીકળી પડી છો મનની દૃઢતા અને દિલમાં પ્રેમનો ઉમંગ લઈને. છતાંયે કેમ હિંમતથી નથી કહી શકતી કે હું તો ચાલી મારા પિયુને મળવા...!
તું નદી છો. તારી પવિત્રતાનાં લોકો ઉદાહરણ આપે છે. દુનિયાની ભીડમાંથી તું ગંદકી ઘસડીને આ જ જમીનમાં એવી રીતે ભેળવી દે છે જાણે કશું મેલું છે જ નહીં! તારા માર્ગ પર અગણિત લોકોનાં મોંએ થી નીકળતા મહેણાંના કાંટાઓથી લોહીલુહાણ થતી આગળ વધતી જાય છે અને છતાંયે તારી નિર્મલતા પર આંગળી ઊઠાવવાવાળા જ તારી પાસેથી પવિત્રતાની અપેક્ષા રાખે છે અને ક્યારેક ક્યારેક તારા સમ ખાય છે.
અરે ઓ નદી! આ એ જ લોકો છે જેમના માટે તું જીવન છો, મા છો. આ લોકો તારા પર કીચડ ઉછાળવાનો મોકો ગુમાવતા નથી, પણ તું જ મા છો! તારે જ માફ કરવા પડશે આ લોકોને જે બધું જ સમજતા હોવા છતાં પોતાની અંદર જોતા નથી અને બીજા પર આંગળી ચીંધવામાં પાછી પાની કરતા નથી.
સાચું એ જ છે, ઋષિ ભગીરથે તને આ જ લોકો માટે ધરતી પર અવતરણના બહાને તપસ્યા કરી હતી પરંતુ એ પણ તારી પવિત્રતા ને, તારી આત્મિક શકિતને ઝીલવા અસમર્થ હતા અને દેવાધિદેવ શિવને તારી અખંડિત ધારા પ્રવાહને પોતાની જટામાં ઝીલવાનું સન્માન આપ્યું હતું. એ બધું આ મનુષ્યથી કેવી રીતે સંભવ હોત?
આ જ લોકોનાં કલ્યાણ માટે તારે વહેવું તો પડશે જ. મારી શું વિસાત છે, કઈ પાત્રતા છે પરંતુ તેં પણ મને સન્માન આપીને, મારા સમુદ્ર હોવાનું ગર્વ અખંડિત રાખ્યું છે અને તું જ છો જેણે વિનમ્રતાથી વહેતાં વહેતાં આવીને મારામાં સમાઈ જતાં જાણે કહ્યું હોય– ‘ધૈર્ય રાખવાનું હવે તારું કામ છે!’ અને હું તારા આદેશને કારણે બધું જ સહન કરી ધીર-ગંભીર સમાધિસ્થ છું, કારણ કે કલ્યાણકારી દેવ શિવના આદેશ માટે આ ધરતીનાં લોકો માટે તો તું જ કલ્યાણકારી છો!
ઓફબીટ:સર્જકનો શબ્દ… એકાંતની આરપાર...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-word-of-the-creator-across-solitude-134802200.html

ક વિતા વિશે ગદ્યમાં વાત થાય ત્યારે સર્જકનું અંગત પ્રગટે છે. અલબત્ત એ અંગત પણ કવિતાનો ભાગ જ બને છે. કવિતા લખવાના અનુભવને સર્જકોએ કવિતા સિવાયની અંગત પળોમાં આકાર્યો છે. વેણીભાઈ પુરોહિતે લખ્યું છે કે ‘મારું જન્મસ્થળ જામખંભાળિયા સંગીત શોખીન ગામ છે. ખંભાળિયાના દહેરાફળિયામાં મારું ઘર નજર સામે તરવરે છે અને મનોમન બાળક બની જઈને હું દહેરાફળિયાની ધૂળમાં જાણે કે આટાપાટા રમવા માંડું છું.’
સર્જનની ક્ષણોનો પ્રાણવાયુ બાળપણનો નાભિશ્વાસ પણ હોય છે. સર્જકે સર્જકે આ અનુભવ બદલાતો હોય છે. સુરેશ જોષી લખે છે: ‘જીવનમાં રસ લઈએ તો જ આપણો આપણે વિશેનો પણ સાચો રસ જાગે. પણ ફિલસૂફીનો કે દાર્શનિકતાનો એક દુરુપયોગ આપણા સમાજમાં થઈ રહ્યો છે. એથી જીવનને આપણે તુચ્છ ગણતા થઈ જઈએ છીએ. જીવન શુષ્ક બની જાય છે. આથી અકાળે બધા વેગળા થઈને બેસે છે. પણ આ વેગળાપણું હંમેશાં નિર્લિપ્તતાનું દ્યોતક હોતું નથી. ઊલટાનું, મોટે ભાગે એ પ્રમાદનું જ કારણ બને છે.’
સુરેશ જોષીની વાત સાથે વર્તમાનને સંમત થવું પડે એમ છે. આપણામાંથી ભરપૂર જીવનરસને માણે એવાં કેટલાં? વળી, માણીને સર્જનમાં ઓતપ્રોત કરી શકે એવાં કેટલાં? આપણી આળસ આપણા વેગળાપણાનું પ્રમાણ છે. સહજતા અને નવરાશનો ભેદ જાણે આળસ બનીને દરેક જણ વેંઢારે છે. પરિણામે સર્જન જોઈએ એવું સર્જક પાસે ઉઘડતું નથી. ઉશનસ્ કહે છે, ‘કવિતા એટલે આનંદ આપતા ખપની વાણી. આ આનંદમાં પ્રકાશ રહ્યો છે જે અંધકારને દૂર કરે છે.’ આપણો આનંદ આપણા ખપમાં આવે છે ખરો? આવતો હોય તો કવિતા પણ ગુરુની જેમ જ અંધકારને દૂર કરીને અજવાળાને પ્રગટ કરે. સર્જકનો શબ્દ આનંદની ઓડકાર વાણી છે.
સુરેશ દલાલ કવિતાના સર્જનની બાબતમાં નોંધે છે. ‘કવિતાની બાબતમાં અજંપાનો જીવ છું. લખું લખું ને લખતો રહું તો પણ પૂર્ણ સંતોષ કદી ન થાય. આવા અસંતોષ સાથે જીવવું મને ગમે છે.’ અસંતોષની તરસ તો સર્જકને જીવંત રાખે છે. સંતોષ પૂર્ણ રૂપે પ્રગટે એ કલામાં સિદ્ધ થતું નથી. કહ્યા પછી પણ કહેવાનું બાકી લાગે ત્યારે સર્જનની ચમક શાશ્વતીને વરે છે. રમેશ પારેખ કહે છે…
‘કવિનો શબ્દ એટલે જેને આપણે પ્રવર્તમાન ભાષાથી જુદો તારવીને આગળ કરીએ છીએ એ શબ્દ. શબ્દની વાત કરીએ તો શબ્દ પરની શ્રદ્ધા ઉપરાંત હૃદયમાં વિશ્વ પ્રત્યેની કરુણતા અને પ્રેમ હોવા જોઈએ. આવા ઉદાત્ત ભાવ વિના શબ્દમાંથી કાલાતીત ધારકશક્તિ પ્રગટતી નથી.’ સર્જકનું કર્મ નવોન્મેશ સાથે સકળની સમગ્રતાને સ્પર્શે છે. સમાજજીવન અને જીવાતા જીવનની વિડંબના વચ્ચે સંતુલન સાધે છે. એવો શબ્દ જાગૃતિનો જલસો કરાવે છે. સર્જકતાની બાબતમાં હરીન્દ્ર દવેને પણ અનુભવવા જેવા છે. સર્જકતાનો અનુભવ કેવો છે?
હરીન્દ્ર દવે કહે છે. ‘સર્જકતા એ ‘સ્લો સાઈકલિંગ’ની સ્પર્ધા છે. એમાં આગળ જનારો હારે છે. જે છેલ્લો રહે તે જીતેલો જાહેર થાય છે. ફ્રેન્ચ સર્જક ઝૉં કૉક્તોએ કહ્યું હતું એમ સર્જકની યાત્રા પગપાળા જ થાય છે. પગે ચાલીને ફરીએ ત્યારે હૂંફાળો તડકો, સ્ફૂર્તિદાયક ટાઢ, દાયકાઓથી આસન જમાવી બેઠેલાં વૃક્ષોનો પરિચય કેળવવાની તક, બન્ને બાજુએ મલકમલક મલકાતાં મકાનોનો અનુભવ, ધરતીનો સ્પર્શ, આકાશની વિશાળતા– બધું જ મળે છે, પણ ફ્લડલાઈટથી આંજી દેતી મોટરો ધૂળ ઉડાડતી પસાર થઈ જાય, ત્યારે પહેરણની ચાળ પરની ધૂળ ખંખેરીને મારગે ચડવાને બદલે હાથ ઊંચો કરી લિફ્ટ માગવાની ભૂલ કરી બેઠા, તો થયું. તડકો, વૃક્ષો, આકાશ, ધરતી બધું જ ગયું. સર્જક તરીકે મારો પ્રયત્ન આ પગપાળો પ્રવાસ કરવાનો છે.’
આવો પ્રવાસ જ યાત્રા બને છે. સર્જકનો શબ્દ જ્યારે કવિતા સિવાય કવિતાની ભાષામાં કંડારાય છે ત્યારે એમના અંગતની સાથે સમાજની સચ્ચાઈ પણ ફળીભૂત થાય છે. જે સર્જકો હૃદયવગા ચલતી કલમે આંખો સામે આવ્યા એની જ વાત લખી છે. સર્જકની સર્જનપ્રક્રિયા કેવા કેવા મુકામો સર કરીને આનંદના નિરાકાર સ્વરૂપને શબ્દોનાં કપડાં પહેરાવે છે એની આ બધી અંદરછલ્લી છતાં જીવાતાં જીવનમાં કામ આવે એવી ઉપરછલ્લી નોંધ છે. ઑન ધ બીટ્સ
‘બક્ષિસ’
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છોડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યા કર્યું. -સુંદરમ્
મો ટાભાગનું જીવન હોસ્પિટલમાં જ ગુજાર્યું હોવાથી ફ્રિદાના પથારીવશ હોય એવાં ચિત્રોની ભરમાર છે. 1932માં તૈયાર થયેલું ‘હેનરી ફોર્ડ હોસ્પિટલ’ નામનું ચિત્ર એબ્સર્ડ હોવાની ભ્રમણા પેદા કરતું હોવાં છતાં એની જીવની જાણનારાઓને તેની અંદરની અર્થહિનતાના દર્શન નથી થતા. ફ્રિદાને સારા દિવસો જઈ રહ્યા હતા અને ગર્ભપાત થઈ ગયો. એ સમયે તે હેનરી ફૉર્ડ હોસ્પિટલમાં દાખલ હતી.
હતાશામાંથી ઉગારવા પતિએ ચિત્ર દોરવાનું કહ્યું. ફક્ત પુરુષ બદલ્યો હતો, આ વખતે પિતાની જગ્યાએ પતિ હતો. બાકી હોસ્પિટલ અને પીડા એ જ હતી. ફ્રિદાએ હોસ્પિટલની સ્મૃતિઓના આધાર પર ચિત્ર બનાવ્યું. ફ્રિદા આ ચિત્રમાં અનાવૃત છે. એની ગર્ભનાળ જુદી જુદી દિશાઓમાં જઈ રહી છે અને જુદાં જુદાં છ ઓબ્જેક્ટને પોષણ આપી રહી છે. અહીં બાળક બે છે. સર્જકને એ બે રૂપમાં જ બાળકનો પરિચય છે. ઓર્કિડનું ફૂલ યુટેનસ તરીકે છે. ખૂબ ધીમું ચાલ્યું હોવાથી આ ઓપરેશનને તેણે ગોકળગાયની ઉપમા આપી છે.
ડિસેમ્બર 1939માં ‘ધ વાઉન્ડેડ ટેબલ’ ચિત્ર તૈયાર કર્યું. ફ્રિદાનું આ પ્રથમ ચિત્ર હતું જેમાં સંખ્યાની દૃષ્ટિએ વ્યક્તિઓ વધારે હતી અને એટલે ઉકેલવું આકરું પડી જતું હતું. મનુષ્યના પગ ધરાવતા ટેબલની પાસે તેની બહેનના બે પુત્રો હતા. ગર્ભપાત પછી પોતાને કોઈ સંતાન ન થયું એ વાતનો વસવસો આ ચિત્રમાં ઉજાગર થઈ આવે છે. ઓઇલ પેઈન્ટિંગમાં એક હરણ છે. હરણ એનું પ્રિય પ્રાણી. એ જ હરણ ‘ધ વાઉન્ડેડ ડિયર’ નામના તેના ચિત્રમાં પણ આવે છે.
‘ધ વાઉન્ડેડ ડિયર’ ચિત્રમાં શરીર હરણનું પણ ચહેરો ફ્રિદાનો. હરણ નર હોવાથી વિવેચકોએ આ ચિત્રને બાયોસેક્સ્યુઅલ પણ ગણાવ્યું હતું, કારણ કે ફ્રિદા સ્ત્રી અને પુરુષ બેઉને ચાહતી હતી. ધ બ્રોકન કૉલમમાં જે રીતે ખીલીઓએ પીડા તરફ આંગળી ચીંધી છે એમ ‘ધ વાઉન્ડેડ ડિયર’માં હરણના શરીરમાં ખૂંપેલા નવ તીર છે. જેને ફ્રિદાના ઓપરેશન સાથે સાંકળી શકીએ.
ફ્રિદાએ પોતાના જીવનને ઢાંક્યું નથી. બાળપણની વાતમાં પણ ચહેરો તો એના વર્તમાનનો જ દેખાય. ‘માય નર્સ એન્ડ આઇ’ ચિત્રમાં સ્તનપાન કરાવતી નર્સ છે. શરીર તો સ્તનપાન કરી શકે એવા બાળકનું જ પણ ચહેરો ફ્રિદાનો. આ નર્સને તેની માતાએ જ નીમેલી. મોટી દીકરી અગિયાર મહિનાની હોવાથી પોતે સ્તનપાન ન કરાવી શકે એટલે આ બાઈને આમંત્રી પણ તે સ્તનપાનની નોકરી વેળાએ મદ્યપાન કરતી હતી એટલે નોકરીમાંથી તગેડી મૂકી.
ફ્રિદાને એનો ચહેરો યાદ નથી એટલે કૉલમ્બિયન માસ્ક દ્વારા તેને ઢાંકી દેવામાં આવ્યો છે. એની સામે મૂકી શકીએ એવા ચિત્ર ‘માય બર્થ’માં ફ્રિદા પોતાની જાતને જ જન્મ આપે છે. અલબત્ત જન્મ આપનારી તો એની માતા જ. એ માતાની માથે ચાદર ઓઢેલી છે જે એના મૃત હોવાનું સૂચિત કરે છે. ફ્રિદાનાં ચિત્રોમાં પ્રકૃતિ અને પરિવેશ વિષે થોડી ચર્ચાં કરવી જોઈએ. ચિત્રોનું રેખાંકન એ ઢબનું હોય કે એમાં પ્રમુખ પાત્ર તરીકે સ્વયં સર્જક જ હીરો ગણાતો હોય. મોટાભાગનાં ચિત્રો અતીતનાં દુ:સ્વપ્નો અને ઉદાસીનતામાંથી પાંગર્યાં હોવાથી પ્રકૃતિનો પ્રભાવ ઓછો ઝીલાયો છે. ક્યાંક પ્રકૃતિ આશાની પ્રતીક્ષાના રૂપે આકાર પામી છે.
ધ ટુ ફ્રિદાસ, હેનરી ફૉર્ડ હોસ્પિટલ, ધ બ્રોકન કૉલમ, ધ વાઉન્ડેડ ડિયર, વિવા લા વિડા - વૉટરમેલન, વિધાઉટ હોપ, રુટ્સ, સેલ્ફ પોટ્રેટ અલોંગ ધ બૉર્ડર લાઈન બિટવીન મેક્સિકૉ એન્ડ ધ યુનાઈટેડ સ્ટેટ્સ, સેલ્ફ પોટ્રેટ ઓફ ડિએગો ઓન ધ બ્રિસ્ટ એન્ડ મારીઆ બિટવીન ધી આઈબ્રો, ફૉર ઈનહેબિટન્ટ્સ ઓફ મેક્સિકો, ફ્રૂટ્સ ઓન ધ અર્થ, લેન્ડસ્કેપ સહિતનાં ચિત્રોની પાછળની સપાટીમાં ખુલ્લું આકાશ દેખાય છે. વાદળી અને સફેદ રંગનો વિનિયોગ મોટાભાગનાં ચિત્રોમાં એક સમાન છે. રંગોની એવી ભેળસેળ કે ઘણી વખત દર્શકે આકાશ કે દરિયાની છોળ? આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે.
ચિત્રોમાં ફ્રિદા પોતાની જાતની અને એ પછી પોતાનાં કુટુંબીઓની સર્વાધિક કાળજી લે છે. ‘ધ વાઉન્ડેડ ટેબલ’ ચિત્રના કેન્દ્રમાં રહેલી ફ્રિદા દૂરથી પણ કળી શકાય, એની બહેનનાં સંતાનો પણ અને તેને પ્રિય એવું પેલું હરણ પણ. બાકીનું કલાસૌંદર્ય દ્વિતીય બની જાય છે અથવા તો અવેજીમાં હોય એવું લાગે છે.
ધ ટુ ફ્રિદાસમાં લગ્ન કરેલી ફ્રિદાની જેટલી ચિત્રકાર દરકાર રાખે છે એટલી પોતાની કાલ્પનિક મિત્રની નથી રાખી શકતી. પ્રકૃતિનું પુનરાવર્તન પણ છે. થ્રોન નેકલેસ એન્ડ હમિંગબર્ડ ચિત્રની પાછળ લીલાં પાંદડા, થિન્કિંગ અબાઉટ ડેથમાં લીલાં પાંદડાં, માય નર્સ એન્ડ આઈમાં લીલાં પાંદડાં, સેલ્ફ પોટ્રેટ વિથ બોનિટોમાં પોતાની પાછળ લીલાં પાંદડાં, સેલ્ફ પોટ્રેટ વિથ મંકીમાં પણ લીલાં પાંદડાં, તો આ બધાથી તદ્દન વિરોધી એવા ચિત્ર રુટ્સમાં ફ્રિદા પુત્રને યાદ કરતા વૃક્ષને પ્રસવ આપી રહી છે. વિધાઉટ હોપ અને સેલ્ફ પોટ્રેટ અલોંગ ધ બૉર્ડર લાઈન બિટવીન મેક્સિકૉ એન્ડ ધ યુનાઈટેડ સ્ટેટ્સ ચિત્રોમાં સૂર્ય અને ચંદ્ર એકસાથે અને સામસામે ખૂબ નજીક ઉપસ્થિતિ છે.
હોસ્પિટલ, રણ, કોરું આકાશ અને અરણ્ય સિવાય દર્શક જૂજ પરિવેશનો સાક્ષી બને છે. સેલ્ફ પોટ્રેટ અલોંગ ધ બૉર્ડર લાઈન બિટવીન મેક્સિકો એન્ડ ધ યુનાઈટેડ સ્ટેટ્સમાં શીર્ષક દ્વારા જ ચિત્રકાર બેઉ પરિવેશની માહિતી આપી દે છે. આ ચિત્રમાં અમેરિકાની જગ્યાએ મેક્સિકોને તેણે સુપિરિયર બતાવ્યું છે. મેક્સિકોની પાસે મંદિર અને કુદરતી સંપદા છે જ્યારે અમેરિકાની પાસે ટેક્નોલોજી અને એ કારણે આકાશમાં ઉડતો ધુમાડો.
આ ચિત્રથી એ વાતનું પ્રમાણ મળે છે કે ફ્રિદાને પ્રકૃતિ વ્હાલી હતી, જ્યારે આધુનિકતાનાં બ્યૂગલોની વચ્ચે ટેક્નોલોજીનો થતો વિકાસ તેને ડંખતો હતો. ‘માય ડ્રેસ હેંગ્સ ધેર’ ચિત્રનો પરિવેશ મૂંઝવી નાખે છે. પતિ ડિએગો રિવેરા સાથે તેણે ત્રણ વર્ષ અમેરિકામાં રોકાણ કરેલું. ફ્રિદાને અમેરિકા પસંદ નહોતું. આ ચિત્રમાં દેખાતા ડ્રેસ દ્વારા એણે પોતાની એકલતા દર્શાવી છે. ડ્રેસ જ અહીં છે, બાકી ફ્રિદા તો મેક્સિકોમાં શ્વસી રહી છે. અમેરિકાને ઉદ્યોગજગત અને ઉદ્યમીના દેશ તરીકે ચીતર્યું છે. જે આંખ મીંચીને વિકાસમાં ગળાડૂબ થઈ ગયો છે. ચારેબાજુ ચિક્કાર ભીડ છે. લોકોનું અમેરિકા પ્રત્યે ઘેલું એટલું કે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી.
આ જગત માયાવી છે. આપણી ઘડેલી ધારણાઓને સતત ખોટી પાડ્યા રાખી આંચકો આપે. જે ફ્રિદાને ડૉક્ટર બનવું હતું એને ચિત્રકાર બનાવી દીધી, પણ ડૉક્ટરોથી તેને અલગ ન પાડી. ક્યારેક ભય લાગે કે આપણે ચૈતસિક આવેગમાં ઈશ્વર પાસે ઈન્દ્રાસનને બદલે નિદ્રાસન તો નથી માગી રહ્યા ને? પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જાતને જ વારંવાર શા માટે ચીતરવું. શું આ સૃષ્ટિ અને આસપાસનો પરિવેશ, ફ્રિદા માટે સાંકડો બની ગયેલો. એણે કહેલું, ‘હું મારી જાતને જ ચિત્રું છું, કારણ કે હું એકલી છું અને હું એ વિષય છું જેને હું બખૂબી જાણું છું.’
તેણે ચિત્રકલામાં માત્ર પોતાની જાતને જ ઉતારી છે એવું નથી. 55 સેલ્ફ પોટ્રેટ અને 143 અન્ય ચિત્રો તે વિશ્વને આપી ગઈ છે. જોકે, વિશ્વની સ્મૃતિમાં તેનાં આત્મચિત્રો જ કાયમ રહી ગયાં. આ એ જ વિશ્વ છે જેણે ફ્રિદાને તેની હયાતીમાં એક મહાન ચિત્રકાર તરીકે સ્વીકારી નહોતી. તેનું કારણ તેના પતિની છાયા. એક મહાન ચિત્રકારની પત્ની હોવું તેના માર્ગમાં વારંવાર અડચણરૂપે આવ્યું. મૃત્યુપર્યન્ત એ તેના લલાટમાં લખાયેલું રહ્યું અને મરણ બાદ એ પતિ ડિએગો કરતાં વધારે લોકપ્રિય બની ગઈ.
મેંદી રંગ લાગ્યો:વણજારી રે તારી કેડે ભમ્મરિયો વળાંક
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/you-are-a-vagabond-your-path-is-a-bees-turn-134802176.html

નીલેશ પંડ્યા વણજારી રે તારી કેડે ભમ્મરિયો વળાંક,
સાહેલડી રે મોરી વણજારી.
વણજારી રે તું પાણીડાં ભરતાં શીખ, શીખ મોરી વણજારી,
સાહેલડી રે મોરી વણજારી.
વણજારી રે તું દળણાં દળતાં શીખ, શીખ મોરી વણજારી,
સાહેલડી રે મોરી વણજારી.
વણજારી રે તું રોટલા ઘડતાં શીખ, શીખ મોરી વણજારી,
સાહેલડી રે મોરી વણજારી.
વણજારી રે તું કડલાં પે’રતાં શીખ, શીખ મોરી વણજારી,
સાહેલડી રે મોરી વણજારી.
વણજારી રે તું ચૂડલો પે’રતાં શીખ, શીખ મોરી વણજારી,
સાહેલડી રે મોરી વણજારી.
વણજારી રે તું નથણી પે’રતાં શીખ, શીખ મોરી વણજારી,
સાહેલડી રે મોરી વણજારી.
ગ્રામજનો કોઈને પણ સલાહ કે ઉપદેશ આપવામાં જરાય અચકાય નહિ કે ઢીલ ન કરે! સામેની વ્યક્તિને ગમશે કે નહિ? એ આપણી સલાહ-ઉપદેશ માનશે? એને કેવું લાગશે?
આવા કોઈ વિચાર કર્યા વિના માત્ર સામેના માણસના હિત ખાતર પોતાની ‘ફરજ’ સુપેરે બજાવે કેમકે ગ્રામજનો સાચી વાત કહી દેવાના હિમાયતી હોય છે, જ્યારે મોટાભાગના શહેરીજનો સાચી વાત કરતાં સારી વાતને વધુ મહત્ત્વ આપે છે એટલે કોઈને વણમાગી સલાહ આપતા નથી. ગ્રામ્ય અને શહેરી સભ્યતા વચ્ચે આટલો તફાવત છે. આપણાં લોકગીતો ગ્રામ્યપરિવેશના પરિચાયક છે એથી એમાં ગામઠીપણું છલકાતું અનુભવાશે.
‘વણજારી રે તારી કેડે ભમ્મરિયો વળાંક...’ મજાના ઢાળવાળું લોકગીત છે. કોઈ વણજારીને કેન્દ્રમાં રાખીને લોકગીત રચાયું છે. વણજારી બહુ નમણી, આરસની પૂતળી જેવી રૂપાળી હશે. અહીં વણજારીના રૂપનું જરાય વર્ણન નથી, એની મુખાકૃતિ, વાન વગેરે વિશે લોકગીતમાં એક શબ્દ નથી ગવાયો પણ ‘કેડે ભમ્મરિયો વળાંક’ જેવા ત્રણ શબ્દો વણજારીની મોહિની છતી કરવા માટે પૂરતા છે!
લોકગીતમાં વણજારીને એની કોઈ સાહેલી સલાહ આપી રહી હોય એવું લાગે છે કે અલી વણજારી, તને પાણી ભરતાં નથી આવડતું એમ દળણાં દળતાં અને રોટલા ઘડતાં પણ નથી આવડતું માટે તારે એ શીખવું પડશે. એવી જ રીતે તને વિવિધ આભૂષણો જેવાં કે કડલાં, ચૂડલો, નથણી પહેરતાં પણ ક્યાં આવડે છે? એ બધું તને આવડવું જોઈએ.
લોકગીતની કથાવસ્તુ બહુ વિસ્મયજનક છે. આવી વિવેચનાત્મક સલાહ કોઈને અપાય? આવું માર્ગદર્શન શા માટે આપવું પડ્યું હશે? લોકગીતના રચયિતા એવું સ્પષ્ટપણે માને છે કે સ્ત્રી સર્વાંગ સુંદર ભલે હોય પણ એને પાણી ભરવું, દળણું દળવું, રસોઈ બનાવવી સહિતનું બધું જ ઘરકામ આવડવું જોઈએ, ભલે ઘરમાં અન્ય સભ્યો હોય ને એ આ બધાં કામ નિપટાવી દેતાં હોય પણ મહિલા તરીકે અમુક કામ શીખવા અનિવાર્ય છે. બીજું, કે અલંકારો થકી નારી ખૂબ રમ્યા લાગે એટલે સ્વમેળે એ ઘરેણાં પણ પહેરી શકવી જોઈએ.
હજુ વધુ ખાંખાંખોળાં કરીએ તો એક અર્થ એ પણ તરી આવે છે કે પુરુષ કે સ્ત્રી માટે માત્ર તનની સુંદરતા જ પર્યાપ્ત નથી, કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ કરવાથી વ્યવહારની સુંદરતા વધે છે.
તવારીખની તેજછાયા:વિમલાતાઈ: ધ્યાનના આધાર વિનાનું સમાજકર્મ શું કામનું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/vimalatai-what-is-the-use-of-social-work-without-the-support-of-meditation-134802189.html

પ્રકાશ ન. શાહ વિ શ્વગ્રામના એ રૂડા વાવડ જાણ્યા તમે? વિદુષી વિમલાતાઈ ઠકારને, તિથિ મુજબ રામનવમીએ એકસો પાંચમું વરસ બેઠું તે ગુજરાત એમના એક અનોખા પ્રકાશન થકી ઊજવી રહ્યું છે.
તાઈ 2009ની અગિયારમી માર્ચે (ધુળેટીએ) ગયાં એને જોતજોતાંમાં સોળ વરસ વીતી ગયાં- એમાં પણ એમની શતાબ્દી લગભગ વણમનાવી પસાર થઈ ગઈ! જોકે મોટા માણસોની જીવંત હાજરી વાસ્તે દુનિયાદારી ગાજોવાજો જરૂરી નથી: વીજચમકાર ન વરતાતો હોય ત્યારે પણ એ નંદાદીપ, કહો કે એ અખંડ દીવો અહોરાત્ર પ્રજ્વલિત જ હોય છે.
છ દાયકા પાછળ જઈ જોઉં છું તો ભૂદાન આંદોલન ગજબ ઊંચકાયેલું હતું. ગાંધી કોઈ ઈતિહાસવસ્તુ નથી પણ જાગતુંજોત જણ છે એની ડંકે કી ચોટ ગવાહી દેતું વિનોબાયન અજબ જેવી ભાવનાઓ જગવી રહ્યું હતું.
1857 પછી હવે 1957- એ તો સત આવન કી સાલ, કદાચ એ મતલબનું કંઈક સૂર્યકાન્ત ને ગીતા પરીખની જોડલીને ગાતી ને ગણગણતી સાંભળ્યાનું આ લખતાં સાંભરે છે; અને ગુજરાત કોલેજના છાત્રોને સંબોધતા જયપ્રકાશ સમક્ષ હેમકંકણ ઉતારતી કોલેજકન્યકા પણ જાણે છે કે નજર સામે તરવરે છે. બેસતે સ્વરાજે કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકતાં જયપ્રકાશ થકી સ્વરાજને પરિભાષિત કરતો જે અવાજ પ્રગટ થયો હતો તે જ અવાજ હવે સ્વરાજનિર્માણનાં નવસોપાન નિર્ધારી રહ્યો હતો.
એક તબક્કે, જમીન ટોચમર્યાદાનો કાયદો જ્યાં હાંફી ગયો હતો, ભૂદાન મળવાનું કેમ જાણે એને આંબવાની હૈયાધારણ આપતું હતું: ન કાનૂન, ન કતલ- કેવળ કરુણાની આ જે લોકકવાયત ત્યારે ઉપડી હતી એનો એક તરુણ ને તેજતર્રાર અવાજ વિમલા ઠકારનો હતો.
પાછળ જોઉં છું તો એક તબક્કે લગભગ થંભી ગયાનું અનુભવું છું. નહીં કે આંદોલન ત્યારે એવું ધીમું પડી ગયું હતું, પણ વિમલાજી કેમ સંભળાતાં તો શું દેખાતાં પણ નહોતાં? એ કદાચ કંઈક કશ્મકશવશ અંતરમાં ઊંડા ઊતરી ગયાં હતાં અને દેખીતાં અંતર્ધ્યાન પણ થઈ ગયાં હતાં. એમને સારુ એક ગજબનાક વિચારમંથનનો એ ગાળો હતો. ફિલસૂફીના છાત્ર અને કંઈક અધ્યાત્મ પરંપરાનો વારસો: એમને પજવતી લાગણી એ હતી કે લોક દાન આપે છે અને લોક લે પણ છે, પણ માહોલ બધો દાતાપાતાની ચાલુ રસમ જેવો જ કેમ લાગે છે.
જે આપે છે એની ચિત્તવૃત્તિમાં ખરેખર કશું પરિવર્તન થાય છે કે પછી એક અચ્છા ઓડકારે આવીને એ અટકી જાય છે. જો સામાજિક રીતે માલિકી હક્કના વિસર્જનનો સંસ્કાર પડતો હોય અને સવિશેષ તો, આપનાર અપાવનાર પક્ષે અહંનું વિગલન ન થતું હોય તો આ આંદોલન નકરું સપાટી પરનું જ ને. કશીક ‘ખોજ’ સારુ નીકળી પડેલી કન્યકાને માટે પલાખા નવેસર માંડવાની આ અંતરઘડી હતી.
વિમલાજીને માટે અંતરવલોણાના એ કાળમાં વાતનો વિસામો ને હૂંફઠેકાણું જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન ને પ્રત્યક્ષ પરિચય હતાં. દૈવી શક્તિના કોઈ દાવા કે કશા જાદુઈ તામઝામ ઠાઠમાઠ વિના કૃષ્ણજીના ચેતનસ્પર્શે વિમલાજીની શ્રવણશક્તિ પણ પુન: સ્થાપિત થઈ. કૃષ્ણમૂર્તિ પોતે વીસમી સદીની એક અનુત્તમ શખ્સિયત હતા. એની બેસન્ટના આયોજનમાં ગાજોવાજો, તામઝામ સઘળું એમને નવયુગના તારણહાર કહો કે પયગંબર રૂપે સ્થાપવા જારી હતું.
એક વિશાળ સંગઠનના ચાંદતારા રૂપે એમણે પ્રકાશવાનું હતું. એક ક્ષણે કૃષ્ણમૂર્તિએ એ બધું ખંખેરી નાખ્યું. અવતાર પયગંબર નવયુગ પ્રદીપ કશુંયે થવાનો કે હોવાનો સરેઆમ ઈન્કાર કીધો.
અહીં એમની ચિંતનરૂખમાં ઊંડે નહીં ઊતરતાં એટલું જ કહેવું બસ થશે કે એ ન તો બંધાયા, ન તો ગંઠાયા. વિમલા ઠકારની આંતરસંવિત્તિનો જે પરિચય એમને થતો હતો તે પરથી જોકે એ એમને ચોક્કસ કહેતા કે You explode... થોડો વખત તો કેમ જાણે કૃષ્ણમૂર્તિની પાટે કોઈ આવવાનું હોય, એવીયે હવા બની. જોકે ન તો એ વિમલાને અભીષ્ટ હતું, ન તો એ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનને (કદાચ, કૃષ્ણજીને પણ) ઈષ્ટ હતું.
દર્શનશાસ્ત્રોના અભ્યાસી વિમલા ધૂંઆધાર ભૂદાન ઝુંબેશ છાંડી કેવળ અંતરતમ સાથે સંવાદ અને અધ્યાત્મચિંતનમાં એક ગાળો લાંગર્યાઁ ખરાં, પણ એમાંય એમને સોરવાતું નહોતું. એક અંતરાલના મંથન કાળ પછી એમની જે સમજ બની તે એ કે ધ્યાનમાં સરી જઈ ભૌતિક અલગાવમાં રહેવું અથવા સામાજિક અભિવ્યક્તિથી અળગા રહેવું એ નપુંસકતા અને મૂલ્યહીનતા છે- અલબત્ત, બીજી બાજુ, ધ્યાનના આધાર વિનાનું સમાજકર્મ એક અહંકેન્દ્રી પ્રવૃત્તિ બની રહે છે.
‘સ્પિરિચ્યુઆલિટી એન્ડ સોશિયલ વર્ક’માંથી પસાર થતાં એમનું એકંદર દર્શન સુપેરે સમજાઈ રહે છે કે આપણા સમયમાં સામાજિક અભિજ્ઞતા ને સક્રિયતા વગરનું અધ્યાત્મ એક અય્યાશી છે. આનંદની વાત છે કે વિશ્વગ્રામની સદભાવ પહેલથી નિરંજન શાહે કરેલો એનો અનુવાદ યજ્ઞ પ્રકાશન મારફતે સુલભ થયો છે.
વિમલાતાઈની આ પરિણત ભૂમિકાને આપણે જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના એક વિરલ સંતુલન રૂપે પણ જોઈ શકીએ. જયપ્રકાશ કટોકટીની જાહેરાત સાથે પકડાયા ત્યારનું એમનું છેલ્લું વ્યાખ્યાન, દેશની એકાધિક ભાષાઓમાં ઊતરી સર્વજનસુલભ બને એનું આયોજન એમણે કર્યું હતું.
તે વખતની તત્પરતા ને પ્રતિબદ્ધતાની વાત, એમના એ કાળના અંતેવાસીવત્ કિશનસિંહ ચાવડા પાસે સાંભળવાનું બન્યું છે. મતદાતા જાગૃતિ અભિયાન, ગુજરાત બિરાદરીની સ્થાપના આસામના યુવા આંદોલનથી માંડી પોલેન્ડની સોલિડારિટી મૂવમેન્ટ અને જર્મનીની ગ્રીન મૂવમેન્ટ સાથે સાર્થક સંવાદ સંપર્ક એમ એમનો સમગ્ર ઉત્તરકાળ અધ્યાત્મરત પણ એની અય્યાશીથી મુક્ત એવું મહાકાવ્યોપમ પરિમાણ ધરાવે છે.
ક્રાઇમ સિક્રેટ:એક કિન્નરની હત્યા માટે 55 લાખની સોપારી?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/55-lakhs-betel-nut-for-killing-a-transgender-134799533.html

રાજ ભાસ્કર એકતા જોશી હત્યા કેસ-2 દિ લ્હીમાં કિન્નર અનિતા જોશી જીટીબી એન્કલેવ જેવા પોશ એરિયામાં આલિશાન બંગલામાં રહેતી હતી અને કરોડો રૂપિયાની ગાડીમાં ફરતી હતી. એણે એક દીકરી પણ દત્તક લીધી હતી. એનું નામ હતું એકતા જોશી. 5 સપ્ટેમ્બર, 2020ના દિવસે રાત્રે આઠ વાગ્યે અનિતા અને એકતા ખરીદી કરીને ઘરે આવ્યાં. ગાડીમાંથી નીચે ઉતર્યાં ત્યાં જ બે સ્કૂટી સવારોએ ધડાધડ છ ગોળીઓ ચલાવીને એકતાની હત્યા કરી દીધી.
દિલ્હીની ગુરુ બનવાની હતી એવી કરોડપતિ કિન્નરની હત્યાનો મામલો હતો. કિન્નરોમાં ભારે રોષ હતો. દિલ્હી પોલીસે કેસની તપાસ શરૂ કરી. હત્યા કરનારા સ્કૂટી સવારો ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, પણ હેલ્મેટ પહેરી હોવાથી ઓળખવા મુશ્કેલ હતા. મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ પર ફોક્સ કરીને પોલીસ આગળ વધી. સુરાગ ના મળ્યો. ખબરીઓની ટીમ કામે લગાડી. એમને દિલ્હીના કિન્નર સમાજની ડિટેઈલ કાઢવાનું અને એમના પર નજર રાખવાનું કામ સોંપ્યું. આખરે એક નામ સામે આવ્યું - મંજુર ઈલાહી.
અનિતા જોશી જ્યાંની ગુરુ હતી એ સિવાયના એક ઈલાકાના કિન્નરો સાથે મંજૂર સંપર્કમાં હતો. એકતાની હત્યા બાદ એ ગભરાયેલો રહેતો હતો. એના ઓળખીતા બે કોન્સ્ટેબલો હતા. એમને એ વારંવાર પૂછતો કે એકતાના કેસમાં શું ચાલે છે? પોલીસ માટે આટલું પૂરતું હતું. એમણે મંજુરનો મોબાઈલ ટ્રેસ પર નાંખ્યો. વધારાની વિગતો એ કોલ ડિટેઈલે આપી દીધી. એકતાની હત્યા થઈ એના થોડાક દિવસ પહેલાં અને હત્યા થઈ એ દિવસે મંજુર સતત ત્રણ કિન્નરો અને એક કોન્ટ્રેક્ટ કિલર સાથે વાત કરતો હતો. પોલીસે મંજુરને ઉઠાવ્યો. પહેલાં તો મંજુરે કંઈ મંજૂર ના રાખ્યું, પણ પોલીસે મારી મારીને એને ખજૂર બનાવી દીધો એટલે એ બોલ્યો કે, ‘હા સાહેબ, મંજૂર છે! એકતાની હત્યામાં મારો પણ હાથ છે. પોલીસે પછી એની પાસેથી શાંતિથી આખી કહાની સાંભળી…
કિન્નર અનિતા જોશીનું નામ મોટું હતું. એ એના ઈલાકાની ગુરુ હતી. બધાં એને બહું માન આપતાં હતાં, પણ પછી કોઈ પણ પરંપરાનું પાલન કર્યા વિના એની દીકરી એકતા ગુરુ બનીને બધો વહીવટ સંભાળવા લાગી. ધીમે ધીમે એકતાનું નામ દિલ્હીની ગુરુ તરીકે બોલાવા લાગ્યું. આથી એના દુશ્મનો વધ્યા, કારણ કે દિલ્હીના તો ઠીક પણ જે તે ઈલાકાના ગુરુ બનવા માટે પણ એના પહેલાં કેટલાંય કિન્નરો હકદાર હતા. વળી આ આખો ખેલ કરોડો રૂપિયાનો હતો.
એક એક વિસ્તારમાં વર્ષે કરોડોનું કલેક્શન થતું હતું. અને ગુરુ બને તો ધન અને સત્તાના સિંહાસને બેસવા મળવાનું હતું. આવી સત્તા અને પૈસા કોઈ જવા દેવા તૈયાર નહોતું. કાલ સવારની આવેલી એકતા આ બધું લઈ જાય એ કેટલાંકને મંજૂર નહોતું. પણ કિન્નર અનિતા જોશીનો ખોફ અને દબદબો એટલો બધો હતો કે કોઈ કિન્નર એની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ નહોતું શકતું.
એકતાથી ખૂબ ખાર રાખતી ત્રણ કિન્નરોએ એને મારવાનો પ્લાન બનાવ્યો. એમને હતું કે એકવાર જો એકતા રસ્તામાંથી હટી જાય તો પોતાનામાંથી કોઈ એક ગુરુ બની શકે અને સત્તા અને સંપત્તિ બંને ભોગવી શકશે. આ કિન્નરોમાંથી બે હતી ફરીદાબાદની સોનમ અને વર્ષા અને એક હતી દિલ્હીની કમલ. મંજુર કમલનો ફ્રેન્ડ હતો. એણે જ સોનમ અને વર્ષા સાથે મંજુરની મુલાકાત કરાવી હતી અને એકતાની હત્યા માટે વાત કરી હતી. આ હત્યા માટે મંજુરને મોટી રકમ આપવાનો પણ વાયદો કર્યો. એટલે એ ક્રોન્ટ્રેક્ટ કિલર શોધવા લાગ્યો.
થોડા જ દિવસોમાં એને એ મળી ગયો. એ જે જીમમાં જતો હતો ત્યાં ગગન પંડિત નામનો એક વ્યક્તિ આવતો. પૂછપરછ કરતા ખબર પડી કે એ મોટો કોન્ટ્રેક્ટ કિલર છે. મંજુરે એની સાથે દોસ્તી કરીને એને વાત કરી. ગગને પહેલાં કિન્નરો વિશે, એમનાં કામ વિશે બધું જાણ્યું. કિન્નરોના કરોડો રૂપિયાના કલેક્શન વિશે જાણીને એની આંખો પહોળી થઈ ગઈ.
એ પછી એ મંજુર અને બાકીની ત્રણેય કિન્નરોને મળ્યો અને એકતાની હત્યા માટે એક કરોડ રૂપિયા માંગ્યા. એક કિન્નરની હત્યા માટે એક કરોડની માંગણી થઈ, પણ અંતે 55 લાખ રૂપિયામાં હત્યાની સોપારી અપાઈ. 15 લાખ રૂપિયા એડવાન્સ અપાઈ ગયા.
એ પછી ગગને એના એક સાથી અમનને એકતા અને અનિતાની રેકીનું કામ સોંપ્યું. એ લોકો ક્યાં જાય છે, કોને મળે છે? કેવી રીતે જાય છે? વગેરે માહિતી મળ્યા પછી ગગને એની હત્યા માટે 5મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કર્યો. એ દિવસે એ એના એક બીજા મિત્ર વરુણ સાથે સ્કૂટી પર બેસીને આવ્યો અને ઘર પાસે જ એકતાની હત્યા કરી નાંખી.
મંજુરે બધું કબૂલ કરી લીધું. એ પછી પોલીસે ગગન પંડિત અને વરુણ વિશે તપાસ આદરી. ગગન પર 14 કેસ હતા અને વરુણ પર 8. ગગન પર એક લાખનું ઈનામ હતું અને વરુણ પર પચાસ હજારનું. આ હત્યાને અંજામ આપ્યા બાદ એ લોકો અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.
દિલ્હીના સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહે ગગનને પકડવા એક વિશેષ ટીમ બનાવી. ટીમ સર્ચ કરતી રહી, પણ મહિનાઓ સુધી એ હાથમાં જ ના આવ્યો. આખરે લાંબા સમય બાદ છેક 10મી એપ્રિલ-2021ના દિવસે પોલીસને બાતમી મળી કે ગગન અને વરુણ હરિયાણા પાસિંગની વ્હાઈટ સ્કોર્પિયોમાં નિરંકારી સમાગમ ગ્રાઉન્ડ પાસે આવવાના છે. પોલીસ હરકતમાં આવી. રસ્તામાં જ એની ગાડીને ટ્રેસ કરી રોકી પણ એણે ગાડી ના ઊભી રાખી.
ગાડીમાંથી પોલીસ પર ગોળીબાર કરીને ભાગ્યો, પણ દૂર ના જઈ શક્યો. આગળ પોલીસે બંને આરોપીઓને પકડી લીધા અને પૂછપરછમાં એમણે ગુનો કબૂલ પણ કરી લીધો. આમ, 55 લાખની સોપારી અપાયેલ, કિન્નર સમાજના આ મોટા અને મોંઘા હત્યાકેસનો અંત આવ્યો.
આંદામાનનો એ ટાપુ, જ્યાં મળે છે માત્ર મોત!:જ્યાં ભારતના રહેવાસીઓ પણ જતા નથી એ નોર્થ સેન્ટિનલ ટાપુ ઉપર પ્રવેશ કરનારો અમેરિકી નાગરિક પકડાયો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/that-island-in-andaman-where-only-death-can-be-found-134799525.html

મ ધ્યકાલીન યુગમાં જ્યારે જગતનો જહાજી વહેવાર વિકસી રહ્યો હતો ત્યારે સુધરેલા યુરોપિયનો અજાણ્યા ટાપુ પર જાય તો સાથે ભેટ-સોગાદો લઈ જતા હતા. ટાપુવાસીઓને અરીસા આપે, અગાઉ જોઈ ન હોય એવી બીજી ચીજો આપે અને પછી ટાપુ પર કબજો જમાવે.
લાલચ આપીને સત્તા સ્થાપવાનો એ સિરસ્તો હતો અને આજનું અમેરિકા પણ યુરોપિયનોએ એમ જ સર કર્યું હતું. હવે એ યુગ રહ્યો નથી, પણ આંદામાનના નોર્થ સેન્ટિનલ ટાપુના કાંઠે પહોંચેલા 24 વર્ષના અમેરિકી યુવાન મીખાલો વિક્ટોરવિચને એટલી અક્ક્લ ન હતી. એટલે જ્યાં ભારતીયો પણ નથી જતાં, ભારતીયો તો ઠીક આંદામાનના બીજા ટાપુવાસીઓ પણ નથી જતાં એ નોર્થ સેન્ટિનલમાં પ્રવેશવા ગયો. સદભાગ્યે જીવતો પાછો આવ્યો. નવેમ્બર 2018માં પણ આ રીતે જ એક અપલખણો અમેરિકી આંદામાનના પ્રવાસે પહોંચ્યો હતો. તેની લાશ પણ લેવા સત્તાધીશોને ટાપુવાસીઓએ ઉતરવા દીધા ન હતા.
મીખાલો પણ 29મી માર્ચે આદિવાસીઓને આપવા માટે કોકાકોલાના ટીન અને નાળિયેરનો જથ્થો (ટાપુવાસીઓએ જાણે નાળિયર જોયાં ન હોય એમ) પોતાની સાથે લઈ ગયો હતો. સવારે દસેક વાગ્યે ટાપુના કાંઠે ઉતર્યો. બાયનોક્યુલર લઈને જોયું તો કોઈ ટાપુવાસીઓ દેખાતાં ન હતાં. જંગલમાં રહેતાં ટાપુવાસીઓ બહાર આવે એ માટે સીટી વગાડી અને બીજા અવાજો પણ કર્યાં, પણ કોઈએ તેનામાં રસ ન લીધો.
એને સદબુદ્ધિ સૂઝી એટલે પોતાની સામગ્રી કાંઠા પર મૂકી પોતે જાતે એસેમ્બલ કરેલી હોડી લઈને એકાદ વાગ્યે ત્યાંથી રવાના થયો. પરત આવતો હતો ત્યારે જ સ્થાનિક સત્તાધીશોના હાથે પકડાઈ ગયો. હવે પોલીસ તેની તપાસ કરી રહી છે. આ પહેલાં 2024ના ઓક્ટોબરમાં પણ આંદામાન આવ્યો હતો અને નાની હોડી દ્વારા નોર્થ સેન્ટિનલ જવા સક્રિય થયો હતો, પણ હોટેલ સ્ટાફે તેને રોકી લીધો હતો. એ પછી જાન્યુઆરી 2025માં આવ્યો, વળી માર્ચમાં આવ્યો. નોર્થ સેન્ટિનલમાં એવું શું છે?
આપણી પ્રકૃતિ છે, કે જે ચીજ છુપાવામાં આવે એમાં સૌથી પહેલો રસ પડે. વોટ્સએપમાં કોઈ ભૂલથી મેસેજ કરી અને ડિલીટ કરી નાખે તો પણ રિસિવરને એમાં શું હતું એ જાણવાની વધારે ચટપટી હોય.
નોર્થ સેન્ટિનલનું પણ એવું જ છે. આખો આંદામાન સમુહ ભારતથી ખાસ્સો દૂર છે, ત્યાંની સંસ્કૃતિ સાવ અલગ છે. લગભગ પચાસેક હજાર વર્ષથી ટાપુઓ પર વસાહત છે. આપણે ત્યાંથી પ્રવાસના નામે લોકો આંદામાન જાય છે અને નક્કી કરેલાં બે-પાંચ સ્થળો ફરે છે. અહીં પરત આવી એમ કહી શકે કે આંદામાન જઈ આવ્યાં, પણ હકીકત એ છે કે પ્રવાસીઓને આંદામાનમાં મર્યાદિત સ્થળોએ, મર્યાદિત સમયે જ જવાની છૂટ છે.
એ રીતે આંદામાનવાસીઓ દુનિયાની લાજ કાઢવાનું પસંદ કરે છે. એમાં વળી નોર્થ સેન્ટિનલ તો એવો ટાપુ છે, જેના આદિવાસીઓ બીજા ટાપુવાસીઓ સાથે સંપર્ક રાખવામાં રસ ધરાવતાં નથી. એટલે સ્થિતિ એવી છે કે ચંદ્રની સપાટી પર ક્યાં બરફનો જથ્થો છે એ આપણે પોણા ચાર લાખ કિલોમીટર દૂર રહીને જાણી શકીએ છીએ, પણ નોર્થ સેન્ટિનલ પર ક્યાં શું છે, તેની પાક્કી જાણકારી મળી શકતી નથી.
અમેરિકાને ગ્રેટ બનાવવા ટ્રમ્પ રોજ નીતનવા ફંદફતૂર કરે છે, પણ ત્યાંની પ્રજા આજેય એવું માને છે કે નોર્થ સેન્ટિનલ જઈશું અને ત્યાંના આદિવાસીઓમાં ખિસ્ત્રી ધર્મનો પ્રચાર કરીશું. એટલે મીખાલો જેવા મૂર્ખાઓ ત્યાં ધક્કા ખાધા કરે છે.
60 જ ચોરસ કિલોમીટરના આ ટાપુના રહેવાસીઓને બહારની દુનિયાની એટલી એલર્જી છે કે નજીકથી કોઈ જહાજ નીકળે તો પણ તેના પર તીર ચલાવે છે. પોતાનાં તીર ત્યાંથી પહોંચે નહીં અને કદાચ પહોંચે તો લોખંડી જહાજને અસર કરે નહીં એવી ચિંતા પણ એ આદિવાસીઓ કરતા નથી. 2004માં ત્સુનામી પછી ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરો ત્યાં સર્વે કરવા અને જરૂર હોય તો મદદ કરવા પહોંચ્યાં હતાં. આદિવાસીઓએ તેમની સામેય તીર વહેતાં કર્યાં હતાં.
1918માં એક અમેરિકી જહાજ આ ટાપુના કાંઠે ફસાયું હતું. જહાજ ખસી શકે એમ ન હતું એટલે તેમાંથી ઉતરીને પ્રવાસીઓ ટાપુ પર ગયાં. જે ગયાં એ બધાં મરાયાં. જે દૂરથી પરત ફર્યાં એ જીવતા રહી શક્યાં. એ મોટી ઘટના પછી ભાગ્યે જ કોઈ પ્રવાસીઓ ત્યાં ફરકે છે. જહાજો પણ દૂરથી જ ચાલે છે. ભારત સરકારનો કાબૂ કેટલો?
ટાપુ ભારતનો છે, પણ ત્યાંની સરકાર ત્યાંના રહેવાસીઓ જ છે. એટલે સ્થિતિ એવી છે કે આજની તારીખે ત્યાં કેટલા લોકો રહે છે એ ચોકક્સ જાણી શકાતું નથી. 2001માં સરકારે વસતી ગણતરીનો પ્રયાસ કર્યો હતો. એ પણ બીજા આદિવાસીઓને સાથે રાખીને, ટાપુ પર ઉતર્યા વગર દૂરથી. ત્યારે 40ની સંખ્યા હોવાનો અંદાજ બંધાયો હતો, પણ એ અંદાજ માત્ર છે. ખરેખર તો કેટલા રહે છે એ અટકળનો જ વિષય છે.
માનવવંશશાસ્ત્રના અભ્યાસુઓ, ટાપુ પરથી પરત આવેલા કેટલાક પ્રવાસીઓ અને જંગલના નિષ્ણાતો એ વનવાસીઓ વિશે જે કાચી-પાકી માહિતી આપે એટલી જ માહિતી જગત પાસે છે. દુનિયાનાં ઘણાં જંગલો એવાં છે, જ્યાં આ રીતે વનવાસીઓ એકાંત જીવન ગાળે છે, પણ પછી એવુંય થાય કે તેનો અભ્યાસ કરવા કોઈ આવે તો આવકાર આપે છે.
નોર્થ સેન્ટિનલવાસીઓને એવુંય બહુ પસંદ નથી. તો પણ 1967માં ટી.એન.પંડિત નામના એન્થ્રોપોલિજસ્ટ (માનવઉત્પત્તિ-વિકાસનો અભ્યાસ કરનારા) એક ટીમ સાથે ટાપુ પર પહોંચ્યા હતા. ત્યાંનો થોડો ઘણો અભ્યાસ કર્યો અને સદભાગ્યે સલામત પરત આવ્યા. એ પછી 1991માં ફરીથી બે વખત ત્યાં ગયા હતા પણ કાંઠેથી જ પરત ફર્યા હતા.
ભારતની મુખ્ય ભૂમિથી 1200 કિલોમીટર આઘા રહેતાં એ ટાપુવાસીઓનો આખી દુનિયાને એક જ સંદેશો છે : શાંતિથી જીવો, તમે શાંતિથી ન જીવો તો કંઈ નહીં પણ અમને તો શાંતિથી જીવવા દો!
2025/04/09 11:36:33
Back to Top
HTML Embed Code: